વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૧૦/૮ પાન ૧૮
  • દરિયાના સ્વાદિષ્ટ દોડવીરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દરિયાના સ્વાદિષ્ટ દોડવીરો
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • વેગીલી અને મેરેથોન માટે જ રચેલી
  • દોડવીરો ગંભીર મુશ્કેલીમાં
  • ટ્યુના પર લેબલ લગાવવાથી અને
  • વિનાશનો અંત
    સજાગ બનો!—૧૯૯૯
  • સંત પીતરની માછલી
    સજાગ બનો!—૨૦૦૨
સજાગ બનો!—૧૯૯૯
g99 ૧૦/૮ પાન ૧૮

દરિયાના

સ્વાદિષ્ટ

દોડવીરો

સજાગ બનો!ના ઑસ્ટ્રેલિયામાંના ખબરપત્રી તરફથી

બાજ જેમ આકાશમાં હોય છે તેમ, આ અસાધારણ માછલીઓ દરિયાઓમાં હોય છે. પવનવેગી અને સુંવાળી, તેઓ અગ્‍નિયુક્ત તીરની જેમ ઊંડાઈમાં દેખાતી હોય છે. તેઓ હંમેશાં તર્યા કરે છે, હંમેશાં શિકારની શોધમાં હોય છે. ખરેખર, તેઓનું વૈજ્ઞાનિક નામ, થુન્‍નાસ થીન્‍નુસ છે, એ મૂળ શબ્દનો અર્થ “દોડવું” થાય છે. પ્રખ્યાત કુટુંબના સભ્ય તરીકે, તેઓના સગાસંબંધીઓમાં મારલીન, સ્પીઅરફીશ, અને સ્વોર્ડફીશનો સમાવેશ થાય છે. હા, તમે અનુમાન નહિ કરી શક્યા હોવ તો, આ જળચરો ટ્યુના કુટુંબના છે, જેમાં ૧૩ જાતિઓનો સમાવેશ થાય છે.

આ દોડવીર કુટુંબમાં બ્લુફીન્સ અજોડ છે. વિષુવવૃત્તના દક્ષિણમાં મળી આવેલ, દક્ષિણી બ્લુફીન્સ ઓછામાં ઓછી ૨૦૦ સેન્ટિમીટર લાંબી વધે છે અને એનું વજન ૨૦૦ કિલોગ્રામ વધે છે. તેમ છતાં, સૌથી વધુ વજનવાળી વિશાળકાય બ્લુફીન્સ ઉત્તરગોળાર્ધમાં મળી આવે છે. બસોસીત્તેર સેન્ટિમીટરની અથવા વધુ લંબાઈની (વધુ પડતી માછલી પકડવાને કારણે હવે દુર્લભ છે) બ્લુફીન્સનું વજન લગભગ ૭૦૦ કિલોગ્રામથી વધુ હોય છે, કે જેમાં ૭૫ ટકા ભરાવદાર માંસપેશીઓ હોય છે. પરંતુ એઓનું કદ બેમાંથી એક પણ બ્લુફીન્સને ધીમી પાડતી નથી. હકીકતમાં બ્લુફીન ટ્યુના, ટ્યુના કુટુંબમાં અજોડ છે, એ છલાંગ લગાવીને દર કલાકે લગભગ ૭૦થી ૮૦ કિલોમીટર કાપી શકે છે.

વેગીલી અને મેરેથોન માટે જ રચેલી

કઈ રીતે બ્લુફીન્સ ઝડપી રીતે દોડી શકે છે? નેશનલ જીઓગ્રાફીક સામયિક સમજાવે છે: “પોણા ભાગની માંસપેશીઓ ભરાવદાર હોય છે ઉપરાંત મજબૂત હૃદય, વિશાળ શ્વસનેન્દ્રિય, ઉષ્માને બદલનાર, અને બીજી સુવિધાઓ સાથે બ્લુફીન્સને ઝડપ માટે રચવામાં આવેલી છે.” હકીકતમાં, બ્લુફીન્સનું મોટું હૃદય અન્ય માછલીઓ કરતાં કેટલાય ગણું મોટું છે અને એ માછલીના હૃદય કરતાં પ્રાણીના હૃદય જેવું છે. વધુમાં, એનું હૃદય લાક્ષણિક ઠંડા લોહીવાળી માછલી કરતાં સરખામણીમાં હૂંફાળું લોહી પંપીંગ કરે છે અને એનામાં અદ્‍ભુત રુધિરાભિસરણતંત્ર છે. જો તેના લોહીના તાપમાનમાં ૮ ડીગ્રી સેલ્સિયસ તાપમાન વધે તો તેની માંસપેશીઓમાં ત્રણ ગણી શક્તિ વધી જાય એને કારણે એ શક્તિશાળી શિકારી બને છે અને એ માછલી, સ્ક્વીડ (નરસીંગ), અને ઝીંગા જેવા દરિયાઈ પ્રાણીઓનો સહેલાઈથી શિકાર કરી શકે છે.

બ્લુફીન પોતાનું સ્વાદિષ્ટ ભોજન જુએ છે ત્યારે—દાખલા તરીકે મેકરેલ—એ ઝડપથી શિકાર તરફ ધસી જાય છે અને દાતરડા જેવી પૂછડીથી અચાનક હુમલો કરે છે. એનું શરીર એવી રીતે રચવામાં આવ્યું છે કે એના આગળના અને પાછળના મીનપક્ષ સંકોચાવાને કારણે એ ઝડપથી આગળ ધસી શકે છે. મેકરેલ ગમે તેટલી ઝડપથી દોડતી હોય છતાં, એની બચવાની તક નહિવત્‌ છે, કેમ કે બ્લુફીન પણ દૂરબીન જેવી આંખો, અત્યંત સંવેદનશીલ કાન, અને રસાયણયુક્ત પરખશક્તિથી સજ્જ છે કે જેનાથી પાણીને તપાસે છે. બ્લુફીન પ્રહાર કરવાની તૈયારીમાં હોય તેમ, એના મીનપક્ષ શિકારની દિશા તરફ આગળ વધીને ઝડપી હુમલો કરે છે. પછી, આંખના પલકારામાં, એની શ્વસનેન્દ્રિય અને મોં ખૂલે છે, અને મેકરેલને ખાઈ જાય છે—ચૂસે છે અને ગળી જાય છે.

એનું શક્તિશાળી હૃદય, તુલનાત્મક હૂંફાળું લોહી, અને અપવાદરૂપ વિશાળ શ્વસનેન્દ્રિયને કારણે, ટ્યુના બીજી કોઈપણ માછલી કરતાં દોડ પછી લગભગ દસ ગણી ઝડપથી થાક ઉતારી શકે છે. તોપણ, શ્વાસ લેતી વખતે—તથા ઊંઘતી વખતે—એ તરવાનું ચાલુ રાખે છે, કેમ કે એઓ પાણી કરતાં ભારે છે અને એઓને બીજી માછલીઓ જેવો શ્વસનેન્દ્રિય પંપ નથી કે જે માછલીઓને સંપૂર્ણ આરામ કરવામાં મદદ કરે. આમ, શાર્કની જેમ, ટ્યુના અડધું મોઢું ખુલ્લું રાખીને તરે છે. ટ્યુનાનો સ્મૃતિલેખ સામાન્ય રીતે આમ વંચાય છે: “જન્મથી મૃત્યુ પર્યંત મેરેથોન દોડ, જેમાં અટકી અટકીને સતત દોડે છે.”

ટ્યુના કુટુંબની સૌથી સુંદર સભ્ય વિશાળકાય યલોફીન ટ્યુના છે. યલોફીન લગભગ ૨ મીટર લાંબી વધે છે અને એને પીળા પટ્ટા, પીળા મીનપક્ષ હોય છે, અને પાછળના મીનપક્ષ વધુ પડતા લાંબા હોય છે. એ અદ્‍ભુત માછલી મોજાઓમાં સરકે છે ત્યારે, ખાસ કરીને રાત્રે, એ અગ્‍નિયુક્ત તીર ઝડપથી પ્રકાશના લીસોટા પાડતું જતું હોય તેમ લાગે છે. હકીકતમાં, હવાઈના લોકો એને આહી કહીને બોલાવે છે જેનો અર્થ “આગ” થાય છે.

દોડવીરો ગંભીર મુશ્કેલીમાં

એનું લાલ, અને તૈલી માંસ પણ ટ્યુનાને ડાઈનીંગ ટેબલ પર ખૂબ આકર્ષક બનાવે છે. જાપાનીઝ ડીસ, જેમ કે સાશીમી અને સુશીને લીધે બ્લુફીન્સની જાપાની બજારમાં સૌથી વધુ માંગ થાય છે અને એ ખૂબ મોંઘી ડીસોમાંની એક છે. સુશી ડીશના ઘરાકો ટ્યુનાના નાના ટુકડાઓ માટે પણ વધુ પૈસા ચૂકવે છે. તમે એક બ્લુફીન માટેના ગ્રાહકોને જુઓ તો, તમે વિચારી શકો કે એ નવી કારની હરાજી હશે. અગિયાર હજાર ડૉલર કે એથી વધુ કિંમત સામાન્ય છે. હકીકતમાં, ૩૨૪ કિલોગ્રામની એક બ્લુફીન ૬૭,૫૦૦ ડૉલરમાં વેચાય છે! “એ પોર્ચ કાર જેટલી મોટી, પોર્ચ કાર જેટલી ઝડપી, અને પોર્ચ કાર જેટલી મૂલ્યવાન છે,” એમ એક સંરક્ષક કહે છે.

ટ્યુનાની માંગ પર દૃષ્ટિ કરતાં, બીજી માછલીઓની માંગ ઘટે છે. “એને વધુ પડતી પકડવામાં આવે, વધુ ઉપાડ થાય, અને પૈસા બનાવવા એનો નાશ કરવામાં આવે તો, એનું કોઈ ભવિષ્ય નથી,” એમ સોલ્ટવૉટર ગેમફીશીંગ પુસ્તક કહે છે. આધુનિક ઔદ્યોગિક જહાજો છેલ્લામાં છેલ્લી ઢબની ટેકનોલૉજીથી સજ્જ છે જેમાં એરીયલ સરવેલન્સનો સમાવેશ થાય છે, કે જે મોટી માત્રામાં માછલીઓ પકડે છે. દાખલા તરીકે, પર્સ સેઈનર કહેવાતું જહાજ ટ્યુનાના ઝુંડને જુએ ત્યાં નાની નાવડીઓને છોડી દે છે જે જાળને માછલીઓની આજુબાજુ ફેલાવે છે જેથી માછલીઓ નાસી ન જાય. બીજી તર્ફે લોંગ-લાઈનર્સ જહાજ છે કે જે ૧૩૦ કિલોમીટર જેટલી લાંબી રેખા દોરે છે. આ મુખ્ય રેખાની જોડે લગભગ ૨૨૦૦ ટૂંકી દોરીઓ જોડાયેલી હોય છે. દરેક દોરીઓએ પકડવાના હૂક બાંધેલા હોય છે. ટ્યુના માટે કેટલું ભયંકર! “મોટી બ્લુફીન્સ એટલી મૂલ્યવાન છે કે જહાજો અને સ્પોટર વિમાન થોડી ટ્યુનાને પકડવા માટે અઠવાડિયાઓ ગાળે છે,” વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ કહે છે.

કેટલાક દેશોએ પોતાના વિસ્તારના પાણીમાં પકડવાની સીમા ઠરાવી છે, પરંતુ ટ્યુના જેવી માછલીને પકડવામાં સીમા કઈ રીતે ઠરાવવી? (જાપાનના લોકોએ એક ઉત્તરીય બ્લુફીનને પોતાના વિસ્તારમાં લાવીને છોડી દીધી પરંતુ મૅક્સિકોના લોકો ફરીથી—લગભગ ૧૧૦૦૦ કિલોમીટર દૂરથી—પાછી પકડીને લઈ આવ્યા!) છતાં, જવાબ છે ચોકી કરી શકાય નહિ. સંયુક્ત રાષ્ટ્રસંઘ મધ્યેની સંસ્થાઓ કુદરતી સંપત્તિને બચાવવા પૂરતા પ્રયત્નો કરે છે, પરંતુ શક્તિશાળી વેપારીઓ સામે તેઓનું કંઈ ચાલતું નથી. હકીકતમાં, કેટલાક દેશોએ ચોકી કરવાના પ્રયત્નો કર્યા ત્યારે ઝગડા થયા અને દુશ્મની વધી.

તમને નવાઈ લાગશે કે શા માટે માછીમારો દરિયાની નીપજ અને પોતાના ભવિષ્યની ઉપજીવિકાનો ખૂબ ઓછો જથ્થો હોવા છતાં એની પાછળ પડ્યા છે. નેશનલ જીઓગ્રાફીક કહે છે: “આવો માછલીનો જથ્થો ઘટતો હોવા છતાં, પ્રણાલિગત કે ધંધાકીય માછીમારો સ્વૈચ્છિક રીતે અને કાળજીપૂર્વક બચાવવાના પ્રયત્નો કરતા નથી, કારણ કે એનો કોઈ લાભ નથી. એને કારણે જ માછલી સિદ્ધાંતહીન માણસોના હાથમાં પડે છે. એને બદલે, દરેક માછલી પકડવામાં અધીરા થાય છે.”

ટ્યુના પર લેબલ લગાવવાથી અને

એનો ઉછેર કરવાથી ટ્યુના બચશે?

દક્ષિણી બ્લુફીન નોંધપાત્ર સંશોધનનો વિષય બની છે. આ સંશોધનમાં આધુનિક ઇલેક્ટ્રોનિક લેબલનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે કે જે ટ્યુનાના ઝુંડની ટેવો અને સ્વાસ્થ્ય સંબંધી મહત્ત્વની માહિતી પ્રગટ કરે છે. આ માહિતી સતત માછલી પકડવાના જથ્થા પર નિયંત્રણ કરશે.

એ સમય દરમિયાન, માછલીનો ઉછેર, કે જેમાં ટ્યુનાના ઉછેરનો પણ સમાવેશ થાય છે, એ કેટલાય દેશોમાં પ્રચલિત થઈ છે. ફળદ્રુપતા સંકળાયેલી છે ત્યાં સુધી માદા બ્લુફીન્સ ઉછેરનારને ખૂબ લાભ આપી શકે—એઓ ઈંડાં મૂકવાની ઋતુમાં ૧.૫ કરોડ ઈંડાં મૂકે છે! મત્સ્ય ઉછેર સફળ થાય તો, કુદરતી રીતે ઉછરેલી ટ્યુના જે ઓછા પ્રમાણમાં છે એના પર કોઈ જોખમ રહેશે નહિ. ખરેખર, ટ્યુના અને ખાસ કરીને એ કુટુંબની સુપરસ્ટાર, બ્લુફીન્સ—માછલી કે જે આંખોને જ નહિ પરંતુ સ્વાદને પણ રોચક બનાવે છે, એને લુપ્ત થતી જોવી કરુણતા બનશે.

Innerspace Visions

યલોફીન ટ્યુના

Innerspace Visions

બ્લુફીન ટ્યુના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો