અમારા વાચકો તરફથી
તે મારા પ્રેમમાં ન હોય તો શું? આજે મેં સજાગ બનો!નો જુલાઈ ૮, નો અંક મેળવ્યો, અને “યુવાનો પૂછે છે . . . તે મારા પ્રેમમાં ન હોય તો શું?” લેખ જોયો ત્યારે મારી પ્રાર્થનાઓના જવાબ માટે તરત જ મેં યહોવાહનો આભાર માન્યો. અને મેં વિચાર્યું કે આ લેખની ચર્ચા હું મારી મમ્મી સાથે કરીશ અને એની સલાહો મારા જીવનમાં લાગુ પાડીશ. “યુવાનો પૂછે છે . . .” શૃંખલા ખરેખર યહોવાહ દેવ તરફથી એક પ્રેમાળ જોગવાઈ છે.
કે. એમ. કેન્યા
હું ૨૨ વર્ષની સ્ત્રી છું, અને મને તમારા સામયિકના દરેક અંકમાં આનંદ આવે છે; પરંતુ પહેલી વાર આ લેખ મારા હૃદયમાં ઊંડે સુધી સ્પર્શી ગયો. મેં વાંચવાનું શરૂ કર્યું ત્યારે, મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તમે જણાવ્યું છે એવું જ હું થોડા સમય પહેલાં અનુભવતી હતી. આ લેખે મને બાબતો વધારે સ્પષ્ટ રીતે જોવા મદદ કરી.
આર. બી., લિથુઍનિયા
મેં આ લેખ વાંચ્યો ત્યારે, મને થયુ, ‘હું જે અનુભવું છું એ બીજાને કઈ રીતે ખબર પડી?’ મને એ જાણીને ખુશી થઈ કે યહોવાહ બધુ જ જાણે છે. આ સામયિક આજે જ આવ્યું છે, અને અડધી રાત પણ થઈ ગઈ છે, છતાં હું તમને લખી ને જણાવવા માંગતી હતી.
એ. એન. જાપાન
આ લેખ સ્ત્રીના મનને ધ્યાનમાં રાખીને બનાવ્યો હતો, છતાં મને ઘણી મદદ મળી છે. ફક્ત એક અઠવાડિયા પહેલાં જ, મને કોઈકે ના પાડી હતી અને મને દુખ પહોંચાડ્યું હતું. તમારા લેખે મને મારી લાગણીઓ પર કાબૂ રાખવા મદદ કરી. આ લેખે મને દિલાસો આપ્યો, અને સૌથી મહત્ત્વની વાત પત્ની પસંદ કરતી વખતે મારે હંમેશા લેવા કરતાં આપવા વિષે વિચારવાનું છે.
પી. એચ. એસ., બ્રાઝિલ
કોરિયન સમાજ છોકરીઓની ઉંમર થાય કે તરત જ તેનું લગ્ન કરી નાખવા પર ભાર મૂકે છે. “પુખ્ત ઉંમરની” થાય ત્યાં સુધી રાહ જોવાની અને પછી લગ્ન કરવું એ એક ખ્રિસ્તી યુવાન છોકરી માટે પડકાર છે. (૧ કોરીંથી ૭:૩૬) શ્રેષ્ઠ સલાહ માટે તમારો આભાર.
એસ. સી. કોરિયા
સ્વ-ઉપચાર “સ્વ-ઉપચાર—લાભકારક કે હાનિકારક?” (ઑગસ્ટ ૮, ૧૯૯૮) શૃંખલાનો આ લેખ જોઈને મને ઘણી ખુશી થઈ હતી. એમાં ઘણું સરસ રીતે લખવામાં આવ્યું છે અને વિષયને સમતોલપણે બતાવવામાં આવ્યો છે, જે જગત ફરતે બધા જ દેશો માટે વ્યવહારુ છે. આમાં ઘણી સારી રીતે એ મહત્વ પર ભાર આપ્યો છે કે આપણે ‘દરેક રોગની દવા’ કરવાને બદલે પોતાના સ્વાસ્થ્યની જવાબદારી પોતે જ લઈએ.
જે. એમ., ઇંગ્લૅંડ
વિરુદ્ધ જાતિ સાથે ચેનચાળા “બાઇબલનું દૃષ્ટિબિંદુ: વિરુદ્ધ જાતિ સાથે ચેનચાળા કરવામાં શું ખોટું છે?” (ઑગસ્ટ ૮, ૧૯૯૮) લેખ માટે તમારો આભાર. વિરુદ્ધ જાતિ સાથે ચેનચાળા કરવાના મારા જીવનથી, મારા કુટુંબને અસર થઈ હતી એનાથી હવે તેઓને મુક્તિ મળી છે. હું મારા કુટુંબમાં અને ખાસ કરીને મારી પ્રેમાળ પત્નીને જે દુઃખ થતું હતું એ પ્રત્યે હું ધ્યાન આપતો ન હતો. હું મારા ખ્રિસ્તી ભાઈઓ અને બહેનોને એ જ સલાહ આપું છું: “મહેરબાની કરી તમે આપણા પિતા યહોવાહનું સાંભળો. ચેનચાળા કરવાથી ફરો, યહોવાહની મદદ માટે પ્રાર્થના કરો અને ખરાબ વર્તણૂકથી દૂર, દૂર, દૂર જાઓ.”
ડી. બી. યુનાઈટેડ સ્ટેટ્સ
આ લેખે મને સત્ય બતાવ્યું કે વિરુદ્ધ જાતિ સાથે ચેનચાળા કરવા એ તદ્દન સામાન્ય બાબત ન હતી. આના કારણે અમારા છૂટાછેડા થયા અને અમારા કુટુંબ પર એની ખરાબ અસર પડી, આ સમસ્યામાં રમૂજ કરવાના સ્વભાવે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. હું આશા રાખું છું કે આ સલાહ એવા લોકોને મદદ કરશે કે જેઓ પોતાની વર્તણૂક, વાત, અથવા હાવભાવથી વિરુદ્ધ જાતિના લોકો પર કેવી અસર પડશે એ જાણતા નથી.
ઓ. એમ., ચેક પ્રજાસત્તાક
આ ઘણી બહેનોના હૃદયમાં થયેલા દુઃખને માટે મલમની વાત હતી. આ લેખ દ્વારા આપણને જોવા મળે છે કે યહોવાહ આપણી છેક અંદરની લાગણીઓનું ધ્યાન રાખે છે.
એ. એમ. પી., સ્પેન
ફકરામાં આપેલું મથાળુ “હૃદયમાં કરેલો વ્યભિચાર” એ મારા માટે નવી વાત હતી. મારા પતિને મંડળની એક સમજદાર બહેન સાથે અતિ સ્નેહ થયો કારણ કે તે બંને એક જ પાર્શ્વભૂમિકાના હતા. મારા લગ્નના ૧૭ વર્ષની અંદર એવું કોઈ કારણ ન હતું કે મને તેમના પર અવિશ્વાસ થાય, પરંતુ મને શંકા હતી. મારા પતિને મારી લાગણીઓ કહેવી એટલું સહેલું ન હતું. તેમને મેં કહ્યું ત્યારે સૌ પ્રથમ તેમને એકદમ અચંબો લાગ્યો, પરંતુ તેમણે મારી વાત સમજવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું કે તે મને અને મારા ત્રણ બાળકોને દુઃખ પહોંચાડવા નથી માંગતા, અને તેમણે એ બહેન સાથેનો સંપર્ક તરત જ બંધ કરી દીધો. અને મને તેમના પ્રત્યુત્તરથી રાહત થઈ.
ડી. ટી., કૅનેડા