વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 માર્ચ પાન ૧૪-૧૯
  • યહોવાની ભક્તિથી ધ્યાન ફંટાવા ન દઈએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાની ભક્તિથી ધ્યાન ફંટાવા ન દઈએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • શાના લીધે યહોવાની ભક્તિથી ધ્યાન ફંટાઈ શકે?
  • યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખવા ઈસુએ શું કર્યું?
  • આપણે કઈ રીતે ઈસુ જેવું કરી શકીએ?
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—સરકીટ નિરીક્ષક સાથે
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—શાખા પ્રતિનિધિ સાથે
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 માર્ચ પાન ૧૪-૧૯

મે ૧૮-૨૪, ૨૦૨૬

ગીત ૪૨ ‘નબળાઓને મદદ કરીએ’

યહોવાની ભક્તિથી ધ્યાન ફંટાવા ન દઈએ

“યહોવાની ઇચ્છા શી છે એ પારખતા રહો.”—એફે. ૫:૧૭.

આપણે શું શીખીશું?

અમુક બાબતોને લીધે યહોવાની ભક્તિથી આપણું ધ્યાન ફંટાઈ શકે છે. પણ યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખવા આપણે શું કરી શકીએ?

૧-૨. કોઈ કામ મહત્ત્વનું હોય શકે, પણ એનાથી કઈ રીતે યહોવાની ભક્તિથી ધ્યાન ભટકી શકે?

કલ્પના કરો, તમે ગાડી ચલાવી રહ્યા છો. અચાનક તમારા મોબાઇલની રિંગ વાગે છે. એ કોલ મહત્ત્વનો હોઈ શકે છે. પણ તમે જાણો છો કે અત્યારે ફોન ઉપાડવા કરતાં રસ્તા પર ધ્યાન આપવું વધારે મહત્ત્વનું છે. એવી જ રીતે, આપણાં જીવનમાં એવા ઘણા સંજોગો આવે છે, જેમાં આપણે નક્કી કરવું પડે છે કે હમણાં વધારે મહત્ત્વનું શું છે.

૨ ખરું કે આપણાં જીવનમાં ઘણાં કામો મહત્ત્વનાં હોય છે. પણ આપણે જાણીએ છીએ કે યહોવાની ભક્તિનાં કામોમાંa લાગુ રહેવું વધારે મહત્ત્વનું છે. (માથ. ૬:૩૩) એક સારો ડ્રાઇવર જાણે છે કે શાનાથી તેનું ધ્યાન ભટકી શકે છે. એવી જ રીતે, યહોવાના ભક્તો પારખવાની કોશિશ કરે છે કે શાના લીધે યહોવાની ભક્તિથી તેઓનું ધ્યાન ભટકી શકે છે.—નીતિ. ૪:૨૫; માથ. ૬:૨૨.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું અને કેમ?

૩ આપણામાંથી કોઈ એવું નહિ ચાહે કે યહોવાની ભક્તિથી તેનું ધ્યાન ફંટાઈ જાય. પણ અમુક કારણોને લીધે એવું થઈ શકે છે. (લૂક ૨૧:૩૪-૩૬) યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખી શકીએ એ માટે ચાલો અમુક સવાલો પર ચર્ચા કરીએ. (૧) શાના લીધે આપણું ધ્યાન ફંટાઈ શકે? (૨) યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખવા ઈસુએ શું કર્યું? (૩) આપણે કઈ રીતે ઈસુ જેવું કરી શકીએ?

શાના લીધે યહોવાની ભક્તિથી ધ્યાન ફંટાઈ શકે?

૪-૬. શાના લીધે આપણું ધ્યાન ફંટાઈ શકે?

૪ આપણી પાસે એવાં ઘણાં કામો હોય છે જેમાં સમય આપવો પડે છે. જેમ કે, કુટુંબની સંભાળ રાખવી, વ્યક્તિગત કામો પતાવવા અને તબિયતનું ધ્યાન રાખવું. એ સાચું છે કે એ કામો મહત્ત્વનાં છે. પણ શું એના લીધે આપણું ધ્યાન ફંટાઈ શકે? હા, જો આપણે એ વિશે જ વિચારતા રહીશું અને એમાં જ પોતાનાં સમય-શક્તિ ખર્ચી નાખીશું, તો એવું થઈ શકે છે.

૫ વધુમાં આપણામાંથી ઘણા લોકો રાજકીય ઊથલ-પાથલ, આર્થિક કટોકટી, મહામારી, હિંસા કે એના જેવી મુશ્કેલીઓનો સામનો કરે છે. (૨ તિમો. ૩:૧) એના લીધે કદાચ ચિંતા ઘેરી વળે અને મુશ્કેલીઓ સિવાય બીજું કંઈ ન દેખાય.

૬ આપણે કદાચ અમુક લોકોને ઓળખતા હોઈશું જેઓ પર એવી મુશ્કેલીઓ આવી પડી છે. સમજી શકાય કે તેઓ હચમચી ગયા હશે અને તન-મનથી થાકી ગયા હશે. હકીકતમાં યહોવાએ માણસોને દુઃખો વેઠવા અને ચિંતાઓનો બોજ ઉઠાવવા બનાવ્યા જ નથી. એટલે મુશ્કેલીઓને લીધે અમુકને લાગે છે, ‘આ તો કંઈ જીવન કહેવાય!’ તેઓ પોતાની ચિંતા ઓછી કરવા મોજમજા અને મનોરંજનનો સહારો લે છે. તેઓ એમાં જ ડૂબેલા રહે છે. આપણી સામે એવા સંજોગો આવે ત્યારે શું કરી શકીએ? ઈસુના દાખલા પર ધ્યાન આપીએ. અમુક બાબતોને લીધે તેમનું ધ્યાન ભટકી શકતું હતું. પણ ચાલો જોઈએ કે યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખવા તેમણે શું કર્યું.

યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખવા ઈસુએ શું કર્યું?

૭. શાના લીધે ઈસુનું ધ્યાન ફંટાઈ શકતું હતું?

૭ ઈસુના સમયમાં એવી ઘણી બાબતો હતી જેના લીધે તેમનું ધ્યાન ભટકી શકતું હતું. એ સમયે અનેક રાજકીય અને સામાજિક મુશ્કેલીઓ હતી. જેમ કે, ઘણા લોકો ગરીબ હતા, બીમાર હતા. (માથ. ૧૪:૧૪; માર્ક ૧૪:૭) તેઓ રોમનો અને યહૂદીઓના હાથે અન્યાય સહેતા હતા. જ્યારે લોકોએ જોયું કે ઈસુ પાસે ચમત્કાર કરવાની શક્તિ છે, ત્યારે તેઓ તેમને રાજા બનાવવા માંગતા હતા. (યોહા. ૬:૧૪, ૧૫) એટલું જ નહિ, શેતાને ઈસુનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરી. તેણે લાલચ આપી કે તે ઈસુને એક પળમાં આખી દુનિયાના રાજા બનાવી દેશે. (માથ. ૪:૮, ૯) અરે, ઈસુના નજીકના મિત્ર પિતરે પણ અરજ કરી કે તે આરામથી જીવન જીવે. પિતરે કહ્યું: “માલિક, પોતાના પર દયા કરો!”—માથ. ૧૬:૨૧, ૨૨.

૮. ઈસુ કઈ રીતે યહોવાની ભક્તિને પહેલી રાખી શક્યા?

૮ ઈસુ કઈ રીતે યહોવાની ભક્તિને પહેલી રાખી શક્યા? (૧) તેમણે યહોવા જેવા વિચારો કેળવ્યા. (યોહા. ૮:૨૮; ૧૪:૯) (૨) તે ભક્તિને લગતાં કામોમાં વ્યસ્ત રહ્યા. (માથ. ૯:૩૫) (૩) તે સારી રીતે સમજતા હતા કે વધારે મહત્ત્વનું શું છે. (યોહા. ૪:૩૪) એટલે તેમણે તરત શેતાનની લાલચને નકારી કાઢી. તેમ જ, સારા ઇરાદાથી કહેલી પિતરની વાત પર ધ્યાન ન આપ્યું, કેમ કે એ ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ હતી. (માથ. ૪:૧૦; ૧૬:૨૩) ઈસુએ લોકોનાં વિચારો, વાતો અને કામોને લીધે પોતાનું ધ્યાન ભટકવા ન દીધું. પણ તેમણે હંમેશાં ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા પર મન લગાડ્યું. ખરું કે આજે અલગ અલગ બાબતોને લીધે આપણું ધ્યાન ભટકી શકે છે. પણ ઈસુ જેવું કરવાથી આપણે યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખી શકીશું.

આપણે કઈ રીતે ઈસુ જેવું કરી શકીએ?

૯. ‘યહોવાની ઇચ્છા પારખવાનો’ શું અર્થ થાય? (એફેસીઓ ૫:૧૭)

૯ યહોવા જેવા વિચારો કેળવીએ. એમ કરવાથી આપણે ‘યહોવાની ઇચ્છા શી છે એ પારખી શકીશું.’ (એફેસીઓ ૫:૧૭ વાંચો.) યહોવાને શું ગમે છે અને શું નથી ગમતું એ પારખવા આપણે બાઇબલનો અભ્યાસ કરીએ. એના પર મનન કરીએ. ખરું કે આપણા દરેક સંજોગ વિશે બાઇબલમાં જણાવ્યું નથી, પણ એનો અભ્યાસ કરવાથી આપણે યહોવાના વિચારો જાણી શકીશું. પછી એના આધારે સારા નિર્ણયો લઈ શકીશું.

૧૦. યહોવા જેવા વિચારો કેળવવા આપણે શું કરી શકીએ?

૧૦ યહોવાના વિચારો જાણવા આપણે બાઇબલનો ઊંડો અભ્યાસ કરીએ તેમજ યહોવા માણસો સાથે જે રીતે વર્ત્યા એના પર વિચાર કરીએ. (યર્મિ. ૪૫:૫) બાઇબલના અહેવાલો વાંચતી વખતે આવા સવાલો પર વિચાર કરી શકીએ: ‘આમાંથી મને યહોવા વિશે શું શીખવા મળ્યું? યહોવા જેવા વિચારો કેળવવા મારે પોતાના વિચારોમાં કેવા ફેરફાર કરવાની જરૂર છે?’ આપણે જાણીએ છીએ કે આપણા વિચારો કરતાં યહોવાના વિચારો અનેક ગણા ઊંચા છે. (યશા. ૫૫:૯) એટલે જ આપણે યહોવાની મદદ પર આધાર રાખીએ છીએ, જેથી તેમની ઇચ્છા પ્રમાણે ચાલી શકીએ. (ગીત. ૧૪૩:૧૦) આપણે પ્રાર્થના પણ કરીએ છીએ કે તે આપણને પોતાની ઇચ્છા સમજવા અને આપણા વિચારોમાં ફેરફાર કરવા મદદ કરે.—૧ યોહા. ૫:૧૪.

૧૧. યહોવા આપણા માટે શું ચાહે છે?

૧૧ યહોવા જેવા વિચારો કેળવતા જઈશું તેમ જાણી શકીશું કે તે શું ચાહે છે. તે ચાહે છે આપણું ધ્યાન ન ભટકે અને અંત આવે ત્યારે તૈયાર હોઈએ. (માથ. ૨૪:૪૪) યહોવા નથી ચાહતા કે આપણે ચિંતાના બોજ નીચે દબાઈ જઈએ. (માથ. ૬:૩૧, ૩૨) એટલે તે આપણને સારી સલાહ આપે છે, જેથી તબિયત, નોકરી, ઘર, કુટુંબ કે બીજી કોઈ મુશ્કેલીને લીધે ચિંતા આપણા પર હાવી ન થઈ જાય. તે ચાહે છે કે આપણે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા બુદ્ધિ અને તાકાત માટે તેમના પર આધાર રાખીએ.—ગીત. ૫૫:૨૨; નીતિ. ૩:૫-૭.

૧૨. દુનિયામાં ખરાબ બનાવો બને તોપણ ખુશ રહેવા શું કરી શકીએ? (માથ્થી ૫:૩)

૧૨ ભક્તિને લગતાં કામોમાં વ્યસ્ત રહીએ. દુનિયાના ખરાબ બનાવો પર આપણો કોઈ કાબૂ નથી. એટલે અમુક હદે આપણને બધાને ચિંતા થાય છે. જોકે એ બનાવોથી આપણું ધ્યાન ભટકી ન જાય, એ માટે ભક્તિનાં કામોમાં વ્યસ્ત રહીએ છીએ. હકીકતમાં યહોવાએ આપણને એ રીતે બનાવ્યા છે કે તેમની સાથે નજીકનો સંબંધ કેળવી શકીએ. (માથ્થી ૫:૩ વાંચો.) એ માટે આપણે બાઇબલનો અભ્યાસ કરીએ છીએ અને ભક્તિનાં કામોમાં પોતાનાથી બનતું બધું કરીએ છીએ. આમ, આપણે ખુશ રહી શકીએ છીએ અને સમયનો સારો ઉપયોગ કરી શકીએ છીએ. એટલું જ નહિ, યહોવા આપણાથી ખુશ થાય છે.—નીતિ. ૨૩:૧૫.

૧૩. ‘સમયનો સૌથી સારો ઉપયોગ કરવા’ શું કરી શકીએ?

૧૩ બાઇબલમાં લખ્યું છે કે આપણે ‘સમયનો સૌથી સારો ઉપયોગ કરીએ.’ (એફે. ૫:૧૫, ૧૬) જોકે એ કલમોમાં ફક્ત રોજબરોજનાં કામોમાં કઈ રીતે સમયનો ઉપયોગ કરવો એ વિશે જ નથી જણાવ્યું. એ વિચારવા પણ મદદ મળે છે કે છેલ્લા દિવસોમાં કઈ રીતે સમયનો સારો ઉપયોગ કરી શકીએ. તો પછી સમયનો સૌથી સારો ઉપયોગ કરવા શું કરી શકીએ? દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણવા સમાચારમાં ડૂબેલા રહીશું તો યહોવાની ભક્તિથી આપણું ધ્યાન ફંટાઈ જશે. આપણે નિરાશ થઈ જઈશું અને ભક્તિનાં કામોમાં ઉત્સાહ ઠંડો પડી જશે. એટલે સમયનો સારો ઉપયોગ કરવા પહેલેથી નક્કી કરીએ કે સમાચાર જોવા, વાંચવા કે સાંભળવા કેટલો સમય આપીશું. એમ કરીશું તો આપણને વધારે પડતી ચિંતા નહિ થાય અને યહોવાની ભક્તિ માટે આપણી પાસે વધારે સમય-શક્તિ હશે. વધુમાં, સમયનો સારો ઉપયોગ કરવા આપણે પ્રચારમાં વધારે કરવાની રીતો શોધીએ. જેમ કે, ફરી મુલાકાતો કરવામાં વધારે સમય આપીએ. આપણે જાણીએ છીએ કે “બધા પ્રકારના લોકોનો ઉદ્ધાર થાય અને તેઓ સત્યનું ખરું જ્ઞાન મેળવે” એ ખૂબ મહત્ત્વનું છે. એટલે લોકોને મદદ કરવા આપણે દરેક તક ઝડપી લઈએ છીએ.—૧ તિમો. ૨:૪.

૧૪. ભક્તિનાં કામોમાં વ્યસ્ત રહેવાથી કઈ રીતે ફાયદો થાય છે? (ચિત્ર પણ જુઓ.)

૧૪ ભક્તિનાં કામોમાં વ્યસ્ત રહેવાથી બીજો પણ એક ફાયદો થાય છે. ખરાબ બનાવો કેમ બને છે, એની પાછળનું કારણ યાદ રાખવા મદદ મળે છે. જોવા જઈએ તો રાજકીય ઊથલ-પાથલ, આર્થિક કટોકટી, મહામારી કે હિંસા જેવી મુશ્કેલીઓ છેલ્લા દિવસોની નિશાની છે. એનાથી સાબિત થાય છે કે બાઇબલની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. એટલે આપણે ડરી જતા નથી અને પોતાનું ધ્યાન ફંટાવા દેતા નથી. આપણને ખાતરી છે કે યહોવા બધી મુશ્કેલીઓનો અંત લાવશે અને બહુ જલદી નવી દુનિયા લાવશે. પણ ત્યાં સુધી તે આપણને ધીરજ ધરવા અને મન શાંત રાખવા મદદ કરશે.—ગીત. ૧૬:૮; ૧૧૨:૧, ૬-૮.

એક યુગલ ટ્રૉલી હાથમાં લઈને ચાલી રહ્યું છે. તેઓ ભાવિને નજર સામે રાખે છે. ચિત્રો: નિરાશ કરી દેતા દુનિયાના બનાવો. ૧. ગુસ્સે ભરાયેલા લોકોનું ટોળું વિરોધ કરે છે. ૨. ચૂંટણીમાં કોણ જીતી શકે છે એ બતાવતો ચાર્ટ. ૩. યુદ્ધમાં સૈનિકો. ૪. એક દવા. ૫. કંપનીના શૅરની કિંમત ઓછી થઈ રહી છે એવું બતાવતો ચાર્ટ.

ભલે દુનિયામાં ખરાબ બનાવો બને, પણ આપણે ભક્તિનાં કામોમાં વ્યસ્ત રહીએ (ફકરો ૧૪ જુઓ)b


૧૫. પહેલો પિતર ૪:૭ પ્રમાણે આપણે કેવા બનવું જોઈએ અને કેમ?

૧૫ યાદ રાખીએ કે વધારે મહત્ત્વનું શું છે. આજે દુનિયાના લોકોને મોજમજા સિવાય બીજું કંઈ દેખાતું નથી. તેઓને આવનાર અંતની પણ કંઈ પડી નથી. ખરું કે મોજમજા કરવી કંઈ ખોટું નથી. પણ આપણે ‘સમજુ બનવું’ જોઈએ, જેથી દુનિયાના લોકો જેવું ન વિચારવા લાગીએ. (૧ પિતર ૪:૭ વાંચો.) સમજુ બનવાનો શું અર્થ થાય? સમજુ હોઈશું તો મોજમજા કરવામાં વધારે પડતાં સમય-શક્તિ નહિ ખર્ચી નાખીએ અને સારા નિર્ણયો લઈશું. એમ કરીને બતાવી આપીશું કે આપણે યહોવાના વિચારો પ્રમાણે નિર્ણય લઈએ છીએ અને વધારે મહત્ત્વનું શું છે એ સમજીએ છીએ.—૨ તિમો. ૧:૭.

૧૬. ઈસુએ પોતાના મરણ પહેલાં શાના પર ધ્યાન આપ્યું?

૧૬ ઈસુએ હંમેશાં યાદ રાખ્યું કે વધારે મહત્ત્વનું શું છે. તેમના મરણ પહેલાંના અમુક કલાકો ખૂબ અઘરા હતા. તોપણ તેમણે યહોવાને વફાદાર રહેવા અને તેમની ઇચ્છા પૂરી કરવા પર ધ્યાન આપ્યું. તેમણે મદદ માટે કાલાવાલા કરીને યહોવાને પ્રાર્થના કરી. પણ એ સમયે ઈસુના શિષ્યો વધારે મહત્ત્વનું શું હતું એ પારખવાનું ચૂકી ગયા. તેઓ “શોક અને થાકને કારણે” ઊંઘી ગયા.—લૂક ૨૨:૩૯-૪૬; યોહા. ૧૯:૩૦.

૧૭. અમુક લોકો આજે સોશિયલ મીડિયા કેમ વાપરે છે અને એના લીધે કઈ રીતે મહત્ત્વની બાબતોથી ધ્યાન ફંટાઈ શકે? (ચિત્ર પણ જુઓ.)

૧૭ ઈસુના શિષ્યોની જેમ આપણે પણ અમુક વાર થાકી જઈએ છીએ અને નિરાશ થઈ જઈએ છીએ. દુનિયામાં થતા ખરાબ બનાવો જોઈને આપણને ચિંતા થાય છે. પણ ઘણા લોકો પોતાની ચિંતાઓ ભૂલવા ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયાનો સહારો લે છે. એના દ્વારા તેઓ દેશ-વિદેશમાં રહેતાં કુટુંબીજનો અને દોસ્તોના સંપર્કમાં રહે છે. તેઓ એકબીજાને પોતાના ફોટા મોકલે છે અને જીવનમાં શું ચાલે છે એ જણાવે છે. તેઓ એક પછી એક વીડિયો કે ફિલ્મો જોયા કરે છે અને વીડિયો ગેમ રમે છે. તેઓ એમાં ઘણો સમય બરબાદ કરી નાખે છે. ઇન્ટરનેટ પર નવું નવું વાંચવાનું અને જોવાનું એટલું બધું છે કે લોકો એમાં જ રચ્યાપચ્યા રહે છે. આપણે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના ફાંદામાં ન ફસાઈ જઈએ એ માટે આ સવાલો પર વિચાર કરીએ: ‘ઇન્ટરનેટ પર હું જે જોઉં છું અથવા કરું છું, એનાથી શું મને કોઈ ફાયદો થાય છે? કે પછી જે વધારે મહત્ત્વનું છે એનાથી મારું ધ્યાન ફંટાઈ જાય છે?’

એક બહેન ઘરે બાઇબલ વાંચવાની કોશિશ કરે છે. પણ તેમના મોબાઇલમાં સોશિયલ મીડિયા એપ, મૂવી એપ અને ખરીદી કરવાની એપમાંથી મૅસેજ આવે છે.

સોશિયલ મીડિયા, મનોરંજન અને મોજમજાને લીધે ધ્યાન ફંટાઈ ન જાય એ માટે સમજી-વિચારીને નિર્ણય લઈએ (ફકરો ૧૭ જુઓ)


૧૮. મનોરંજનની પસંદગી કરતી વખતે કેમ સમજી-વિચારીને નિર્ણય લેવો જોઈએ?

૧૮ ઘણાને ફિલ્મો, ટીવી કાર્યક્રમો, વેબ સીરિઝ, નાના વીડિયો જોવાનું અથવા વીડિયો ગેમ રમવાનું ગમે છે. એનાથી મન હળવું થાય છે. પણ આપણે મનોરંજન માટે શું કરીશું અને કેટલો સમય આપીશું, એના પર ધ્યાન આપવું બહુ જરૂરી છે. અમુક વેબસાઇટ અને એપ એ રીતે બનાવવામાં આવે છે કે એમાં એક પછી એક વીડિયો આવતા રહે. બની શકે એમાં એવા વીડિયો બતાવવામાં આવે જેમાં મારામારી કે જાતીય ઇચ્છા ભડકાવે એવાં દૃશ્યો હોય. એશિયામાં રહેતા આપણા એક ભાઈ સાથે એવું જ બન્યું. શરૂ શરૂમાં તે ઇન્ટરનેટ ઉપર અમુક ફિલ્મોના નાના વીડિયો જોવા લાગ્યા. ધીમે ધીમે તેમની સામે એવા વીડિયો આવવા લાગ્યા જેમાં જાતીય ઇચ્છા ભડકાવે એવાં દૃશ્યો હતાં અને તે એ વીડિયો જોવા લાગ્યા. જોતજોતામાં તે પોર્નોગ્રાફી જોતા થઈ ગયા. પણ વડીલો અને અમુક દોસ્તોની મદદથી તે મોટા ફેરફાર કરી શક્યા. જેમ કે, તેમણે અમુક એપ ડિલીટ કરી નાખી અને ઓછો સમય ફોન વાપરવાનું નક્કી કર્યું. આ અનુભવથી જોવા મળે છે કે મનોરંજનની પસંદગી કરતી વખતે સમજી-વિચારીને નિર્ણય લેવો ખૂબ મહત્ત્વનું છે.

૧૯. મોજમજા વિશે જ હંમેશાં વિચારતા રહીશું તો શું થઈ શકે?

૧૯ આપણે મોજમજા કરવા વિશે અથવા કોઈ જગ્યાએ ફરવા જવા વિશે પણ સમજી-વિચારીને નિર્ણય લેવો જોઈએ. એ સાચું છે કે સમયે સમયે વ્યસ્ત જીવનથી આરામ લેવો જરૂરી છે. એનાથી આપણી તંદુરસ્તી પણ સારી રહે છે. જોકે હંમેશાં એ વિશે જ વિચારતા રહીશું તો મહત્ત્વની વાતોથી આપણું ધ્યાન ભટકી જશે. (ફિલિ. ૧:૧૦) આપણે બધાએ નક્કી કરવું જોઈએ કે નવરાશની પળોમાં શું કરીશું અને એ માટે કેટલો સમય આપીશું. એ નક્કી કરતી વખતે આ સવાલો પર વિચાર કરીએ: ‘હું મોજમજા કરવામાં અને ફરવા જવામાં જેટલો સમય વિતાવું છું, શું એનાથી દેખાઈ આવે છે કે હું સમજી-વિચારીને નિર્ણય લઉં છું? શું હું મહત્ત્વની બાબતોને જીવનમાં પહેલી રાખું છું? શું હું આવનાર “અંત” માટે તૈયાર છું?’

૨૦. ધ્યાન ફંટાવે એવી બાબતોથી દૂર રહીશું તો કઈ રીતે આપણું ભલું થશે?

૨૦ યહોવાની ભક્તિથી ધ્યાન ફંટાવે એવી બાબતોથી દૂર રહીશું તો આપણું જ ભલું થશે. (યશા. ૪૮:૧૭) યહોવાની મદદથી આપણે જીવનની મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરી શકીશું. દુનિયાના બનાવોથી હચમચી નહિ જઈએ. મનોરંજન અને મોજમજા માટે વધારે પડતો સમય નહિ આપીએ. એટલે ચાલો પાકો નિર્ણય લઈએ કે આપણે યહોવા જેવા વિચારો કેળવીશું, ભક્તિનાં કામોમાં વ્યસ્ત રહીશું અને વધારે મહત્ત્વનું શું છે એ યાદ રાખીશું. એમ કરીને આપણે હમણાં યહોવાને જીવનમાં પહેલા રાખી શકીશું અને ‘ખરા જીવન પર મજબૂત પકડ મેળવી શકીશું.’—૧ તિમો. ૬:૧૯.

ધ્યાન ફંટાવે એવી બાબતોથી દૂર રહેવા . . .

  • કેમ યહોવા જેવા વિચારો કેળવવા જોઈએ?

  • કેમ ભક્તિનાં કામોમાં વ્યસ્ત રહેવું જોઈએ?

  • વધારે મહત્ત્વનું શું છે એ કેમ યાદ રાખવું જોઈએ?

ગીત ૧૫૪ અંત સુધી યહોવાને વળગી રહીશું

a શબ્દોની સમજ: ભક્તિનાં કામો એટલે કે યહોવાની ભક્તિ સાથે જોડાયેલાં બધાં કામો. જેમ કે, બાઇબલનો અભ્યાસ કરવો, સભાઓમાં જવું, કુટુંબ તરીકેની ભક્તિ કરવી અને પ્રચાર કરવો. બીજાં અમુક કામો પણ યહોવાની ભક્તિ સાથે જોડાયેલાં છે. જેમ કે, ભક્તિ માટે વપરાતી જગ્યાઓનું બાંધકામ કરવું અને એની સારસંભાળ રાખવી, રાહતકામમાં ભાગ લેવો, મહાસંમેલનોમાં સ્વયંસેવકો તરીકે સેવા આપવી અથવા બેથેલમાં કામ કરવું.

b ચિત્રની સમજ: દુનિયાના બનાવો પર ધ્યાન આપવાને બદલે એક યુગલ ખુશખબર જણાવવાના કામમાં વ્યસ્ત છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો