વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • es24 પાન ૧૧૦-૧૨૨
  • સપ્ટેમ્બર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર
  • દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૪
  • મથાળાં
  • રવિવાર, સપ્ટેમ્બર ૧
  • સોમવાર, સપ્ટેમ્બર ૨
  • મંગળવાર, સપ્ટેમ્બર ૩
  • બુધવાર, સપ્ટેમ્બર ૪
  • ગુરુવાર, સપ્ટેમ્બર ૫
  • શુક્રવાર, સપ્ટેમ્બર ૬
  • શનિવાર, સપ્ટેમ્બર ૭
  • રવિવાર, સપ્ટેમ્બર ૮
  • સોમવાર, સપ્ટેમ્બર ૯
  • મંગળવાર, સપ્ટેમ્બર ૧૦
  • બુધવાર, સપ્ટેમ્બર ૧૧
  • ગુરુવાર, સપ્ટેમ્બર ૧૨
  • શુક્રવાર, સપ્ટેમ્બર ૧૩
  • શનિવાર, સપ્ટેમ્બર ૧૪
  • રવિવાર, સપ્ટેમ્બર ૧૫
  • સોમવાર, સપ્ટેમ્બર ૧૬
  • મંગળવાર, સપ્ટેમ્બર ૧૭
  • બુધવાર, સપ્ટેમ્બર ૧૮
  • ગુરુવાર, સપ્ટેમ્બર ૧૯
  • શુક્રવાર, સપ્ટેમ્બર ૨૦
  • શનિવાર, સપ્ટેમ્બર ૨૧
  • રવિવાર, સપ્ટેમ્બર ૨૨
  • સોમવાર, સપ્ટેમ્બર ૨૩
  • મંગળવાર, સપ્ટેમ્બર ૨૪
  • બુધવાર, સપ્ટેમ્બર ૨૫
  • ગુરુવાર, સપ્ટેમ્બર ૨૬
  • શુક્રવાર, સપ્ટેમ્બર ૨૭
  • શનિવાર, સપ્ટેમ્બર ૨૮
  • રવિવાર, સપ્ટેમ્બર ૨૯
  • સોમવાર, સપ્ટેમ્બર ૩૦
દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં—૨૦૨૪
es24 પાન ૧૧૦-૧૨૨

સપ્ટેમ્બર

રવિવાર, સપ્ટેમ્બર ૧

“જો કોઈ માણસ વિચારે કે તે ધાર્મિક છે, પણ પોતાની જીભ પર કાબૂ રાખતો નથી, તો તે પોતાના દિલને છેતરે છે અને તેની ભક્તિ નકામી છે.”—યાકૂ. ૧:૨૬.

આપણી વાણીનો સારો ઉપયોગ કરીશું તો લોકો જોઈ શકશે કે આપણે યહોવાના ભક્તો છીએ. તેઓ ‘યહોવાની સેવા કરનાર અને નહિ કરનાર વચ્ચેનો ફરક’ સાફ જોઈ શકશે. (માલા. ૩:૧૮) ચાલો કિમ્બરલીનો દાખલો જોઈએ. તે અને તેના ક્લાસની છોકરી સાથે મળીને સ્કૂલનો એક પ્રોજેક્ટ કરી રહ્યા હતા. એ છોકરી જોઈ શકી કે કિમ્બરલી બીજી છોકરીઓ જેવી નથી. તે ચાડી-ચુગલી કરતી નથી, વાતે વાતે ગાળો બોલતી નથી, પણ બધા સાથે પ્રેમથી વાત કરે છે. એટલે એ છોકરીને જાણવું હતું કે કિમ્બરલી કેમ બીજાઓથી અલગ છે. તે બાઇબલમાંથી શીખવા તૈયાર થઈ ગઈ. જ્યારે આપણી સારી વાણીને લીધે લોકો યહોવા વિશે શીખવા તૈયાર થાય છે, ત્યારે યહોવા ઘણા ખુશ થાય છે. આપણી વાણીથી આપણે યહોવાને માન-મહિમા આપવા માંગીએ છીએ. w૨૨.૦૪ ૫-૬ ¶૫-૭

સોમવાર, સપ્ટેમ્બર ૨

‘સ્ત્રીઓ પોતાની સંપત્તિમાંથી ઈસુ અને શિષ્યોની સેવા કરતી હતી.’—લૂક ૮:૩.

ઈસુએ મરિયમ માગદાલેણને સાત દુષ્ટ દૂતોના પંજામાંથી છોડાવી. તેણે વારંવાર ઈસુનો આભાર માન્યો હશે. તે ઈસુના પગલે ચાલવા લાગી અને ઈસુને સેવાકાર્યમાં મદદ કરવા લાગી. (લૂક ૮:૧-૩) ઈસુએ મરિયમ માટે જે કર્યું હતું, એ તેના માટે બહુ મોટી વાત હતી. પણ આગળ જતાં ઈસુ એવું કંઈક કરવાના હતા, જેના વિશે મરિયમે સપનામાંય વિચાર્યું નહિ હોય. ઈસુ પોતાનો જીવ આપવાના હતા, જેથી ‘જે કોઈ તેમનામાં શ્રદ્ધા મૂકે,’ તે હંમેશ માટેનું જીવન મેળવે. (યોહા. ૩:૧૬) ઈસુને વધસ્તંભ પર લટકાવવામાં આવ્યા ત્યારે મરિયમ તેમની નજીક ઊભી હતી. એનાથી ઈસુને અને બીજાઓને હિંમત અને દિલાસો મળ્યો હશે. (યોહા. ૧૯:૨૫) ઈસુના મરણ પછી મરિયમ અને બીજી બે સ્ત્રીઓ સુગંધી દ્રવ્યો લઈને ઈસુની કબર પાસે આવી, જેથી ઈસુના શબને દફનાવવા માટે તૈયાર કરી શકે. (માર્ક ૧૬:૧, ૨) ઈસુ જીવતા થયા એ પછી મરિયમ ઈસુને મળી શકી અને તેમની સાથે વાત કરી શકી. એવી તક ઈસુના અમુક જ શિષ્યોને મળી હતી.—યોહા. ૨૦:૧૧-૧૮. w૨૩.૦૧ ૨૭ ¶૪

મંગળવાર, સપ્ટેમ્બર ૩

“તું ઠંડો હોત કે ગરમ હોત તો કેવું સારું!”—પ્રકટી. ૩:૧૫.

આપણે એવું કદી ન વિચારવું જોઈએ કે ‘મેં આખી જિંદગી યહોવાની ભક્તિમાં બહુ કર્યું. હવે બહુ નહિ કરું તો ચાલશે.’ ભલે આજે આપણે પહેલાં જેટલું કરી શકતા ન હોઈએ, પણ “ઈશ્વરની સેવામાં” લાગુ રહીએ અને અંત સુધી જાગતા રહીએ. (૧ કોરીં. ૧૫:૫૮; માથ. ૨૪:૧૩; માર્ક ૧૩:૩૩) ઉત્સાહથી અને પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીએ. લાવદિકિયા મંડળમાં એક મુશ્કેલી હતી. એ મંડળનાં ભાઈ-બહેનો ભક્તિમાં ‘હૂંફાળા’ થઈ ગયાં હતાં. તેઓ બસ કરવા ખાતર ભક્તિ કરતા હતાં. એટલે ઈસુએ તેઓને ‘દુઃખી અને લાચાર’ કહ્યાં. ઈસુએ સલાહ આપી કે તેઓ યહોવા અને તેમની ભક્તિ માટે પોતાનો ઉત્સાહ વધારે. (પ્રકટી. ૩:૧૬, ૧૭, ૧૯) આપણે શું શીખી શકીએ? જો લાગે કે આપણો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, તો એને વધારવા મહેનત કરવી જોઈએ. યહોવા અને તેમનું સંગઠન આપણને જે મદદ કરે છે એ માટે કદર વધારવી જોઈએ. (પ્રકટી. ૩:૧૮) આપણે એશઆરામની વસ્તુઓ ભેગી કરવા પાછળ ન દોડીએ. આપણું ધ્યાન ફંટાઈ જશે તો યહોવાની ભક્તિને આપણે જીવનમાં પહેલી રાખી નહિ શકીએ. w૨૨.૦૫ ૩-૪ ¶૭-૮

બુધવાર, સપ્ટેમ્બર ૪

‘તેમની આગળ યાદગીરીના પુસ્તકમાં યહોવાનો ડર રાખનારાઓનાં નામ લખવામાં આવ્યાં.’—માલા. ૩:૧૬.

હજારો વર્ષોથી યહોવા એક ખાસ પુસ્તક લખી રહ્યા છે. એમાં તે પોતાના વફાદાર ભક્તોનાં નામ લખે છે. એ પુસ્તકમાં સૌથી પહેલું નામ હાબેલનું છે. (લૂક ૧૧:૫૦, ૫૧) સમય વીતતો ગયો તેમ એમાં યહોવાએ બીજા ઘણા ભક્તોનાં નામ લખ્યાં. હમણાં એ પુસ્તકમાં લાખો ભક્તોનાં નામ છે. બાઇબલમાં એને ‘યાદગીરીનું પુસ્તક,’ ‘જીવનનું પુસ્તક’ અને ‘જીવનનો વીંટો’ કહેવામાં આવ્યું છે. (માલા. ૩:૧૬; પ્રકટી. ૩:૫; ૧૭:૮) એ ખાસ પુસ્તકમાં એવા લોકોનાં નામ છે, જેઓ પૂરા દિલથી યહોવાની ભક્તિ કરે છે. તેમનો ડર રાખે છે. તેમના નામને વહાલું ગણે છે. એ બધા લોકો પાસે હંમેશ માટે જીવવાની તક છે. જો યહોવા સાથે આપણો ગાઢ સંબંધ હશે અને આપણને ઈસુ ખ્રિસ્તના બલિદાન પર શ્રદ્ધા હશે, તો એ પુસ્તકમાં આપણું નામ પણ લખવામાં આવી શકે. (યોહા. ૩:૧૬, ૩૬) આપણાં દિલની તમન્‍ના છે કે એ પુસ્તકમાં આપણું નામ હોય, પછી ભલે આપણી આશા પૃથ્વી પર જીવવાની હોય કે સ્વર્ગમાં. w૨૨.૦૯ ૧૪ ¶૧-૨

ગુરુવાર, સપ્ટેમ્બર ૫

“તેઓને ખોટા માર્ગે દોરનાર શેતાનને આગ અને ગંધકના સરોવરમાં નાખી દેવામાં આવ્યો.”—પ્રકટી. ૨૦:૧૦.

પ્રકટીકરણનું પુસ્તક ‘લાલ રંગના એક મોટા અજગર’ વિશે જણાવે છે. (પ્રકટી. ૧૨:૩) ઈસુ અને તેમના દૂતો સામે એ અજગર લડાઈ કરે છે. (પ્રકટી. ૧૨:૭-૯) તે ઈશ્વરભક્તો પર હુમલા કરે છે. જાનવરો એટલે કે દુનિયાની સરકારોને એ અજગર અધિકાર આપે છે. (પ્રકટી. ૧૨:૧૭; ૧૩:૪) અજગર કોણ છે? એ ‘જૂનો સાપ છે, જે નિંદા કરનાર અને શેતાન તરીકે ઓળખાય છે.’ (પ્રકટી. ૧૨:૯; ૨૦:૨) શેતાન યહોવાનો સૌથી મોટો દુશ્મન છે. યહોવાના બધા દુશ્મનો તેના કાબૂમાં છે. અજગરના કેવા હાલ થશે? પ્રકટીકરણ ૨૦:૧-૩માં એક દૂત વિશે જણાવ્યું છે. તે શેતાનને અનંત ઊંડાણમાં નાખી દેશે. તેને ત્યાં ૧,૦૦૦ વર્ષ માટે કેદ કરવામાં આવશે. એ સમયગાળા દરમિયાન ‘તે પ્રજાઓને ખોટે માર્ગે દોરી નહિ શકે.’ છેવટે તેને અને તેના દુષ્ટ દૂતોને “આગ અને ગંધકના સરોવરમાં” નાખી દેવામાં આવશે. એનો અર્થ કે તેઓનો હંમેશ માટે નાશ થઈ જશે. જરા વિચારો, શેતાન અને તેના દુષ્ટ દૂતો વગરની દુનિયા કેવી હશે! આપણે કેટલા ખુશખુશાલ હોઈશું! w૨૨.૦૫ ૧૪ ¶૧૯-૨૦

શુક્રવાર, સપ્ટેમ્બર ૬

“તે સખત મહેનત કરીને પોતાના હાથે સારું કામ કરે, જેથી જરૂર હોય એવી વ્યક્તિને આપવા તેની પાસે કંઈક હોય.”—એફે. ૪:૨૮.

ઈસુ પણ એક મહેનતુ વ્યક્તિ હતા. તે યુવાન હતા ત્યારે સુથારી કામ કરતા હતા. (માર્ક ૬:૩) કુટુંબને મદદ કરવા તે જે કામ કરતા હતા એની તેમનાં માતા-પિતા ઘણી કદર કરતા હશે. કેમ કે તેઓનું કુટુંબ મોટું હતું અને ગુજરાન ચલાવવું અઘરું હતું. ઈસુમાં પાપ ન હતું અને તે કોઈ પણ કામ ભૂલ વગર કરી શકતા હતા. જરા વિચારો કે તેમણે બનાવેલી વસ્તુઓની કેટલી માંગ હશે! ઈસુને એ કામ ખૂબ ગમતું હશે, તોપણ તે એમાં ડૂબેલા ન રહેતા. તે યહોવાની ભક્તિ માટે પણ સમય કાઢતા. (યોહા. ૭:૧૫) આગળ જતાં તેમણે પૂરો સમય ખુશખબર ફેલાવવામાં વિતાવ્યો. એ સમયે તેમણે શિષ્યોને એક સલાહ આપી: “જે ખોરાક નાશ પામે છે એના માટે તમે મહેનત ન કરો. પણ જે ખોરાક નાશ પામતો નથી અને હંમેશ માટેનું જીવન આપે છે, એના માટે મહેનત કરો.” (યોહા. ૬:૨૭) પહાડ પરના ઉપદેશમાં તેમણે કહ્યું: “તમારા માટે સ્વર્ગમાં ધનદોલત ભેગી કરો.” (માથ. ૬:૨૦) જો આપણે યહોવાની સલાહ પાળીશું તો કામધંધા વિશે યોગ્ય વલણ રાખી શકીશું. બાઇબલમાં સલાહ આપી છે કે આપણે “સખત મહેનત કરીને પોતાના હાથે સારું કામ” કરીએ. w૨૨.૦૫ ૨૨ ¶૯-૧૦

શનિવાર, સપ્ટેમ્બર ૭

‘તારાં માતા પ્રસન્‍ન થશે.’—નીતિ. ૨૩:૨૫.

યુનીકેના દાખલાની તિમોથી પર સારી અસર પડી. યુનીકેનાં કામો જોઈને તિમોથી સમજી શક્યા હશે કે તે યહોવાને ખૂબ જ પ્રેમ કરે છે અને મમ્મીને યહોવાની ભક્તિ કરવાથી કેટલી ખુશી મળે છે. એવી જ રીતે આજે ઘણી માતાઓ એક પણ ‘શબ્દ’ બોલ્યા વગર પોતાનાં કુટુંબના સભ્યોનું દિલ જીતી લે છે. (૧ પિત. ૩:૧, ૨) તમે પણ એવું કરી શકો છો. કઈ રીતે? યહોવાને જીવનમાં પહેલા રાખો. (પુન. ૬:૫, ૬) માતાઓ, તમે કુટુંબ અને બાળકો માટે ઘણું જતું કરો છો. તમે બાળકોની સંભાળ રાખવા સમય, પૈસા, ઊંઘ અને બીજી બાબતોનો ત્યાગ કરો છો. પણ ધ્યાન રાખજો કે એ બધામાં એટલાં વ્યસ્ત ન થઈ જાઓ કે યહોવા માટે સમય જ ન બચે. એટલે પ્રાર્થના, બાઇબલ અભ્યાસ અને સભાઓ માટે સમય કાઢો. એમ કરશો તો યહોવા સાથે તમારો સંબંધ મજબૂત થશે. એટલું જ નહિ તમે કુટુંબ અને બીજાઓ માટે સારો દાખલો બેસાડી શકશો. w૨૨.૦૪ ૧૬ ¶૧; ૧૯ ¶૧૨-૧૩

રવિવાર, સપ્ટેમ્બર ૮

“તમારા સેવકોને ન્યાય આપજો. દુષ્ટ માણસને દોષિત ઠરાવજો અને તેનાં કામોનો બદલો તેના માથે લાવજો. સાચા માર્ગે ચાલનાર માણસને નિર્દોષ ઠરાવજો અને . . . ઇનામ આપજો.”—૧ રાજા. ૮:૩૨.

એ જાણીને કેટલી રાહત થાય છે કે આપણે બીજાઓનો ન્યાય કરવાનો નથી. સૌથી મહાન ન્યાયાધીશ યહોવા ન્યાય કરશે. (રોમ. ૧૪:૧૦-૧૨) તેમનાં ધોરણો ક્યારેય બદલાતાં નથી. એટલે પાકી ખાતરી રાખી શકીએ કે તે હંમેશાં અદ્દલ ઇન્સાફ કરશે. (ઉત. ૧૮:૨૫) તે ક્યારેય કોઈની સાથે અન્યાય નહિ કરે! આપણે બધા પાપી છીએ એટલે જાણે-અજાણે બીજાઓને દુઃખ પહોંચાડીએ છીએ. પણ ભાવિમાં યહોવા આપણને પાપમાંથી આઝાદ કરશે. આપણાં શરીર પર અને દિલ પર લાગેલા બધા ઘા રુઝાય જશે. (ગીત. ૭૨:૧૨-૧૪; પ્રકટી. ૨૧:૩, ૪) અરે, કડવી યાદો ક્યારેય નહિ સતાવે. એ સોનેરી દિવસો જલદી જ આવશે. ત્યાં સુધી ચાલો આપણે યહોવાને અનુસરીએ અને એકબીજાને માફ કરતા રહીએ. w૨૨.૦૬ ૧૩ ¶૧૮-૧૯

સોમવાર, સપ્ટેમ્બર ૯

“શું આખી દુનિયાનો ન્યાયાધીશ જે ખરું છે એ જ નહિ કરે?”—ઉત. ૧૮:૨૫.

યોગ્ય નિર્ણય લેવા એક ન્યાયાધીશ નિયમોને સારી રીતે જાણતા હોવા જોઈએ. તેણે સારી રીતે ખબર હોવી જોઈએ કે સાચું શું અને ખોટું શું. કોઈ બાબતનો ન્યાય કરતા પહેલાં ન્યાયાધીશને બધી હકીકતની ખબર હોવી જોઈએ. યહોવાને તો બધું જ ખબર છે એટલે આપણે કહી શકીએ કે તે સૌથી મહાન ન્યાયાધીશ છે. માણસો ન્યાય કરે છે ત્યારે તેઓ પાસે બધી માહિતી હોતી નથી. પણ યહોવા પાસે હંમેશાં બધી માહિતી હોય છે. (ઉત. ૧૮:૨૦, ૨૧; ગીત. ૯૦:૮) માણસો જે જુએ છે અને સાંભળે છે એના આધારે ન્યાય કરે છે. પણ યહોવા એવી રીતે ન્યાય કરતા નથી. તે વ્યક્તિના દિલના વિચારો જાણે છે. તે સમજે છે કે તેનો ઉછેર કેવા માહોલમાં થયો છે. તે કેવા સમાજ કે વિસ્તારમાં રહે છે. યહોવા તેની લાગણીઓ અને માનસિક સ્થિતિને સારી રીતે જાણે છે. તેને વારસામાં મળેલા ગુણો અને સ્વભાવ વિશે પણ તે જાણે છે. યહોવા સમજે છે કે એક વ્યક્તિનો કંઈક કરવા પાછળનો ઇરાદો શું છે. તેમની નજરથી કંઈ સંતાયેલું નથી. (હિબ્રૂ. ૪:૧૩) યહોવા એક વ્યક્તિ વિશે બધું જ જાણતા હોવાથી તેને અજોડ રીતે માફ કરે છે. w૨૨.૦૬ ૪ ¶૮-૯

મંગળવાર, સપ્ટેમ્બર ૧૦

“માણસ પોતાનો જીવ બચાવવા પોતાનું બધું જ આપી દેશે.”—અયૂ. ૨:૪.

શેતાને અયૂબના સમયમાં જે ચાલાકીઓ વાપરી એના પર આપણે કેમ ધ્યાન આપવું જોઈએ? કેમ કે તે એવી જ ચાલાકીઓ આજે પણ વાપરે છે. શેતાન દાવો કરતો હતો કે આપણે યહોવાને દિલથી પ્રેમ કરતા નથી. જો જરૂર પડી તો જીવન બચાવવા યહોવાથી મોં ફેરવી લઈશું. શેતાન એવો પણ દાવો કરતો હતો કે યહોવા આપણને પ્રેમ કરતા નથી. તેમને ખુશ કરવા આપણે જે પ્રયત્ન કરીએ છીએ, એનાથી તેમને કોઈ ફરક પડતો નથી. આપણે શેતાનની ચાલાકીઓ સારી રીતે જાણીએ છીએ. એટલે તેની જાળમાં ફસાતા નથી અને યહોવામાં કાયમ આશા રાખીએ છીએ. આપણે કસોટીઓમાં પારખી શકીએ છીએ કે આપણામાં કઈ નબળાઈઓ છે. અયૂબ પર કસોટીઓ આવી ત્યારે તે જોઈ શક્યા કે તેમનામાં કઈ નબળાઈઓ છે. પછી તેમણે પોતાનામાં સુધારો કર્યો. દાખલા તરીકે, તેમને અહેસાસ થયો કે વધારે નમ્ર બનવાની જરૂર છે. (અયૂ. ૪૨:૩) આપણામાં કઈ નબળાઈઓ છે એનો ખ્યાલ આવે પછી એમાં સુધારો કરી શકીએ છીએ. w૨૨.૦૬ ૨૩ ¶૧૩-૧૪

બુધવાર, સપ્ટેમ્બર ૧૧

“યહોવા કહે છે: ‘તમે મારા સાક્ષી છો. હા, તમે મારા સેવક છો, જેઓને મેં પસંદ કર્યા છે.’”—યશા. ૪૩:૧૦.

યહોવાએ વચન આપ્યું છે કે તે આપણને સાથ આપશે. તેમણે કહ્યું: “તમે મારા સાક્ષી છો.” ધ્યાન આપો, એ કહેતા પહેલાં યહોવાએ આમ પણ કહ્યું: “તું પાણીમાં થઈને જઈશ ત્યારે, હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ ત્યારે, એ તને ડુબાડશે નહિ. તું આગમાં થઈને ચાલીશ ત્યારે, એ તને દઝાડશે નહિ, કે પછી જ્વાળાઓથી તને ઊની આંચ પણ આવશે નહિ.” (યશા. ૪૩:૨) આપણે પ્રચાર કરીએ છીએ ત્યારે, અનેક વાર આપણી સામે નદી જેવી અડચણો આવે છે. આપણે આગ જેવી કસોટીઓનો સામનો કરવો પડે છે. પણ યહોવાની મદદથી આપણે પ્રચાર કરતા રહીએ છીએ. (યશા. ૪૧:૧૩) આજે ઘણા લોકો આપણું સાંભળતા નથી. એનો એ મતલબ નથી કે આપણે સોંપેલું કામ સારી રીતે કરતા નથી. આપણે યાદ રાખવું જોઈએ કે મુશ્કેલીઓ છતાં પ્રચારમાં લાગુ રહેવા મહેનત કરીએ છીએ ત્યારે યહોવા ઘણા ખુશ થાય છે. પ્રેરિત પાઉલે પણ જણાવ્યું કે દરેકને “પોતાની મહેનતનું ફળ મળશે.” (૧ કોરીં. ૩:૮; ૪:૧, ૨) એ વાતથી આપણને ખૂબ હિંમત અને દિલાસો મળે છે. w૨૨.૧૧ ૪ ¶૫-૬

ગુરુવાર, સપ્ટેમ્બર ૧૨

“દુનિયાના લોકો વચ્ચે તમારાં વાણી-વર્તન સારાં રાખો.”—૧ પિત. ૨:૧૨.

આજે આપણી નજર સામે બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે. ‘બધી ભાષાઓ અને પ્રજાઓના’ લોકો “શુદ્ધ ભાષા” શીખે છે. એટલે કે બાઇબલમાંથી સાચું શિક્ષણ મેળવે છે. (ઝખા. ૮:૨૩; સફા. ૩:૯) આજે ૨૪૦ દેશોમાં ૮૦ લાખ કરતાં વધારે ભાઈ-બહેનો યહોવાના સંગઠનનો ભાગ છે. દર વર્ષે એક લાખથી વધારે લોકો બાપ્તિસ્મા લઈને આ સંગઠનમાં જોડાય છે. પણ સૌથી મહત્ત્વનું એ છે કે તેઓ “નવો સ્વભાવ,” એટલે કે યહોવા ચાહે છે એવા ગુણો કેળવી રહ્યાં છે. (કોલો. ૩:૮-૧૦) તેઓમાંથી ઘણા લોકો અગાઉ વ્યભિચાર જેવાં ગંદાં કામો કરતા હતા. તેઓ હિંસક હતા, ભેદભાવ કરતા હતા. ફક્ત પોતાના જ દેશને ખૂબ પ્રેમ કરતા હતા. પણ પછી તેઓએ જીવનમાં ફેરફાર કર્યા. યશાયા ૨:૪ની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. એમાં જણાવ્યું છે કે લોકો “ફરી ક્યારેય યુદ્ધ કરવાનું શીખશે નહિ.” આપણે સારા ગુણો કેળવવા મહેનત કરીએ છીએ. એ જોઈને ઘણા લોકો યહોવાના સંગઠન તરફ દોરાય છે. સારા ગુણો કેળવીને આપણે આગેવાન ખ્રિસ્ત ઈસુના પગલે પણ ચાલીએ છીએ. (યોહા. ૧૩:૩૫) પ્રચારકામનાં સારાં પરિણામ કંઈ આપોઆપ આવી જતાં નથી. એ બધું ઈસુની મદદથી જ શક્ય બન્યું છે. w૨૨.૦૭ ૯ ¶૭-૮

શુક્રવાર, સપ્ટેમ્બર ૧૩

“મારી પ્રાર્થના તમારી આગળ તૈયાર કરેલા ધૂપ જેવી થાઓ.”—ગીત. ૧૪૧:૨.

આપણે મહાન ઈશ્વર યહોવાને પ્રાર્થના કરીએ છીએ. એ માટે પૂરા આદરથી પ્રાર્થના કરીએ. આપણે સમજી-વિચારીને પ્રાર્થના કરીએ. યહોવાનું ગૌરવ કેટલું બધું છે, એ સમજવા આપણને યશાયા, હઝકિયેલ, દાનિયેલ અને યોહાનનાં દર્શનો મદદ કરશે. એ દર્શનોમાં યહોવાને એક મહાન રાજા તરીકે દર્શાવવામાં આવ્યા છે. યશાયાએ દર્શનમાં “યહોવાને ભવ્ય અને ઊંચા રાજ્યાસન પર બિરાજેલા જોયા.” (યશા. ૬:૧-૩) હઝકિયેલે યહોવાને તેમના રથ પર બેઠેલા જોયા. ‘તેમની ચારે બાજુ પ્રકાશ ફેલાયેલો હતો, જે મેઘધનુષ્ય જેવો હતો.’ (હઝકિ. ૧:૨૬-૨૮) દાનિયેલે દર્શનમાં ‘એક વયોવૃદ્ધને’ જોયા. તેમનાં કપડાં ઊજળાં હતાં. તેમની રાજગાદીમાંથી આગની જ્વાળાઓ નીકળતી હતી. (દાનિ. ૭:૯, ૧૦) યોહાને દર્શનમાં યહોવાને રાજ્યાસન પર બેઠેલા જોયા. રાજ્યાસનની ચારે બાજુ મેઘધનુષ્ય હતું, જેનો દેખાવ લીલમ રત્ન જેવો હતો. (પ્રકટી. ૪:૨-૪) એ દર્શનોથી સમજી શકીએ છીએ કે યહોવા કેટલા મહાન છે. છતાં તેમણે આપણને પ્રાર્થના કરવાનો લહાવો આપ્યો છે. એટલે પ્રાર્થનામાં પૂરા આદરથી તેમની સાથે વાત કરીએ. w૨૨.૦૭ ૨૦ ¶૩

શનિવાર, સપ્ટેમ્બર ૧૪

‘ચાલાકીઓથી ભમાવે છે એવા માણસોની વાતોથી દૂર રહીએ.’ —એફે. ૪:૧૪.

બાળકો, શેતાન ચાહે છે કે તમારી શ્રદ્ધા નબળી પડી જાય. તમે યહોવાથી દૂર થઈ જાઓ. તે અલગ અલગ પેંતરા અજમાવે છે. બાઇબલની વાતો સાચી છે કે નહિ એ વિશે તે કદાચ તમારાં મનમાં શંકાનાં બી રોપે. ચાલો જોઈએ કે તે શું કરી શકે. બાઇબલમાં જણાવ્યું છે કે બધું ઈશ્વરે બનાવ્યું છે. પણ કદાચ અમુક લોકો તમને ભરોસો અપાવવાની કોશિશ કરે કે બધું આપોઆપ આવી ગયું છે, કોઈ ઈશ્વર નથી. તમે નાના હતા ત્યારે એ વિશે વધારે વિચાર્યું નહિ હોય. પણ હવે કદાચ સ્કૂલમાં તમને એ વિશે શીખવવામાં આવે. ટીચર પણ એ રીતે શીખવે કે તમને થાય, ‘ટીચર જે કહે છે, એ તો સાચું લાગે છે.’ પણ શું ટીચરે એવા કોઈ પુરાવા તપાસ્યા છે જેનાથી ખબર પડે કે કોઈ સર્જનહાર છે? નીતિવચનો ૧૮:૧૭માં લખ્યું છે: “અદાલતમાં જે માણસ પહેલો બોલે છે, તે સાચો લાગે છે, પણ જ્યારે બીજો આવીને સવાલો પૂછે છે, ત્યારે હકીકત બહાર આવે છે.” એટલે તમને સ્કૂલમાં જે કંઈ શીખવવામાં આવે, એને બસ આંખ બંધ કરીને માની ન લેતા. એના પુરાવા તપાસજો. બાઇબલમાં અને સાહિત્યમાં એ વિશે સંશોધન કરજો. w૨૨.૦૮ ૨ ¶૨; ૪ ¶૮

રવિવાર, સપ્ટેમ્બર ૧૫

‘એમાં જે જે લખ્યું છે એ તું સારી રીતે પાળ. એમ કરીશ તો જ તું સફળ થઈશ અને સમજદારીથી વર્તી શકીશ.’—યહો. ૧:૮.

આપણે બાઇબલમાંથી જે વાંચીએ છીએ, એને સમજવા માંગીએ છીએ. એમ નહિ કરીએ તો પૂરેપૂરો ફાયદો નહિ થાય. ધ્યાન આપો, “નિયમશાસ્ત્રનો એક પંડિત” ઈસુ પાસે આવ્યો ત્યારે, તેઓ વચ્ચે કઈ વાતચીત થઈ. (લૂક ૧૦:૨૫-૨૯) પેલા માણસે ઈસુને પૂછ્યું કે હંમેશ માટેનું જીવન મેળવવા તેણે શું કરવું જોઈએ. ઈસુએ શાસ્ત્ર તરફ ધ્યાન દોરતા તેને પૂછ્યું: “નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? એ વાંચીને તને શું સમજણ પડી?” એ માણસે શાસ્ત્રમાંથી એકદમ સાચો જવાબ આપ્યો. તેણે કહ્યું કે ઈશ્વરને અને પડોશીને પ્રેમ કરવો જોઈએ. (લેવી. ૧૯:૧૮; પુન. ૬:૫) પણ પછી તેણે પૂછ્યું, “મારો પડોશી ખરેખર કોણ છે?” એ સવાલથી ખબર પડે છે કે તે શાસ્ત્ર વાંચતો તો હતો, પણ એનો અર્થ સમજતો ન હતો. એ કારણે તે શાસ્ત્રની વાતો લાગુ પાડી શક્યો નહિ. યહોવા જ આપણને બાઇબલની વાતો સમજવા મદદ કરી શકે છે. એટલે પૂરા ધ્યાનથી બાઇબલ વાંચવા યહોવા પાસે પવિત્ર શક્તિ માંગીએ. તેમજ, જે વાંચ્યું એ જીવનમાં લાગુ પાડવા પણ મદદ માંગીએ. w૨૩.૦૨ ૯ ¶૪-૫

સોમવાર, સપ્ટેમ્બર ૧૬

“સત્યના માર્ગે ચાલી રહ્યાં છે.”—૩ યોહા. ૪.

“તમે કઈ રીતે યહોવાના સાક્ષી બન્યા?” આપણે કોઈ ભાઈ કે બહેનને પહેલી વાર મળીએ ત્યારે આ સવાલ અચૂક પૂછીએ છીએ. ક્યારેક તમને પણ કોઈએ એ સવાલ પૂછ્યો હશે. આપણને એ જાણવું ગમે છે કે ભાઈ-બહેનો કઈ રીતે યહોવાને ઓળખવા લાગ્યાં અને તેમને પ્રેમ કરવા લાગ્યાં. આપણને એ જણાવવું પણ ગમે છે કે બાઇબલનું શિક્ષણ કેમ આપણા માટે બહુ વહાલું છે. (રોમ. ૧:૧૧) તેઓ સાથે વાતચીત કરવાથી અહેસાસ થાય છે કે યહોવાના સાક્ષી હોવું કેટલી મોટી વાત કહેવાય અને બાઇબલનું શિક્ષણ કેટલું કીમતી છે! આપણો એ નિર્ણય પણ પાકો થાય છે કે ‘સત્યના માર્ગે ચાલતા રહીશું’ અને યહોવા ચાહે છે એ રીતે જીવન જીવતા રહીશું. આપણે ઘણાં કારણોને લીધે બાઇબલનાં શિક્ષણને વહાલું ગણીએ છીએ. પણ સૌથી મહત્ત્વનું કારણ એ છે કે આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ. તેમણે જ આપણને બાઇબલનું શિક્ષણ આપ્યું છે. બાઇબલમાંથી આપણને જાણવા મળ્યું કે યહોવાએ આખું વિશ્વ બનાવ્યું છે. તે ખૂબ શક્તિશાળી છે. તોપણ તે એક પિતાની જેમ આપણી કાળજી રાખે છે.—૧ પિત. ૫:૭. w૨૨.૦૮ ૧૪ ¶૧, ૩

મંગળવાર, સપ્ટેમ્બર ૧૭

“ગરીબ ભાઈઓનું ધ્યાન રાખીએ.”—ગલા. ૨:૧૦.

પ્રેરિત પાઉલે ઉત્તેજન આપ્યું કે ભાઈ-બહેનો “સારાં કામો” કરીને એકબીજાને પ્રેમ બતાવે. (હિબ્રૂ. ૧૦:૨૪) પાઉલે પોતાના શબ્દોની સાથે સાથે કામોથી પણ ભાઈ-બહેનોની શ્રદ્ધા મજબૂત કરી. દાખલા તરીકે, એક વખતે યહૂદિયામાં દુકાળ પડ્યો. પાઉલે ત્યાં રાહતનો સામાન પહોંચાડીને ભાઈ-બહેનોને મદદ કરી. (પ્રે.કા. ૧૧:૨૭-૩૦) પાઉલ ખુશખબર ફેલાવવાનાં અને શીખવવાનાં કામમાં ઘણા વ્યસ્ત હતા. તોપણ જે ભાઈ-બહેનોને જરૂર હતી, તેઓને મદદ કરવા તે હંમેશાં આગળ આવતા. આમ તેમણે ભાઈ-બહેનોનો ભરોસો મક્કમ કર્યો કે યહોવા હંમેશાં તેઓની સંભાળ રાખશે. આજે આપણે પણ રાહતકામમાં ભાગ લઈએ છીએ. પોતાની આવડત અને સમય-શક્તિનો ઉપયોગ કરીએ છીએ. એમ કરીને આપણે ભાઈ-બહેનોની શ્રદ્ધા મજબૂત કરીએ છીએ. દુનિયા ફરતે ચાલી રહેલાં કામ માટે દાન આપીને અને બીજી અનેક રીતે આપણે ભાઈ-બહેનોની મદદ કરીએ છીએ. એનાથી તેઓને ભરોસો અપાવીએ છીએ કે યહોવા તેઓનો સાથ કદી નહિ છોડે. w૨૨.૦૮ ૨૩ ¶૧૪

બુધવાર, સપ્ટેમ્બર ૧૮

“કોઈ પણ ભવિષ્યવાણી ક્યારેય માણસની ઇચ્છા પ્રમાણે કરવામાં આવી ન હતી, પણ માણસો પવિત્ર શક્તિથી પ્રેરાઈને ઈશ્વર તરફથી બોલ્યા હતા.” —૨ પિત. ૧:૨૧.

બાઇબલની ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ ગઈ છે. અમુક ભવિષ્યવાણીઓ પૂરી થઈ એની સદીઓ પહેલાં એ લખવામાં આવી હતી. ઇતિહાસ પણ એ વાતની સાબિતી આપે છે કે જેવું લખવામાં આવ્યું હતું એવું જ થયું. આપણને એ જાણીને નવાઈ લાગતી નથી, કેમ કે એ ભવિષ્યવાણીઓ યહોવાએ લખાવી હતી. ચાલો એક દાખલો જોઈએ. ઈ.સ. પૂર્વે ૭૭૮થી ૭૩૨ની વચ્ચે યશાયા પ્રબોધકે બાબેલોન શહેર વિશે ભવિષ્યવાણી કરી હતી. તેમણે જણાવ્યું કે એ શક્તિશાળી શહેર જીતી લેવામાં આવશે. કોરેશ એના પર જીત મેળવશે. તે કઈ રીતે એને જીતી લેશે એ માહિતી પણ આપી. (યશા. ૪૪:૨૭–૪૫:૨) યશાયાએ એ પણ ભવિષ્યવાણી કરી કે એ શહેરનો પૂરેપૂરો વિનાશ થશે અને એમાં કોઈ નહિ વસે. (યશા. ૧૩:૧૯, ૨૦) ઈ.સ. પૂર્વે ૫૩૯માં માદીઓ અને ઈરાનીઓએ બાબેલોન શહેરને કબજે કરી લીધું. એ ભવ્ય શહેર આજે ખંડેર પડ્યું છે! w૨૩.૦૧ ૪ ¶૧૦

ગુરુવાર, સપ્ટેમ્બર ૧૯

“એકબીજાને ઉત્તેજન આપતા રહો.”—૧ થેસ્સા. ૫:૧૧.

કેટલી ખુશીની વાત છે કે યહોવાએ આપણને તેમના કુટુંબનો ભાગ બનવાનો લહાવો આપ્યો છે! આપણે એકલા નથી, આખી દુનિયાનાં ભાઈ-બહેનો આપણી સાથે છે. કેટલો મોટો આશીર્વાદ! (માર્ક ૧૦:૨૯, ૩૦) આપણે અલગ અલગ ભાષા બોલીએ છીએ. આપણી રહેણી-કરણી અલગ છે. જાતજાતનાં કપડાં પહેરીએ છીએ. તોપણ જ્યારે એકબીજાને પહેલી વાર મળીએ છીએ ત્યારે લાગે છે કે વર્ષોથી ઓળખીએ છીએ. આપણે બધા યહોવાને પ્રેમ કરીએ છીએ. તેમનાં ધોરણો પાળવાની કોશિશ કરીએ છીએ. જ્યારે સાથે મળીને યહોવાની ભક્તિ કરીએ છીએ ત્યારે આપણને બહુ ગમે છે. આજે આપણને તેઓના સાથની વધારે જરૂર છે. (ગીત. ૧૩૩:૧) અમુક વાર આપણે ચિંતાઓના બોજ નીચે દબાઈ જઈએ છીએ. એ સમયે ભાઈ-બહેનો આપણી હિંમત બંધાવે છે. (રોમ. ૧૫:૧; ગલા. ૬:૨) જોરશોરથી યહોવાની ભક્તિ કરવા તેઓ ઉત્તેજન આપે છે. યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત થાય માટે તેઓ મદદ કરે છે. (હિબ્રૂ. ૧૦:૨૩-૨૫) જરા વિચારો, આપણને ભાઈ-બહેનોનો સાથ ન હોત તો શું થાત? શેતાનના હુમલાઓ સામે લડવું આપણા માટે અઘરું થઈ જાત. આ દુષ્ટ દુનિયામાં જીવવું મુશ્કેલ થઈ જાત. w૨૨.૦૯ ૨-૩ ¶૩-૪

શુક્રવાર, સપ્ટેમ્બર ૨૦

“જીભ પર કાબૂ રાખનાર સમજુ છે.”—નીતિ. ૧૦:૧૯.

સોશિયલ મીડિયા વાપરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખીએ. જો ધ્યાન નહિ રાખીએ તો અજાણતાં એવી કોઈ માહિતી જણાવી દઈશું જે આપણે ખાનગી રાખવાની હતી. એક વખત ઇન્ટરનેટ પર કોઈ માહિતી પહોંચી ગઈ, પછી એના પર આપણો કોઈ કાબૂ રહેતો નથી. એ માહિતી કેટલા લોકો જોશે, એનો કેવો ઉપયોગ થશે અને એનાથી કેવી કેવી મુશ્કેલીઓ ઊભી થશે, એ વિશે પણ આપણે કંઈ કરી શકતા નથી. બની શકે, આપણા કામનો વિરોધ કરતા લોકો ચાલાકીથી આપણાં ભાઈ-બહેનો વિશે અમુક માહિતી કઢાવવાની કોશિશ કરે. એ સમયે પણ આપણે પોતાના પર કાબૂ રાખવો જોઈએ અને ચૂપ રહેવું જોઈએ. આપણે કદાચ એવા દેશમાં રહેતા હોઈએ જ્યાં આપણા કામ પર પ્રતિબંધ હોય અથવા અમુક નિયંત્રણ હોય. અમુક પોલીસવાળા આપણી પૂછપરછ કરી શકે. એ સમયે આપણે પોતાના “મોં પર લગામ” રાખીએ. આપણે તેઓને એવી કોઈ માહિતી નહિ આપીએ જેનાથી ભાઈ-બહેનો ખતરામાં આવી પડે. (ગીત. ૩૯:૧) આપણે બધા ચાહીએ છીએ કે કુટુંબ, દોસ્તો, ભાઈ-બહેનો અને બીજા લોકો આપણા પર ભરોસો કરે. તેઓનો ભરોસો જીતવા આપણે પોતાના પર કાબૂ રાખીએ. w૨૨.૦૯ ૧૨ ¶૧૬

શનિવાર, સપ્ટેમ્બર ૨૧

‘ધન્ય છે એ માણસને, જે યહોવાના નિયમશાસ્ત્રથી ઘણો ખુશ થાય છે, તે રાત-દિવસ નિયમશાસ્ત્ર વાંચીને મનન કરે છે.’—ગીત. ૧:૧, ૨.

સાચી ખુશી મેળવવા બાઇબલ વાંચીએ અને એનો અભ્યાસ કરીએ. આપણને ખરેખર એની જરૂર છે. ઈસુએ કીધું: “માણસ ફક્ત રોટલીથી નહિ, પણ યહોવાના મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવે છે.” (માથ. ૪:૪) જેમ આપણે દરરોજ જમીએ છીએ, તેમ દરરોજ બાઇબલ વાંચીએ અને એનો અભ્યાસ કરીએ. યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. એટલે તેમણે બાઇબલમાં જણાવ્યું છે કે સાચી ખુશી કઈ રીતે મળી શકે. બાઇબલમાંથી જાણવા મળે છે કે આપણા માટે યહોવાનો હેતુ શું છે અને આપણે કઈ રીતે તેમની સાથે પાકી દોસ્તી કરી શકીએ. એ પણ જાણવા મળે છે કે યહોવા આપણને માફ કરે માટે શું કરવું જોઈએ. બાઇબલમાંથી એક આશા પણ મળે છે. એ છે કે ભાવિમાં આપણને સરસ મજાનું જીવન મળશે. (યર્મિ. ૨૯:૧૧) આ બધું શીખીએ છીએ ત્યારે આપણું દિલ ખુશીઓથી ભરાય જાય છે! એટલે તમે દુઃખી હો કે હિંમત હારી ગયા હો ત્યારે બાઇબલ વાંચવા અને એના પર મનન કરવા વધારે સમય કાઢો. w૨૨.૧૦ ૭ ¶૪-૬

રવિવાર, સપ્ટેમ્બર ૨૨

“સમજણમાં પરિપક્વ બનો.”—૧ કોરીં. ૧૪:૨૦.

બાઇબલમાં જણાવ્યું છે કે આપણે ભોળા ન રહીએ. જો બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવીશું, તો સમજદાર બની શકીશું. ધીરે ધીરે આપણને ખબર પડશે કે બાઇબલના સિદ્ધાંતો પાળવાથી ફાયદા થાય છે. આપણે અમુક મુશ્કેલીઓથી બચી શકીએ છીએ. સારા નિર્ણય લઈ શકીએ છીએ. જરા વિચારો, તમે અત્યાર સુધી કેવા નિર્ણયો લીધા છે. જો તમે ઘણા સમયથી બાઇબલનો અભ્યાસ કરતા હો, સભામાં આવતા હો, પણ યહોવાને સમર્પણ કર્યું ન હોય, બાપ્તિસ્મા લીધું ન હોય તો તમે વિચારી શકો, ‘મને એમ કરતા શું રોકે છે?’ જો તમે બાપ્તિસ્મા લીધું હોય તો તમે આનો વિચાર કરી શકો: ‘શું હું ખુશખબર ફેલાવવાના અને શીખવવાના કામમાં વધારે સારું કરવાનો પ્રયત્ન કરું છું? શું હું બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે નિર્ણય લઉં છું? શું હું લોકો સાથે એ રીતે વર્તું છું જેમ ઈસુ વર્તતા હતા?’ જો લાગે કે કંઈ સુધારો કરવાની જરૂર છે, તો યહોવાનાં સલાહ-સૂચનો પર ધ્યાન આપો. કેમ કે તેમનાં સૂચનો “નાદાનને બુદ્ધિમાન બનાવે છે.”—ગીત. ૧૯:૭. w૨૨.૧૦ ૨૦ ¶૮

સોમવાર, સપ્ટેમ્બર ૨૩

“ઈશ્વરની શક્તિ દૂતોને જ્યાં દોરતી ત્યાં તેઓ જતા.” —હઝકિ. ૧:૨૦.

હઝકિયેલે એક દર્શનમાં જોયું કે યહોવાની પવિત્ર શક્તિ કેટલી શક્તિશાળી છે. તેમણે જોયું કે દૂતો જે કરી રહ્યા હતા, એ બધું પવિત્ર શક્તિની મદદથી જ કરતા હતા. તેમણે યહોવાના રથનાં મોટાં મોટાં પૈડાઓ જોયાં. એ પણ પવિત્ર શક્તિની મદદથી જ આગળ વધી રહ્યાં હતાં. (હઝકિ. ૧:૨૧) એ દર્શન જોઈને હઝકિયેલના હોશકોશ ઊડી ગયા. ‘તે ઘૂંટણિયે પડ્યા અને માથું નમાવ્યું.’ (હઝકિ. ૧:૨૮) એ દર્શન પર વિચાર કરીને તેમની હિંમત વધી હશે. તેમનો ભરોસો મજબૂત થયો હશે કે પવિત્ર શક્તિની મદદથી તે પોતાનું કામ જરૂર પૂરું કરી શકશે. યહોવાએ હઝકિયેલને કહ્યું: “હે માણસના દીકરા, તારા પગ પર ઊભો થા કે હું તારી સાથે વાત કરું.” ત્યારે શું થયું? હઝકિયેલે જણાવ્યું કે એનાથી તેમને પોતાના ‘પગ પર ઊભા’ થવાની તાકાત મળી. (હઝકિ. ૨:૧, ૨) સંદેશો જણાવતી વખતે પણ તેમણે ઘણી વાર અનુભવ્યું કે યહોવાનો “હાથ” એટલે કે પવિત્ર શક્તિ તેમને દોરી રહી હતી. એની મદદથી તે જાણી શક્યા કે તેમણે શું કરવાનું હતું.—હઝકિ. ૩:૨૨, ફૂટનોટ; ૮:૧; ૩૩:૨૨; ૩૭:૧; ૪૦:૧. w૨૨.૧૧ ૪ ¶૭-૮

મંગળવાર, સપ્ટેમ્બર ૨૪

“પાછળથી તમને આવો અવાજ સંભળાશે.”—યશા. ૩૦:૨૧.

ભવિષ્યવક્તા યશાયા કહેવા માંગતા હતા કે યહોવા એવા શિક્ષક જેવા છે, જે વિદ્યાર્થીઓની પાછળ પાછળ ચાલીને તેઓને જણાવે છે કે કયા માર્ગે જવું. આજે આપણે પણ યહોવાનો અવાજ પાછળથી આવતો સાંભળી શકીએ છીએ. કઈ રીતે? બાઇબલ ઘણાં વર્ષો પહેલાં લખવામાં આવ્યું હતું. એટલે આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે જાણે યહોવાનો અવાજ પાછળથી આવતો સાંભળી શકીએ છીએ. (યશા. ૫૧:૪) યહોવા આપણને માર્ગદર્શન આપે છે. એમાંથી પૂરેપૂરો ફાયદો મેળવવા આપણે શું કરવું જોઈએ? ધ્યાન આપો, યશાયાએ બે વાત જણાવી હતી. પહેલા તેમણે લખ્યું, “માર્ગ આ છે” અને પછી લખ્યું, “એના પર ચાલો.” એનો મતલબ કે આપણે જાણવું જોઈએ કે કયા માર્ગે જવું. પણ એટલું જ પૂરતું નથી, આપણે એ માર્ગ પર ચાલવું જોઈએ. આપણે બાઇબલ અને સંગઠન દ્વારા જાણી શકીએ છીએ કે યહોવા આપણી પાસેથી શું ચાહે છે. એ પણ જાણી શકીએ છીએ કે કઈ રીતે ખરા માર્ગે ચાલી શકીએ. ફક્ત જાણીએ જ નહિ, શીખેલી વાતો પ્રમાણે જીવીએ પણ ખરા. એમ કરીશું તો મુશ્કેલીઓનો સામનો કરી શકીશું, ખુશી ખુશી યહોવાની ભક્તિ કરી શકીશું. પછી યહોવા ચોક્કસ આપણા પર આશીર્વાદો વરસાવશે. w૨૨.૧૧ ૧૦-૧૧ ¶૧૦-૧૧

બુધવાર, સપ્ટેમ્બર ૨૫

“મારા ગયા પછી ક્રૂર વરુઓ તમારી વચ્ચે આવશે.”—પ્રે.કા. ૨૦:૨૯.

મોટા ભાગના પ્રેરિતોનું મરણ થયું એના થોડા સમય પછી મંડળમાં જૂઠા ખ્રિસ્તીઓએ પગપેસારો કર્યો. (માથ. ૧૩:૨૪-૨૭, ૩૭-૩૯) તેઓએ ‘શિષ્યોને પોતાની પાછળ ખેંચી જવા આડી-અવળી વાતો કહી.’ (પ્રે.કા. ૨૦:૩૦) એક ‘આડી-અવળી વાત’ એ હતી કે ઈસુ પોતાનું બલિદાન વારેઘડીએ આપે તો જ બધાનાં પાપ માફ થઈ શકે. પણ બાઇબલમાં લખ્યું છે કે ઈસુએ “ઘણા લોકોનાં પાપ માથે લેવા એક જ વાર અને હંમેશ માટે અર્પણ આપ્યું.” (હિબ્રૂ. ૯:૨૭, ૨૮) આજે ઘણા લોકો એવી આડી-અવળી વાતો માની લે છે. અમુક કૅથલિક ચર્ચોમાં લોકો દરરોજ રોટલી ખાવા અને દ્રાક્ષદારૂ પીવા ભેગા મળે છે. બીજાં ચર્ચોના લોકો ઈસુના મરણને યાદ કરવા ભેગા મળે છે, પણ દરરોજ નહિ. જોકે તેઓમાંથી મોટા ભાગના લોકોને ખબર હોતી નથી કે ઈસુએ કેમ પોતાનો જીવ આપી દીધો. w૨૩.૦૧ ૨૧ ¶૫

ગુરુવાર, સપ્ટેમ્બર ૨૬

“ભલું કરવાનું અને તમારી વસ્તુઓથી બીજાઓને મદદ કરવાનું ભૂલશો નહિ.” —હિબ્રૂ. ૧૩:૧૬.

મરણની ઊંઘમાં સૂઈ ગયેલા લોકોને ઈસુના ૧,૦૦૦ વર્ષના રાજમાં ઉઠાડવામાં આવશે. એ સમયે જેઓ યહોવાની આજ્ઞા પાળશે તેઓમાંથી ધીરે ધીરે પાપની અસર દૂર થતી જશે. તેઓમાં કોઈ ખોટ કે ખામી નહિ હોય. જેઓ યહોવાને વફાદાર રહેશે, તેઓ “ધરતીના વારસ થશે અને એમાં તેઓ સદા જીવશે.” (ગીત. ૩૭:૧૦, ૧૧, ૨૯) આપણા “છેલ્લા દુશ્મન મરણનું નામનિશાન મિટાવી દેવામાં આવશે.” એ સમયે આપણું દિલ હરખાઈ ઊઠશે! (૧ કોરીં. ૧૫:૨૬) બાઇબલથી ભરોસો મજબૂત થાય છે કે આપણે હંમેશ માટે જીવી શકીએ છીએ. એ આશા પૂરી થાય એની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. એ આશા પર મનન કરતા રહીશું તો આજના અઘરા સંજોગોમાં પણ યહોવાને વફાદાર રહી શકીશું. યહોવા આપણને હંમેશ માટેનું જીવન આપશે, ફક્ત એ કારણને લીધે આપણે તેમને વફાદાર નથી રહેતા. યહોવા અને ઈસુને વફાદાર રહેવાનું સૌથી મોટું કારણ છે કે આપણે તેઓને પૂરા દિલથી પ્રેમ કરીએ છીએ. (૨ કોરીં. ૫:૧૪, ૧૫) એ પ્રેમને લીધે આપણે તેઓને અનુસરીએ છીએ અને લોકોને ભાવિની આશા વિશે જણાવીએ છીએ. (રોમ. ૧૦:૧૩-૧૫) જો આપણે ફક્ત પોતાના વિશે વિચારવાને બદલે બીજાઓને યહોવા અને તેમની ઇચ્છા વિશે જણાવીશું, તો યહોવા ઘણા ખુશ થશે અને આપણે હંમેશાં યહોવાના દોસ્ત રહી શકીશું. w૨૨.૧૨ ૭ ¶૧૫-૧૬

શુક્રવાર, સપ્ટેમ્બર ૨૭

“જેઓ ખ્રિસ્ત ઈસુના શિષ્યો બનીને ઈશ્વરની ભક્તિ કરવા ચાહે છે, તેઓ બધાની ચોક્કસ સતાવણી થશે.”—૨ તિમો. ૩:૧૨.

જ્યારે સરકાર આપણા કામ પર નિયંત્રણ મૂકે ત્યારે આપણી શાંતિ છીનવાઈ જઈ શકે. આપણને કદાચ ચિંતા થાય, ડર લાગે કે ‘કાલે શું થશે?’ એવી લાગણી થવી સામાન્ય છે. પણ આપણે ડરને પોતાના પર હાવી થવા ન દઈએ. કેમ કે ઈસુએ કીધું હતું કે સતાવણીને લીધે કદાચ આપણી શ્રદ્ધા ડગમગી જાય, આપણે ઠોકર ખાઈએ. (યોહા. ૧૬:૧, ૨) ઈસુએ કીધું હતું કે આપણી સતાવણી થશે તોપણ આપણે વફાદાર રહી શકીશું. (યોહા. ૧૫:૨૦; ૧૬:૩૩) આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં આપણા કામ પર નિયંત્રણ કે પ્રતિબંધ મૂકવામાં આવી શકે. એ સમયે કદાચ શાખા કચેરી અને વડીલો આપણને માર્ગદર્શન આપે. કેમ કે તેઓ ચાહે છે કે આપણે સલામત રહીએ, આપણને સાહિત્ય મળતું રહે અને આપણે સાવચેતી રાખીને પ્રચારકામ કરતા રહીએ. એ માર્ગદર્શન પાળવાની આપણે પૂરેપૂરી કોશિશ કરીએ. (યાકૂ. ૩:૧૭) ભાઈ-બહેનો વિશે કોઈ પણ જાણકારી એવી વ્યક્તિને ન આપીએ, જેને એ જાણવાનો હક નથી.—સભા. ૩:૭. w૨૨.૧૨ ૨૦ ¶૧૪-૧૬

શનિવાર, સપ્ટેમ્બર ૨૮

“તમે દરેક એવી જ સખત મહેનત કરો.”—હિબ્રૂ. ૬:૧૧.

આજે ઈસુના શિષ્યો આખી દુનિયામાં ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવી રહ્યા છે. ઈસુ તેઓને માર્ગદર્શન આપતા રહે છે. તે યહોવાના સંગઠન દ્વારા આપણને તાલીમ આપે છે, જેથી સારી રીતે પ્રચાર કરી શકીએ. પ્રચાર માટે જે કંઈ જરૂરી હોય, એ બધું તે પૂરું પાડે છે. ઈસુએ પોતાનું વચન ખૂબ સારી રીતે નિભાવ્યું છે. (માથ. ૨૮:૧૮-૨૦) પણ આપણે શું કરવું જોઈએ? યહોવા દુનિયાનો અંત લાવે ત્યાં સુધી આપણે લોકોને ખુશખબર જણાવવા અને શીખવવા સખત મહેનત કરીએ. તેમ જ, આપણે સાવધ રહીએ. આમ હિબ્રૂઓ ૬:૧૧, ૧૨ની સલાહ પાળવાથી “અંત સુધી” ભરોસો રાખી શકીશું કે આપણી આશા ચોક્કસ પૂરી થશે. યહોવા ચોક્કસ શેતાનની દુનિયાનો નાશ કરશે. એ માટે તેમણે દિવસ અને ઘડી નક્કી કરી દીધાં છે. શેતાનની દુનિયાના નાશ પછી યહોવા નવી દુનિયા વિશેની બધી ભવિષ્યવાણીઓ પૂરે કરશે, જે તેમણે બાઇબલમાં લખાવી છે. પણ અમુક વાર આપણને થાય કે એ દિવસ આવવામાં મોડું થઈ રહ્યું છે. જોકે, યહોવાનો દિવસ સમયસર આવશે, એ જરાય ‘મોડો પડશે નહિ!’ (હબા. ૨:૩) ચાલો આપણે પાકો નિર્ણય કરીએ કે ‘યહોવાની આતુરતાથી રાહ જોઈશું, આપણો ઉદ્ધાર કરનાર ઈશ્વરની ધીરજથી રાહ જોઈશું.’—મીખા. ૭:૭. w૨૩.૦૨ ૧૯ ¶૧૫-૧૬

રવિવાર, સપ્ટેમ્બર ૨૯

“તમારી તોલે આવે એવું કોઈ નથી.”—ગીત. ૪૦:૫.

ઘણા લોકોને પહાડ ચઢવાનો શોખ હોય છે. તેઓનું પૂરું ધ્યાન મંજિલ પર હોય છે. તેઓને પહાડના શિખર પર પહોંચવું હોય છે. પણ તેઓ પહાડ ચઢતી વખતે વચ્ચે વચ્ચે રોકાય છે. મન મોહી લે એવા નજારાનો આનંદ માણે છે. એવી જ રીતે, આપણે ચાહતા હોઈએ કે કસોટીઓનો બસ અંત આવે. પણ આપણે કસોટીઓ દરમિયાન સમયે સમયે વિચારવું જોઈએ કે યહોવા કઈ રીતે મદદ કરે છે અને સફળતા આપે છે. દિવસના અંતે આ સવાલોનો વિચાર કરી શકીએ: ‘આજે યહોવાએ મને કઈ રીતે આશીર્વાદ આપ્યો? મારી તકલીફો હજી ચાલુ છે પણ એને સહન કરવા યહોવા કઈ રીતે મને મદદ કરે છે?’ ઓછામાં ઓછા એવા એક આશીર્વાદનો વિચાર કરીએ, જેનાથી ખબર પડે કે યહોવા સફળતા આપે છે. આપણે યહોવાને અરજ કરતા હોઈશું કે કસોટીઓનો જલદી અંત આવે. (ફિલિ. ૪:૬) પણ યહોવા આજે જે આશીર્વાદ આપે છે એના પર પણ વિચાર કરીએ. તેમણે વચન આપ્યું છે, તે આપણને હિંમત આપશે ને કસોટીઓ સહન કરવા મદદ કરશે. હંમેશાં યાદ રાખીએ કે યહોવા આપણી પડખે છે. એ માટે તેમનો આભાર માનવાનું ક્યારેય ન ચૂકીએ. પછી જોઈ શકીશું કે યહોવા આપણને કસોટીઓ સહન કરવા મદદ કરે છે અને સફળતા આપે છે.—ઉત. ૪૧:૫૧, ૫૨. w૨૩.૦૧ ૧૯ ¶૧૭-૧૮

સોમવાર, સપ્ટેમ્બર ૩૦

‘યહોવાના દિવસને હંમેશાં મનમાં રાખો.’—૨ પિત. ૩:૧૨.

પોતાને આ સવાલો પૂછીએ: ‘શું હું માનું છું કે દુનિયાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે? શું એ મારા જીવનથી દેખાઈ આવે છે? શું ભણતર અને નોકરીને લગતા મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે યહોવાની ભક્તિ મારા માટે સૌથી મહત્ત્વની છે? શું મને પૂરો ભરોસો છે કે યહોવા મારા કુટુંબની જરૂરિયાતો પૂરી કરશે?’ યહોવાની ઇચ્છા પ્રમાણે આપણે જીવનના નાના-મોટા નિર્ણય લઈએ છીએ ત્યારે તે ખુશ થાય છે. (માથ. ૬:૨૫-૨૭, ૩૩; ફિલિ. ૪:૧૨, ૧૩) આપણા વિચારો યહોવાની ઇચ્છા પ્રમાણે છે કે નહિ એની પરખ કરતા રહીએ. જો વિચારો એ પ્રમાણે ન હોય, તો પોતાનામાં ફેરફાર કરીએ. પાઉલે કોરીંથનાં ભાઈ-બહેનોને કીધું હતું: “તમે શ્રદ્ધાથી જીવો છો કે નહિ, એની પરખ કરતા રહો. તમે સાચા માર્ગે ચાલો છો, એની ખાતરી કરતા રહો.” (૨ કોરીં. ૧૩:૫) વિચારોમાં ફેરફાર કરવા આપણે બાઇબલ વાંચીએ, યહોવાના વિચારો જાણવાની કોશિશ કરીએ અને જરૂરી પગલાં ભરીએ, જેથી યહોવા ખુશ થાય.—૧ કોરીં. ૨:૧૪-૧૬. w૨૩.૦૧ ૯ ¶૫-૬

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો