વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • yp પ્રકરણ ૧૦ પાન ૮૨
  • દેખાવ કેટલો મહત્ત્વનો છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દેખાવ કેટલો મહત્ત્વનો છે?
  • પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • મથાળાં
  • સરખી માહિતી
  • કોણ કહે છે કે તમે આકર્ષક નથી?
  • ‘તેઓના બીબામાં ઢળી’ ન જાઓ!
  • પોતાનો સૌથી સારો દેખાવ!
  • સમતુલાની જરૂર
  • દેખાવ વિશે મને કેમ ચિંતા થાય છે?
    ૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે
  • હું સમોવડિયાના દબાણનો સામનો કઈ રીતે કરી શકું?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
yp પ્રકરણ ૧૦ પાન ૮૨

પ્રકરણ ૧૦

દેખાવ કેટલો મહત્ત્વનો છે?

તમે કહો છો તમારો દેખાવ તમને ગમતો નથી? વારુ, આપણામાંના થોડાં જ—કે કોઈક જ—પોતાના દેખાવથી પૂરેપૂરા સંતુષ્ટ હોય છે. નાર્સિસસ, જે પાણીના ખાબોચિયામાં પોતાના પ્રતિબિંબ સાથે પ્રેમમાં પડી ગયો, તેનાથી વિરુદ્ધ આપણામાંના ઘણા આપણું પ્રતિબિંબ જોઈએ છીએ ત્યારે લગભગ ઉદાસીન બની જઈએ છીએ.

‘મને મારા શરીરમાં આ ગમતું નથી,’ ૧૬ વર્ષની મારિયા વિલાપ કરે છે. ‘મને લાગે છે કે હું બહુ સારી દેખાતી નથી.’ તેર વર્ષના બોબને પણ એવું જ દુઃખ છે: ‘મારા વાળ અહીં માથાની પાછળ જે રીતે ઊંચા રહે છે એ મને ગમતું નથી.’ અધુરામાં પૂરું, તરુણનો દેખાવ એટલો ઝડપથી બદલાઈ શકે કે, એક માનસશાસ્ત્રી અનુસાર, ઘણી વાર યુવાનોને “તેઓના પોતાનાં શરીરોમાં અજાણ્યાપણું લાગે છે.” આમ ઘણાં પોતાના ચહેરા, વાળ, આકાર, અને શરીરના બાંધા વિષે ચિંતા કરે છે.

અલબત્ત, દેવને પણ સુંદરતા માટે કદર છે. સભાશિક્ષક ૩:૧૧ કહે છે: “[દેવે] દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે.” અને તમે કેવા દેખાવ છો એ બીજાઓ તમને કઈ દ્રષ્ટિથી જુએ અને તમારી સાથે કેવો વ્યવહાર રાખે એ પર ખરેખર ઊંડી અસર કરી શકે. ડો. જેમ્સ પી. કોમર ઉમેરે છે: “શારીરિક દેખાવ વ્યકિતત્વનું પ્રતિબિંબ છે. એ વ્યકિતના આત્મવિશ્વાસ પર અને જીવનમાં તે શું કરે છે અને શું નથી કરતી એ પર અસર કરી શકે.” આમ તમારા દેખાવ વિષે આરોગ્યપ્રદ ચિંતા સારી સમજ છે. તેમ છતાં, તમે એટલા બધા આત્મસભાન બની જાવ કે તમે બીજાઓથી દૂર રહો અથવા પોતાને વિષે ખરાબ લાગે ત્યારે, આવી ચિંતા આરોગ્યપ્રદ રહેતી નથી.

કોણ કહે છે કે તમે આકર્ષક નથી?

રસપ્રદપણે, વ્યકિતગત દેખાવ વિષેનું દુઃખ હંમેશા ખરેખરી શારીરિક ખામીને લીધે હોતું નથી. એક પાતળી છોકરી વર્ગમાં બેસીને ઇચ્છે છે કે પોતે હૃષ્ટપુષ્ટ હોત તો કેવું સારું, જ્યારે કે બાજુની પાટલી પર બેઠેલી ભરાવદાર છોકરી પોતે કેટલી “જાડી” છે એનો વિલાપ કરે છે. આવો અસંતોષ કયાંથી આવે છે? સુડોળ યુવાનો શાને લીધે વિચારે છે કે પાતે આકર્ષક નથી?

માનસચિકિત્સાના પ્રોફેસર રિચર્ડ એમ. સારલેસ કહે છે: “તરુણાવસ્થા સંક્રમણનો એવો સમયગાળો છે જેમાં શરીરનું મોટું રૂપાંતર થાય છે. . . . નવા અને બદલાઈ રહેલા શરીરના કઢંગાપણાંનો સામનો કરવા માટે મોટા ભાગના તરુણો પોતાનાં સમોવડિયાના વૃંદની સલામતી પર આધાર રાખે છે.” પરંતુ તમારા સમોવડિયાની ટીકા હેઠળ તમે કેટલા ઊંચા, બટકા, જાડા, અથવા પાતળા છો—તમારા નાક કે કાનના આકારની તો વાત જ બાજુએ રહી—એ મોટી ચિંતાનો ઉદ્‍ભવ બની શકે. અને બીજાઓ તમારા કરતાં વધુ ધ્યાન ખેંચે અથવા તમારા દેખાવની મજાક થતી હોય ત્યારે, તમને સહેલાઈથી પોતાને વિષે ખરાબ લાગી શકે.

અને ટીવી, પુસ્તકો, અને ફિલ્મોની વ્યાપક અસર પણ છે. આકર્ષક પુરુષો અને સ્ત્રીઓ ટીવીના પડદા પરથી અને સામયિકોના પાનાઓમાંથી આપણી સામે તાકી રહીને, અત્તરથી માંડીને કરવત જેવી દરેક બાબતો વેચે છે. આમ સંદેશાવ્યવહાર માધ્યમ તમને એવું માનતા કરી દેશે કે તમે ખામી વિનાની ચામડીવાળા રૂપનો અંબાર અથવા ભરાવદાર સ્નાયુઓવાળા “કદાવર” ન હો તો, તમારે માટે ખૂંણામાં ભરાઈ જવું સારું થશે—અથવા ઓછામાં ઓછું કદી પણ લોકપ્રિય કે સુખી થવાનું ભૂલી જવું પડશે.

‘તેઓના બીબામાં ઢળી’ ન જાઓ!

પરંતુ તમે કદરૂપો કાગડો છો એવા નિષ્કર્ષ પર આવતા પહેલાં, પોતાને પૂછો કે તમારી શારીરિક ખામી કેટલી ખરી છે—અથવા કેટલી કાલ્પનિક છે. ચહેરાના જે ભાગ વિષે તમે ચિંતા કરો છો (અથવા તમારી મજાક કરવામાં આવે છે) એ શું ખરેખર એટલો બધો આકર્ષક નથી? અથવા એવું વિચારવા શું બીજાઓએ તમારા પર દબાણ મૂકયું છે? બાઈબલ સલાહ આપે છે: “જગત તમને એના બીબામાં ઢાળે એવું થવા ન દો.”—રૂમી ૧૨:૨, ફિલિપ્સ.

વિચાર કરો: તમારે લોકપ્રિય, સફળ, કે સુખી થવું હોય તો અમુક દેખાવ હોવો જરૂરી છે એવો વિચાર કોણ ફેલાવી રહ્યું છે? શું એ, તમે ફેશન પ્રમાણેનો ખોરાક ખાવા માંડો અથવા સૌંદર્યના ખર્ચાળ સાધનો ખરીદો એ દ્વારા નફો મેળવવા તૈયાર ઊભેલા ઉત્પાદકો અને વિજ્ઞાપકો નથી? તેઓને તમારી વિચારસરણી શા માટે ઢાળવા દેવી? અને સમોવડિયા તમારા દેખાવની ટીકા કરતા હોય તો, શું તેઓ મદદરૂપ થવા માટે એમ કરે છે—કે પછી તમને નીચા પાડવા માટે? પાછલી બાબત સાચી હોય તો, એવા “મિત્રો” શું કામના?

વધુમાં બાઈબલ તમને ‘નિર્ણાયકતા તરફ હૃદય વાળવા’ સલાહ આપે છે. (નીતિવચન ૨:૨) નિર્ણાયકતા તમને તમારાં શારીરિક ગુણધર્મોને તટસ્થતાથી જોવાં અને સમાચાર માધ્યમના પ્રચાર વિષે શંકાશીલ થવા મદદ કરશે. થોડાં જ લોકો સુપરમોડલ જેવાં દેખાતાં હોય છે. અને “સુંદરતા એક પરપોટો છે.” (નીતિવચન ૩૧:૩૦, બાઈંગટન) પોતાના દેખાવથી પૈસા કમાનારા લોકોને, તાજા, નવા ચહેરા આવતા, પડતા મૂકવામાં આવે એ પહેલાં તેઓ થોડી ક્ષણો માટે જ પોતાના શિખરે હોય છે. વળી, મેકપ, લાઈટીંગ, અને ફોટોગ્રાફીની કળાથી પણ તેઓના દેખાવ માટે અદ્‍ભુત બાબતો કરવામાં આવે છે. (નામાંકિત વ્યકિતઓ પોતાની સૌંદર્ય-પ્રસાધન વ્યવસ્થાઓ વિના કેવા દેખાય છે એ જોઈને ઘણાં ડઘાઈ ગયાં છે!)

આમ તમે ટીવી કે સામયિકના મોડલ જેવા દેખાતા નથી એને લીધે ઉદાસીનતા અનુભવવાને કોઈ કારણ નથી. તેમ જ તમારે આકર્ષક દેખાવા માટે કેટલા ઊંચા, બટકા, કે પાતળા હોવું જોઈએ એ નક્કી કરવા છેવટના ન્યાયાધીશો તમારાં સમોવડિયા નથી. તમે જેવા દેખાવ છો એ વિષે તમે ખુશ હો તો, તમારા સમોવડિયાને કાન ન ધરો. એથી વિરુદ્ધ, તમને તમારા દેખાવ વિષે જે બાબત નહિ ગમતી હોય એ જ બીજા કોઈકની અદેખાઈનું કારણ બની શકે.

પોતાનો સૌથી સારો દેખાવ!

કેટલીક વાર યુવાનોને દેખાવ વિષે ખેરખરો કોયડો હોય છે: ખરાબ મુખાકૃતિ, શરીરનું વધુ પડતું વજન, કદરૂપું નાક, બહાર નીકળતા કાન, અત્યંત બટકું કદ. અલબત્ત, વધી રહેલા યુવાન તરીકે, તમારો દેખાવ હજુ પણ બદલાઈ રહ્યો છે. ખીલ, વજનની વધઘટ, અને વીજળીવેગી (અથવા પીડાકારકપણે ધીમી) વૃદ્ધિ, તરુણ વયનું વિષ છે. સમય આવા ઘણા કોયડા ઉકેલે છે.

બીજા કોયડા ઉલકતા નથી. અને ઘણાં યુવાનોએ એ હકીકત સાથે જીવવું જોઈએ કે તેઓનો દેખાવ સાદોસીધો છે. લેખક જોન કિલીંગરે કહ્યું: “મોટા ભાગના લોકો માટે, સારા દેખાવની ખામી જીવનની સૌથી વધુ પીડાકારક હકીકત હોય છે, તેઓને શરૂઆતમાં એની જાણ થાય છે અને તેઓના બાકીના જીવનમાં ભાગ્યે જ ભૂલે છે.” તેમ છતાં, તમે તમારા દેખાવમાંથી સૌથી સારું પ્રાપ્ત કરી શકો છો!

શસ્ત્રક્રિયા, શારીરિક ખામીઓને સુધારવાનો ખર્ચાળ અને કદાચ જોખમકારક માર્ગ છે.a જો કે, સાદી સ્વચ્છતા બિનખર્ચાળ છે અને તમારી આકર્ષકતા વધારવા માટે ઘણું કરી શકે. તમારા વાળનું લાવણ્ય ફિલ્મમાંના એકટર કે એકટ્રેસ જેવું ન હોય, પરંતુ એ ચોખ્ખાં હોય શકે; તમારા ચહેરા, હાથ, અને નખ વિષે પણ એવું જ છે. સફેદ દાંત અને ચોખ્ખાં, ગુલાબી અવાળા સ્મિતને મોહક બનાવી શકે. શું તમને વધુ પડતા વજનનો કોયડો છે? ખોરાકની પરેજી અને કસરત (કદાચ ડોકટરની કાળજી હેઠળ) તમારા વજનને કાબૂમાં લાવવા માટે ઘણું કરી શકે.

માબાપની મંજૂરીથી, તમારા સારા શારીરિક ગુણધર્મો પર ભાર મૂકે અને ખામીઓને ઢાંકી દે, એવા કપડાં અને વાળ ઓળવાનો અખતરો કરી શકો. દાખલા તરીકે, લેખિકા શેરન ફેલ્ટન અનુસાર, એક છોકરી “ભરાવદાર વાળથી અથવા ઉપર ખેંચીને” ઓળવાથી ધ્યાન, લાંબા નાકને બદલે બીજે વાળી શકે. તેવી જ રીતે, ચહેરાના અણીવાળા ભાગોને “ઉડતાં વાંકોડિયાં વાળ” ઓળીને ઢાંકી શકાય, અને મેકપનો સારો માફકસરનો ઉપયોગ, છોકરીના ચહેરાની ખામીઓ ઢાંકી શકે. તમે પુરુષ હો કે સ્ત્રી, કપડાંની તમારી પસંદગી દ્વારા ઘણું સિદ્ધ કરી શકો. તમારી મુખાકૃતિ વધારતા રંગો અને દેખાવડાં કરતી સ્ટાઈલ પસંદ કરો. કપડાંની લીટીઓને ધ્યાન આપો: ઊભી લીટીઓની અસરથી વ્યકિત પાતળી દેખાય છે; આડી લીટીઓને લીધે, એથી વિરુદ્ધ!

હા, પ્રયત્ન અને કલ્પનાથી, તમે આનંદદાયક દેખાવ કરી શકો—ભલે તમને સારા દેખાવની કુદરતી બક્ષિસ ન હોય.

સમતુલાની જરૂર

તમે કેવા દેખાવ છો એને ધ્યાન આપવું મહત્ત્વનું છે ત્યારે, તમારા દેખાવને તમારા જીવનની મોટી બાબત બનાવી ન દેવાની કાળજી રાખો. શું તમે ધ્યાનમાં લીધું છે કે લોકોના દેખાવ વિષે બાઈબલ કેટલું ઓછું કહે છે? ઈબ્રાહીમ, મરિયમ, કે ઈસુ પણ કેવાં દેખાતાં હતાં એ વિષે શા માટે આપણને કહેવામાં આવ્યું નથી? દેખીતી રીતે જ, દેવે એને મહત્ત્વનું ગણ્યું નહિ.

રસપ્રદપણે, દેવે એક વખત સૌથી વધુ પ્રભાવિત કરતું કદ ધરાવનાર એલીઆબ નામના યુવાનને રાજાની પદવી માટે નકાર્યો! યહોવાહ દેવે શમૂએલ પ્રબોધકને સમજાવ્યું: “તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; . . . કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવાહ જોતો નથી; કેમકે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવાહ હૃદય તરફ જુએ છે.” (૧ શમૂએલ ૧૬:૬, ૭) એ જાણવું કેટલું બધું દિલાસાયુકત છે કે દેવ, જે ખરેખર મહત્ત્વની વ્યકિત છે, તેમને માટે આપણો દેખાવ મહત્ત્વનો નથી! તે “હૃદય તરફ જુએ છે.”

વિચારવાનો બીજો મુદ્દો: શું તમારા મિત્રોમાંના મોટા ભાગના સરેરાશ દેખાવના નથી? અને શું તમારા માબાપ ફેશન સામયિકના પૂંઠાં માટેના મોડલ બની શકે? સંભવિતપણે નહિ. ખરેખર તો, તેઓનાં સારા ગુણો જાણીને, તમે તેઓના દેખાવ વિષે વિચાર પણ કરતા નથી! તમારી પાસે પણ વ્યકિત તરીકે એવા સારા ગુણધર્મો છે જે કોઈ પણ—ખરેખરી કે કાલ્પનિક—શારીરિક ખામીઓથી વધી જાય છે.

તેમ છતાં, તમારાં સમોવડિયા માટે દેખાવ મહત્ત્વનો છે, અને તમે પોતાને કપડાં તથા શણગારની તેઓની સ્ટાઈલ સાથે સુસંગત થવાના દબાણ હેઠળ હોય શકો. તમારે એ દબાણ પ્રત્યે કેવો પ્રત્યાઘાત પાડવો જોઈએ?

[ફુટનોટ]

a કેટલીક તબીબી પ્રક્રિયાઓ, જેમ કે વાંકાચૂંકા દાંત સીધા કરવા માટે જકડી રાખતાં તાર, આરોગ્યના અને સૌંદર્ય-પ્રસાધનના એમ બંને લાભો આપી શકે.

‘મને મારા શરીરમાં આ ગમતું નથી . . . મને લાગે છે કે હું બહુ સારી દેખાતી નથી’

તમને પોતાને વિષે જે ન ગમતું હોય એની બીજા અદેખાઈ કરતાં હોય શકે

યુવાનો ઘણી વાર સમજવામાં નિષ્ફળ જાય છે કે સામયિક મોડલો પાસે સૌંદર્ય-પ્રસાધન ટુકડીની સેવાઓ હોય છે

તમારી પાસે એવા સારા ગુણધર્મો છે જે કોઈ પણ શારીરિક ખામીઓને ટપી જાય છે

ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૧૦

◻ શા માટે યુવાનો પોતાના દેખાવ વિષે આટલા બધા ચિંતાતુર હોય છે? તમને પોતાને તમારા દેખાવ વિષે કેવું લાગે છે?

◻ સમાચાર માધ્યમ અને તમારા સમોવડિયા દેખાવના મહત્ત્વની કઈ દ્રષ્ટિ ફેલાવે છે? તમારે આવી અસર પ્રત્યે કેવો પ્રત્યાઘાત પાડવો જોઈએ?

◻ ખીલનો કોયડો હાથ ધરવાની કેટલીક રીતો કઈ છે?

◻ કઈ રીતે તમે તમારા દેખાવમાંથી સૌથી સારું પ્રાપ્ત કરી શકો? શા માટે આ બાબતે સમતુલાની જરૂર છે?

‘હું મારા ખીલ માટે કશું ન કરી શકું?’

ખીલ ચામડીની વિકૃતિ છે જે એના પર ટપકાં અથવા ફોડકીઓ, કાળી ફોલ્લી, લાલ સોજા, કે પરુથી કુરૂપતા લાવે છે. કેટલાક યુવાનો માટે એ થોડાંક મહિના ચાલે એવી પસાર થઈ જતી અગવડ માત્ર હોવાને બદલે, ચામડીની ગંભીર વિકૃતિ હોય છે. બધી ઉંમરના લોકોને એ થઈ શકે, પરંતુ તરુણોને સૌથી વધુ થાય છે. અમુક નિષ્ણાતો અનુસાર, લગભગ ૮૦ ટકાને જુદા જુદા પ્રમાણમાં ખીલ થાય છે.

એમાં કંઈ નવાઈ નથી કે, ૨,૦૦૦ તરુણોને પૂછવામાં આવ્યું કે તેઓને પોતાને વિષે સૌથી વધુ શું નથી ગમતું ત્યારે, ચામડીના કોયડાની સંખ્યા બીજી બધી ફરિયાદો કરતાં વધુ હતી. સાન્ડ્રા નામની એક યુવતી, જે માધ્યમિક શાળામાં હતી ત્યારે તેનો ખીલનો કિસ્સો બહુ જ ખરાબ હતો, તે કહે છે: “મારો ખીલ એટલો ખરાબ હતો કે, હું હંમેશા બીજા લોકોથી મારું મોં સંતાડતી. મારા દેખાવથી વ્યાકુળ હોવાને લીધે હું શરમાળ હતી. . . . હું એટલી ખરાબ દેખાતી હતી.”—કો-એડ સામયિક.

શા માટે આ શાપ તરુણ વર્ષો દરમ્યાન દેખા દે છે—એ સમયે કે જ્યારે તમે પોતે સૌથી સારા દેખાવા માગતા હો? કેમ કે તમે વધી રહ્યા છો. તરુણાવસ્થા શરૂ થવાથી, ચામડીની ગ્રંથીઓ પોતાની પ્રવૃત્તિ વધારી દે છે.

શું થાય છે? ધ વર્લ્ડ બુક એન્સાયકલોપેડિયા સાદા શબ્દોમાં સમજાવે છે: દરેક ગ્રંથી કેષ-કોથળી—એટલે કે, દરેક વાળ ફરતેની નાની કોથળી—માં સ્ત્રાવ રેડે છે. સામાન્ય રીતે, ચામડીના છિદ્રમાંથી તેલ બહાર નીકળી જાય છે, પરંતુ કેટલીક વાર છિદ્ર પૂરાય જાય છે અને તેલ ઝડપથી બહાર આવી શકતું નથી. હવે પૂરાયેલું છિદ્ર ડાઘ બને છે જેને કાળી ફોલ્લી કહેવામાં આવે છે કેમ કે ફસાઈ ગયેલું તેલ ઓકિસજન સાથે ભળે છે, સૂકાય છે, અને કાળું પડે છે. પાકી જાય છે ત્યારે ફોડકી બને છે. પૂરાય રહેલાં તેલમાં જંતુઓ લાગે છે ત્યારે પરુ થાય છે. પરુવાળી ફોડકીઓ કાયમી ડાઘ રહેવા દે છે. ફોડકીઓ દબાવવાથી અથવા ફોડવાથી જંતુઓ લાગે છે, જો ન લાગે તો તેઓ ડાઘ રહેવા દેતી નથી—તેથી ખીલ દબાવો કે ફોડો નહિ!

રસપ્રદપણે, તણાવ કે લાગણીમય નારાજગી ચામડીની ગ્રંથીઓને કાર્યરત કરી શકે. કેટલાકને અમુક મહત્ત્વના પ્રસંગ અથવા પરીક્ષાઓ પહેલાં અને તે દરમ્યાન મોટો ખીલ થાય છે. આમ ઈસુના શબ્દો વ્યવહારુ છે: “આવતી કાલને સારુ ચિંતા ન કરો, કેમકે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે.”—માત્થી ૬:૩૪.

દુઃખની વાત છે કે, ચમત્કારિક ઈલાજ અસ્તિત્વ ધરાવતો નથી. તેમ છતાં, ખીલને કાબૂ હેઠળ લાવવા મદદ કરી શકે એવું બેન્ઝોલ પેરોકસાઈડ (પ્રતિજીવાણું તત્વ) ધરાવતાં જેલ્સ, ક્રિમ, લોશન, મોં ધોવાના પ્રવાહીઓ, સાબુઓ, અને ચહેરાના મલમો જેવી દવાઓ દુકાનમાં પ્રાપ્ય છે. (વધુ જલદ પગલાં જરૂરી હોય તો કુટુંબના ડોકટરની સલાહ લેવી જોઈએ.) ઘણાંને જણાયું છે કે બેન્ઝોલ પેરોકસાઈડ ધરાવતાં સાબુ કે મોં ધોવાના પ્રવાહીથી પૂરેપૂરી રીતે ચામડી ધોવી મદદરૂપ છે. તેમ છતાં, તેલવાળા સાબુઓ અથવા તેલાધારિત સૌંદર્ય-પ્રસાધનો નિવારો.

કેટલાક યુવાનોને એમ પણ જણાયું છે કે પોતાની તંદુરસ્તીની એકંદરે કાળજી લેવાથી—ઘણી કસરત મેળવવી, શકય હોય તેટલું બહાર તાજી હવામાં રહેવું, અને પૂરતી ઊંઘ લેવી—તેઓની ખીલની પરિસ્થિતિ સુધરે છે. અને ચરબીમુકત ખોરાક જાળવવા વિષે કેટલાક વિવાદ કરે છે ત્યારે, આચરકૂચર (junk) ખોરાક નિવારવો, તેમ જ સમતોલ ખોરાક ખાવો, દેખીતી રીતે જ સમજપૂર્વકનું છે.

કોઈ પણ સંજોગોમાં, ધીરજ આવશ્યક છે. યાદ રાખો: કોયડો લાંબા સમયગાળા દરમ્યાન વધે છે, તેથી એ રાતોરાત જતો નહિ રહે. અગાઉ ઉલ્લેખાયેલી સાન્ડ્રા કહે છે: “મને લાગે છે કે મારી ચામડીને પૂરેપૂરી ખીલમુકત થતાં લગભગ એક વર્ષ લાગ્યું, પરંતુ છ સપ્તાહોમાં જ હું મારી ચામડીમાં ફેરફાર જોઈ શકી.” અમુક સમયગાળા દરમ્યાન તમારી સારવારને વળગી રહીને, તમે કંઈક રાહત અનુભવી શકો.

એ દરમ્યાન, થોડાંક ડાઘને તમારા સ્વમાનને કચડવા અથવા બીજાઓ સાથેની તમારી વાતચીતને અવરોધવા ન દો. તમે તમારી ચામડી વિષે સભાન બનો ત્યારે, કદાચ બીજાઓ તમારાં કરતાં એની ઓછી નોંધ લે છે. તેથી હકારાત્મક, આનંદી આત્મા જાળવવાનો પ્રયત્ન કરો. અને હમણાં તમે તમારા ખીલ માટે શકય હોય તે કરો!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો