એપ્રિલ
ગુરુવાર, એપ્રિલ ૧
“મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે.”—નીતિ. ૧૭:૧૭.
અરિસ્તાર્ખસ થેસ્સાલોનિકા મંડળના હતા, જે મકદોનિયામાં આવેલું હતું. તેમણે પ્રેરિત પાઊલ સાથેની મિત્રતા વફાદારીથી નિભાવી હતી. પાઊલ પ્રચારની ત્રીજી મુસાફરી વખતે એફેસસ ગયા, એ અહેવાલમાં પહેલી વાર અરિસ્તાર્ખસ વિશે જણાવવામાં આવ્યું છે. તે પાઊલ સાથે હતા ત્યારે તેમને એક ટોળાએ પકડી લીધા. (પ્રે.કા. ૧૯:૨૯) પછી તેમને છોડી મૂકવામાં આવ્યા. એ પછી પણ પોતાની સલામતીનો વિચાર કર્યા વગર તે પાઊલની સાથે ને સાથે રહ્યા. આમ, તેમણે વફાદારી નિભાવી. અમુક મહિના પછી દુશ્મનો ગ્રીસમાં પાઊલને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. તોપણ તે પાઊલની પડખે ઊભા રહ્યા. (પ્રે.કા. ૨૦:૨-૪) આશરે સાલ ૫૮માં પાઊલને કેદી તરીકે રોમ મોકલવામાં આવ્યા ત્યારે, અરિસ્તાર્ખસ તેમની સાથે હતા. મુસાફરી દરમિયાન રસ્તામાં તેઓનું વહાણ પણ ભાંગી પડ્યું હતું. (પ્રે.કા. ૨૭:૧, ૨, ૪૧) એવું લાગે છે કે રોમ આવ્યા પછી અરિસ્તાર્ખસ થોડો સમય પાઊલ સાથે જેલમાં હતા. (કોલો. ૪:૧૦) પાઊલને તેમના એ વફાદાર મિત્રથી ચોક્કસ ઘણું ઉત્તેજન અને દિલાસો મળ્યાં હશે! અરિસ્તાર્ખસની જેમ આપણે પણ ભાઈ-બહેનોના વફાદાર મિત્ર બની શકીએ છીએ. કઈ રીતે? ફક્ત સારા સંજોગોમાં જ નહિ, “મુશ્કેલ સમયમાં” પણ તેઓની પડખે રહીને. w૨૦.૦૧ ૯ ¶૪-૫
શુક્રવાર, એપ્રિલ ૨
“મરણમાંથી જીવતા થવામાં જેઓ પહેલા છે, તેઓ સુખી અને પવિત્ર છે.”—પ્રકટી. ૨૦:૬.
કોઈ અભિષિક્તને કદાચ લાગે કે એ કીમતી લહાવા માટે તે લાયક નથી. પણ યહોવાએ તેને પસંદ કર્યો છે એ વિશે તેને ક્યારેય શંકા થતી નથી. ભાવિમાં મળનાર આશીર્વાદો વિશે વિચારીને તે ખુશીથી ઝૂમી ઊઠે છે અને તેનું દિલ કદરથી ઉભરાય છે. (૧ પીત. ૧:૩, ૪) તો પછી શું એનો અર્થ એવો થાય કે અભિષિક્તોને પૃથ્વી પર જીવવાનું ગમતું નથી? પ્રેરિત પાઊલે એનો જવાબ આપ્યો છે. તેમણે માનવ શરીરને મંડપ સાથે સરખાવ્યું અને કહ્યું: “અમે આ મંડપમાં રહેનારા અને ભારથી લદાયેલા છીએ, એટલે અમે નિસાસા નાખીએ છીએ. એવું નથી કે અમે આ મંડપને કપડાંની જેમ કાઢી નાખવા માંગીએ છીએ, પણ અમે તો સ્વર્ગમાંનું ઘર મેળવવા ચાહીએ છીએ, જેથી હંમેશ માટેનું જીવન નાશવંત જીવનની જગ્યા લે.” (૨ કોરીં. ૫:૪) એવું નથી કે જીવનમાંથી રસ ઊડી જવાને લીધે એ ઈશ્વરભક્તો પોતાનું જીવન ટૂંકાવી દેવા માંગે છે. તેઓ તો જીવનની મજા માણે છે. દરેક દિવસ તેઓ કુટુંબ સાથે યહોવાની સેવામાં વિતાવવા માંગે છે. ભલે તેઓ કંઈ પણ કરતા હોય, પણ સ્વર્ગના જીવનની સુંદર આશા તેઓ હંમેશાં યાદ રાખે છે.—૧ કોરીં. ૧૫:૫૩; ૨ પીત. ૧:૪; ૧ યોહા. ૩:૨, ૩. w૨૦.૦૧ ૨૩ ¶૧૨-૧૩
શનિવાર, એપ્રિલ ૩
“યહોવા જેઓને પ્રેમ કરે છે, તેઓને તે શિસ્ત આપે છે.”—હિબ્રૂ. ૧૨:૬.
પ્રેમાળ પિતા આપણને તાલીમ આપવા જરૂર પડે ત્યારે શિસ્ત આપે છે. યહોવા ઘણી રીતોએ આપણને શિસ્ત આપે છે. દાખલા તરીકે, બાઇબલમાંથી કંઈક વાંચીએ કે સભામાં કંઈક સાંભળીએ ત્યારે સમજાય છે કે આપણામાં ક્યાં સુધારો કરવાની જરૂર છે. બની શકે કે, આપણને જરૂરી મદદ વડીલો તરફથી પણ મળે. યહોવા કોઈ પણ રીતે શિસ્ત આપે એમાં તેમનો પ્રેમ દેખાય આવે છે. (યિર્મે. ૩૦:૧૧) યહોવા કસોટીઓ સહેવા મદદ કરે છે. એક પ્રેમાળ પિતા મુશ્કેલીઓમાં પોતાના બાળકને મદદ કરે છે. એવી જ રીતે, સ્વર્ગના પિતા આપણા પર આવતી કસોટી સહેવા મદદ કરે છે. યહોવા સાથેના આપણા સંબંધનું રક્ષણ કરવા તે આપણને પવિત્ર શક્તિ આપે છે. (લુક ૧૧:૧૩) આપણે નિરાશ હોઈએ ત્યારે યહોવા આપણી પડખે રહે છે. દાખલા તરીકે, તેમણે આપણને એક સુંદર ભાવિની આશા આપી છે. એ અદ્ભુત આશાને લીધે તકલીફો સહન કરવા મદદ મળે છે. આનો વિચાર કરો: આપણી સાથે ગમે તેટલું ખરાબ થયું હશે, આપણા પ્રેમાળ પિતા બધા ઘા રુઝાવી દેશે. આપણે જે પણ કસોટીઓનો સામનો કરીએ છીએ, એ તો બસ થોડા સમય માટે જ છે. પણ યહોવા તરફથી મળતા આશીર્વાદો તો હંમેશ માટે રહેશે.—૨ કોરીં. ૪:૧૬-૧૮. w૨૦.૦૨ ૫ ¶૧૪-૧૫
રવિવાર, એપ્રિલ ૪
“આપણામાં રહેલું વલણ ઈર્ષાળુ બનીને બધી વસ્તુઓની ઝંખના કર્યા કરે છે.”—યાકૂ. ૪:૫.
આપણે ઈર્ષા સામે જીતી શકીએ છીએ! ચાલો યુસફના ભાઈઓનો વિચાર કરીએ. યુસફ સાથે તેઓ ખરાબ રીતે વર્ત્યા, એનાં ઘણાં વર્ષો પછી તેઓ યુસફને ઇજિપ્તમાં મળ્યા. યુસફે તેઓથી પોતાની ઓળખ છૂપાવી. યુસફે એ જોવા તેઓની પરીક્ષા કરી કે તેઓ બદલાયા છે કે નહિ. તેમણે બધા માટે જમવાની ગોઠવણ કરી. એમાં તેમણે બીજા ભાઈઓ કરતાં બિન્યામીનનું વધારે ધ્યાન રાખ્યું. (ઉત. ૪૩:૩૩, ૩૪) પણ તેમના ભાઈઓએ બિન્યામીનની ઈર્ષા કરી નહિ. તેઓને નાના ભાઈની અને પિતાની ખૂબ ચિંતા હતી. (ઉત. ૪૪:૩૦-૩૪) યુસફના ભાઈઓએ મનમાંથી ઈર્ષા કાઢી નાખી હોવાથી કુટુંબમાં શાંતિ જાળવી શક્યા હતા. (ઉત. ૪૫:૪, ૧૫) એવી જ રીતે, જો આપણે ઈર્ષાને જડમૂળથી કાઢી નાખીશું, તો કુટુંબમાં અને મંડળમાં શાંતિનો માહોલ રાખવામાં મદદ કરી શકીશું. યહોવા ચાહે છે કે આપણે ઈર્ષા સામે લડીએ અને શાંતિ જાળવીએ. આપણે નમ્ર રહીશું, સંતોષ રાખીશું અને બીજાઓની કદર કરીશું તો આપણા દિલમાં ઈર્ષા માટે કોઈ જગ્યા નહિ રહે. w૨૦.૦૨ ૧૯ ¶૧૭-૧૮
સોમવાર, એપ્રિલ ૫
“યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે, તેથી હું તેના પર પ્રીતિ રાખું છું.”—ગીત. ૧૧૬:૧.
યહોવાના પ્રેમની કદર કરવાની એક રીત છે, પ્રાર્થનામાં તેમની સાથે વાત કરો. પ્રાર્થનામાં તેમને તમારી લાગણીઓ જણાવો. તે તમારા માટે જે કરે છે એનો આભાર માનો. યહોવા તમારી પ્રાર્થનાઓનો જે રીતે જવાબ આપે છે, એ જોઈને તેમની સાથેનો તમારો સંબંધ મજબૂત થશે. તે તમારી લાગણીઓ સમજે છે એવી તમને ખાતરી મળશે. પણ યહોવાની નજીક જવા તેમની પસંદ-નાપસંદ અને તેમનાં કામો વિશે જાણવું જોઈએ. એ પણ જાણવું જોઈએ કે તે આપણી પાસેથી શું ચાહે છે. એ બધું જાણવા માટે આપણે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ. બાઇબલ માટે કદર બતાવવાનું શીખો. યહોવા અને તેમના હેતુ વિશે ફક્ત બાઇબલમાંથી જ જાણી શકાય છે. દરરોજ બાઇબલ વાંચો. દર અઠવાડિયે બાઇબલ અભ્યાસની તૈયારી કરો. જે શીખો છો એને લાગુ પાડો. એમ કરીને તમે બાઇબલ માટે કદર બતાવો છો. (ગીત. ૧૧૯:૯૭, ૯૯; યોહા. ૧૭:૧૭) શું તમે દરરોજ બાઇબલ વાંચવાનું નક્કી કર્યું છે? શું તમે એ પ્રમાણે કરો છો? w૨૦.૦૩ ૪-૫ ¶૮-૯
મંગળવાર, એપ્રિલ ૬
‘જે કોઈ મળે તેની સાથે તે ચર્ચા કરવા લાગ્યા.’—પ્રે.કા. ૧૭:૧૭.
જો તમને ચાલવામાં તકલીફ હોય, તો એવી જગ્યાએ બેસી શકો જ્યાં આવતા-જતા લોકોને ખુશખબર જણાવી શકીએ. તમે પત્ર કે ફોન દ્વારા સંદેશો આપી શકો. તકલીફો હોવા છતાં ઘણાં ભાઈ-બહેનો એવી રીતોથી ખુશખબરના કામમાં ખુશી અને સંતોષ મેળવે છે. તબિયત સારી રહેતી ન હોય, તોપણ આપણે યહોવાની સેવામાં બનતું બધું કરી શકીએ છીએ. પાઊલે કહ્યું: “કેમ કે જે મને બળ આપે છે, તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.” (ફિલિ. ૪:૧૩) એક મુસાફરી વખતે પાઊલ બીમાર પડ્યા ત્યારે, ખુશખબર જણાવવા તેમને એ બળની જરૂર પડી હતી. તેમણે ગલાતીનાં ભાઈ-બહેનોને કહ્યું: “તમને ખુશખબર જણાવવાની પહેલી તક મને મારી બીમારીને લીધે મળી હતી.” (ગલા. ૪:૧૩) એવી જ રીતે, બીમાર હોવા છતાં તમે ડૉક્ટર, નર્સ અને હૉસ્પિટલના સ્ટાફને ખુશખબર જણાવી શકો છો. એમાંના ઘણા લોકોના ઘરે ભાઈ-બહેનો ગયા હશે ત્યારે કદાચ તેઓ ઘરે નહિ મળ્યા હોય. આમ, તેઓને ખુશખબર જાણવાની તક મળશે. w૧૯.૦૪ ૪-૫ ¶૧૦-૧૧
બુધવાર, એપ્રિલ ૭
“જેઓ ખ્રિસ્ત ઈસુના શિષ્યો બનીને ભક્તિભાવથી જીવવા ચાહે છે, તેઓ બધાની ચોક્કસ સતાવણી થશે.”—૨ તિમો. ૩:૧૨.
અમુક દેશોમાં આપણા કામ પર પ્રતિબંધ કે અમુક નિયંત્રણ છે. ૨૦૧૮ના અહેવાલ પ્રમાણે એ દેશોમાં ૨,૨૩,૦૦૦ કરતાં વધારે પ્રકાશકો છે. એ જાણીને આપણને નવાઈ લાગતી નથી. સાચા ભક્તોની સતાવણી થશે જ. બની શકે કે સરકાર અચાનક આપણા કામ પર પ્રતિબંધ મૂકે. ભલે આપણે દુનિયાના ગમે તે છેડે રહેતા હોઈએ, આપણને યહોવાની ભક્તિ કરવાથી રોકવા તેઓ એવું કરી શકે. સરકાર પ્રતિબંધ મૂકે ત્યારે કદાચ આપણને નિરાશ કરનારા વિચારો આવી શકે. આપણને લાગે કે ઈશ્વર આપણાથી નારાજ છે. યાદ રાખીએ, સતાવણી આવે એનો અર્થ એ નથી કે યહોવા આપણાથી નારાજ છે. ચાલો પાઊલનો દાખલો જોઈએ. યહોવા તેમના કામથી ખુશ હતા. તેમને ૧૪ પત્રો લખવાનો લહાવો મળ્યો હતો, જેનો બાઇબલમાં સમાવેશ થાય છે. તે પ્રજાઓ માટે પ્રેરિત તરીકે ઓળખાતા હતા. છતાં, તેમણે સતાવણીનો સામનો કરવો પડ્યો હતો. (૨ કોરીં. ૧૧:૨૩-૨૭) પાઊલના દાખલા પરથી જોવા મળે છે કે, વફાદાર ભક્તો પર સતાવણી આવે ત્યારે યહોવા એને રોકતા નથી. w૧૯.૦૭ ૮-૯ ¶૧, ૩
ગુરુવાર, એપ્રિલ ૮
‘આપણી લડાઈ સ્વર્ગના દુષ્ટ દૂતોનાં લશ્કરો સામે છે.’—એફે. ૬:૧૨.
યહોવા પોતાના ભક્તોનું અનેક રીતે ધ્યાન રાખે છે. એમાંની એક રીત છે, દુશ્મનોથી તે પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. શેતાન અને તેના દુષ્ટ દૂતો આપણા દુશ્મનો છે. યહોવા એ દુશ્મનો વિશે આપણને ચેતવે છે. તેઓનો સામનો કરવા તે આપણને મદદ કરે છે. (એફે. ૬:૧૦-૧૩) આપણે યહોવાની મદદ લઈશું અને તેમના પર પૂરો ભરોસો રાખીશું તો, શેતાનનો સામનો કરી શકીશું. આપણે પણ પ્રેરિત પાઊલ જેવો ભરોસો રાખવો જોઈએ. તેમણે કહ્યું હતું: “જો ઈશ્વર આપણી સાથે હોય તો આપણી સામે કોણ થઈ શકે?” (રોમ. ૮:૩૧) આપણે શેતાન અને દુષ્ટ દૂતો તરફ વધુ પડતું ધ્યાન આપતા નથી. આપણું ધ્યાન તો યહોવા વિશે શીખવામાં અને તેમની ભક્તિ કરવામાં લાગેલું હોય છે. (ગીત. ૨૫:૫) લોકોને છેતરવા શેતાન જે રીતો વાપરે છે, એ આપણને ખબર હોવી જોઈએ, જેથી શેતાન આપણને છેતરી ન જાય.—૨ કોરીં. ૨:૧૧, ફૂટનોટ. w૧૯.૦૪ ૨૦ ¶૧-૨
શુક્રવાર, એપ્રિલ ૯
“દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો થાય.”—યાકૂ. ૧:૧૯.
શું તમે સારા સાંભળનાર છો? શું સારા સાંભળનારનો અર્થ એમ થાય કે બોલ્યા વગર વ્યક્તિની સામે જોયા કરવું? એમાં બીજી બાબતોનો પણ સમાવેશ થાય છે. કોઈ ભાઈ કે બહેનની વાત સાંભળતા હોઈએ ત્યારે તેમના માટે પ્રેમ અને લાગણી બતાવી શકીએ. આપણા શબ્દોથી પ્રેમ અને લાગણી દેખાઈ આવવાં જોઈએ. તમે કદાચ કહી શકો: ‘તમારી સાથે જે બન્યું એ જાણીને મને ખૂબ દુઃખ થયું!’ દુઃખી મિત્રની વાત સમજવા તમે એકાદ સવાલ પૂછી શકો. તમે કદાચ પૂછી શકો, ‘તમે જે કહ્યું એ હું સમજ્યો નહિ?’ અથવા ‘શું તમે આમ કહેવા માંગો છો . . . શું હું બરાબર સમજ્યો?’ આવા પ્રેમાળ શબ્દોથી વ્યક્તિને ખાતરી મળશે કે તમે ધ્યાનથી સાંભળો છો અને તેમને સમજવા પ્રયત્ન કરો છો. (૧ કોરીં. ૧૩:૪, ૭) ધ્યાન રાખીએ કે આપણે ‘સમજી-વિચારીને બોલીએ.’ કોઈ વાત કહેતું હોય ત્યારે વચ્ચે સલાહ આપવા કે તેમને સુધારવા બેસી ન જઈએ. આપણે ધીરજ રાખવી જોઈએ! બીજાઓની મુશ્કેલીનો ઉપાય શોધવાને બદલે પહેલા દયા અને હૂંફ બતાવીએ.—૧ પીત. ૩:૮. w૧૯.૦૫ ૧૭-૧૮ ¶૧૫-૧૭
શનિવાર, એપ્રિલ ૧૦
“પતિઓ, તમારી પત્નીઓને પ્રેમ કરતા રહો, જેમ ખ્રિસ્તે પણ મંડળને પ્રેમ કર્યો અને એના માટે પોતાનો જીવ આપી દીધો.”—એફે. ૫:૨૫.
કુટુંબમાં, ‘જેમ ખ્રિસ્ત મંડળને પ્રેમ કરે છે’ તેમ એક પતિએ પોતાની પત્નીને પ્રેમ કરવો જોઈએ. (એફે. ૫: ૨૮, ૨૯) ખ્રિસ્તની જેમ પતિએ પણ જતું કરવાની ભાવના રાખવી જોઈએ. પતિએ પોતાના કરતાં પત્નીની જરૂરિયાતો અને ઇચ્છાઓને વધારે મહત્ત્વ આપવું જોઈએ. એવો પ્રેમ બતાવવો અમુક પતિઓને અઘરું લાગી શકે. કારણ કે તેઓનો ઉછેર એવા કુટુંબમાં થયો હોય, જ્યાં બીજાઓ સાથે પ્રેમથી વ્યવહાર રાખવામાં ન આવતો હોય. એ ખોટી આદતો દૂર કરવી તેઓ માટે સહેલું નહિ હોય. પણ ખ્રિસ્તનો નિયમ પાળવા તેઓએ એવી આદતો દૂર કરવી પડશે અને ફેરફારો કરવા પડશે. જો પતિ જતું કરવાની ભાવના બતાવશે, તો પત્ની પણ માન આપવા પ્રેરાશે. એક પ્રેમાળ પિતા એવું કંઈ નહિ કહે કે કરે, જેનાથી બાળકોનું દિલ દુભાય. (એફે. ૪:૩૧) પિતાએ બાળકોને પ્રેમ કરવો જોઈએ. બાળકો સાથે એ રીતે વર્તવું જોઈએ, જેથી તેઓ સલામતી અનુભવે. આમ, બાળકો પિતાને દિલથી પ્રેમ કરશે અને તેમના પર ભરોસો મૂકશે. w૧૯.૦૫ ૬ ¶૨૧
રવિવાર, એપ્રિલ ૧૧
“યહોવા ઈશ્વર તેના પિતા દાઊદનું રાજ્યાસન તેને આપશે; તે રાજા તરીકે યાકૂબના કુટુંબ પર હંમેશાં રાજ કરશે.”—લુક ૧:૩૨, ૩૩.
ગાબ્રિયેલના એ શબ્દોથી મરિયમ શું સમજી હશે? શું મરિયમને એવું લાગ્યું હશે, હેરોદ કે તેના વંશજની જગ્યાએ ઈસુ ઇઝરાયેલના રાજા બનશે? એનો અર્થ થાય કે જો ઈસુ રાજા બને, તો મરિયમ રાજમાતા બને અને તેના કુટુંબને મહેલમાં રહેવા મળે. એવું ક્યાંય લખેલું નથી કે મરિયમે એ વિશે ગાબ્રિયેલને પૂછ્યું હોય અથવા કોઈ પદવી માંગી હોય. મરિયમ ઘણી નમ્ર સ્ત્રી હતી! યાદ રાખો, બાઇબલ અને સાહિત્યનો અભ્યાસ કરવાનો મુખ્ય ધ્યેય તો યહોવા સાથે સારો સંબંધ કેળવવાનો છે. આપણે જાણવા માંગીએ છીએ કે ‘પોતે કેવા છીએ.’ તેમ જ, ઈશ્વરને ખુશ કરવા કેવા ફેરફારો કરવા જોઈએ, એ પણ જાણવા માંગીએ છીએ. (યાકૂ. ૧:૨૨-૨૫; ૪:૮) એટલે અભ્યાસની શરૂઆતમાં યહોવા પાસે પવિત્ર શક્તિ માંગીએ. યહોવા પાસે મદદ માંગીએ કે આપણે અભ્યાસમાંથી પૂરેપૂરો ફાયદો મેળવી શકીએ અને જીવનમાં જરૂરી ફેરફાર કરી શકીએ. w૧૯.૦૫ ૩૦-૩૧ ¶૧૮-૧૯
સોમવાર, એપ્રિલ ૧૨
‘હું દુઃખી મનની છું.’—૧ શમૂ. ૧:૧૫.
અમુક વાર મુશ્કેલીઓ એક પછી એક આવતી જ જાય છે. ચાલો એક દાખલો જોઈએ. જોનભાઈ યહોવાના સાક્ષી છે. તેમને એક ગંભીર બીમારી છે. ફક્ત એટલું જ નહિ, તેમના લગ્નનાં ૧૯ વર્ષ પછી તેમની પત્ની તેમને છોડીને જતી રહે છે. પછી, તેમની બે દીકરીઓ યહોવાને ભજવાનું બંધ કરી દે છે. એનાથી તેમનું જીવન હચમચી જાય છે! બીજો દાખલો, બોબભાઈ અને લિન્ડાબેનનો છે. તેઓના જીવનમાં પણ મુશ્કેલીઓનું વાવાઝોડું ફરી વળ્યું. તેઓ બંનેની નોકરી છૂટી ગઈ, ઘર જતું રહ્યું. અધૂરામાં પૂરું, લિન્ડાને હૃદયની મોટી બીમારી થઈ. અરે, બીજી બીમારી પણ થઈ, જેમાં તેમનું શરીર રોગો સામે લડી શકતું ન હતું. ચિંતાની આપણા પર કેવી અસર પડે છે, એ વિશે આપણા પ્રેમાળ પિતા સારી રીતે જાણે છે. એ તકલીફોનો સામનો કરવા તે આપણી મદદ કરવા ચાહે છે. (ફિલિ. ૪:૬, ૭) બાઇબલમાં એવા ઘણા પ્રસંગો આપેલા છે, જેમાં ઈશ્વરભક્તોએ મુશ્કેલીઓનો સામનો કર્યો હોય. તેઓને એ ચિંતાઓનો સામનો કરવા યહોવાએ મદદ કરી હતી. w૧૯.૦૬ ૧૪ ¶૨-૩
મંગળવાર, એપ્રિલ ૧૩
“મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.”—નીતિ. ૧૭:૧૭.
લગ્નસાથી વગર વ્યક્તિ એકલી પડી જાય છે. એવા લોકો માટે નાનું-મોટું કામ કરવું જોઈએ. એમ કરવાથી તેઓને ખાતરી મળશે કે આપણે તેઓને પ્રેમ કરીએ છીએ. સૌથી મહત્ત્વનું તો તેઓને સારા મિત્રોની જરૂર હોય છે. તમે કદાચ તેઓને જમવા બોલાવી શકો. પ્રચારમાં તેઓને સાથે લઈ જઈ શકો. તેઓની સાથે અવારનવાર હળીમળી શકો. કુટુંબ તરીકેની ભક્તિમાં તેઓને બોલાવી શકો. એનાથી દેખાઈ આવશે કે તમે સાચે જ તેઓના મિત્ર છો. યહોવા પણ ખુશ થશે, કારણ કે “નિરાશ લોકો પાસે યહોવા છે” અને ‘વિધવાઓના તે ન્યાયાધીશ’ છે. (ગીત. ૩૪:૧૮; ૬૮:૫) ઈશ્વરનું રાજ પૃથ્વી પર આવશે ત્યારે ‘અગાઉની તકલીફો યાદ આવશે નહિ.’ એવો સમય આવશે જ્યારે ‘અગાઉના બનાવો યાદ કરવામાં આવશે નહિ, તેઓ મનમાંય આવશે નહિ.’ એ સમયની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. (યશા. ૬૫:૧૬, ૧૭) એ દિવસ આવે ત્યાં સુધી ચાલો આપણે મનમાં પાકો નિર્ણય લઈએ. આપણે એકબીજાને સાથ આપીએ. આપણાં વાણી-વર્તનથી બતાવી આપીએ કે આપણે ભાઈ-બહેનોને પ્રેમ કરીએ છીએ.—૧ પીત. ૩:૮. w૧૯.૦૬ ૨૫ ¶૧૮-૧૯
બુધવાર, એપ્રિલ ૧૪
“યહોવા મને મદદ કરનાર છે, હું ડરીશ નહિ; માણસ મને શું કરશે?”—હિબ્રૂ. ૧૩:૬.
ઘણાં વર્ષો પહેલાં ચોકીબુરજના એક લેખમાં જણાવ્યું હતું: ‘જે વ્યક્તિ ઈશ્વરને સારી રીતે ઓળખશે, તે સતાવણીના સમયે તેમના પર પૂરી શ્રદ્ધા રાખશે.’ એ વાત સો ટકા સાચી છે! આપણે પૂરા દિલથી યહોવાને પ્રેમ કરવો જોઈએ અને તેમના પર પૂરો ભરોસો રાખવો જોઈએ. એનાથી સતાવણી સહેવા આપણને મદદ મળશે. (માથ. ૨૨:૩૬-૩૮; યાકૂ. ૫:૧૧) યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા દરરોજ બાઇબલ વાંચો. (યાકૂ. ૪:૮) બાઇબલ વાંચતી વખતે યહોવાના પ્રેમાળ ગુણો પર ધ્યાન આપો. તેમનાં કાર્યો અને વાતો વિશે વાંચો તેમ, આપણા માટેનો તેમનો પ્રેમ અને લાગણી અનુભવો. (નિર્ગ. ૩૪:૬) અમુક લોકો માટે એ માનવું અઘરું છે કે ઈશ્વર તેમને પ્રેમ કરે છે. બની શકે કે, તેઓને કોઈનો પ્રેમ મળ્યો ન હોય. જો તમને પણ એવું લાગતું હોય તો શું કરી શકો? યહોવાએ તમને કેવી રીતે દયા અને કૃપા બતાવી છે, એ વિશે દિવસના અંતે કાગળમાં લખી લો. (ગીત. ૭૮:૩૮, ૩૯; રોમ. ૮:૩૨) તમને થયેલા અનુભવો અને બાઇબલમાંથી વાંચેલી માહિતી પર મનન કરો. એનાથી જોઈ શકશો કે યહોવાએ તમારા માટે કેટલું બધું કર્યું છે! યહોવાએ તમારા માટે જે કર્યું છે એની દિલથી કદર કરો. એમ કરશો તો યહોવા સાથેનો તમારો સંબંધ મજબૂત થશે.—ગીત. ૧૧૬:૧, ૨. w૧૯.૦૭ ૨-૩ ¶૪-૫
ગુરુવાર, એપ્રિલ ૧૫
“એવું નથી કે અમે તમારી શ્રદ્ધાના માલિકો બની બેઠા છીએ, પણ અમે તો તમારી ખુશી માટે તમારી સાથે કામ કરનારા છીએ, કેમ કે તમે પોતાની શ્રદ્ધામાં મક્કમ ઊભા છો.”—૨ કોરીં. ૧:૨૪.
બીજાઓ માટે નિર્ણય લેવાનો હક યહોવાએ આપણને આપ્યો નથી. જે ભાઈ વધારે પડતા નિયમો બનાવે છે, તે ભાઈ-બહેનોની સલામતીનો વિચાર કરતો નથી. પણ તે તો પોતાના ભાઈ-બહેનોની શ્રદ્ધાનો માલિક બની બેસવાનો પ્રયત્ન કરે છે. શેતાન વફાદાર ભક્તોની સતાવણી કરવાનું છોડશે નહિ. (૧ પીત. ૫:૮; પ્રકટી. ૨:૧૦) શેતાન અને તેના લોકો યહોવાની ભક્તિ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કરશે. ભલે આપણને ડર લાગે પણ યહોવાની ભક્તિ કરવાનું છોડીએ નહિ. (પુન. ૭:૨૧) યહોવા આપણી પડખે છે. આપણા કામ પર પ્રતિબંધ મૂકવામાં આવે તોપણ તે મદદ કરતા રહેશે. (૨ કાળ. ૩૨:૭, ૮) પહેલી સદીના ભાઈઓની જેમ આપણે પાકો નિર્ણય લેવો જોઈએ. તેઓએ એ સમયના અધિકારીઓને કહ્યું હતું, “તમે જ નક્કી કરો, શું ઈશ્વરની નજરમાં એ ખરું કહેવાશે કે અમે ઈશ્વરને બદલે તમારી વાત સાંભળીએ? પણ, અમે જે જોયું અને સાંભળ્યું છે, એ વિશે અમે ચૂપ રહી શકતા નથી.”—પ્રે.કા. ૪:૧૯, ૨૦. w૧૯.૦૭ ૧૨-૧૩ ¶૧૮-૨૦
શુક્રવાર, એપ્રિલ ૧૬
“અક્કલ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે; પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે.”—નીતિ. ૨૦:૫.
પ્રચારમાં લોકો પોતાના વિચારો આપણને જણાવે છે. તેઓ શા માટે એવું વિચારે છે, એ સમજવાનો પ્રયત્ન કરો. પાઊલના દાખલા પર ધ્યાન આપીએ. યહુદી ન હતા એવા લોકો, યહોવા અને શાસ્ત્ર વિશે બહુ ઓછું કે કંઈ જ જાણતા ન હતા. તેઓને ખુશખબર જણાવવા પાઊલે પોતાની રીતમાં ફેરફાર કરવો પડ્યો હશે. કેમ કે પાઊલ તો યહુદીઓ સાથે મોટા થયા હતા. આપણા વિસ્તારમાં મળતા લોકોને સમજવા આપણે પણ પ્રયત્ન કરવાની જરૂર છે. એ માટે આપણે સંશોધન કરવું પડે. (૧ કોરીં. ૯:૨૦-૨૩) આપણે “યોગ્ય” લોકોને શોધવા ચાહીએ છીએ. (માથ. ૧૦:૧૧) લોકોને તેમના વિચારો જણાવવાનું કહીએ અને પછી ધ્યાનથી સાંભળીએ. ઇંગ્લૅન્ડમાં એક ભાઈ કઈ રીતે એમ કરે છે? તે વ્યક્તિને પૂછે છે કે સુખી લગ્નજીવન, બાળકોના ઉછેર કે અન્યાય વિશે તેમને કેવું લાગે છે. વ્યક્તિના વિચારો સાંભળ્યા પછી તે કહે છે, “આશરે બે હજાર વર્ષ પહેલાં એ વિશે સલાહ આપવામાં આવી હતી. શું એ વિશે તમને જણાવું?” પછી, તે ‘બાઇબલ’ શબ્દ બોલ્યા વિના પોતાના ફોનમાંથી અમુક કલમો બતાવે છે. w૧૯.૦૭ ૨૧-૨૨ ¶૭-૮
શનિવાર, એપ્રિલ ૧૭
“ઈશ્વરે આપણા માટે પોતાનો પ્રેમ આ રીતે બતાવ્યો: આપણે હજુ પાપી હતા ત્યારે, ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા.”—રોમ. ૫:૮.
આપણે ઈશ્વરને કેટલો પ્રેમ કરવો જોઈએ? ઈસુએ ફરોશીને કહ્યું: “તારા ઈશ્વર યહોવાને તું તારા પૂરા હૃદયથી અને તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ કર.” (માથ. ૨૨:૩૬, ૩૭) આપણે ચાહતા નથી કે આપણા દિલમાં યહોવા માટે થોડો ઘણો જ પ્રેમ હોય. એના બદલે, આપણે તો ચાહીએ છીએ કે એ પ્રેમ દિવસે ને દિવસે વધતો જાય. ઈશ્વર માટે પ્રેમ બતાવવા શું કરવું જોઈએ? એ માટે ખૂબ જરૂરી છે કે પહેલા તેમને ઓળખીએ. બાઇબલ જણાવે છે: “જે કોઈ પ્રેમ કરતો નથી તે ઈશ્વરને ઓળખતો નથી, કેમ કે ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહા. ૪:૮) પ્રેરિત પાઊલે જણાવ્યું કે, જો આપણે ‘સાચા જ્ઞાનથી અને પૂરી સમજણથી’ વધતા જઈશું, તો ઈશ્વર માટેનો પ્રેમ વધતો જશે. (ફિલિ. ૧:૯) બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું ત્યારે, આપણે કદાચ તેમના ગુણો વિશે વધારે જાણતા ન હતા. તોપણ આપણે તેમના માટે પ્રેમ કેળવ્યો. જેમ જેમ યહોવા વિશે શીખતા ગયા, તેમ તેમ પ્રેમ પણ વધતો ગયો. એટલે જ, નિયમિત બાઇબલનો અભ્યાસ કરવો અને મનન કરવું એ આપણા જીવનનો મહત્ત્વનો ભાગ છે!—ફિલિ. ૨:૧૬. w૧૯.૦૮ ૯ ¶૪-૫
રવિવાર, એપ્રિલ ૧૮
“એક કરતાં બે ભલા.”—સભા. ૪:૯.
તમને નવી સોંપણી મળે, ત્યારે તમારે નવા મિત્રો બનાવવા પડે છે. યાદ રાખો, મિત્ર મેળવવો હોય તો પોતે મિત્ર બનવું પડે! યહોવાની સેવામાં તમારા અનુભવ વિશે બીજાઓને જણાવો. એનાથી તેઓ જોઈ શકશે કે યહોવાની સેવાથી તમને કેટલી ખુશી મળી છે. તમારા જીવનસાથીની તબિયત સારી રહેતી ન હોય, એટલે તમારે સોંપણી છોડવી પડી શકે. એવા સંજોગોમાં તમારા જીવનસાથીને દોષ આપશો નહિ. જો તમારી તબિયત સારી રહેતી ન હોય, તો પોતાને દોષ ન આપશો. એમ ન વિચારશો કે તમારા લીધે જીવનસાથીએ પણ સોંપણી છોડવી પડી. યાદ રાખો, તમે બંને “એક શરીર” છો. તમે યહોવા આગળ વચન આપ્યું હતું કે, ગમે તેવા સંજોગો આવે તમે એકબીજાનું ધ્યાન રાખશો. (માથ. ૧૯:૫, ૬) કદાચ તમને બાળક થવાનું હોય, જેના વિશે તમે વિચાર્યું પણ ન હતું. એટલે તમારે સોંપણી છોડવી પડી શકે. બાળકને અહેસાસ કરાવો કે, તમારી જૂની સોંપણી નહિ, પણ તે તમારા માટે મહત્ત્વનું છે. બાળકને લાગવું જોઈએ કે, તમે તેને ઈશ્વર તરફથી ‘ભેટ’ ગણો છો. (ગીત. ૧૨૭:૩-૫) સોંપણી દરમિયાન થયેલા સુંદર અનુભવો વિશે બાળકને જણાવતા રહો. એમ કરવાથી તમારા બાળકને પણ તમારી જેમ યહોવાની સેવામાં આગળ વધવા ઉત્તેજન મળશે. w૧૯.૦૮ ૨૨ ¶૧૦-૧૧
સોમવાર, એપ્રિલ ૧૯
“મહાન વેશ્યાને જે સજા થવાની છે, એ હું તને બતાવીશ.”—પ્રકટી. ૧૭:૧.
મહાન બાબેલોને ઈશ્વરના નામ પર કલંક લગાવ્યું છે. તેણે ઈશ્વર વિશે જૂઠાણું ફેલાવ્યું છે. તેણે યહોવાને બેવફા બનીને દુનિયાની સરકારોને ટેકો આપ્યો છે. આમ, જૂઠા ધર્મો વેશ્યાની જેમ વર્તે છે. એ ધર્મોએ પોતાના સભ્યો સાથે ખરાબ વ્યવહાર કર્યો છે અને તેઓના પૈસા લૂંટી લીધા છે. જૂઠા ધર્મોએ ઘણા લોકોનું લોહી વહેવડાવ્યું છે, ઈશ્વરભક્તોને મારી નાખ્યા છે. (પ્રકટી. ૧૮:૨૪; ૧૯:૨) યહોવા ‘મહાન વેશ્યાનો’ નાશ કરવા ‘ઘેરા લાલ રંગના જંગલી જાનવરનાં દસ શિંગડાંનો’ ઉપયોગ કરશે. એ જંગલી જાનવર યુએન (સંયુક્ત રાષ્ટ્રસંઘ) સંગઠનને રજૂ કરે છે. એ દસ શિંગડાં યુએન સંગઠનને ટેકો આપતી હાલની સરકારોને રજૂ કરે છે. ઈશ્વરના નક્કી કરેલા સમયે, એ જાનવર અને દસ શિંગડાં મહાન બાબેલોન પર હુમલો કરશે. તેઓ તેની મિલકત છીનવી લેશે અને તેની દુષ્ટતા લોકો આગળ ખુલ્લી પાડશે. તેઓ “તેને બરબાદ કરશે, તેને નગ્ન કરશે.” (પ્રકટી. ૧૭:૩, ૧૬) જાણે એક જ દિવસમાં થયું હોય, એમ એક ઝાટકે તેનો નાશ કરવામાં આવશે. એ જોઈને તેને ટેકો આપનારાઓને આંચકો લાગશે. મહાન બાબેલોન વેશ્યાની જેમ લાંબા સમયથી બડાઈ હાંકતી હતી: “હું કદી શોક કરવાની નથી.”—પ્રકટી. ૧૮:૭, ૮. w૧૯.૦૯ ૧૦ ¶૧૦-૧૧
મંગળવાર, એપ્રિલ ૨૦
“મારી ઝૂંસરી તમારા પર લો ને મારી પાસેથી શીખો.”—માથ. ૧૧:૨૯.
એ આમંત્રણ બધા માટે છે. જેઓ દિલથી ઈશ્વરની ભક્તિ કરવા માંગે છે, તેઓને ઈસુ આવકારે છે. (યોહા. ૬:૩૭, ૩૮) યહોવાએ ઈસુને એક કામ સોંપ્યું હતું. જોકે, એ કામ કરવાનો ખ્રિસ્તના બધા શિષ્યોને લહાવો મળ્યો છે. આપણને ખાતરી છે કે એ કામમાં જરૂરી મદદ આપવા ઈસુ હંમેશાં તૈયાર રહેશે. (માથ. ૨૮:૧૮-૨૦) નમ્ર લોકો ઈસુની નજીક આવતા હતા. (માથ. ૧૯:૧૩, ૧૪; લુક ૭:૩૭, ૩૮) ઈસુ અને ફરોશીઓ વચ્ચે આભ-જમીનનો ફરક હતો. એ ધર્મગુરુઓ ક્રૂર અને ઘમંડી હતા. (માથ. ૧૨:૯-૧૪) જ્યારે કે ઈસુ પ્રેમાળ અને નમ્ર હતા. ફરોશીઓને પ્રખ્યાત થવું ગમતું હતું. સમાજમાં તેઓ પાસે મોટી પદવી હતી, જેનું તેઓને ઘમંડ હતું. પણ ઈસુ એવા ન હતા. તે તો પોતાના શિષ્યોને નમ્ર બનવાનું અને બીજાઓની સેવા કરવાનું શીખવતા. (માથ. ૨૩:૨, ૬-૧૧) લોકોને ડર હતો કે, તેઓ ફરોશીઓનું કહેવું નહિ માને તો એનું ખરાબ પરિણામ આવશે. લોકો ડરતા હતા એટલે ફરોશીઓ તેઓ પર હુકમ ચલાવતા. (યોહા. ૯:૧૩, ૨૨) જ્યારે કે ઈસુનાં પ્રેમાળ વાણી-વર્તનથી લોકોને તાજગી મળતી. ઈસુ પાસેથી કેટલો સરસ બોધપાઠ શીખવા મળે છે. w૧૯.૦૯ ૨૦ ¶૧; ૨૧ ¶૭-૮; ૨૩ ¶૯
બુધવાર, એપ્રિલ ૨૧
“ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.”—યાકૂ. ૪:૮.
સભાઓ આપણને યહોવાની નજીક જવા મદદ કરે છે. સભાઓને આપણે મહત્ત્વની ગણતા હોઈશું તો ભાવિમાં સતાવણીનો સામનો કરવા મદદ મળશે. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) એવું શા પરથી કહી શકાય? બની શકે કે, નાની નાની બાબતો સભામાં જવાથી આપણને રોકતી હોય. તો પછી વિચારો, ભવિષ્યમાં મોટાં મોટાં જોખમો આવશે ત્યારે શું થશે? જો આપણે હમણાંથી જ સભામાં હાજર રહેવાની મનમાં ગાંઠ વાળી હશે, તો ભવિષ્યમાં દુશ્મનો આપણને ભેગા મળવાથી રોકી શકશે નહિ. તો ચાલો સભામાં નિયમિત જવાનો પાકો નિર્ણય કરીએ. એમ કરીશું તો કોઈ પણ વિરોધ કે પ્રતિબંધ આપણને ઈશ્વરનો નિયમ પાળવાથી રોકી શકશે નહિ. (પ્રે.કા. ૫:૨૯) મનગમતી કલમો મોઢે કરી લો. (માથ. ૧૩:૫૨) બની શકે કે આપણને બધું યાદ રહેતું ન હોય. પણ યહોવાની પવિત્ર શક્તિ આપણને કલમો યાદ અપાવશે. (યોહા. ૧૪:૨૬) યહોવાની નજીક રહેવા અને વફાદારીથી ટકી રહેવા તમને કલમોથી ખૂબ મદદ મળશે. w૧૯.૦૭ ૩ ¶૫; ૪ ¶૮-૯
ગુરુવાર, એપ્રિલ ૨૨
“એ વાત ધ્યાનમાં રાખ કે છેલ્લા દિવસોમાં સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે.”—૨ તિમો. ૩:૧.
શું તમારો જન્મ ૧૯૧૪ પછી થયો છે? જો એમ હોય, તો તમે આ દુનિયાના “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છો. આજના સમયમાં કેવા બનાવો બનશે, એ વિશે ઈસુએ પહેલેથી જણાવ્યું હતું. એ બનાવો વિશે આજે આપણે સાંભળી રહ્યા છીએ. એ બનાવોમાં આવી બાબતોનો સમાવેશ થાય છે: યુદ્ધો, દુકાળો, ધરતીકંપો, ચેપી રોગો, વધતી જતી દુષ્ટતા અને યહોવાના લોકોની સતાવણી. (માથ. ૨૪:૩, ૭-૯, ૧૨; લુક ૨૧:૧૦-૧૨) પ્રેરિત પાઊલે લોકોના વર્તન વિશે પહેલેથી જણાવ્યું હતું. આજે ચારે બાજુ એવા જ લોકો જોવા મળે છે. યહોવાના સાક્ષીઓ તરીકે આપણે જાણીએ છીએ કે આપણે ‘છેલ્લા દિવસોમાં’ જીવી રહ્યા છીએ. (મીખા. ૪:૧) ૧૯૧૪ પછી ઘણાં વર્ષો વીતી ગયાં છે. એટલે એ તો પાકું છે કે આપણે ‘છેલ્લા દિવસોના’ અંત ભાગમાં જીવીએ છીએ. દુષ્ટ દુનિયાનો અંત ઘણો જ નજીક છે એટલે આપણે આ મહત્ત્વના સવાલોના જવાબ જાણવા જોઈએ: ‘છેલ્લા દિવસોના’ અંત ભાગમાં કેવા બનાવો બનશે? એ બનાવો બને એ પહેલાં યહોવા આપણી પાસે શું ચાહે છે? w૧૯.૧૦ ૮ ¶૧-૨
શુક્રવાર, એપ્રિલ ૨૩
“જે કોઈ અંત સુધી ટકી રહેશે તેનો જ ઉદ્ધાર થશે.”—માથ. ૨૪:૧૩.
સંજોગો સારા હોય કે ખરાબ, આપણે ધીરજ કેળવી શકીએ છીએ. યહોવા પર આધાર રાખવાથી ધીરજ વધારી શકીએ છીએ. (રોમ. ૧૨:૧૨) આજની કલમમાં ઈસુએ આપેલા વચનનો અર્થ થાય કે ભલે ગમે એવી તકલીફો આવે, આપણે વફાદાર રહેવું જોઈએ. હમણાં દરેક કસોટી સહીશું તો, મહાન વિપત્તિ આવે એ પહેલાં આપણી શ્રદ્ધા અડગ થઈ ગઈ હશે. જેમ ધીરજ રાખવા યહોવા પર આધાર રાખીએ છીએ, તેમ ખરી હિંમત મેળવવા આપણે યહોવા પર આધાર રાખવો જોઈએ. યહોવા પર ભરોસો મજબૂત કરવા આપણે શું કરી શકીએ? દરરોજ બાઇબલ વાંચીએ. અગાઉ યહોવાએ પોતાના લોકોને કઈ રીતે બચાવ્યા હતા, એના પર મનન કરીએ. (ગીત. ૬૮:૨૦; ૨ પીત. ૨:૯) મહાન વિપત્તિ વખતે દેશો આપણા પર હુમલો કરશે ત્યારે, પહેલાં કરતાં વધારે હિંમતવાન થવાની અને ભરોસો રાખવાની જરૂર પડશે. (ગીત. ૧૧૨:૭, ૮; હિબ્રૂ. ૧૩:૬) હમણાં યહોવા પર આધાર રાખીશું તો, ગોગનો હુમલો થશે ત્યારે હિંમત બતાવી શકીશું. આપણને ખાતરી મળે છે કે યહોવાના પ્રેમની છાયામાં આપણે સલામત રહી શકીએ છીએ.—૧ કોરીં. ૧૩:૮. w૧૯.૧૦ ૧૮ ¶૧૫-૧૬
શનિવાર, એપ્રિલ ૨૪
“આખી દુનિયા તે દુષ્ટના હાથમાં રહેલી છે.”—૧ યોહા. ૫:૧૯.
આ દુનિયા શેતાનની મુઠ્ઠીમાં છે. તે આપણી નબળાઈઓ જાણે છે. એટલે દુનિયાનો ઉપયોગ કરીને તે આપણી ઇચ્છાઓ ભડકાવે છે. (એફે. ૨:૧-૩) આપણે ફક્ત યહોવાની ભક્તિ કરીએ છીએ. પણ શેતાન ચાહે છે કે એમાંથી આપણું ધ્યાન ફંટાઈ જાય. શેતાનની દુનિયાના અંત વિશે અને આવનાર નવી દુનિયા વિશે પ્રેરિત પીતરે લખ્યું હતું. એ પછી તેમણે કહ્યું: “વહાલાઓ, તમે આ બધાની રાહ જુઓ છો તેમ પૂરો પ્રયત્ન કરો કે આખરે ઈશ્વરની નજરે તમે નિર્દોષ, કલંક વગરના અને શાંતિમાં રહેનારા થાઓ.” (૨ પીત. ૩:૧૪) આપણે એ સલાહ પાળવી જોઈએ. યહોવા ચાહે છે એ રીતે જીવવું જોઈએ અને તેમની ભક્તિ કરવી જોઈએ. આમ, બતાવી શકીશું કે આપણે ફક્ત યહોવાની જ ભક્તિ કરીએ છીએ. યહોવાને બદલે આપણે બીજી બાબતોને જીવનમાં પ્રથમ રાખીએ, એ માટે શેતાન અને તેની દુનિયા લાખ પ્રયત્નો કરશે. (લુક ૪:૧૩) ભલે ગમે એવા પડકારો આપણી સામે આવે, આપણે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને યહોવાની જગ્યા લેવા દઈશું નહિ. આપણે ફક્ત યહોવાની જ ભક્તિ કરવી જોઈએ. તે એકલા જ આપણી ભક્તિના હકદાર છે! w૧૯.૧૦ ૨૭ ¶૪; ૩૧ ¶૧૮-૧૯
રવિવાર, એપ્રિલ ૨૫
“હું મારા પાપને લીધે શોક કરીશ.”—ગીત. ૩૮:૧૮.
અમુક બાબતોની ચિંતા કરવી ખોટું નથી. જેમ કે, યહોવા અને ઈસુ આપણાથી નારાજ ન થઈ જાય, એની આપણને ચિંતા હોય છે. (૧ કોરીં. ૭:૩૨) જો આપણાથી ગંભીર પાપ થઈ જાય, તો યહોવા સાથે કઈ રીતે ફરીથી સંબંધ જોડવો, એની આપણને ચિંતા હોય છે. લગ્નસાથીને કઈ રીતે ખુશ રાખવા, એની આપણને ચિંતા હોય છે. કુટુંબના સભ્યો અને મંડળનાં ભાઈ-બહેનોની પણ આપણને ચિંતા હોય છે. (૧ કોરીં. ૭:૩૩; ૨ કોરીં. ૧૧:૨૮) પૂરતાં ખોરાક અને કપડાં મળી રહે એની આપણને સતત ચિંતા થતી હોય. (માથ. ૬:૩૧, ૩૨) એ માટે કદાચ આપણે ધનદોલત ભેગી કરવા પાછળ લાગી જઈએ. જો આપણે ધ્યાન નહિ રાખીએ તો આપણી શ્રદ્ધા નબળી પડી જશે. યહોવા સાથેનો આપણો સંબંધ પણ જોખમમાં આવી પડશે. (માર્ક ૪:૧૯; ૧ તિમો. ૬:૧૦) કદાચ એવી ચિંતા થાય કે બીજાઓ આપણા વિશે શું વિચારશે. યહોવાને નારાજ કરી દઈશું એવો ડર આપણને બધાને હોય છે. પણ એના કરતાંય વધારે ડર એ વાતનો લાગે કે, લોકો આપણી મજાક-મશ્કરી કરશે અથવા આપણી સતાવણી કરશે. એવા જોખમથી બચવા આપણે યહોવાને કાલાવાલા કરવા જોઈએ. તેમની પાસે મદદ માંગવી જોઈએ કે એ બધું સહેવા આપણને શ્રદ્ધા અને હિંમત આપે.—નીતિ. ૨૯:૨૫; લુક ૧૭:૫. w૧૯.૧૧ ૧૫ ¶૬-૭
સોમવાર, એપ્રિલ ૨૬
“તમારામાંથી કોઈનામાં ડહાપણની કમી હોય તો તેણે ઈશ્વર પાસે માંગતા રહેવું અને તેને એ આપવામાં આવશે.”—યાકૂ. ૧:૫.
અમુક નિર્ણયો ખૂબ મહત્ત્વના હોય છે, એ આપણે ક્યારેય બદલવા ન જોઈએ. જેમ કે, યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય અને લગ્નસાથીને વફાદાર રહેવાનો નિર્ણય. (માથ. ૧૬:૨૪; ૧૯:૬) પણ અમુક નિર્ણયો કદાચ બદલવા પડે. શા માટે? કારણ કે સંજોગો બદલાય શકે છે. સારા નિર્ણયો લેવા આપણને ક્યાંથી મદદ મળી શકે? ડહાપણ માટે પ્રાર્થના કરીએ. અમુક હદે આપણા બધામાં “ડહાપણની કમી” હોય છે. નિર્ણયો લઈએ ત્યારે અને એ બદલવાનું વિચારીએ ત્યારે યહોવા પાસે મદદ માંગીએ. યહોવા તમને સારા નિર્ણયો લેવા મદદ કરશે. સંશોધન કરીએ. બાઇબલમાંથી શોધખોળ કરીએ. સંગઠને આપેલાં સાહિત્ય વાંચીએ. એવા લોકો સાથે વાત કરીએ, જેઓ સારી સલાહ આપી શકે. (નીતિ. ૨૦:૧૮) અમુક નિર્ણયો લેતા પહેલાં સંશોધન કરવું ખૂબ જરૂરી છે. જેમ કે, નોકરી બદલવી, બીજી જગ્યાએ રહેવા જવું, ગુજરાન ચલાવવા અને યહોવાની સેવા કરતા રહેવા મદદ કરે એવું ભણતર પસંદ કરવું. w૧૯.૧૧ ૨૭ ¶૬-૮
મંગળવાર, એપ્રિલ ૨૭
“હું કેવો લાચાર માણસ છું! મરણ તરફ લઈ જતા આ શરીરથી મને કોણ બચાવશે?”—રોમ. ૭:૨૪.
ઈસુ દ્વારા આપણને પાપમાંથી આઝાદી મળી. ઈશ્વરે એ ગોઠવણ કરી એટલે આપણે કેટલા ખુશ છીએ! ઈસુ પૃથ્વી પર આવ્યા એનાં ૭૦૦થી વધારે વર્ષો પહેલાં, પ્રબોધક યશાયાએ ભવિષ્યવાણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાવિમાં લોકોને સૌથી સારી આઝાદી મળવાની છે. એ આઝાદી ઇઝરાયેલીઓને જુબિલીના વર્ષે મળતી આઝાદી કરતાં પણ વધારે સારી હશે. તેમણે કહ્યું હતું, ‘પ્રભુ યહોવાની પવિત્ર શક્તિ મારા પર છે. કારણ કે દીનોને ખુશખબર કહેવા યહોવાએ મને અભિષિક્ત કર્યો છે. દુઃખી દિલના લોકોને સાજા કરવા, બંદીવાનોને છુટકારાની ખબર આપવા તેમણે મને મોકલ્યો છે.’ (યશા. ૬૧:૧, ૩) એ ભવિષ્યવાણી કોનામાં પૂરી થઈ? ઈસુએ સેવાકાર્ય શરૂ કર્યું એના પછી આઝાદી વિશેની ભવિષ્યવાણી પૂરી થવા લાગી. એકવાર ઈસુ પોતાના વતન નાઝરેથના સભાસ્થાનમાં ગયા હતા. ત્યાં આવેલા યહુદીઓને તેમણે યશાયાના શબ્દો વાંચી સંભળાવ્યા હતા. એ શબ્દો તેમણે એવી રીતે વાંચ્યા જાણે તેમનામાં પૂરા થતા હોય. લુક ૪:૧૬-૧૯. w૧૯.૧૨ ૯-૧૦ ¶૬-૮
બુધવાર, એપ્રિલ ૨૮
“આપણા ઈશ્વરની મદદથી અમે હિંમતવાન બનીને સખત વિરોધ હોવા છતાં, ઈશ્વરની ખુશખબર તમને જણાવી.”—૧ થેસ્સા. ૨:૨.
સતાવણી સહેવા તમને હિંમતની જરૂર પડશે. જો તમને લાગે કે તમારી હિંમત ખૂટી ગઈ છે તો શું કરી શકો? યાદ રાખો કે, તમારાં કદ, તાકાત કે આવડતના જોર પર ખરી હિંમત મળતી નથી. ચાલો દાઊદનો વિચાર કરીએ. તે યુવાન હતા ત્યારે તેમણે ગોલ્યાથનો સામનો કર્યો હતો. એ કદાવર ગોલ્યાથ સામે દાઊદ તો એકદમ નાના અને નબળા લાગતા હતા. અરે, તેમની પાસે તો પૂરતાં હથિયાર પણ ન હતાં, તલવાર પણ ન હતી. પરંતુ તેમની પાસે ખૂબ હિંમત હતી. એ ઘમંડી માણસ સામે લડવા દાઊદ હિંમતથી દોડી ગયા. દાઊદ પાસે આટલી બધી હિંમત ક્યાંથી આવી? તેમને પાકી ખાતરી હતી કે યહોવા તેમની સાથે છે. (૧ શમૂ. ૧૭:૩૭, ૪૫-૪૭) દાઊદે એ ધ્યાન ન આપ્યું કે તેમની સરખામણીમાં ગોલ્યાથ કેટલો કદાવર છે. પણ યહોવા ગોલ્યાથ કરતાં કેટલા મોટા છે, એના પર તેમણે ધ્યાન આપ્યું. આ દાખલામાંથી શું શીખી શકીએ? આપણે ખાતરી રાખીએ કે યહોવા આપણી સાથે છે. તેમની સામે દુશ્મનોની કંઈ જ વિસાત નથી. આવી ખાતરી રાખવાથી આપણને હિંમત મળશે.—૨ કાળ. ૨૦:૧૫; ગીત. ૧૬:૮. w૧૯.૦૭ ૫ ¶૧૧-૧૩
ગુરુવાર, એપ્રિલ ૨૯
“ઈશ્વરના રાજ્ય માટે ફક્ત તેઓ જ મારી સાથે કામ કરનારાઓ છે અને તેઓએ મને ઘણો દિલાસો આપ્યો છે.”—કોલો. ૪:૧૧.
તુખિકસ રોમના આસિયા પ્રાંતના હતા. તે પાઊલ સાથે કામ કરનારા હતા અને પાઊલને તેમના પર ખૂબ ભરોસો હતો. (પ્રે.કા. ૨૦:૪) આશરે સાલ ૫૫માં પાઊલ યહુદામાં રહેતાં ભાઈ-બહેનો માટે દાન ભેગું કરી રહ્યા હતા. એ મહત્ત્વના કામમાં મદદ કરવા કદાચ પાઊલે તુખિકસને પસંદ કર્યા હશે. (૨ કોરીં. ૮:૧૮-૨૦) રોમમાં પાઊલને પહેલી વાર કેદ કરવામાં આવ્યા ત્યારે, તુખિકસે પાઊલ વતી મંડળોને સંદેશો પહોંચાડવાનું કામ કર્યું. પાઊલના ઉત્તેજન આપતા પત્રો અને સંદેશા તુખિકસે આસિયાનાં ઘણાં મંડળો સુધી પહોંચાડ્યા. (કોલો. ૪:૭-૯) તુખિકસ હંમેશાં પાઊલના પાકા મિત્ર રહ્યા, જેમના પર પાઊલને ખૂબ ભરોસો હતો. (તિત. ૩:૧૨) પણ એ વખતનાં બધાં ભાઈ-બહેનો તુખિકસ જેવાં ન હતાં. આશરે સાલ ૬૫માં પાઊલ બીજી વાર કેદમાં હતા. એ વખતે તેમણે લખ્યું કે આસિયાના ભાઈઓ તેમની સાથે હળવા-મળવા માંગતા નથી. એ ભાઈઓને કદાચ વિરોધીઓનો ડર હતો એટલે એવું કરતા હતા. (૨ તિમો. ૧:૧૫) પણ પાઊલને તુખિકસ પર પૂરો ભરોસો હોવાથી તેમને બીજું એક કામ સોંપ્યું. (૨ તિમો. ૪:૧૨) તુખિકસ જેવા સારા મિત્ર મેળવીને પાઊલ ખૂબ ખુશ હતા. w૨૦.૦૧ ૧૦ ¶૭-૮
શુક્રવાર, એપ્રિલ ૩૦
‘ઈશ્વરે આપણને એ જણાવ્યું છે.’—૧ કોરીં. ૨:૧૦
તમે અભિષિક્ત છો કે કેમ એ વિશે તમને કદાચ શંકા થાય. જો એમ હોય તો આ મહત્ત્વના સવાલો પર વિચાર કરો: યહોવાની ઇચ્છા પૂરી કરવાની શું તમારા મનમાં ઝંખના થાય છે? શું તમને લાગે છે કે તમે ખૂબ ઉત્સાહથી ખુશખબર ફેલાવો છો? “ઈશ્વર વિશેની ઊંડી વાતો” શીખવા શું તમે બાઇબલનો દિલથી અભ્યાસ કરો છો? શું તમને લાગે છે કે ખુશખબર ફેલાવવામાં યહોવાએ તમને ઘણા આશીર્વાદો આપ્યા છે? શું તમને લાગે છે કે બીજાઓને ઈશ્વર વિશે શીખવવું, એ તમારી જવાબદારી છે? શું તમને સાબિતી મળી છે કે જીવનનાં ઘણાં પાસાઓમાં યહોવાએ તમને મદદ કરી છે? જો એ સવાલોના જવાબ હા હોય, તો શું એનો અર્થ એમ થાય કે તમને સ્વર્ગના જીવનનું આમંત્રણ છે? ના, એવું નથી. શા માટે? કારણ કે બધા ઈશ્વરભક્તોને એવું લાગે છે. તમે પવિત્ર શક્તિથી અભિષિક્ત થયા છો કે નહિ, એ વિશે જો શંકા થાય તો એનો અર્થ કે તમે અભિષિક્ત થયા નથી. જેઓને યહોવાએ અભિષિક્ત કર્યા છે, તેઓને એ વિશે ક્યારેય શંકા થતી નથી! તેઓને પાકી ખાતરી હોય છે! w૨૦.૦૧ ૨૩ ¶૧૪