જાહેરાતોનો
પ્રભાવ
લાંબા સમય પહેલાં, ટેલિવિઝનમાં જાહેરાત આવા શબ્દોથી કરવામાં આવતી હતી, “અને હવે, અમારા પ્રવર્તક તરફથી થોડા શબ્દો.” પ્રવર્તકો એવી કંપનીઓ છે કે જે ખર્ચ આપી પોતાના ઉત્પાદનની જાહેરાત કરાવે છે. “અમારા પ્રવર્તક તરફથી થોડા શબ્દો” સામાન્ય બની ગયા હોવાથી, એ હજુ પણ સમાચારો અને મનોરંજન માધ્યમ—ટેલિવિઝન, સામયિકો, વર્તમાનપત્રો, અને રેડિયો—ને નાણાકીય ટેકો આપે છે. પરિણામે, પ્રવર્તકો માધ્યમે શું બતાવવું અને ન બતાવવું એ નક્કી કરવાનો પ્રયત્ન કરે છે.
દાખલા તરીકે: વર્ષ ૧૯૯૩માં એક કંપની કે જેણે જર્મન લકઝરી કારનું ઉત્પાદન કર્યું એણે ૩૦ સામયિકોને લખ્યું કે તેઓની કારને “સામયિકના યોગ્ય જગ્યા”એ બતાવવી જ જોઈએ. પત્રએ સમજાવ્યું કે તેઓની કારની જાહેરાત ધરાવતાં સામયિકોએ તેઓની કાર, જર્મન ઉત્પાદક કે જર્મની વિષે ટીકા કરતી કોઈ પણ બાબત વિષે બતાવવું જોઈએ નહિ. અલબત્ત, એમાં કંઈ આશ્ચર્ય નથી કે આ કંપની, કે જે સામયિકમાં જાહેરાત આપવા માટે ૧ કરોડ ૫૦ લાખ ડૉલર ખર્ચે છે, જેથી તેઓ “સામયિકમાં યોગ્ય જગ્યાએ” જાહેરાતની આશા રાખી શકે.
એમાં કંઈ આશ્ચર્ય નથી કે નવા લગ્ન પોશાકની જાહેરાત આપનાર સામયિક ઉપયોગમાં લીધેલા લગ્ન પોશાકની જાહેરાતને સ્વીકારશે નહિ કે વર્તમાનપત્ર કે જમીન કે મકાનના દલાલની યાદી આપે ત્યારે એવું નહિ કહે કે એમના સિવાય તમે ઘર કઈ રીતે મેળવી શકશો. એવી જ રીતે, સિગારેટ કે લોટરીની જાહેરાત કરનાર માધ્યમ ધૂમ્રપાન કે જુગારની ટીકા ન કરે તો આપણે આશ્ચર્ય પામવું જોઈએ નહિ.
ઉપભોક્તાનો સમાજ
એ કારણે, જાહેરાતની અસર વેચાણ કરતાં વધારે છે. એ ઉપભોક્તાઓની ભૌતિક બાબતો પર આધારિત જીવન-ઢબ, ગોળાવ્યાપી સમાજ સુધારે છે.
શું એમાં કંઈ ખોટું છે? એ તમે કોને પૂછો છો એના પર આધારિત છે. જાહેરાત કરનારા દલીલ કરે છે કે લોકોને ખરીદી કરવાનું અને વસ્તુઓ મેળવવાનું ગમે છે; જાહેરાતો એ પૂરું પાડે છે. વધુમાં, તેઓ કહે છે જાહેરાતો નોકરી ઉભી કરે છે, રમતગમત અને કલાને ઉત્તેજન આપે છે, પરવડે એવાં સાધનો મેળવવા મદદ કરે છે, સ્પર્ધાને ઉત્તેજન આપે છે, ઉત્પાદન સુધારે છે, વાજબી ભાવ રાખે છે, અને લોકોને ખરીદવાની પસંદગીઓથી વાકેફગાર રાખે છે.
બીજાઓ દાવો કરે છે કે જાહેરાત લોકોને તેઓ પાસે જે છે એ વિષે ચંચળ અને અસંતોષી બનાવી તેઓની અનંત લાલસાઓને પોષે છે. સંશોધક એલન ડર્નિંગ લખે છે: “જાહેરાતો લગભગ આપણા સમય જેવી જ છે. એઓ ભાખી ન શકાય એવી, સ્વાર્થી, દૃઢ દૃષ્ટિબિંદુવાળી અને બીજાઓ શું વિચારે છે એનાથી દોરવાયેલી હોય શકે. એઓ મૉડલમાંથી અભિનેતા બનાવે છે, અને શીખવે છે કે ભૌતિક સંપત્તિ સુખનું ઉદ્ભવ છે. એઓ એ પણ દાવો કરે છે કે કેટલી ધનસંપત્તિ હોવી જોઈએ એ વિજ્ઞાન નક્કી કરશે.”
તમારા પર એની અસર
શું જાહેરાતો આપણને અને આપણી ઇચ્છાઓ નક્કી કરવા મદદ કરે છે? કદાચ. તેમ છતાં, એની અસર ઓછી છે કે વધારે એ બીજી અસરો પર આધારિત છે.
આપણે બાઇબલ સિદ્ધાંતો અને મૂલ્યો પ્રમાણે જીવન જીવતા હોઈએ તો, આપણને જાણવા મળશે કે ભૌતિક સંપત્તિ હોવી એમાં કંઈ ખોટું નથી. દેવે ઈબ્રાહીમ, અયૂબ, સુલેમાન અને બીજાઓને ભરપૂર સંપત્તિ આપીને આશીર્વાદ આપ્યો હતો.
બીજી તર્ફે, આપણે શાસ્ત્રીય સિદ્ધાંતો લાગુ પાડીએ તો, આપણે કદી પણ અંત નહિ આવનાર ભૌતિક બાબતોનું ભરપૂરપણું અને સુખ શોધનારની જેમ અસંતોષ ટાળીશું. બાઇબલ એમ નથી કહેતું કે “તમે થાકી જાવ ત્યાં સુધી ખરીદી કરો.” એના બદલે એ આપણને કહે છે:
દેવમાં ભરોસો રાખો. “આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે, કે તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે દેવ આપણા ઉપભોગને સારૂ ઉદારતાથી સર્વ આપે છે તેના પર આશા રાખે.”—૧ તીમોથી ૬:૧૭.
સંતોષી બનો. “કેમકે આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી, અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી; પણ આપણને જે અન્નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.”—૧ તીમોથી ૬:૭, ૮.
વિનયી બનો. “એમજ સ્ત્રીઓ પણ મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતાં વસ્ત્રથી પોતાને શણગારે; ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી, કે કિંમતી પોશાકથી નહિ; પણ દેવની ભક્તિમાં નિમગ્ન રહેનારી સ્ત્રીઓને શોભે એવી રીતે, એટલે સારાં કામથી પોતાને શણગારે.”—૧ તીમોથી ૨:૯, ૧૦.
દૈવી ડહાપણ સંપત્તિ કરતાં ચડિયાતું છે એ જાણો. “જે માણસને જ્ઞાન મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તેને ધન્ય છે. કેમકે તેનો વેપાર રૂપાના વેપાર કરતાં, અને તેનો લાભ ચોખ્ખા સોનાના લાભ કરતાં શ્રેષ્ઠ છે. તે જવાહીર કરતાં મૂલ્યવાન છે; તારી મનગમતી કોઈ પણ વસ્તુ તેની બરાબરી કરી શકે નહિ. તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે; તેના ડાબા હાથમાં દ્રવ્ય તથા માન છે. તેના માર્ગે સુખચેન જ છે, અને તેના સઘળા રસ્તામાં શાંતિ છે. જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે; જેઓ તેને પકડી રાખે છે તે દરેકને ધન્ય છે.”—નીતિવચન ૩:૧૩-૧૮.
આપતા શીખો. “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.
કોઈ દલીલ કરી શકે કે આ પ્રકારના લેખોની શ્રેણી એક પ્રકારની જાહેરાત છે, જે એવા વિચારોનું “વેચાણ” કરે છે કે ભૌતિક સંપત્તિએ આત્મિક મૂલ્યોને એક બાજુ ધકેલી દેવા જોઈએ નહિ. નિશંક: તમે એ નિષ્કર્ષ સાથે સહમત થશો.
દેવના રાજ્યની જાહેરાત કરવી
સંદેશા સાથે લોકો સુધી પહોંચવાનો સૌથી ઉત્કૃષ્ટ માર્ગ કયો છે? જાહેરાત: સિદ્ધાંતો અને આચરણ (અંગ્રેજી) પુસ્તક કહે છે: “દુનિયાના દરેક ઉત્પાદકો વિચારે છે કે દરેક ઉપભોક્તા સાથે ઉત્પાદન અને વેચવા માટે આપવામાં આવતી સેવા વિષે વ્યક્તિગત વાત કરે.” સાચા ખ્રિસ્તીઓ સ્વેચ્છાપૂર્વક આ રીતે લગભગ ૨૦૦૦ વર્ષથી દેવના રાજ્યની જાહેરાત કરી રહ્યા છે. (માત્થી ૨૪:૧૪; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૦) શા માટે વધારે વેપારીઓ લોકો સુધી પહોંચી જવા આ પદ્ધતિનો ઉપયોગ કરતા નથી? પુસ્તક સમજાવે છે: “એ ઘણું ખર્ચાળ છે. વેચાણ કરનારાઓએ કરેલી એક મુલાકાતની કિંમત ૧૫૦ ડૉલર કરતાં વધારે થઈ શકે.” અલબત્ત, ખ્રિસ્તીઓ સ્વૈચ્છિક રીતે દેવના રાજ્યની “જાહેરાત” કરે છે. એ તેઓની ઉપાસનાનો એક ભાગ છે.
બાઇબલનો સંદેશો એવો નથી
“તમે થાકી જાવ ત્યાં સુધી ખરીદી કરો”