વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૬/૮ પાન ૪
  • બાળકોના પરસેવાથી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાળકોના પરસેવાથી
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • સમસ્યાને અવસર
  • બાળ મજૂરીનાં કારણો
  • બાળ મજૂરીના રૂપો
  • બાળપણનું પતન
  • આપણાં બાળકોનું રક્ષણ કોણ કરશે?
    સજાગ બનો!—૧૯૯૯
  • કટોકટી જગતવ્યાપી છે
    સજાગ બનો!—૧૯૯૯
  • કટોકટી હેઠળ બાળકો
    સજાગ બનો!—૧૯૯૯
  • માબાપ, તમારાં કિંમતી વારસોનું જતન કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૯
g99 ૬/૮ પાન ૪

બાળકોના પરસેવાથી

“બાળકોને સમાજના ભાવિ કરતાં ઉત્પાદનનો એક ભાગ ગણીને આર્થિક સાધન તરીકે વ્યવહાર કરવામાં આવે છે.”—હ્યુમન રીસોસી ઇન્સ્ટિટ્યૂટ, થાયલૅંડના નિર્દેશક ચીરા હોંગલેડરોમ.

તમે ફરી વાર તમારી દીકરી માટે ઢીંગલી ખરીદો ત્યારે તમે યાદ કરી શકો કે એ દક્ષિણ એશિયામાંના યુવાન બાળકોએ બનાવી હોય શકે. ફરી વાર તમે તમારા દીકરાને ફૂટબોલ રમતા જુઓ ત્યારે એ હકીકતને બતાવે છે કે એને ત્રણ વર્ષની છોકરીએ, પોતાની માતા અને ચાર બહેનો સાથે દિવસના ૩૦ રૂપિયા કમાવવા સિલાઈ કરી હોય શકે. ફરી વાર તમે શેતરંજી ખરીદો ત્યારે વિચારો કે એ છ વર્ષના છોકરાની ચપળ આંગળીઓએ ગૂંથી હોય શકે કે જે દરરોજ કલાકો અત્યાચારી સ્થિતિમાં કામ કર્યું હોય શકે.

બાળ મજૂરી કેટલી પ્રચલિત છે? બાળકો પર એની કેવી અસર પડે છે? આ સમસ્યા હલ કરવા શું કરી શકાય?

સમસ્યાને અવસર

ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઈઝેશન (ILO, આઈએલઓ) અનુસાર, ૫ અને ૧૪ વર્ષની વયનાં કામ કરતા બાળકોની સંખ્યા વિકસિત દેશોમાં લગભગ ૨૫ કરોડની છે.a એવું માનવામાં આવે છે કે તેઓમાંના ૬૧ ટકા એશિયા, ૩૨ ટકા આફ્રિકા અને ૭ ટકા લૅટિન અમેરિકામાં છે. બાળ મજૂરી ઔદ્યોગિક દેશોમાં પણ જોવા મળે છે.

a સામાન્ય રીતે, આઈએલઓએ બાળકોને ઓછામાં ઓછા ૧૫ વર્ષ પછી કામ કરવાની પરવાનગી આપી છે—૧૫ કરતાં ઓછી ઉંમરનાઓને માટે ફરજિયાત શાળા પૂરી કરવાની છે. તાજેતરમાં જગતવ્યાપી કેટલા બાળકો કામ કરી રહ્યાં છે એ નક્કી કરવા માટે આ બહુ વિસ્તૃત માપદંડ હતું.

દક્ષિણ યુરોપમાં મોટી સંખ્યામાં બાળકો રોજિંદું કામ ખાસ કરીને મોસમી પ્રવૃત્તિઓ જેવી કે ખેતી અને નાની દુકાનોમાં કામ કરતા જોવા મળે છે. તાજેતરમાં, મધ્ય અને પૂર્વીય યુરોપમાં સામ્યવાદનું મૂડીવાદ રૂપાંતર થતા બાળમજૂરીમાં વધારો થયો છે. યુનાઈટેડ સ્ટેટ્‌સમાં બાળ મજૂરી કરતા ૫૫ લાખ બાળકોની અધિકૃત નોંધ છે પરંતુ એ ૧૨ વર્ષની નીચેના મીઠાઈની દુકાનોમાં કામ કરતા તથા મોસમી અને મોટા ખેતરોમાં સ્થળાંતરીય ગેરકાયદેસરની મજૂરી કરનારાનો સમાવેશ કરતો નથી. તો કઈ રીતે આ લાખો બાળકો કામ કરવાનો એક ભાગ બન્યા?

બાળ મજૂરીનાં કારણો

ગરીબાઈનું શોષણ. ધ સ્ટેટ ઑફ ધ વર્લ્ડ્‌સ ચિલ્ડ્રન ૧૯૯૭ કહે છે, “ગરીબાઈનું શોષણ એ બાળકોમાં સૌથી ભયંકર અને નબળું પાડતું સાધન છે. ગરીબ કુટુંબો માટે ઘરમાં નાના બાળકોની આવકનું નાનું પ્રદાન કે મદદ માબાપની ભૂખ અને સંતોષમાં ફાળો આપે છે.” કામ કરતા બાળકોનાં માબાપ અવારનવાર બિનરોજગાર વગરના કે અપૂરતા કામવાળા હોય છે. તેઓ સલામત આવક માટે આશા રાખતા હોય છે. તો પછી શા માટે એવું છે કે તેઓના બાળકોને નોકરીઓ આપવામાં આવે છે? કારણ કે બાળકોને ઓછું ચૂકવી શકાય. કારણ કે બાળકો જલદી શીખી લે છે અને તેઓને ઘાટ આપી શકાય છે—ઘણા બધાને જે કહેવામાં આવે એ જ કરશે, તેઓ અધિકારીઓ સામે ભાગ્યે જ પ્રશ્નો ઉઠાવે છે. કારણ કે બાળકો ભાગ્યે જ વિરોધ કરવા માટે સંગઠિત થયેલા હોય છે. અને તેઓનો જ્યારે શારીરિક રીતે અત્યાચાર કરવામાં આવે ત્યારે સામે બદલો લેતા નથી.

શિક્ષણનો અભાવ. ભારતમાં ૧૧ વર્ષનો સુધીર, શાળા છોડીને કામ શરૂ કરનારા લાખો બાળકોમાંનો એક છે. શા માટે? તે પ્રત્યુત્તર આપે છે, “શાળામાં શિક્ષકો સારી રીતે શીખવતા નથી. અમે તેઓને બારાખડી શીખવવાનું કહેતા ત્યારે તેઓ અમને મારતા હતા. તેઓ વર્ગમાં સૂઈ જતા હતા. . . . અમને સમજણ ન પડે તો તેઓ અમને શીખવતા ન હતા.” સુધીરનું શાળા માટેનું મૂલ્યાંકન દુઃખદ રીતે સાચું છે. વિકસિત દેશોમાં, સામાજિક ખર્ચ પર કાપ મૂકવાને લીધે શિક્ષણને ઠેસ લાગી છે. વર્ષ ૧૯૯૪માં જગતના સૌથી વિકસિત ૧૪ દેશોના એક યુએન સર્વેક્ષણે કંઈક રસપ્રદ હકીકતો બતાવી. દાખલા તરીકે, આમાંના અડધા દેશોના વર્ગોમાં દરેક ૧૦ વિદ્યાર્થીઓમાંથી ફક્ત ૪ વિદ્યાર્થીઓ માટે બેસવાની જગ્યા છે. અડધા કરતાં વધારે વિદ્યાર્થીઓ પાસે પાઠ્યપુસ્તકો હોતા નથી અને વર્ગોમાં પાટિયાં હોતા નથી. ઘણા બાળકો જે આ પ્રકારની શાળામાં હાજરી આપે છે તેઓ કામમાં જોડાય એમાં કોઈ આશ્ચર્ય નથી.

પ્રણાલિગત અપેક્ષાઓ. વધારે જોખમકારક અને અઘરું કામ ફક્ત નીચલી જ્ઞાતિના, નિમ્ન વર્ગના, અવગણના કરવામાં આવેલા અને ગરીબ લોકો માટે રાખેલું હોય છે. એશિયાના એક દેશને લગતાં યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફન્ડ નોંધે છે કે “એવી દૃષ્ટિ છે કે કેટલાક લોકો અધિકાર જમાવવા અને પોતાના મગજનો ઉપયોગ કરવા માટે જ્યારે કે બીજા મોટા ભાગના પોતાના શરીરથી કામ કરવા માટે જન્મેલા છે.” પશ્ચિમના દેશોમાં પણ વર્તન હંમેશા કંઈ સારું હોતું નથી. ઉચ્ચ ઘરના લોકો પોતાના બાળકોને કોઈ જોખમકારક કામ કરવા દેશે નહિ, પરંતુ કોઈ જાતિય, જ્ઞાતિય કે આર્થિક નિમ્ન વર્ગમાંથી આવનાર આ પ્રકારનું કામ કરે તો એની બહુ પરવા કરતા નથી. દાખલા તરીકે, ઉત્તર યુરોપમાં તુર્કી કે આફ્રિકનો બાળ મજૂરી કરે છે; યુનાઈટેડ સ્ટેટ્‌સમાં, તેઓ કદાચ એશિયાના કે લૅટિન-અમેરિકાના હોય શકે. આધુનિક સમાજ સસ્તી વસ્તુઓ ખરીદે છે જેના લીધે બાળ મજૂરી વધે છે. ઓછી કિંમતની પેદાશની માંગ વધારે છે. થોડા લોકો જાણવામાં રસ ધરાવે છે કે આ પેદાશો કદાચ કરોડો અનામી, શોષિત બાળકોએ બનાવી હોય શકે.

બાળ મજૂરીના રૂપો

બાળ મજૂરી કયું રૂપ લે છે? સામાન્ય રીતે, મોટા ભાગના બાળ કર્મચારીઓ ઘરમાં કામ કરે છે. આ પ્રકારના કર્મચારીઓનું “જગતને સૌથી ભૂલી જનાર બાળકો” નામ આપવામાં આવ્યું છે. ઘરમાં કામ એ જોખમકારક નથી હોતું છતાં પણ અવારનવાર હોય છે. ઘરમાં ગુલામ બનાવીને રખાતા બાળકોને ઓછો પગાર કે બિલકૂલ ચૂકવવામાં આવતું નથી. તેઓના કામ સંબંધિત સમગ્ર નિર્ણયો તેઓના માલિકો પર આધારિત છે. તેઓ લાગણીઓ, શાળા, રમત અને સામાજિક પ્રવૃત્તિઓથી વંચિત હોય છે. તેઓ શારીરિક અને જાતીય અત્યાચારનો સહેલાયથી ભોગ બની જાય છે.

બીજા બાળકો પોતાને અનિચ્છાએ અને બાંધેલા મજૂરો તરીકે જુએ છે. દક્ષિણ એશિયા તેમ જ બીજા વિસ્તારોમાં બાળકો ઘણી વાર ફક્ત આઠ કે નવ વર્ષના હોય છે તેઓને તેમના માબાપ નાની રકમની લોન માટે ફૅક્ટરીના માલિક કે તેઓના આડતિયાઓને સોંપી દેતા હોય છે. જીવનભરની ગુલામીમાંના આ બાળકો કદી પણ દેવું ઓછું કરવામાં સફળ થતા નથી.

બાળકોના ધંધાકીય જાતીય શોષણ વિષે શું? એવો અંદાજ કાઢવામાં આવ્યો છે કે દર વર્ષે જગતવ્યાપી ઓછામાં ઓછી દશ લાખ છોકરીઓને જાતીયતાના ધંધામાં ફસાવવામાં આવે છે. છોકરાઓનું પણ અવારનવાર જાતીય શોષણ કરવામાં આવે છે. શારીરિક અને લાગણીમય નુકશાનથી આ પ્રકારનો અત્યાચાર—એચઆઇવી ચેપનો ઉલ્લેખ નથી—એ બાળ મજૂરીના રૂપોનું સૌથી જોખમકારક રૂપ છે. સેનેગલમાંની ૧૫ વર્ષની વેશ્યા કહે છે, “સમાજ અમને રખડતાં ગણે છે. કોઈ અમને જાણવા કે જોવા ઇચ્છતું નથી.”b

b બાળકોના જાતીય શોષણ પર વધારે માહિતી માટે મે ૮, ૧૯૯૭ના સજાગ બનો!ના પાન ૧૧-૧૫ જુઓ.

ઔદ્યોગિક અને ખેતી કામમાં સૌથી વધારે બાળ મજૂરોનું શોષણ કરવામાં આવે છે. આ પ્રકારના બાળકો સુરંગ ઑપરેશનમાં સખત મહેનત કરે છે કે જે પુખ્તો માટે ઘણું જોખમકારક ગણવામાં આવે છે. ઘણા ફેફસાંના ક્ષય, શ્વાસનળીની અંદરની બીમારી અને દમની બીમારીથી પીડાય છે. ખેતરમાં કામ કરતા બાળ મજૂરોને જંતુનો નાશમાં કરવા સર્પદંશ અને જંતુ કરડવાનું જોખમ રહેલું હોય છે. કેટલાકને શેરડી કાપતા તેમના હાથ કે પગ કપાઈ ગયા છે. બીજા કરોડો બાળકોએ રસ્તાઓને પોતાનું કામનું સ્થળ બનાવ્યું છે. દાખલા તરીકે, દશ વર્ષની શીરીન કચરો વીણનારી છે. તે કદી શાળામાં ગઈ નથી, પણ કઈ રીતે જીવન જીવવું એ તે સારી રીતે જાણે છે. તે ૧૨થી ૨૦ રૂપિયાના નકામા કાગળો અને પ્લાસ્ટિકની કોથળીઓ વેચે તો, તે બપોરનું ભોજન લઈ શકે. તે ઓછું કમાય તો, તેણે ભૂખ્યા રહેવું પડતું. રસ્તા પરના બાળકોને ઘણી વાર ખરાબ ભાષા કે ઘરોમાં અવગણનાનો સામનો કરે છે વધુમાં તેઓએ રસ્તા પર અત્યાચાર અને શોષણનો સામનો કરવો પડે છે. એશિયા શહેરના રસ્તાઓ પર કુલફી વેચવાનું કામ કરનાર એક દશ વર્ષની જોઝી કહે છે, “હું દરરોજ પ્રાર્થના કરું છું કે હું કોઈ કપટીના હાથમાં ન આવી પડું.”

બાળપણનું પતન

બાળ મજૂરીના આ પ્રકારનાં રૂપોના પરિણામે, કરોડો બાળકો ગંભીર જોખમમાં આવે છે. આ તેઓ કયા પ્રકારના કામમાં સંડોવાય છે કે નિમ્ન કામની સ્થિતિને લીધે હોય શકે. રોજિંદા કામમાં બાળકો અને બીજા યુવાન કારીગરોને પુખ્તો કરતાં વધારે ગંભીર અકસ્માતો થાય છે. કારણ કે બાળકોની શરીરરચના પુખ્તો કરતાં અલગ હોય છે. તેમની કરોડ અને પેઢું ભારે કામથી સહેલાયથી વિકૃત બની શકે. વળી, ભયંકર રાસાયણિક પદાર્થો કે કિરણોત્સર્ગમાં બાળકો પુખ્તો કરતાં વધારે સહન કરે છે. વધુમાં, ભારે અને કંટાળાજનક કામ કરતા બાળકો માટે તેઓનું શારીરિક બંધારણ યોગ્ય હોતું નથી. તેઓ સામાન્ય રીતે જોખમોથી વાકેફ હોતા નથી કે તેઓને કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ એ વિષેનું જ્ઞાન હોતું નથી.

બાળ મજૂરી બાળકોના મનોવૈજ્ઞાનિક, લાગણીમય અને બૌધિક વિકાસ પર ગંભીર અસર કરે છે. આ પ્રકારના બાળકો પ્રેમથી વંચિત રહેતા હોય છે. માર, અપમાન, ભૂખ્યા રહેવાની શિક્ષા અને જાતીય અત્યાચાર બહુ સામાન્ય છે. એક અભ્યાસ અનુસાર લગભગ ૨૫ કરોડ બાળ મજૂરોએ શાળા છોડી દીધી છે. વધુમાં, એવું અવલોકન કરવામાં આવ્યું છે કે લાંબો સમય કામ કરવાથી બાળકોની શીખવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.

આ બધાનો અર્થ શું થાય છે? મોટા ભાગના બાળ મજૂરો લાંબા સમયની ગરીબાઈ, દરિદ્રતા, નિરક્ષરતા અને સામાજિક ઉંચનીચમાં જ રહે છે. અથવા, રોબીન રાઈટ ખબરપત્રી એને આ રીતે કહે છે, “વૈજ્ઞાનિક અને ટેકનોલૉજીક પ્રગતિ હોવા છતાં, જગતની ૨૦મી સદીનો અંત કરોડો બાળકો પેદા કરી રહ્યું છે કે જેઓને સામાન્ય જીવન જીવવાની કોઈ આશા નથી, તેઓ કઈ રીતે જગતને ૨૧મી સદીમાં લઈ જઈ શકે.” આ વિચારોત્તેજક પ્રશ્નો ઊભા કરે છે: કઈ રીતે બાળકો સાથે વ્યવહાર કરવો જોઈએ? શું બાળ મજૂરીના અત્યાચારની સમસ્યા માટે કોઈ પણ હલ છે?

કાપડની મિલો અને સુરંગોમાં સખત મહેનતમાં બાળ મજૂરીનો ખરાબ ઇતિહાસ

U.S. National Archives photos

UN PHOTO 148046/

J. P. Laffont - SYGMA

CORBIS/Dean Conger

કચરામાંથી વસ્તુઓ વીણવી

બાળવાના લાકડાં વીણવાની સખત મજૂરી

સૂતરનાં કારખાનામાં રોજગાર

દિવસના ૨ રૂપિયા ૪૦ પૈસા કમાવા માટે બાળ રસ્તા પર વેચે છે

સુથારની દુકાનમાં મજૂરી કરવી

UN PHOTO 148027/Jean Pierre Laffont

UN PHOTO 148079/

J. P. Laffont - SYGMA

UN PHOTO 148048/J. P. Laffont - SYGMA

જીવવા માટે સખત મહેનત

બાળ મજૂરી શું છે?

બધા સમાજોમાં એક અથવા બીજી રીતે મોટા ભાગના બાળકો કામ કરે છે. તેઓ સમાજમાં વધારાનું કામ પણ કરે છે એ જુદા જુદા પ્રકારનું છે. માબાપ પાસેથી બાળકોને વારસામાં મળતું કામ બાળકો માટે શિક્ષણમાં કુશળતાનું સાધન તરીકે એક મહત્ત્વનો ભાગ ભજવી શકે. કેટલાક દેશોમાં, બાળકો અવારનવાર વર્કશોપ અને નાના પાયા પરની નોકરીનો સમાવેશ કરે છે કે જે ધીમે ધીમે પાછળના જીવનમાં પૂરેપૂરા કામ કરનારાઓ બને છે. બીજા દેશોમાં, તરુણો ખિસ્સા ખર્ચ માટે એક સપ્તાહમાં થોડા કલાકો માટે કામ કરે છે. યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફન્ડ જાહેર કરે છે કે આ પ્રકારનું કામ “બાળકોના શારીરિક, માનસિક, આત્મિક, નૈતિક કે સામાજિક વિકાસને શાળામાં, આનંદપ્રમોદ અને આરામમાં દખલગીરી કર્યા વગર આગળ વધારવા કે વૃદ્ધિ કરવા લાભદાયી છે.”

બીજી તર્ફે, બાળ મજૂરી લાંબા સમય માટે ઓછા પગારથી કામ કરતા બાળકો વિષે છે કે જે ઘણી વાર તેઓના આરોગ્ય માટે નુકશાનકારક હોય એવી પરિસ્થિતિઓમાં કામ કરતા હોય છે. ધ સ્ટેટ ઑફ ધ વર્લ્ડસ ચિલ્ડ્રન ૧૯૯૭ વિવેચન કરે છે કે આ પ્રકારનું કામ “સ્પષ્ટપણે વિનાશક કે શોષણકારક છે.” “કોઈ પણ વ્યક્તિ જાહેર રીતે દલીલ કરી શકે નહિ કે કોઈ પણ સંજોગોમાં બાળકનું વેશ્યા તરીકેનું શોષણ સ્વીકાર્ય છે. એ જ રીતે ‘બાંધેલી બાળ મજૂરી’ વિષે પણ કહી શકાય, આ શબ્દાવલિને વિસ્તૃત રીતે ઉપયોગમાં લેવામાં આવે છે કે બાળકોને તેઓના માબાપ અને બાપદાદાનું દેવું ભરપાઈ કરવા ગુલામ તરીકે રાખવામાં આવે છે. આ અત્યંત જોખમકારક અને સલામતીના જોખમ માટેના ઉદ્યોગને પણ લાગુ પડે છે. જોખમકારક કાર્ય સ્પષ્ટપણે બધા બાળકો માટે અસહ્ય છે.”

“હજુ વધારે કરવાનું બાકી છે”

ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઈઝેશન (ILO, આઈએલઓ) બાળ મજૂરીના સૌથી ખરાબ રૂપોને દૂર કરવાના પ્રયત્નોની આગેવાની લઈ રહ્યું છે. આઈએલઓ સરકારને ૧૫ વર્ષની અંદરના બાળકોની મજૂરી પર પ્રતિબંધ મૂકવા ઠરાવ પસાર કરવા દબાણ કરે છે. એ ૧૨ વર્ષની અંદરના કામ કરનારા બાળકો અને કાયદાથી વંચિત શોષણના સૌથી જોખમકારક રૂપો પર પ્રતિબંધ મૂકવાના નવા મહાસંમેલનને આગળ વધારવાને પણ લાગુ પડે છે. આ પ્રકારના પ્રયત્નોની સફળતા વિષે વધારે જાણવા, સજાગ બનો!એ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ લેબર પ્રોગ્રામ, યુ.એસ. મજૂર વિભાગની નિર્દેશિકા સોનિયા રોસેન સાથે વાત કરી. તેમણે વિવિધ આઈએલઓ કાર્યક્રમ સાથે નજદીકથી કાર્ય કર્યું છે. અહીં એ ચર્ચામાંથી અવતરણો લેવામાં આવ્યા છે.

પ્ર.: બાળ મજૂરીની લડત માટે સૌથી અસરકારક માર્ગ કયો છે?

જ.: અમારી પાસે એક પણ સાચો જવાબ નથી. તેમ છતાં, આંતરરાષ્ટ્રીય સ્તરે, આપણે જે વાદવિષય પર ચર્ચા કરી હતી એ મુખ્ય વાદવિષય હતો જેમ કે કાયદાનું લાગુકરણ અને વિશ્વવ્યાપી પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત આપવું. વાસ્તવમાં, માબાપ માટે પૂરતા પ્રમાણમાં નોકરી હોય એ પણ મહત્ત્વનું છે.

પ્ર.: બાળ મજૂરીની લડતે કરેલી પ્રગતિથી શું તમે સંતોષ અનુભવો છો?

જ.: મને કદી પણ સંતોષ થયો નથી. અમે કહીએ છીએ કે કોઈ પણ બાળકે અત્યાચારી સ્થિતિમાં કામ કરવું ન જોઈએ. અમે આઈએલઓના કાર્યક્રમ દ્વારા ઘણી પ્રગતિ કરી છે. પરંતુ હજુ પણ વધારે કરવાનું બાકી છે.

પ્ર.: બાળ મજૂરી કાઢી નાખવાના પ્રયત્નોને આંતરરાષ્ટ્રીય સમાજ કેવો પ્રત્યુત્તર આપી રહ્યો છે?

જ.: એ પ્રશ્નનો પ્રત્યુત્તર કઈ રીતે આપવો એની મને ખબર નથી. અમારી પાસે હમણાં જગતવ્યાપી અમુક સ્તરના સર્વાનુમત છે કે બાળ મજૂરી એવી બાબત છે કે એની સામે પગલાં લેવાના છે. મને લાગે છે આ મુદ્દે ખરેખર પ્રશ્નો છે: કઈ રીતે અને ક્યાં સુધી આ વાદવિવાદ સામે પગલાં લેવા જોઈએ? બાળ મજૂરીના અમુક પ્રકારનો ઉલ્લેખ કરવા આપણે ઉપયોગમાં લઈ શકીએ એવા સૌથી સારા સાધનો કયા છે? મને લાગે છે કે એ અમારો ખરો પડકાર છે.

પ્ર.: બાળ કારીગર ભાવિમાં શાની અપેક્ષા રાખી શકે?

જ.: આ વર્ષે જગતના બધા દેશો જિનીવામાં બાળ મજૂરીના સૌથી ખરાબ રૂપો પર નવા મહાસંમેલનો ભરવા માટે પાછા જવાના છે. બધા દેશો, તેમ જ કારીગર સંગઠનો અને નિયોક્તાના સંગઠનો—કે જેઓ વાસ્તવમાં મોટા પ્રમાણમાં અપેક્ષાઓ રાખે છે. આશા રાખીએ કે, એ બાળ મજૂરીના સૌથી ખરાબ રૂપોને દૂર કરવાના હેતુથી નવું માળખું તૈયાર કરશે.

* * *

દરેક તેના આશાવાદ સાથે સહભાગી થતા નથી. બાળકોને બચાવો (સંગઠન)ના પ્રમુખ ચાર્સ મેકક્રોમેક પાસે તેમના પોતાના અભિપ્રાયો છે. તે કહે છે, “રાજકીય સીમાઓ અને જનતા પાસેની માહિતી સમસ્યાને હલ કરતા નથી.” શા માટે? યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફન્ડ ટીકા કરે છે: “બાળ મજૂરી અવારનવાર એક જટિલ વાદવિષય છે. અને પ્રભાવશાળી અસરોથી ઘણા કારીગરો, રાજનૈતિક લાભ કર્તાઓ અને અર્થશાસ્ત્રીઓએ દરખાસ્ત કરી કે બજાર કોઈ પણ કિંમતે સ્પર્ધા મુક્ત હોવું જોઈએ અને પ્રણાલિકર્તાઓનું માનવું છે કે અમુક બાળકોની જાતિ અને વર્ગના લીધે તેઓ પોતાના હક્કથી વંચિત રહે છે.”

સોનિયા રોસેન

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો