તમે કાળજી
લો છો એમ બતાવો
સજાગ બનો!ના કૅનેડામાંના ખબરપત્રી તરફથી
કૅનેડામાં અનેક ઉપરીઓમાં ખાનગી દુઃખ તેઓને ચોંકાવનારી સંખ્યામાં આપઘાત કરવા દોરે છે. વાનકુવર સન વર્તમાનપત્રમાંનો એક અહેવાલ નોંધે છે કે આપઘાતના ૨૦૦ પ્રયત્નોમાં ૧ પ્રયત્ન યુવાનો દ્વારા થયેલો હોય છે જે મૃત્યુમાં પરિણમે છે, ગુણોત્તર એ છે કે ચારમાંથી એક વ્યક્તિ ૬૫થી વધારે ઉંમરની હોય છે. અને એમ માનવામાં આવે છે કે “વયોવૃદ્ધો મધ્યેના આપઘાતનો થોડો જ અહેવાલ મળે છે, કારણ કે ઉપરીઓના કુદરતી અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે થતા મૃત્યુ વચ્ચે ભેદ પાડવો મુશ્કેલ હોય શકે.”
શા માટે ઘણા વયોવૃદ્ધોનું જીવવા પરથી મન ઊઠી જાય છે? બ્રિટીશ કોલંબિયા યુનિવર્સિટીના માનસિક રોગ ચિકિત્સક ઓલુવેફમી અગ્બાયેવા, જે ઉપરીઓ મધ્યેના આપઘાતના વાદવિષય પર નિષ્ણાત છે, જે ઉદાસીનતા, સામાજિક અલગતા, અને એકલવાયાપણાને ફાળો આપતા ઘટકો ગણે છે. આલ્બર્ટા કેલગરીમાંના આપઘાત માહિતી અને શૈક્ષણિક કેન્દ્રના નિર્દેશક ગૅરી હેરીંગટને નોંધ્યું કે લોકોની ઉંમર વધે છે તેમ તેઓ “પોતાનો આદર, પોતાની શક્તિ, પોતાનો અંકુશ ગુમાવે છે. . . . એકદમ અચાનક, કોઈ વ્યક્તિ ફરી કદી તેમના મંતવ્યો પૂછતાં નથી. છેવટે અનેક લોકો નર્સિંગહોમમાં જાય છે કંઈ કરવા માટે નહિ પરંતુ બેસવા તથા પત્તા રમવા અને ટીવી જોવા.” આ લાગણીમાં વધારો થવો એ હકીકત છે કેમ કે સમાજ યુવાનોમાં સ્વતંત્રતા, ઉત્પાદકતા, અને ઝડપને વધારે મૂલ્યવાન ગણે છે—ખુદ આ ગુણલક્ષણ એ ઉંમરના લોકોમાં ઓછપ લાવે છે.
તેમ છતાં, યહોવાહ દેવની નજરમાં વયોવૃદ્ધો ખૂબ જ મૂલ્યવાન છે. દેખીતી રીતે જ તે તેઓની લાગણીમય જરૂરિયાતોને ઊંડી રીતે સમજે છે જે આપણે પ્રાચીન ઈસ્રાએલના લોકોને આપવામાં આવેલી આજ્ઞામાં જોઈ શકીએ છીએ: “તું પળિયાંવાળા માથાની સમક્ષ ઊભો થા, ને વૃદ્ધ માણસના મોંને માન આપ, ને તારા દેવનો ડર રાખ.”—લેવીય ૧૯:૩૨.
તો પછી, આપણે વયોવૃદ્ધોને કઈ રીતે ‘માન આપી’ શકીએ? તેઓના હોઠોથી હંમેશા ડહાપણના શબ્દો નીકળતા નથી અને તેઓની અપૂર્ણતા વૃદ્ધાવસ્થામાં તીવ્ર હોય છે છતાં, તેઓ આપણા માનને લાયક છે. તમે કાળજી લો છો એમ બતાવો. ખાસ કરીને તેઓનું જીવન દેવના આત્મા દ્વારા અને તેમના શબ્દની સમજણ દ્વારા માર્ગદર્શિત થતું હોય ત્યારે, તેઓની અંતદૃષ્ટિ અને ડહાપણ પર ધ્યાન આપીને તેઓને મહત્તા આપો, આદર કરો, અને સ્વીકાર કરો.
વયોવૃદ્ધોની કાળજી લેવા અને આદર આપવા બાબતે દેવનો શબ્દ ઘણું બધુ જણાવે છે. વધારે માહિતી માટે, આ સામયિકના પ્રકાશકોને લખો અને કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તક મંગાવો.