જ્યારે આશા અને પ્રેમ નષ્ટ થાય
એક ૧૭-વર્ષિય કૅનેડાની છોકરીએ પોતે શા માટે મરવા ચાહે છે તેનું કારણ જણાવ્યું. તે જણાવે છે: ‘એકલવાયાપણું અનુભવવું અને મારા ભવિષ્ય વિષેનો ડર; સાથી કામ કરનારાઓથી નાનમ અનુભવવી; અણું યુદ્ધ; ઑઝોન પડનો થતો વિનાશ; હું બહું જ કદરૂપી હોવાથી મને કદી પતિ મળશે નહીં અને આખરે હું એકદમ એકલી થઈ જઈશ; મને જીવવા માટે કોઈ કારણ જણાતું નથી, તો પછી એની શોધમાં શા માટે રાહ જોયા કરવી; મારું મોત બધા પરથી બોજો ઓછો કરી નાંખશે, મને કદી કોઈ દુઃખ પહોંચાડી શકશે નહિ.’
શું એમાંના કેટલાંક કારણો હોઈ શકે કે જેને કારણે યુવાનો આપઘાત કરી રહ્યા છે? કૅનેડામાં, “કારના અકસ્માત બાદ, યુવાનોમાં મરણનું સૌથી મોટું સામાન્ય કારણ આપઘાત છે.”—ધ ગ્લોબ ઍન્ડ મેઈલ.
દક્ષિણ ઑસ્ટ્રેલિયાની ફ્લીન્ડર્સ યુનિવર્સિટીના પ્રાધ્યાપક રીઆઝ હસન, પોતાનાં છાપા “ન જીવાયેલા જીવનો: યુવાનોમાં આપઘાતનું વલણ” (અંગ્રેજી)માં જણાવે છે: “એવા ઘણાં સામાજિક કારણો છે જે એ વિષે પ્રશ્ન ઉઠાવે છે અને તરુણોમાં વધતાં જતાં આપઘાતને ખરી રીતે અસર પહોંચાડે છે. તેમાંના કેટલાંક એ છે કે યુવાનોમાં વધતો જતો બેકારીનો આંકડો; ઑસ્ટ્રેલિયાનું બદલાતું જતું કુટુંબ; કેફી દવાનો વધુ પડતો ઉપયોગ અને તેનો દુરુપયોગ; યુવાનોમાં વધતું જતું હિંસાનું પરિણામ; માનસિક તંદુરસ્તી; અને ‘સૈદ્ધાંતિક મુક્તિ’ અને ‘પ્રાયોગિક સ્વતંત્રતા’ વચ્ચે વધતું જતું અલગપણું.” છાપું આગળ કહે છે કે સર્વેક્ષણનો અહેવાલ ભાવિ વિષે નિરાશાવાદની લાગણી બતાવે છે અને સૂચિત કરે છે કે “મોટા ભાગના યુવાનો પોતાના અને જગતનાં ભાવિ વિષે ડર અને ગભરાટ અનુભવે છે. તેઓ જોઈ શકે છે કે જગત અણું યુદ્ધથી છિન્નભિન્ન થઈ ગયું છે અને પ્રદૂષણ અને બગડતા જતા પર્યાવરણને કારણે ઉજ્જડ થઈ ગયું છે, એક એવો લાગણી વિના માનવ સમાજ કે જે ટેકનોલોજી બેકાબૂ છે અને બેકારી કૂદકેભૂસકે વધી છે.”
ગેલપ સર્વેક્ષણમાં ૧૬થી ૨૪ વર્ષનાઓના મત પ્રમાણે, આપઘાતનું કારણ એ છે કે ધનવાન અને ગરીબની વચ્ચે વધતો જતો તફાવત, વધતા જતા એકલવાયાં માબાપવાળાં કુટુંબોની સંખ્યા, વધતો જતો બંદૂકનો શોખ, બાળ અત્યાચાર, અને સામાન્યપણે “ભાવિમાં અપૂરતો વિશ્વાસ.”
ન્યૂઝવીક અહેવાલ આપે છે કે અમેરિકામાં, “બંદૂકનો ઉપયોગ [તરુણોમાં આપઘાતનું] મૂળભૂત કારણ છે. એક અભ્યાસ જેમાં તરુણો ખાસ માનસિક સમસ્યા વિના આપઘાત કર્યો, તેઓને બીજા બાળકો સાથે સરખાવવામાં આવ્યા ત્યારે, ફક્ત એક જ તફાવત જોવા મળ્યો: ઘરમાં ગોળીઓથી ભરેલી બંદૂક. તો બંદૂક લોકોને મારી નાખતી નથી એમ કઈ રીતે કહી શકાય? જ્યારે કે લાખો ઘરોમાં બંદૂક છે!
ડર અને નિષ્કાળજીભર્યો સમાજ જલદી જ નબળા યુવાનોને આપઘાતના આરે ધકેલી દઈ શકે. આ વિષે વિચાર કરો: ૧૨થી ૧૯ વયનાઓએ હિંસક ગુનાઓ અનુભવેલા છે એ સામાન્યપણે બીજી વ્યક્તિઓએ અનુભવેલા ગુનાઓથી બમણાં છે. મક્લીન્સનું સામયિક અહેવાલ આપે છે કે, અભ્યાસ બતાવે છે કે, “મોટે ભાગે ૧૪થી ૨૪ વર્ષની યુવતીઓને છેડવામાં આવે છે. સ્ત્રીઓ પર હુમલો કરી મારી નાખનાર એવો દાવો કરે છે કે, તેઓ તેઓને પ્રેમ કરે છે.” એનું પરિણામ? આ અને આવા પ્રકારના ડર “છોકરીઓના ભરોસા અને સલામતીની લાગણીને ક્ષીણ કરી નાખે છે.” એક અભ્યાસે બતાવ્યું, બળાત્કારમાંથી બચી ગયેલીઓમાંથી ત્રીજા ભાગનીઓએ આપઘાત કરવાનો વિચાર કર્યો હતો.
ન્યૂઝીલૅન્ડનો એક અહેવાલ યુવાન આપઘાતનું બીજું એક પાસું બતાવે છે, એ કહે છે: “પ્રચલિત ભૌતિકવાદ, દુન્યવી મહત્ત્વતા જે વ્યક્તિની સફળતાને તેની સમૃદ્ધિ, સારો દેખાવ, અને સત્તાથી સરખામણી કરે છે, એ ઘણાં યુવાનોને કંઈ પણ કીમત વિનાનાં અને સમાજની બહાર કાઢી મૂકાયેલાં હોવાની લાગણીનો અનુભવ કરાવે છે.” વધુમાં, ભાવિવાદી (અંગ્રેજી) આ કહે છે: “[યુવાનોમાં] તાત્કાલિક સંતોષનું એક ખાસ વલણ છે કે, તેઓને બધું જ જોઈએ છે, અને એકદમ જલદીથી જોઈએ છે. તેઓનાં ખાસ પસંદગીનાં ટીવી કાર્યક્રમો રોજિંદા નાટકો છે. તેઓ પોતાનું જગત સારા દેખાતાં, આધુનિક ફૅશનનાં કપડાં પહેરતાં, ઘણાં પૈસાવાળા અને મોભાવાળા, અને કંઈ કામ ન કરવું પડે તેવા લોકોથી ભરી દેવા ઇચ્છે છે.” આવી બિનવાજબી, કદી ફળીભૂત ન થનાર આશાઓ ઘણી વાર નિરાશાની લાગણી પેદા કરે છે અને એ આપઘાત તરફ દોરી લઈ જઈ શકે.
જીવન–બચાવનારા ગુણો?
શેક્સપીયરે લખ્યું: “પ્રેમ, વરસાદ પછી નીકળતા સૂરજના જેવો દિલાસો આપે છે.” બાઇબલ કહે છે: ‘પ્રીતિ કદી નિષ્ફળ જતી નથી.’ (૧ કોરીંથી ૧૩:૮) આ ગુણમાં આપઘાત કરવા પ્રેરાનાર યુવાનો સમસ્યાની એક એવી ચાવી રહેલી છે જે—તેઓની પ્રેમ અને વાતચીત વ્યવહારની ઇચ્છા દર્શાવે છે. અમેરિકન વૈદકીય સંસ્થાનો તબીબી જ્ઞાનકોશ (અંગ્રેજી) જણાવે છે: “આપઘાત કરવાનું ઇચ્છતી વ્યક્તિઓ મોટે ભાગે ખૂબ જ એકલવાયાપણું અનુભવતી હોય છે, અને આ નિરાશાવાદી કૃત્યને અટકાવવા માટે કેટલીક વાર ફક્ત સહાનુભૂતિવાળા, સમજણાં સાંભળનારની સાથે વાત કરવાની તક જ પૂરતી છે.
યુવાનોને ઘણી વાર વધારે પડતા પ્રેમ અને કુટુંબમાં હોવાનું અનુભવવાની ખાસ જરૂર છે. આ પ્રેમવિહીન અને વિનાશક જગત—જેમાં તેઓનો કોઈ અભિપ્રાય રહેલો નથી તેમાં આવી લાગણીઓને સંતોષવા માટે એક દિવસ પસાર કરવો પણ અઘરું છે. કુટુંબનાં ભંગાણ અને છૂટાછેડાને કારણે મા/બાપ તરફથી તરછોડી દીધાની લાગણી તરુણોમાં આપઘાતનો વધારો કરે છે. અને આ નકારાત્મક વલણના બીજા ઘણાં પાસાં પણ રહેલાં છે.
જવલ્લે જ પોતાનાં બાળકો સાથે ઘરે રહેતા માબાપનો વિચાર કરો. માબાપ સંપૂર્ણપણે પોતાનાં કામમાં પરોવાઈ ગયેલા કે પછી કોઈક પ્રકારનાં મનોરંજનમાં ગરકાવ થઈ ગયેલાં હોઈ શકે કે જેમાં બાળકોનો સમાવેશ ન થતો હોય. તેઓનાં બાળકો માટે કેટલાંક અર્થમાં તરછોડી દીધાની લાગણી પેદા કરે છે. પ્રખ્યાત ખબરપત્રી અને સંશોધક હ્યુ મક્કેય નોંધે છે કે “માબાપો વધુને વધુ પડતા આત્મ-કેન્દ્રિત બની ગયાં છે. તેઓ પોતાની જીવન-ઢબને પકડી રાખવા માટે પોતા વિષે પ્રથમ વિચારે છે. . . . સીધી રીતે કહીએ તો બાળકો જૂનવાણી થઈ ગયાં છે. . . . જીવન મુશ્કેલ છે અને એ આત્મ-સંતોષી થતું જાય છે.”
વળી, કેટલાંક સમાજમાં આત્મ-મહત્તાની પ્રતિમા ધરાવતા કેટલાંક પુરુષોને કાળજી રાખનારાં તરીકે ઓળખાવાનું પસંદ નથી. ખબરપત્રી કેઈટ લેગે એને સારી રીતે જણાવે છે: “સમાજ સેવામાં જોડાયેલાં માણસો સામાન્યપણે કાળજી રાખવાના કામ કરતાં જીવન બચાવવાના કે પછી અગ્નિશમન સેવામાં જોડાવાનું વધુ પસંદ કરે છે . . . તેઓ શાંત, મજબૂત વીરપણું કામ જેમાં બહારનાં દળો સાથે સંઘર્ષ કરવાનો હોય એ લોકો માટેનાં કાળજી કામ કરતાં વધુ પસંદ કરે છે.” અને, સાચે જ આજે લોકો માટેનું તીવ્ર કામ એ માબાપ તરીકેનું કામ છે. અપૂર્ણ માતૃત્વપણું બાળક માટે તરછોડી દીધાની લાગણી સમાન છે. પરિણામરૂપે, તમારાં દીકરા કે દીકરીઓ પોતાની નકારાત્મક કૃતિ વિકસિત કરી શકે અને તેઓ પાસે સામાજિક આવડતોની ખામી જોવા મળી શકે. શિક્ષણ સામયિક (અંગ્રેજી) નોંધે છે: “પોતાની હકારાત્મક કૃતિ વિના, બાળકો પાસે પોતાનાં હિતમાં નિર્ણયો કરવાને આધાર હોતો નથી.”
નિરાશાવાદ પરિણમી શકે
સંશોધકો માને છે કે નિરાશાવાદ આપઘાતનું સૌથી મોટું ભાગીદાર છે. ઑસ્ટ્રેલિયામાં યુવાન આપઘાત વિષે લખનાર, ગેઈલ મેસન અવલોકે છે: “નિરાશાવાદ માનવામાં આવે છે કે નિરાશાની લાગણી ઉભી કરવા કરતાં આપઘાત કરવાનાં વિચાર સાથે ગાઢપણે સંકળાયેલું છે. નિરાશાવાદ કેટલીક વાર નિરાશાના લક્ષણો સાથે સંકળાયેલું છે. . . . એ સામાન્યપણે હતાશાની સામાન્ય લાગણી અને યુવાનોનાં ભાવિ વિષેની આશા વિના લાગુ પાડે છે, અને ખાસ કરીને તેઓનાં નાણાંકીય ભાવિ વિષે: અને કંઈક અંશે ગોળાવ્યાપી સ્થિતિ વિષેની નિરાશાવાદી લાગણી.”
શહેરનાં નેતાઓનાં પ્રમાણિકતાનાં ખરાબ દાખલાઓ યુવાનોને તેઓનાં પોતાનાં નીતિ અને નૈતિક ધોરણો ઊંચા લાવવા પ્રેરતાં નથી. “મને શું પડી છે?” એવું વલણ તેઓમાં ઉભું થાય છે. હાર્પર્સ મેગેઝિન યુવાનોમાં ઢોંગની ક્ષમતાને ખુલ્લી પાડતા ટીકા આપે છે: “યુવાનો, ખાસ ઢોંગના ઉત્સાહી વાચકો છે–પરંતુ પુસ્તકોમાં નહિ. તેઓ જે ખાસ ઉત્સુકતાથી વાંચે છે એ આ જગત કે જેમાં તેઓ રોજીરોટી રળવા ઇચ્છે છે એમાંથી ઉદ્ભવતાં સામાજિક સંકેતો છે.” અને આ સંકેતો શું દર્શાવે છે? લેખક સ્ટેફની ડૉવીક અવલોકે છે: “આપણને કદી પણ કઈ રીતે જીવવું એ વિષે આટલાં મોટાં પ્રમાણમાં માહિતી પૂરી પાડવામાં આવી નથી. આપણે કદી પણ આટલા ધનવાન કે વધુ શિક્ષિત ન હતાં, છતાં, નિરાશા ચારેબાજુ છવાયેલી છે.” અને રાજકીય અને ધાર્મિક સમાજમાં બહું જ ઓછા આદર્શ પૂરો પાડનારાઓ છે. ડૉવીક યોગ્યપણે જ પ્રશ્ન પૂછે છે: “આપણે કઈ રીતે ડહાપણ, શારીરિક કે માનસિક સ્થિરતા અને બિનઅર્થપૂર્ણમાંથી યાતનાઓનો અર્થ પ્રાપ્ત કરી શકીએ? સ્વાર્થીપણું, ખિજવાટ અને લોભના વાતાવરણમાં, આપણે કઈ રીતે પ્રેમ કેળવી શકીએ?”
તમે આ પ્રશ્નોનો જવાબ હવે પછીના લેખમાં મેળવશો, અને એ તમને આશ્ચર્યચકિત કરી નાખી શકે.
“મોટા ભાગના યુવાનો તેઓનાં અને જગતનાં ભાવિ વિષે
ડર અને ગભરાટ અનુભવે છે”
“નિરાશાભર્યું પગલું અટકાવવા કેટલીક વાર ફક્ત માયાળુ,
સમજણાં સાંભળનાર સાથે વાત કરવાની
તક માત્ર પૂરતી છે”
ઉષ્માભર્યા પ્રેમ અને લાગણી યુવાનને જીવનની કદર કરવા મદદ કરી શકે.
આપઘાતના કેટલાંક ચિહ્નો
• ઊંઘવામાં તકલીફ, ખોરાકની અરુચિ
• એકલવાયાપણું અને પીછેહઠ કરવી, વારંવાર અકસ્માત કરવા તરફ ઢળેલ
• ઘર છોડીને ભાગી જવું
• દેખાવમાં નાટકીય ઢબે ફેરફાર
• કેફી દવા અને/અથવા દારૂનો દુરુપયોગ
• ચીડ અને ઝઘડવા તૈયાર
• મરણ વિષે વાતો કરવી; આપઘાતના સંદેશાઓ લખવા; ખાસ કરીને પોતાને હિંસા કરતું ચિત્ર બનાવવું
• દોષિતપણાની લાગણી
• નિરાશાવાદ, ચિંતા, નિરાશા, ઘડીઘડી રડી પડવું
• પોતાની માલિકીની વસ્તુઓ આપી દેવી
• બેધ્યાન રહેવું
• આનંદ પમાડનારી પ્રવૃત્તિઓમાં રસ ગુમાવવો
• પોતાની ભૂલો કાઢવી
• જાતીય છૂટછાટ લેવી
• શાળાનાં ગુણમાં એકદમ ઘટાડો, શાળામાં અનિયમિત હાજરી
• સંપ્રદાય કે ટોળકીનાં સભ્ય થવું
• નિરાશા પછી એકદમ સારું અનુભવવું
ફિલીપ જી. પેટ્રોસ અને ટાનયા કે. શામુ દ્વારા પ્રકાશિત, બાળકોમાં અને તરુણોમાં નિરાશા અને આપઘાત (અંગ્રેજી), અને કટોકટીમાં આવી પડેલાં યુવાનો (અંગ્રેજી), પર આધારિત
યોગ્ય મદદની જરૂર
અમેરિકન વૈદકીય સંસ્થાનો તબીબી જ્ઞાનકોશ (અંગ્રેજી) કહે છે કે “માનસિક માંદગીને કારણે ૯૦ ટકા કરતાં પણ વધુ આપઘાતો પરિણમે છે.” એ આ માંદગીને આ પ્રમાણે નોંધે છે: આકરી નિરાશા (લગભગ ૧૫ ટકા), સ્કીત્સોફીનીયા (લગભગ ૧૦ ટકા), દારૂની આદત (લગભગ ૭ ટકા), બિન સામાજિકપણાની અસર (લગભગ ૫ ટકા), અને કેટલાંક પ્રકારની મગજની બીમારીઓ (૫ ટકા કરતાં પણ ઓછી). તે સલાહ આપે છે: “આપઘાત કરવાના સર્વ પ્રયાસોને ગંભીરતાથી જોવા જોઈએ. આપઘાત કરવાનો પ્રયત્ન કરનાર ૨૦થી ૩૦ ટકા લોકો એક વર્ષની અંદર ફરીથી આ પ્રયાસ કરે છે.” ડૉ. યાન કોસેટ લખે છે: “[અમેરિકામાં] થતાં વ્યક્તિગત આપઘાતોમાંના ૫૦ ટકા કરતાં પણ વધુ એટલા માટે થાય છે કે તેઓ પાસે કોઈ માનસિક તંદુરસ્તીની જાણકારીઓ નથી.” અને બીજું ઉદ્ભવ જણાવે છે: “સારવારની સૌથી મહત્ત્વની બાબત એ છે કે વ્યક્તિ જેમ બને તેમ જલદીથી માનસિક ચિકિત્સકની મદદ લે જેથી નિરાશાના મૂળને નાબૂદ કરી શકે.”