‘એઆએ અમારું દૃષ્ટિબિંદુ વિસ્તૃત કર્યું’
કિરગીસ્તાન સોવિયટ સંઘનું ભૂતપૂર્વ લાકશાસન હતું, એની કારાકુલ ઇન્સ્ટીટ્યુટ ઑફ મેનજમેન્ટમાં પરદેશી ભાષાઓના વિભાગના પ્રમુખે યહોવાહના સાક્ષીઓના પ્રકાશનોની પ્રશંસા કરી. તેણે રશિયામાંના યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીને નીચે પ્રમાણે લખ્યું:
“આજના સામાજિક અને આર્થિક ઉથલપાથલના સમાજમાં તમારા પુસ્તકો અને મોટી પુસ્તિકાઓ અંગ્રેજી, જર્મન, રશિયન, કીરગીઝ અને તુર્કી ભાષાઓ શીખવવા અમને ઘણા મદદરૂપ થાય છે. . . . પ્રાયોગિક ભાષાંતર કરનારાઓમાં તમારી મોટી પુસ્તિકાઓની ઘણી માંગ છે. . . . લાઈફ—હાઉ ડીડ ઈટ ગેટ હીયર? બાય ઈવોલ્યુશસન ઓર બાય ક્રિએશન?, કૌટુંબિક સુખનુ રહસ્ય, અને પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે— જવાબો જે સફળ થાય છે પુસ્તકો માટે તમારો ઘણો આભાર.
“અમારા ઘણા વિદ્યાર્થીઓ યહોવાહના સાક્ષીઓ છે. તેઓ રસપ્રદપણે સજાગ બનો!ના લેખો વાંચે છે અને ગૃહકાર્ય આપવામાં આવે છે ત્યારે એનો ઉપયોગ કરે છે.”
લખકે ખાસ કરીને સજાગ બનો!ની પ્રશંસા કરી છે: “રસપ્રદ અને માહિતીપ્રદ લેખો માટે તમારો આભાર. . . . એઓ અમારી આશા જન્માવે છે અને અમારું સામાન્ય દૃષ્ટિબિંદુ વિસ્તૃત બનાવે છે. . . . અમે સર્વ આનંદથી સજાગ બનો!ના ‘વિશ્વ નિહાળતા’ વિભાગને વાંચીએ છીએ.”
તમને સજાગ બનો!ની પ્રત જોઈતી હોય અથવા તમારી સાથે વિના મૂલ્ય ગૃહ બાઇબલ અભ્યાસ ચલાવવા કોઈક આવે એવું ઇચ્છતા હો તો, કૃપા કરી Praharidurg Prakashan Society, Plot A/35 Nr Industrial Estate, Nangargaon, Lonavla 410 401, Mah., Indiaન, અથવા પાન ૫ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે લખો.