ખજૂરી
બહુહેતુક ઝાડ
સજાગ બનો!ના સોલોમન ટાપુઓમાંના ખબરપત્રી તરફથી
ગ્વાડલકૅનાલ—આ નામ સાંભળતાની સાથે જ ઘણા લોકોને બીજા વિશ્વયુદ્ધ દરમિયાનની નિર્દયતા યાદ આવે છે. પરંતુ આજે સોલોમન ટાપુઓની આ ભૂતકાળની રણભૂમિ પર આવનાર લોકોને એકદમ તફાવત જોવા મળે છે—લાંબી લાંબી હરોળમાં સૈનિકો નહિ પરંતુ ઊંચા ઊંચા ખજૂરીના ઝાડો.
આ ફળદ્રુપ અને ભવ્ય ખજૂરીની જમીન એક સમયે હજારો બૉંબ અને બીજા ભયંકર યુદ્ધનાં સાધનોથી ભરેલી હતી. પરંતુ આ યુદ્ધનાં સાધનોને ખજૂરીના ઝાડ માટે દૂર કરવામાં આવ્યાં. આ ઝાડનો વિકાસ કઈ રીતે શરૂ થયો? અને શા માટે આપણે કહી શકીએ કે આ સુંદર અને ઊંચું ઝાડ બહુહેતુક છે?
સમૃદ્ધ ઇતિહાસ
ખજૂરીના ઝાડને મળતા આવતા ઝાડના જેવું પ્રથમ આધુનિક વર્ણન વેનીથ એલવીસે કાડેમોસ્ટોએ ૧૫મી સદીના મધ્યમાં નોંધેલો જોવા મળે છે કે જેણે આફ્રિકાના પશ્ચિમ કિનારાની શોધ કરી હતી. ત્યાર પછી, લગભગ ૫૦૦ વર્ષ પહેલાં, આફ્રિકાના દાસો એનું ફળ ઍટલૅંટિકથી પોતાના દેશમાં લઈ ગયા. આમ, ખજૂરનું ઝાડ આજે દુનિયામાં વિસ્તૃત પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતા વનસ્પતિ તેલમાંનું એક બન્યું. કોઈ પણ બીજા તેલની ખેતી કરતાં ખજૂરીની વધારે ખેતી કરવામાં આવે છે. વધુમાં, ખજૂરીનું ઝાડ હંમેશ માટે રહેનાર છે કે જેને ૨૫થી ૩૦ વર્ષ સુધી ફળ પેદા થાય છે.
ખજૂરીના ઝાડના પેદાશનું મહત્ત્વનું પાસું, ખાસ કરીને પૂર્વના અમુક દેશોમાં ૧૯૭૦ના દાયકાના અંતમાં શોધી કાઢવામાં આવ્યું હતું. અગાઉ એમ વિચારવામાં આવતું હતું કે ખજૂરીના ઝાડ ખાસ કરીને પવનથી આવતા પરાગથી ઉત્પાદન થાય છે. એ કારણે, ખરાબ પાક માટે સાનુકૂળ વાતાવરણની પરિસ્થિતિ જવાબદાર હતી. તેમ છતાં, તાજેતરમાં સંશોધકોએ બતાવ્યું કે પરાગથી ઉત્પાદન મુખ્યત્વે જીવાત દ્વારા કરવામાં આવે છે. આમ, પશ્ચિમ આફ્રિકાથી દૂર પૂર્વની આવતી જીવાત છે કે જે પરાગથી ઝાડના ઉત્પાદન માટે લાભદાયી પુરવાર થયું છે.
ખજૂરના ઝાડમાં લાલાશ નારંગી જેવું ફળ થાય છે જે બે પ્રકારનાં તેલ માટે ઉપયોગી છે. બંને વિવિધ પેદાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, તમારામાંના કેટલાક તેનો ઉપયોગ કરતા હશે. એને વિચારણામાં લઈએ એ પહેલાં, ચાલો આપણે ખજૂરીના તેલની મિલની મુલાકાત લઈએ અને કઈ રીતે તેલ કાઢવામાં આવે છે એ જોઈએ.
તેલ કાઢવાની પ્રક્રિયા
અમે મિલમાં પહોંચ્યા તેમ, અમારા ટૂર ગાઈડે અમારો આવકાર કર્યો તે અમને અંદર લઈ ગયા. ચારેબાજુ ભારે મશીન ચાલી રહ્યાં છે. તે સમજાવે છે, ખજૂરના તેલની પ્રક્રિયાનું પહેલું પગથિયું આ છે, તેને મોટા સિલિન્ડર આકારની વરાળની ભઠ્ઠીમાં મૂકવામાં આવે છે. દરેક શાખા જે લગભગ ૨૦૦ ખજૂરના કદની હોય છે કે જેને સખત રીતે પૅક કરવામાં આવે છે. વરાળની ભઠ્ઠી ફળને જીવાણુંરહિત કરે છે અને ફળોને શાખામાંથી છૂટા થવા મદદ કરે છે.
બીજા પગથિયામાં એ સ્ટ્રીપર મશીનનો ઉપયોગ કરીને શાખામાંથી ફળોને અલગ કરવામાં આવે છે. છૂટા થયેલા ફળોને મોટા મિશ્રણ કરવાના મશીનમાં લઈ જવામાં આવે છે, કે જ્યાં કોચલામાંથી માવાને બહાર કાઢવામાં આવે છે. આ રેસાદાર બહાર આવેલા માવાને મોટા દબાવવાના મશીનથી કે દબાવીને ખજૂરનું અપક્વ તેલ કાઢવામાં આવે છે. તેને શુદ્ધ અને નિર્મળ કર્યા પછી, ખજૂરનું તેલ બહાર મોકલવા માટે તૈયાર હોય છે.
તેમ છતાં, બીજા પ્રકારનું પણ તેલ છે. કે જે ઠળિયામાંથી આવે છે. ખજૂરના તેલના ઠળિયામાંથી પહેલાં અંદરનો ભાગ બહાર કાઢવામાં આવે છે. ત્યાર પછી, એને દબાવવાથી તેનું મૂલ્યવાન તેલ બહાર કાઢવામાં આવે છે. આ તેલને ખજૂરના ઠળિયાનું તેલ કહેવામાં આવે છે.
એના બાકી રહેલાં ભાગને ઢોરઢાંકનો પૌષ્ટિક ખોરાક તૈયાર કરવા ઉપયોગમાં લેવામાં આવે છે. એવી જ રીતે, ફળની શાખાના બાકી રહેલા ભાગને પણ ફળ કાઢી લીધા પછી, ખેતરમાં ખાતર તરીકે પાછા આપવામાં આવે છે. ફળના રેસા અને કાચલાની પણ ફરી પ્રક્રિયા કરવામાં આવે છે, તેને કારખાનાના બોઈલરના બળતણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કંઈક અંશે કાર્યકુશળ ઑપરેશન!
આઇસક્રીમથી ફેસ ક્રીમ સુધી
વનસ્પતિ તેલમાં સોયાબીન તેલ પછી જગતમાં ખજૂરના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા કહે છે: “૧૭૦૦ના દાયકા દરમિયાન, અંગ્રેજો ખજૂરના તેલનો દવા અને હાથનાં ક્રીમ તરીકે ઉપયોગ કરતા હતા.” તેમ છતાં, આજે એ આઇસક્રીમ, માર્જરિન, શોર્ટનિંગ અને રાંધવાના તેલ તરીકે તેમ જ સાબુ અને સૌંદર્યપ્રસાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
ખજૂરના ઠળિયાના તેલનો માર્જરિન તેમ જ ચોકલેટ અને બીજી મીઠાઈ બનાવવા ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એનાથી તેલના ઉપયોગનો અંત આવતો નથી. વધારાની પ્રક્રિયા પછી, ખજૂર અને ખજૂરના ઠળિયાના તેલનો ઔષધ, સાબુ, ડિટરજન્ટ, મીણબત્તી અને વિસ્ફોટક પદાર્થો બનાવવા પણ ઉપયોગ કરવામાં આવે છે.
ખરેખર, સોલોમન ટાપુઓમાં ખજૂરના તેલનો ઉપયોગ વિસ્તૃત પ્રમાણમાં કરવામાં આવે છે. ખજૂરના તેલના કારણે આર્થિક વ્યવસ્થા પર એ અસર થઈ છે કે આ દેશમાંથી ૧૩ ટકા નિકાસ કરવામાં આવે છે.
આપણે ખજૂરને જોઈએ છીએ ત્યારે, એવી કલ્પના કરવી આશ્ચર્યકારક છે કે આ નારંગી રંગના ફળથી થતો આઇસક્રીમ છોકરાંમનાં મોંમાં પાણી લાવી શકે, અને તેની માતાના મેકપમાં એનો ઉપયોગ કરવામાં આવી શકે. હા, ખજૂરનાં તેલનું ઝાડ વિવિધ ઉપયોગ માટે છે અને આપણે તેના પુષ્કળ ફળ માટે આભાર માની શકીએ.
હાથથી દિવસના બે ટન
ધડામ . . . ધડામ. ધડામ . . . ધડામ! મજૂરો ફસલની કાપણી કરે છે ત્યારે ખજૂરીના ઝૂમખાં પડવાનો અવાજ આવે છે. એ ઝાડ પર એટલા ઊંચા હોય છે ત્યારે તેઓ ફળ સુધી કઈ રીતે પહોંચી શકે?
આંકડીનો ઉપયોગ કરીને કે જે લાકડાને છેડે લગાવેલું હોય છે કે જેનો કાપણી કરનાર ઝાડ પરથી ફળ તોડવા ઉપયોગ કરે છે કે, જે ઘણી વખત ચાર માળના મકાન કરતાં પણ વધારે ઊંચા હોય છે. દરરોજ સરેરાશ, દરેક કારીગર ૮૦ અને ૧૦૦ શાખાઓમાંથી કાપણી કરશે અને એઓને ઊંચકીને બીજી જગ્યાએ લઈ જાય છે. દરેક શાખાના ફળનું વજન ૨૫ કિલો હોય છે કે જે ઊંચકવામાં ભારે હોય છે! એક ટન ખજૂરનું તેલ બનાવવા માટે સાડા ચાર ટન ફળો જોઈએ છે.