વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૩/૮ પાન ૨૪
  • પન્‍નું એક મૂલ્યવાન રત્ન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પન્‍નું એક મૂલ્યવાન રત્ન
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • પ્રાચીન સમયથી ખોદવામાં આવેલું
  • ઉચ્ચ સુરક્ષા નિરર્થક
  • ખરીદનાર સાવધ!
સજાગ બનો!—૧૯૯૯
g99 ૩/૮ પાન ૨૪

પન્‍નું એક મૂલ્યવાન રત્ન

પોતાના ચમકતા લીલા રંગના લીધે, પન્‍નું મુગટમાં સુશોભિત કરવામાં આવે છે અને ઇતિહાસમાં કેટલાક પ્રાચીન રાજવીના સિંહાસનમાં જડવામાં આવ્યાં હતાં. ભૂતકાળની જેમ આજે, તે સંપત્તિ અને સત્તાનું પ્રતિક છે.

જગતવ્યાપી, પન્‍નાને હીરાઓ કરતાં પણ વધારે મૂલ્યવાન ગણવામાં આવે છે. સામાન્ય રીતે, ફક્ત માણેકને જ વધારે મૂલ્યવાન ગણવામાં આવે છે. તોપણ, ટેરી ઓટાવા ભૂસ્તરશાસ્ત્રી ટેક્નિશિયન દાવો કરે છે, “વિવિધ રત્નોને કૅરેટના આધારે સરખાવતા, પન્‍નાની ઉચ્ચ ગુણવત્તા છે એ દુનિયાનું સૌથી મોંઘુ રત્ન છે.” એની ગુણવત્તાના આધારે, એ તમારી મુઠ્ઠીમાં આવી જાય એનું વજન ત્રણ ગ્રામનું છે જેની કિંમત દસ લાખ ડૉલરની હોય શકે!

પન્‍નાની અછત હોવાના લીધે તેનું મૂલ્ય વધારે છે. એ પાસાદાર નીલમનાં જેવું છે. પન્‍નું સામાન્ય રીતે એલ્યુમિનિયમ અને રૂપા જેવી ચળકતી ધાતુનાં મિશ્રણથી બને છે કે જે બેરિલિયમના તત્ત્વમાં બહુ ઓછા હોય છે. અલ્પ પ્રમાણમાં ક્રોમિયમ અને વૅનેડિયમ જેવા સૂક્ષ્મ તત્ત્વો પન્‍નાના લીલા રંગને ચમક આપે છે.

પ્રાચીન સમયથી ખોદવામાં આવેલું

હજારો વર્ષોથી, આખા જગતમાં પન્‍નાનો પુરવઠો મિસરમાંથી આવતો હતો. કિરોની દક્ષિણે લગભગ ૭૦૦ કિલોમીટર દૂર આવેલા પ્રખ્યાત સ્થાન કીઓપેટ્રાસ માઈન્સમાં મિસરવાસીઓએ પહેલી વાર ખોદકામ કર્યું અને પછીથી રોમનોએ અને તૂર્કીઓએ કર્યું. એ કેટલું મહેનતનું કામ હશે! રણના ભયંકર તાપ અને ઉઝરડી નાખનાર ધૂળે ખાણોનાં ભૂગર્ભમાં કામ કરનારાઓ માટે સખત મુશ્કેલી ઊભી કરી હશે. વધુમાં, બધા પુરવઠાને નાઈલ નદીમાંથી કાફલામાં લાવવામાં આવતો હતો કે જે ઓછામાં ઓછી અઠવાડિયાની મુસાફરી હતી. પ્રચંડ મુશ્કેલી છતાં, ખીણોમાં લગભગ ૩૩૦ બી.સી.ઈ.થી ૧૨૩૭ સી.ઈ. સુધી કામ ચાલુ રહ્યું હતું.

પ્રાચીન સમયોમાં લોકો પન્‍નાને એની સુંદરતા અને એની ચમત્કારિકપણે સાજા કરવાની શક્તિની ધારણાને લીધે લોભ રાખતા હતા. પન્‍નાને ઘણા પ્રકારના રોગોથી સાજા થવા માટે મેળવવામાં આવતું હતું. એ પણ માનવામાં આવતું હતું કે તેઓ સ્ત્રીઓની જન્મ આપવાની અને કામવાસનાને પણ અસર કરી શકે. સમજી શકાય તેમ છે કે, પ્રવૃત્તિશીલ અને લાભકારક ધંધો મિસર અને બીજા રાષ્ટ્રો છેક ભારત સુધી વિકસ્યો હતો.

દક્ષિણ આફ્રિકામાં ૧૬મી સદીની શરૂઆતમાં એક સ્પેનિશ વિજેતા સુધી આ એકાધિકાર ચાલતો આવ્યો. ત્યાર પછી થોડા સમયમાં, હેમેનથા થા કાસાથોએ એને જીત્યું કે જેને હમણાં કોલંબિયા તરીકે ઓળખવામાં આવે છે. થોડા વર્ષો પછી, વર્ષ ૧૫૫૮માં સ્પેનિશવાસીઓએ મૂઝુમાં આવેલી ખાણ શોધી કાઢી. એમાંથી મળી આવેલાં પન્‍ના રત્નો ગુણવત્તાવાળા અને કદમાં આશ્ચર્ય પમાડે એવાં હતાં.

સ્પેનિશવાસીઓએ તરત જ એ ખીણ પર કબજો જમાવી લીધો અને સ્થાનિક રહેવાસીઓ પાસે રત્નો મેળવવા ખોદકામનું ભયંકર કામ કરાવવા ઉપયોગ કરીને તેઓ પર અધિકાર જમાવ્યો. થોડા જ વર્ષોમાં, યુરોપમાં મોટા મોટા અને લગભગ એકદમ શુદ્ધ પન્‍નાનું પૂર આવ્યું. એમાંનાં કેટલાક પન્‍નાઓ ઓટોમેન તુર્કીયો, પર્સિયન શાહો અને ભારતના રાજઘરોમાં પણ જોવા મળ્યા. આ પથ્થરો પર કોતરકામ અને શિલ્પીકામ કરવામાં આવ્યું અને ઘણા મૂલ્યવાન ઝવેરાતનાં એકત્રિકરણનો પાયો બન્યું.

ઉચ્ચ સુરક્ષા નિરર્થક

આજે દુનિયાના એકદમ ગરીબ લોકો ખૂબ મહેનત કરીને રત્નોને સખત અને પથરાળ જમીનમાંથી કાઢે છે. એ જોઈને પત્રકાર ફ્રેડ વૉર્ડ કહે છે: “આ પન્‍નાના વેપારની બહુ વ્યગ્રતા છે કે જે લોકોને આ પથ્થરો મળે છે એમાંના મોટા ભાગના લોકો તો એની કલ્પના પણ કરી શકતા નથી કે એને પહેરવા માટે પૈસા ભેગા કરવા પડશે.” કેમ કે મજૂરોમાં આ પથ્થરોને ચોરી અને દાણચોરી કરવાનું પ્રલોભન આવે છે, મોટા ભાગની ખાણો સલામતી વગર જ ચલાવવામાં આવે છે. ચોકીદાર મશીનગન ખભે ભરાવીને મજૂરો શ્રમપૂર્વક ખોદી અને એને ભેગા કરે છે કે નહિ એ ઉત્સુકતાપૂર્વક જુએ છે.

આ પગલાં છતાં, નિષ્ણાતો દાવો કરે છે કે પન્‍નાનો મોટા ભાગનો વેપાર જગતવ્યાપી ગેરકાનૂની ચાલે છે. રાષ્ટ્રીય ભૌગોલિક (અંગ્રેજી) સામયિક કહે છે, “મોટા ભાગના પન્‍ના કોઈ પણ જાતની કાયદેસર નોંધ કે કર ભર્યા વગર દુનિયાના બજારમાં લાવવામાં આવે છે કે જેને કાળા બજાર કહેવામાં આવે છે. લગભગ દરેક ઉચ્ચ ગુણવત્તાના પન્‍નાને એના ઇતિહાસમાં કોઈક સમયે ચોરી કરવામાં આવે છે.”

ખરીદનાર સાવધ!

પન્‍ના જે રીતે બને છે એના કારણે એમાં ઘણી વાર કોઈ પદાર્થ જેવા કુદરતી, આંતરિક અશુદ્ધતાઓ રહી જાય છે. આ અશુદ્ધતાઓ પથ્થરની બહારની સપાટી સુધી પહોંચે છે ત્યારે, એઓ ચીરા તરીકે દેખાય છે જે પથ્થરના ઘાટને નુકશાન પહોંચાડે છે અને એના મૂલ્યને મોટું નુકશાન પહોંચાડે છે. સદીઓથી વેપારીઓએ આ સપાટીની તીરાડને શુદ્ધ અને પોલીશ કરેલા રત્નોને ગરમ તેલમાં જેમ કે દેવદારનું તેલ અને ખજૂરના તેલમાં પલાળીને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. આ ગરમ હવાને પથ્થરની તીરાડોમાંથી બહાર કાઢવામાં આવે છે અને પછી તીરાડોમાં તેલ ભરવામાં આવે છે જેથી તીરાડ દેખાતી નથી. અને પછી આ રત્નોને સારી ગુણવત્તાનાં કહીને વેચવામાં આવે છે. પરંતુ એક બે વર્ષની અંદર તેલ ઉડી જાય છે અને તીરાડ દેખાવા લાગે છે, જેનાથી ખરીદનાર હેરાન અને ઉદાસ થઈ જાય છે.

ભાવિ ગ્રાહકોએ આવી બનાવટથી પણ સાવધ રહેવું જોઈએ. મધ્ય યુગમાં, લીલા કાચને પોલીશ કરી પન્‍ના જેવો બનાવવાનો સારો એવો ધંધો ચાલતો હતો. વર્ષોથી ઘણા બિનશંકાશીલ લોકોને એવું માનીને છેતરવામાં આવ્યા છે કે તેઓ પાસે સાચી વસ્તુઓ છે જ્યારે કે વાસ્તવમાં તેઓ પાસે બનાવટી વસ્તુઓ હોય છે. રાષ્ટ્રીય ભૌગોલિક અવલોકે છે: “સામાન્ય લોકો તો શું સોની પણ છેતરાઈ જાય.” તેમ છતાં, એવા પરીક્ષણો પ્રાપ્ય છે કે જેનાથી સાચા સોનીને ખબર પડે કે પન્‍નું સાચું છે કે ખોટું છે.

મનુષ્યના લોભે કંઈક અંશે પન્‍નાના ચિત્રને બગાડી મૂક્યું છે છતાં, એ સુંદર, જૂજ અને મૂલ્યવાન છે. એ દેવની રચનાનું અમૂલ્ય અજાયબી છે.

All emeralds: S. R. Perren Gem and Gold Room, Royal Ontario Museum; Ancient Egypt Gallery, Royal Ontario Museum

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો