“બાળકો કુમળાં છે”
‘બાળકો કુમળાં છે; બાળકોની ગતિ પ્રમાણે, હું ધીમેથી હંકારીશ.’
—ઘણા બાળકોનો પિતા, યાકૂબ, ૧૮મી સદી બી.સી.ઈ.
બાળકો સાથેનો દુર્વ્યવહાર એ કંઈ નવો નથી. પ્રાચીન સંસ્કૃતિ—જેમ કે એઝતેક્સ, કનાનીઓ ઇંકા અને ફોએનિસિયનો—બાળકોના બલિદાનના આચરણ માટે કુખ્યાત છે. કાર્થેજના ફોનિસિયન શહેરમાં ખોદકામ કરતાં જોવા મળ્યું કે પાંચમી અને ત્રીજી સદી બી.સી.ઈ. દરમિયાન બઆલ દેવતા અને તેનીટ દેવી માટે લગભગ ૨૦,૦૦૦ બાળકોના બલિદાન આપ્યા હતા! કાર્થેજની વસ્તી ફક્ત ૨,૫૦,૦૦૦ની હતી એ ધ્યાનમાં રાખીને જોતાં આ આંકડો વધારે ચોંકાવનારો બને છે.
તેમ છતાં, એક પ્રાચીન સમાજના લોકો હતા કે જેઓ અલગ હતા. બાળકો પ્રત્યે ક્રૂર એવા પડોશીઓ મધ્યે રહેતા હોવા છતાં, ઈસ્રાએલ રાષ્ટ્ર એના બાળકો સાથેના વ્યવહારમાં નોંધપાત્રપણે અલગ હતું. એ રાષ્ટ્રના પિતા, કુટુંબવડા યાકૂબે ઉદાહરણ બેસાડ્યું. બાઇબલ પુસ્તક ઉત્પત્તિ અનુસાર, પોતાના વતન પાછા ફરી રહ્યાં હતા ત્યારે, યાકૂબે પોતાના નોકર ચાકરની ગતિમાં ફેરફાર કર્યા જેથી બાળકો માટે એ અઘરું ન બને. તેમણે કહ્યું “છોકરાં કુમળાં છે.” એ સમયે તેઓના બાળકોની ઉંમર કંઈક ૫ અને ૧૪ વર્ષની વચ્ચે હતી. (ઉત્પત્તિ ૩૩:૧૩, ૧૪) ઈસ્રાએલીઓએ પોતાના બાળકોની જરૂરિયાતો અને મોભા માટે એવો જ આદર બતાવ્યો.
નિઃશંક, બાઇબલ સમયોમાં બાળકોએ ઘણું કરવાનું હતું. તેઓ મોટા થતા ગયા તેમ, છોકરાઓને પોતાના પિતા દ્વારા ખેતીકાર્ય, કે વેપારમાં જેમ કે સુથારીનું પ્રશિક્ષણ આપવામાં આવતું હતું. (ઉત્પત્તિ ૩૭:૨; ૧ શમૂએલ ૧૬:૧૧) જ્યારે કે છોકરીઓને ઘરમાં તેઓની માતા દ્વારા ઘરકામ શીખવવામાં આવતું હતું કે જે પુખ્ત જીવનમાં ઉપયોગી બને. યાકૂબની પત્ની રાહેલ, યુવાન હતી ત્યારે ભરવાડણ હતી. (ઉત્પતિ ૨૯:૬-૯) યુવાન સ્ત્રીઓ ધાન્ય કાપણી સમયે ખેતરોમાં અને દ્રાક્ષના બગીચાઓમાં કામ કરતી હતી. (રૂથ ૨:૫-૯; ગીતોનું ગીત ૧:૬)a આ પ્રકારનું કાર્ય સામાન્ય રીતે માબાપની પ્રેમાળ દેખરેખ હેઠળ કરવામાં આવતું હતું અને સાથે શિક્ષણ પણ આપવામાં આવતું હતું.
a આ કાર્ય કરવાથી સ્ત્રીઓને નિમ્ન વર્ગના કુટુંબની કે તેઓ ફક્ત ઘર કે ખેતરોમાં કામ કરવા માટે યોગ્ય છે એવું ગણવામાં આવતું ન હતું. “સદ્ગુણી સ્ત્રી”નું વર્ણન નીતિવચન બતાવે છે કે પરિણીત સ્ત્રી ફક્ત ઘરને સંભાળી શકે એટલું જ નહિ, પરંતુ સંપત્તિ, લેવડદેવડ, ખેતરમાં કામ કરવું અને નાનો ધંધો હાથ ધરી શકે એવી પણ હોવી જઈએ.—નીતિ. ૩૧:૧૦, ૧૬, ૧૮, ૨૪.
એ જ સમયે, ઈસ્રાએલમાં યુવાન બાળકો મનોરંજનનો આનંદ માણતાં હતાં. પ્રબોધક ઝખાર્યાહે કહ્યું કે “નગરની શેરીઓ રમતાં છોકરાઓ તથા છોડીઓથી ભરપૂર હશે.” (ઝખાર્યાહ ૮:૫) એને ઈસુ ખ્રિસ્તે ઉલ્લેખ્યું કે યુવાન બાળકો ચૌટાઓમાં બેસીને વાંસળી વગાડી અને નાચતા હતા. (માત્થી ૧૧:૧૬, ૧૭) બાળકો સાથે આ પ્રકારનો માનનીય વ્યવહાર કરવા પાછળ શું હતું?
ઉચ્ચ સિદ્ધાંતો
ઈસ્રાએલીઓ દેવનો નિયમ પાળતા હતા ત્યાં સુધી, તેઓએ કદી પણ પોતાના બાળકો પર અત્યાચાર કે શોષણ કર્યું ન હતું. (પુનર્નિયમ ૧૮:૧૦ને યિર્મેયાહ ૭:૩૧ સાથે સરખાવો.) તેઓ પોતાનાં દીકરા-દીકરીઓને “યહોવાહનું આપેલું ધન” “પ્રતિદાન” તરીકે જોતા હતા. (ગીતશાસ્ત્ર ૧૨૭:૩-૫) માબાપ પોતાનાં બાળકોને ‘મેજની આસપાસ જૈતુનવૃક્ષના રોપ જેવાં’ જુએ છે—અને જૈતુનવૃક્ષ એગ્રેરીયન સમાજમાં બહુ મૂલ્યવાન હતા! (ગીતશાસ્ત્ર ૧૨૮:૩-૬) ઇતિહાસકાર આલ્ફ્રેડ ઇડરશીન નોંધે છે કે દીકરા અને દીકરીઓની શબ્દાવલિ ઉપરાંત, પ્રાચીન હેબ્રીઓને જીવનના અલગ અલગ તબક્કાઓ માટે નવ શબ્દાવલિઓ હતી. તે નિષ્કર્ષ આપે છે: “બાળ જીવનનું ધ્યાનથી અવલોકન કરનારે તેઓના જીવનના દરેક તબક્કાનું ચિત્રણાત્મક નામ આપ્યું, તેઓ નિશ્ચે પોતાના બાળકોને બહુ પ્રેમ કરતા હશે.”
ખ્રિસ્તી યુગમાં, માબાપોને પોતાનાં બાળકો સાથે ગૌરવ અને માનથી વર્તવાની સલાહ આપવામાં આવી હતી. ઈસુએ બીજાના બાળકો સાથે વ્યવહાર કરવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. તેમના પાર્થિવ સેવાકાર્યના અંતના એક પ્રસંગમાં, લોકોએ પોતાનાં નાના બાળકોને તેમની પાસે લાવવાનું શરૂ કર્યું. દેખીતી રીતે ઈસુ બહુ વ્યસ્ત હતા તેથી ચિંતિત બની શિષ્યોએ લોકોને અટકાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ઈસુએ પોતાના શિષ્યોને ધમકાવ્યા: “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને વારો મા.” ઈસુએ બાળકોને બાથમાં પણ લીધા. નિઃશંક, તેમણે બાળકોને મૂલ્યવાન અને માયાળુ વ્યવહારને યોગ્ય તરીકે જોયા.—માર્ક ૧૦:૧૪, ૧૬; લુક ૧૮:૧૫-૧૭.
પછીથી, પ્રેષિત પાઊલે પિતાઓને કહ્યું: “પિતાઓ, તમે તમારાં છોકરાંને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય.” (કોલોસી ૩:૨૧) આ આજ્ઞાના સુમેળમાં, ખ્રિસ્તી માબાપો પહેલાંની જેમ આજે કદી પણ પોતાનાં બાળકોને અત્યાચારી પરિસ્થિતિમાં કાર્ય કરવા દેવાની પરવાનગી આપશે નહિ. તેઓને ખબર છે કે બાળકોને શારીરિક રીતે, લાગણીમય રીતે અને આત્મિક રીતે ઉછેરવા માટે, પ્રેમાળ, કાળજી અને સલામત વાતાવરણ જરૂરી છે. માબાપે સાચા પ્રેમનો સ્પષ્ટ પુરાવો આપવો જોઈએ. આમાં તેઓના પોતાના બાળકોને નુકશાન પહોંચાડે એવી પરિસ્થિતિમાંથી રક્ષણ કરવાનો સમાવેશ કરશે.
આધુનિક વાસ્તવિકતાઓ
અલબત્ત, આપણે “સંકટના વખતો”માં જીવી રહ્યાં છીએ. (૨ તીમોથી ૩:૧-૫) કઠોર આર્થિક વાસ્તવિકતાઓના કારણે, ઘણા દેશોમાં ખ્રિસ્તી કુટુંબોને પણ પોતાનાં બાળકોને કાર્ય કરવા જોડાવવાનું જરૂરી લાગ્યું છે. અગાઉ નોંધ્યું તેમ, બાળકો માટે હિતકારક અને શૈક્ષણિક કાર્યમાં જોડાવવું કંઈ ખોટું નથી. આ પ્રકારનું કાર્ય બાળકોની શારીરિક, માનસિક, આત્મિકતા, નૈતિકતામાં વધારો કરી શકે અથવા જરૂરી શાળા, સમતોલ આનંદપ્રમોદ અને જરૂરી આરામમાં દરમિયાનગીરી કર્યા વગર સામાજિક વિકાસ કરી શકે.
નિઃશંક, ખ્રિસ્તી માબાપો પોતાનાં બાળકોને પોતાની પ્રેમાળ દેખરેખ હેઠળ રાખવાનું ઇચ્છે છે, ક્રૂર, લાગણીશૂન્ય કે સિદ્ધાંતહીન કાર્યકર્તાઓના ગુલામ તરીકે નહિ. આવા માબાપ ખાતરી કરી લે કે પોતાનાં બાળકો કરતાં કોઈ પણ પ્રકારનું કાર્ય તેઓને શારીરિક, જાતીય કે લાગણીમય અત્યાચારમાં ન ફસાય. વળી, તેઓએ પોતાના બાળકો તેમની નજીક રાખવા જોઈએ. આ રીતે તેઓ બાઇબલ આધારિત પોતાની આત્મિક શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી શકે: “તે [દેવનો શબ્દ] તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.”—પુનર્નિયમ ૬:૬, ૭.
વધુમાં, ખ્રિસ્તીઓને બીજાઓના સુખદુઃખમાં ભાગ લેનાર, પ્રીતિ રાખનારાં અને કરુણાળુ તથા નમ્ર બનવાનું કહેવામાં આવ્યું છે. (૧ પીતર ૩:૮) તેઓને સર્વનું સારું કરવાનું ઉત્તેજન આપવામાં આવ્યું છે. (ગલાતી ૬:૧૦) આ પ્રકારના દૈવી ગુણો સામાન્ય લોકોમાં બતાવવામાં આવે તો, એક વ્યક્તિએ પોતાનાં બાળકો માટે કેટલા વધુ બતાવવા જોઈએ! સોનેરી નિયમ—“જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો”—મનમાં રાખીને ખ્રિસ્તીઓ ક્યારેય પોતાને બીજાનાં બાળકો, સાથી ખ્રિસ્તીઓ હોય કે નહિ તેમનું શોષણ કરવા દેશે નહિ. (માત્થી ૭:૧૨) વધુમાં, ખ્રિસ્તીઓ નિયમ પાળનારા નાગરિકો હોવાથી, તેઓ તેમના માટે કામ કરતા લોકોની વયની મર્યાદાની બાબત આવે છે ત્યારે તેઓએ સરકારના કાયદાનું ઉલ્લંઘન ન કરવા વિષે કાળજી રાખવી જોઈએ.—રૂમી ૧૩:૧.
યથાર્ય પ્રત્યુત્તર
ભાવિ વિષે શું? પુખ્તોની જેમ બાળકો માટે પણ સારો સમય આગળ રહેલો છે. સાચા ખ્રિસ્તીઓને વિશ્વાસ છે કે આવનાર જગતવ્યાપી સરકાર કે જેને બાઇબલ “આકાશનું રાજ્ય” કહે છે એ બાળ મજૂરીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે. (માત્થી ૩:૨) દેવનો ભય રાખનાર લોકો સદીઓથી આ માટે પ્રાર્થના કરે છે જ્યારે તેઓ કહે છે: “આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ; તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.”—માત્થી ૬:૯, ૧૦.
આ ઉપરાંત, આ રાજ્ય બાળ મજૂરી તરફ દોરી જતી પરિસ્થિતિને દૂર કરી નાખશે. એ ગરિબાઇ કાઢી નાખશે. “પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે; દેવ, હા, આપણો દેવ, આપણને આશીર્વાદ આપશે.” (ગીતશાસ્ત્ર ૬૭:૬) દેવનું રાજ્ય ખાતરી આપશે કે દરેક જણ દૈવી ગુણોના આધાર પર યોગ્ય શિક્ષણ મેળવશે. “પૃથ્વી પર [દેવના] ન્યાયશાસનો હોય, ત્યારે જગતના રહેવાસીઓ ધાર્મિક પણું શીખે.”—યશાયાહ ૨૬:૯.
દેવનું રાજ્ય અસમાનતાવાળી આર્થિક પદ્ધતિને કાઢી નાખશે. જ્ઞાતિય, સામાજિક, વય કે જાતિ વચ્ચેનો ભેદ હશે નહિ, આથી એ સરકારનો મુખ્ય નિયમ પ્રેમનો હશે, કે જેમાં આજ્ઞાનો સમાવેશ થાય છે: “જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” (માત્થી ૨૨:૩૯) આવી ન્યાયી જગતવ્યાપી સરકાર હેઠળ, બાળ મજૂરીની સમસ્યાને સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવશે!
મેડમ તેમની છોકરીઓને જવા દે છે
કેરેબિયન ટાપુમાં ૧૫ વર્ષથી સીસિલ્યાb પોતાનું વેશ્યાગૃહ ચલાવતી હતી. તેણે એક સાથે ૧૨થી ૧૫ છોકરીઓ ખરીદી અને તેઓમાંની મોટા ભાગની ૧૮ વર્ષ કરતા પણ ઓછી હતી. છોકરીઓને તેઓના કુટુંબોએ લીધેલા દેવા માટે તેઓની ઇચ્છા વિરુદ્ધ રાખવામાં આવી હતી. સીસિલ્યાએ દેવું ચૂકતે કર્યું અને પોતાના માટે કામ કરવા છોકરીઓને લીધી. તેઓ જે કમાતી તેમાંથી તે તેઓના ખોરાક અને ભરણપોષણનો ખર્ચ કાઢતી અને તેઓની ખરીદ કિંમતનો થોડો ભાગ પણ રાખતી. તેઓને સ્વતંત્રતા મેળવવા માટે વર્ષો લાગતા. છોકરીઓને પહેરેગીર સિવાય ઘરની બહાર જવા દેવાની પરવાનગી આપવામાં આવતી ન હતી.
b તેનું સાચુ નામ નથી.
સેસીલ્યા એક ખાસ કિસ્સો સારી રીતે યાદ રાખે છે. દર અઠવાડિયે એક વેશ્યા છોકરીની માતા ભોજન ઉઘરાવવા આવતી—ભોજન કે જે તેની દીકરીના “કામ”થી કમાવવામાં આવતું હતું. એ છોકરી એક દીકરાને ઉછેરી રહી હતી. તે દેવું ચૂકતે કરવામાં કંઈ ભરપાઈ કરી શકતી ન હતી અને તેને જીવનભર મુક્ત થવાની કોઈ આશા ન હતી. એક દિવસે તેણે આપઘાત કરી લીધો, અને એવી નોંધ મૂકીને ગઈ કે તે પોતાના દીકરાને મેડમના ભરોસે મૂકીને જાય છે. સેસિલ્યાએ પોતાના ચાર બાળકો સાથે એ બાળકને ઉછેર્યો.
સીસિલ્યાની એક દીકરીએ યહોવાહના સાક્ષીઓના મિશનરિ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. સીસિલ્યાને અભ્યાસમાં ભાગ લેવાનું ઉત્તેજન આપવામાં આવ્યું, પરંતુ શરૂઆતમાં તેણે નકાર કર્યો કારણ કે તેને વાંચતા કે લખતા આવડતું ન હતું. તેમ છતાં, ધીમે ધીમે, બાઇબલમાંથી થતી ચર્ચાને સાંભળીને તે દેવનો પ્રેમ અને ધીરજ ઓળખી અને તેમની માફીનો આનંદ માણ્યો. (યશાયાહ ૪૩:૨૫) બાઇબલ અભ્યાસ કરવાની ઇચ્છાથી, તેણે જલદી જ લખવા વાંચવાનું શરૂ કર્યું. તેણે બાઇબલ જ્ઞાનમાં પ્રગતિ કરી તેમ, તેને દેવના ઉચ્ચ નૈતિક ધોરણોનું પાલન કરવાની જરૂર જણાઈ.
એક દિવસે, છોકરીઓને આશ્ચર્ય થયું જ્યારે તેણે કહ્યું કે તેઓ જવા માટે હવે મુક્ત છે! તેણે સમજાવ્યું કે તેઓ જે કરી રહ્યાં હતા એ દેવને એકદમ નાખુશ કરનારી બાબત હતી. તેઓમાંની કોઈએ કંઈ ભરપાઈ કર્યું નહિ. તેમ છતાં, બે છોકરીઓ તેની સાથે રહેવા પ્રેરાઈ. બીજી છેવટે બાપ્તિસ્મા પામેલી સાક્ષી બની. હવે સીસિલ્યા ૧૧ વર્ષથી પૂરા સમયની બાઇબલ શિક્ષકા છે અને બીજા લોકોને દેવને નાખુશ કરતા આચરણોમાંથી મુક્ત થવા મદદ કરી રહી છે.