વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૧૦/૮ પાન ૧૫
  • હું કઈ રીતે અન્યાયનો સામનો કરી શકું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હું કઈ રીતે અન્યાયનો સામનો કરી શકું?
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • કડવાશ અને ગુસ્સાને ત્યજી દેવા
  • અન્યાયનો અંત
  • મદદ અને ટેકો મેળવવો
  • અન્યાય થાય ત્યારે શું કરવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • યહોવાહના ઇન્સાફમાં અંધેર નથી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • તમે કઈ રીતે અન્યાયનો સામનો કરી શકો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • બાઇબલ સવાલોના જવાબ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૯
g99 ૧૦/૮ પાન ૧૫

યુવાનો પૂછે છે . . .

હું કઈ રીતે અન્યાયનો સામનો કરી શકું?

“ફક્ત ધનવાન લોકોને જ માન આપવામાં આવે છે, પરંતુ અમારા જેવા લોકો સાથે કે જેઓને ખાવાના પણ ફાંફાં હોય, પશુ જેવો વ્યવહાર કરવામાં આવે છે. મારા મરી જવાથી કોઈને કંઈ ફરક પડવાનો નથી.”—ઑરનૂલ્ફો, એક ૧૫ વર્ષનો ઘરબાર વગરનો છોકરો.

જગતમાં, ઘણો બધો અન્યાય છે. યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ના એક અહેવાલે કહ્યું: “છેલ્લા દાયકાઓમાં, ૨૦ લાખ કરતાં વધારે બાળકોને યુદ્ધ દરમિયાન મારી નાખવામાં આવ્યાં છે, જ્યારે કે ૪૦ લાખ કરતાં વધારે બાળકો અપંગ બની ગયા છે અને ૧૦ લાખ કરતાં વધારે બાળકોને યુદ્ધના પરિણામે પોતાનાં કુટુંબોથી અલગ કરવામાં આવ્યા છે અથવા તો અનાથ બનાવવામાં આવ્યા છે.” ભૂખમરો અને ગરીબાઈ પણ જગતની મોટા ભાગની વસ્તીને અસર કરે છે, ઘણી વાર ધનસંપત્તિ અને સમૃદ્ધિ એક સાથે અસ્તિત્વ ધરાવે છે. વિકસિત દેશોમાં, ઑરનૂલ્ફો જેવી યુવાન વ્યક્તિઓ શિક્ષણથી વંચિત રહે છે.

ખાસ કરીને આપણને પ્રેમ અને રક્ષણ આપવું જોઈએ એવી વ્યક્તિઓ તરફથી આવતો અન્યાય એકદમ દુ:ખદ હોય છે. સુસાન નામની ૧૭ વર્ષની એક છોકરીનો વિચાર કરો. તેની માતાએ તેને અને તેના બે નાના ભાઈઓને ત્યજી દીધા. “વર્ષો પસાર થયા,” સુસાન કડવાશથી કહે છે, “અને મારી માતા હું જે શહેરમાં રહું છું એ જ શહેરમાં રહેતી હોવા છતાં, તેણે મને કદી પણ તેની સાથે રહેવા વિષે પૂછ્યું નથી. તેણે મને કદી પણ એવું નથી કહ્યું કે, ‘હું તને પ્રેમ કરું છું,’ અને આ એવી બાબત છે કે જે મને ગુસ્સે બનાવે છે અને હજુ બનાવી રહી છે.” તમે આ પ્રકારના દુર્વ્યવહારનો ભોગ બનો છો ત્યારે, તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો ઘણું મુશ્કેલ બની શકે. બાળપણમાં આવી બાબતોથી ભોગ બનનાર કહે છે: “એનાથી મારામાં દેવ પ્રત્યે પણ નકારાત્મક લાગણીઓ થઈ.”

તમારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવે ત્યારે દુ:ખી થવું અને ગુસ્સો આવવો એકદમ સામાન્ય છે. બાઇબલ કહે છે: “જુલમ બુદ્ધિમાન માણસને મૂર્ખ બનાવે છે.” (સભાશિક્ષક ૭:૭) તમારા જીવનના દરેક પાસાઓમાં અન્યાયનો સામનો કરવાથી પણ તમે ઉદાસીનતાની લાગણી અનુભવી શકો. (સરખાવો ગીતશાસ્ત્ર ૪૩:૨.) એ કારણે તમે અન્યાયનો અંત આવે એવી પણ અપેક્ષા રાખી હોય શકે. મધ્ય અમેરિકાની એક યુવાન છોકરી યાદ કરે છે: “૧૩ વર્ષની ઉંમરે, હું વિદ્યાર્થી ચળવળમાં જોડાઈ. બાબતો બદલાય એમાં ફાળો આપવાની મારી તીવ્ર ઇચ્છા હતી, જેથી કે બાળકો ભૂખે ન રહે. . . . પછીથી હું હથિયારબંધ લડાઈમાં જોડાઈ.” તેમ છતાં, ન્યાય મેળવવાના બદલે, તેણે તેના સાથી સૈનિકો પાસેથી અવર્ણનીય અત્યાચારનો સામનો કર્યો.

આ પ્રકારની પરિસ્થિતિ આપણને યાદ દેવડાવે છે કે મોટા ભાગના લોકો તેઓની સ્થિતિમાં સુધારો કરવા માટે અસમર્થ છે. તો પછી, ભોગ બનનાર કઈ રીતે અન્યાયનો સામનો કરી શકે?a તમે કઈ રીતે કડવાશ અને ગુસ્સા સાથે વ્યવહાર કરી શકો?

a આ લેખ ગરીબ દેશોમાં અન્યાયનો સામનો કરતા યુવાનો પર પ્રકાશ પાડે છે છતાં, અહીં ચર્ચા કરવામાં આવેલા સિદ્ધાંતો, કોઈ પણ પ્રકારના અન્યાયને સહન કરતી વ્યક્તિને લાગુ પડે છે.

કડવાશ અને ગુસ્સાને ત્યજી દેવા

સમયોસમય, તમારે પોતાને યાદ દેવડાવવાની જરૂર પડી શકે કે આપણે આ વસ્તુવ્યવસ્થાના “છેલ્લા સમયો”માં જીવી રહ્યાં છીએ. બાઇબલે ભાખ્યું કે આજે લોકો “અત્યાચાર, . . . પ્રેમરહિત, માફ નહિ કરનારા, બટ્ટા મૂકનારા, સંયમ ન કરનારા, ક્રૂર, શુભદ્વેષી, વિશ્વાસઘાતી” હશે. (૨ તીમોથી ૩:૧-૪, ન્યૂ ઇન્ટરનેશનલ વર્શન) ઘણા લોકો “નઠોર” થઈ ગયા છે. (એફેસી ૪:૧૯) એ કારણે અન્યાય જીવનની અનિવાર્ય હકીકત છે. તેથી, “જો ગરીબો પર થતા જુલમને તથા દેશમાં ઇન્સાફ તથા ન્યાયને ઊંધા વાળતા જોરજુલમને તું જુએ, તો તે વાતથી અચરત ન થા.”—સભાશિક્ષક ૫:૮.

સખત કારણોસર બાઇબલ તમારામાં કડવાશ ભરી રાખવા વિરુદ્ધ ચેતવણી આપે છે. દાખલા તરીકે, એ કહે છે: “સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, . . . તમારામાંથી દૂર કરો.” (એફેસી ૪:૩૧) શા માટે? કારણ કે લાંબા સમય સુધી ગુસ્સાભર્યા રહેવાથી એ નુકશાનકારક અને સ્વ-નાશ કરનાર છે. (સરખાવો નીતિવચન ૧૪:૩૦; એફેસી ૪:૨૬, ૨૭.) આ ખાસ કરીને સાચુ છે જ્યારે તમે પોતાને “યહોવાહ વિરૂદ્ધ” જુઓ છો. (નીતિવચન ૧૯:૩) દેવને પોતાની વિરુદ્ધ જોવાનો અર્થ એ થાય છે કે, તમને જે સૌથી સારી રીતે મદદ કરી શકે તેમની સાથે સબંધ બગાડવો. બાઇબલ કહે છે કે યહોવાહની “નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.”—૨ કાળવૃત્તાંત ૧૬:૯.

બાઇબલ યહોવાહ વિષે એમ પણ કહે છે: “કેમકે તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે; વિશ્વાસુ તથા સત્ય દેવ, તે ન્યાયી તથા ખરો છે.” (પુનર્નિયમ ૩૨:૪) અન્યાયપણું આદમ અને હવાના બંડના કારણે આવ્યું છે. (સભાશિક્ષક ૭:૨૯) માણસો “બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે”—દેવ નહિ. (સભાશિક્ષક ૮:૯) એ પણ યાદ રાખો કે, “આખું જગત તે દુષ્ટ [શેતાન, ડેવિલ]ની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) યહોવાહ નહિ પણ શેતાન આ જગતના અન્યાયની પાછળ છે.

અન્યાયનો અંત

સદ્‍ભાગ્યે, અન્યાય હંમેશના માટે જતો રહેશે. એ મનમાં રાખવાથી એ તમને એનો સામનો કરવામાં મદદ કરશે. બાઇબલ સમયોમાં રહેતા આસાફના અનુભવનો વિચાર કરો. તેમની આસપાસના સર્વ વિસ્તારોમાં અન્યાય હતો, તેમ છતાં તે યહોવાહની સેવા કરવાનો દાવો કરનાર લોકો મધ્યે રહેતા હતા. બીજાઓ સાથેના દુર્વ્યવહારને લીધે શિક્ષા કરવાના બદલે, દુષ્ટ લોકો મુશ્કેલીથી મુક્ત અને સમૃદ્ધ જીવન જીવતા હોય એમ લાગતું હતું! આસાફે કબૂલ્યું: “જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ટોની અદેખાઈ કરી.” (ગીતશાસ્ત્ર ૭૩:૧-૧૨) આસાફે પોતે પણ આ પ્રકારની બાબતો ધરાવવાના વિચારથી હંગામી ધોરણે પોતાનું સમતોલપણું ગુમાવ્યું. (ગીતશાસ્ત્ર ૭૩:૧-૧૨)

સમય જતાં, આસાફને નાટકીય ઢબે સમજણ પડી. તેમણે દુષ્ટો વિષે કહ્યું: “ખરેખર, તું તેઓને લપસણી જગામાં મૂકે છે; તું તેઓનો વિનાશ કરે છે.” (ગીતશાસ્ત્ર ૭૩:૧૬-૧૯) હા, છેવટે આસાફ સમજ્યા કે, લોકો ખરેખર તેમની દુષ્ટતાથી ભાગી શકતા નથી. અવારનવાર, તેમના ખોટા કાર્યો તેમને પકડી પાડે છે અને તેઓ કેદ ભોગવે છે, આર્થિક રીતે પડી ભાંગે છે, નોકરી ગુમાવે છે, કે સત્તા ગુમાવવી પડે છે. છેવટે, દેવ આ દુષ્ટ વસ્તુ વ્યવસ્થાનો ન્યાય કરશે ત્યારે, તેઓનો “વિનાશ” થશે.—ગીતશાસ્ત્ર ૧૦:૧૫, ૧૭, ૧૮; ૩૭:૯-૧૧.

દેવ નજીકના ભાવિમાં બાબતોને સુધારશે એ જાણવાથી તમને તમારા ગુસ્સા અને ઉદાસીનતાને કાબૂમાં રાખવા મદદ મળી શકે. બાઇબલ સલાહ આપે છે, “ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. સઘળાં માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો, જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો. ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ દેવના કોપને સારૂ માર્ગ મૂકો; કેમકે લખેલું છે, કે પ્રભુ કહે છે, કે વૈર વાળવું એ મારૂં કામ છે; હું બદલો લઈશ.”—રૂમી ૧૨:૧૭-૧૯; સરખાવો ૧ પીતર ૨:૨૩.

મદદ અને ટેકો મેળવવો

તેમ છતાં, તમારામાં લાગણીમય દુ:ખદ જખમ રહી જઈ શકે જેમ કે દુ:ખદ યાદગીરી. યુનિસેફે આપેલા અહેવાલ અનુસાર, “સતત હિંસાનો ભોગ બનનાર બાળકો મોટે ભાગે હંમેશા પોતાની માન્યતાઓ અને વલણોમાં મહત્ત્વના ફેરફારો અનુભવે છે, જેમાં તેઓનો બીજાઓ પર ભરોસો કરવાની પાયારૂપ બાબતોનો પણ સમાવેશ થાય છે. આ ખાસ કરીને બાળકોના કિસ્સામાં સાચું છે કે જેઓ પોતાના પડોશી કે મિત્રો દ્વારા અત્યાચાર કે હુમલાનો ભોગ બન્યા હોય છે.”

આ પ્રકારની સમસ્યાઓનો કોઈ સરળ ઉપાય નથી. પરંતુ નકારાત્મક લાગણીઓ કે દુ:ખદ યાદગીરીઓ તમારી વિચારસરણી પર કાબૂ ધરાવતી હોય તો, સંભવત: તમને મદદની જરૂર છે. (સરખાવો ગીતશાસ્ત્ર ૧૧૯:૧૩૩.) પ્રથમ, તમે અનુભવતા હોવ એવી મુશ્કેલીઓને લગતી સામગ્રી વાંચો. દાખલા તરીકે, સજાગ બનો! સામયિક અસંખ્ય લેખો પ્રકાશિત કરે છે કે જે બળાત્કાર, લૂંટ અને બાળ અત્યાચારનો ભોગ બનેલી વ્યક્તિઓને વ્યવહારું સલાહ આપે છે. તમારી ચિંતાઓ અને લાગણીઓને પુખ્ત સહાનુભૂતિવાળા લોકો સાથે સહભાગી થવાથી ઘણી મદદ મળી શકે. (નીતિવચન ૧૨:૨૫) કદાચ તમે તમારાં માબાપમાં ભરોસો મૂકી શકો.

માબાપનો ભરોસો ન હોય તો શું? તો તમે ખ્રિસ્તી મંડળમાંથી ટેકો મેળવી શકો. યહોવાહના સાક્ષીઓ મધ્યે, પીડાઈ રહેલા લોકો માટે મંડળના વડીલો આશ્રય તરીકેનું કામ કરે છે. (યશાયાહ ૩૨:૧, ૨) તેઓ ફક્ત તમારું સાંભળશે એટલું જ નહિ પરંતુ તેઓ તમને વ્યવહારું માર્ગદર્શન પણ પૂરું પાડી શકે. એ પણ ભૂલી જશો નહિ કે બીજા પુખ્ત ખ્રિસ્તીઓ ‘ભાઇઓ તથા બહેનો તથા માઓ’ બની શકે છે. (માર્ક ૧૦:૨૯, ૩૦.) શું તમે પોતાની માતાએ છોડી દીધેલી સુસાનને યાદ કરી શકો છો? તેણે અને તેના ભાઈઓએ ખ્રિસ્તી મંડળમાંથી ટેકો મેળવ્યો. એક ખ્રિસ્તી સેવકે શુસાનના કુટુંબમાં એટલો બધો રસ બતાવ્યો કે તે તેમને તેમના દત્તક પિતા કહે છે. સુસાન કહે છે, આ પ્રકારના ટેકાએ, “અમને પુખ્ત અને સત્યમાં મક્કમ રહેવા મદદ કરી.”

નિષ્ણાતો કહે છે કે દરરોજ અર્થસભર પ્રવૃત્તિઓ કરવાનો નિત્યક્રમ જાળવી રાખવાથી પણ મદદ મળી શકે. ફક્ત શાળામાં જવાથી અને તમારું રોજિંદું ઘરકામ કરવાથી પણ તમે નકારાત્મક બાબતોથી દૂર રહી શકો છો. તોપણ તમે ખાસ કરીને, નિયમિત આત્મિક પ્રવૃત્તિઓના નિત્યક્રમ—ખ્રિસ્તી સભાઓમાં હાજરી આપવી અને સુસમાચાર પ્રચાર કરવા—ને અનુસરવાથી પણ લાભ મેળવી શકશો.—સરખાવો ફિલિપી ૩:૧૬.

દેવનું રાજ્ય પૃથ્વી પર નહિ આવે અને જગતવ્યાપી તેમની ઇચ્છા પૂરી નહિ કરે ત્યાં સુધી, અન્યાય પૃથ્વી પરથી જતો રહેશે નહિ. (દાનીયેલ ૨:૪૪; માત્થી ૬:૯, ૧૦) એ દરમિયાન, તમે સામનો કરવા બનતું કરો. પોતાને એ વચનથી ટકાવી રાખો કે જે ઈસુ ખ્રિસ્ત દેવના રાજ્યના શાસક તરીકે “દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે; અને દુઃખી, જેનો કોઇ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે. તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે, તે દરિદ્રીઓના આત્માઓનું તારણ કરશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૨, ૧૩.

“એનાથી મારામાં દેવ પ્રત્યે પણ નકારાત્મક લાગણીઓ થઈ”

સાથી ખ્રિસ્તીની મદદ તમને અન્યાયનો સામનો કરવા મદદ કરી શકે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો