માડાગાસ્કરમાં એક બહેન ખુશખબર પુસ્તિકા બતાવે છે
રજૂઆતની એક રીત
શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? (T-35 પત્રિકા)
સવાલ: કોઈ આફતને લીધે સ્નેહીજનનું મરણ થાય તો, શું આપણે તેમને ફરી મળી શકીશું?
શાસ્ત્રવચન: પ્રે.કૃ. ૨૪:૧૫
આમ કહો: ફરી જીવતા થવા વિશે ઈશ્વરના વચન પર શા માટે ભરોસો મૂકી શકીએ, એ વિશે આ પત્રિકા ત્રણ કારણો આપે છે.
શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? (T-35 પત્રિકા) છેલ્લું પાન
સવાલ: મનુષ્યનું જીવન ૭૦ કે ૮૦ વર્ષનું છે. પણ, અમુક કાચબા ૧૫૦ વર્ષ જીવે છે અને અમુક વૃક્ષો હજારો વર્ષ જીવે છે. તો પછી, મનુષ્યનું જીવન કેમ આટલું ટૂંકું છે?
શાસ્ત્રવચન: ઉત ૩:૧૭-૧૯
આમ કહો: ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકાના પાઠ ૬માં એ સવાલનો શાસ્ત્રમાંથી જવાબ આપવામાં આવ્યો છે.
ઈશ્વર પાસેથી ખુશખબર!
આમ કહો: હું તમને ફ્રી બાઇબલ અભ્યાસ વિશે જણાવવા માગું છું. મહત્ત્વના સવાલોના જવાબ બાઇબલમાંથી મેળવવા આ પુસ્તિકા તમને મદદ કરશે.
સવાલ: શું તમે બાઇબલ વાંચ્યું છે? આ પુસ્તિકાના પાઠ કેટલા સહેલા છે એ હું તમને બતાવવા માગું છું. [પાઠ બેમાં સવાલ એકની ચર્ચા કરો.]
શાસ્ત્રવચન: પ્રક ૪:૧૧
રજૂઆત મારા શબ્દોમાં
ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.