વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૯/૮ પાન ૩
  • જાહેરાતોના

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાહેરાતોના
  • સજાગ બનો!—૧૯૯૮
  • સરખી માહિતી
  • સમજાવટની
    સજાગ બનો!—૧૯૯૮
  • જાહેરાતોનો
    સજાગ બનો!—૧૯૯૮
  • ઈશ્વરના રાજ્યની જાહેરાતની એક સદી!
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
સજાગ બનો!—૧૯૯૮
g98 ૯/૮ પાન ૩

જાહેરાતોના

પ્રવાહમાં તણાવું

“પપ્પા, ચંદ્ર શાની જાહેરાત કરે છે?” આ વિચિત્ર પ્રશ્ન, લગભગ ૫૦ વર્ષ પહેલાં કાર્લ સેન્ડબર્ગ દ્વારા લેખિત કવિતામાં, એક બાળકીએ પૂછ્યો. ભવિષ્યમાં, આવો પ્રશ્ન બહુ વિચિત્ર નહિ લાગે. ન્યૂ સાયંટિસ્ટ સામયિક અનુસાર, લંડનમાંની બે જાહેરાત કંપનીઓ સૂર્યનો ઉપયોગ કરીને ચંદ્રની સપાટી પર પ્રતિબિંબ પાડી જાહેરાતો કરવાની યોજના પર કામ કરી રહ્યા છે.

જાહેરખબરના પાટિયા તરીકે ચંદ્રની કલ્પના કરો! જગતવ્યાપી લોકોને સંદેશાની જાહેરાતનો વિચાર કરો, એક સંદેશ કે જે જોનારાઓ બંધ કરી શકે નહિ, જોડાણ કાપી નાખી શકે નહિ, કચરાપેટીમાં નાખી શકે નહિ, કે રીમોટ કંટ્રોલથી અવાજ ધીમો કરી શકે નહિ. એ વિચાર તમને આનંદદાયક ન લાગી શકે, પરંતુ બીજાઓને ખૂબ ગમશે.

જાહેરાત કરવામાં ચંદ્ર સુધી પહોંચ્યા નથી, પરંતુ એ પૃથ્વીના દરેક ખૂણે ફેલાયેલી છે. મોટા ભાગનાં અમેરિકાનાં સામયિકો અને વર્તમાનપત્રોના ૬૦ ટકા પાન જાહેરાતો માટે અલગ રાખવામાં આવે છે. ધ ન્યૂયૉર્ક ટાઈમ્સની રવિવારની આવૃત્તિમાં જ જાહેરાતોનાં ૩૫૦ પાનાઓનો સમાવેશ થઈ શકે. કેટલાંક રેડિયો સ્ટેશનો ધંધાકીય જાહેરાત માટે દર કલાકની ૪૦ મિનિટ આપે છે.

હવે ટેલિવિઝનનો વારો છે. એક અંદાજ પ્રમાણે, અમેરિકન યુવાનો દર અઠવાડિયે ત્રણ કલાક ટેલિવિઝન જાહેરાતો જુએ છે. તેઓ શાળામાંથી સ્નાતક થાય ત્યાં સુધીમાં, તેઓ ૩,૬૦,૦૦૦ ટીવીની જાહેરાતો જોઈ હશે. હવાઈ મથકો, હૉસ્પિટલ અને શાળાઓમાં ટેલિવિઝન જાહેરાતો પણ જોવા મળે છે.

મહત્ત્વની રમતગમતો હવે જાહેરાતોનાં મહત્ત્વના સ્થળો બની ગયા છે. અતિ ઝડપી કારો જાહેરખબરના પાટીયા તરીકે સેવા કરે છે. કેટલાક રમતવીરો જાહેરાતોમાંથી પોતાના મોટા ભાગના પૈસા મેળવે છે. એક પ્રખ્યાત બાસ્કેટબોલ રમતવીર રમીને ૩.૯ અબજ ડૉલર કમાય છે. જાહેરાત કરનારાઓ પોતાની પેદાશોનું વેચાણ વધારવા તેને નવ ગણું ચૂકવે છે.

કોઈ જગ્યા બાકી નથી. જાહેરાતો દીવાલો, બસો, અને ટ્રકો પર જોવા મળે છે. એઓ ટેક્ષી અને ભૂગર્ભ માર્ગની અંદર અને—જાહેર ટોઈલેટના દરવાજાઓ પર પણ લગાવેલી હોય છે. આપણને જાહેરાતો મોટા બજાર, દુકાન, લીફ્ટમાં—અને ટેલિફોન પર રાહ જોતા હોય ત્યારે પણ સાંભળવા મળે છે. કેટલાક દેશોમાં ટપાલ દ્વારા ઘણી બધી જાહેરાતો આવે છે, જેને ઘણા મેળવનારાઓ ટપાલપેટીમાંથી થોકબંધ ટપાલ સીધી જ કચરાપેટીમાં ફેંકી દે છે.

મેકેન-એરીકસન દ્વારા પ્રકાશિત ઈન્સાઈડર રિર્પોટ અનુસાર, ગોળાવ્યાપી જાહેરાતોની સંસ્થા છે, એ ૧૯૯૦માં જગતવ્યાપી જાહેરાતોમાં ખર્ચેલી રકમનો અંદાજ ૨૭૫.૫ અબજ ડૉલર હતો. ત્યાર પછીથી રકમ ઊંચી જઈને ૧૯૯૭માં ૪૧૧.૬ અબજ ડૉલર સુધી પહોંચી અને ૧૯૯૮ની ૪૩૪.૪ અબજ ડૉલર સુધી ખર્ચવાની યોજના ઘડી છે. કેટલી મોટી રકમ!

આ બધાની અસર? એક નિષ્ણાતે એને આ રીતે જણાવ્યું: “જાહેરાત એ સંસ્કૃતિમાં સૌથી પ્રભાવશાળી સામાજિક પરિબળ છે. . . . જાહેરાત પેદાશ કરતાં વધુ વેચાણ કરે છે. આપણે કોણ છીએ અને કોના જેવા બનવા જોઈએ એવા ખ્યાલો, નીતિ, ધ્યેયો, અને માન્યતા વેચે છે. . . . એ તમારું સમગ્ર વ્યક્તિત્વ બદલી નાખે છે.”

તમે જાહેરાતોથી બચી શકતા નથી માટે, શા માટે શોધી કાઢતા નથી કે એ કેવી રીતે કામ કરે છે અને એ કઈ રીતે તમારા પર અસર પાડી શકે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો