વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૩/૮ પાન ૨૩
  • દાસપ્રથાના ભયંકર ભૂતકાળમાં એક નજર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દાસપ્રથાના ભયંકર ભૂતકાળમાં એક નજર
  • સજાગ બનો!—૧૯૯૯
  • સરખી માહિતી
  • “મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
સજાગ બનો!—૧૯૯૯
g99 ૩/૮ પાન ૨૩

દાસપ્રથાના ભયંકર ભૂતકાળમાં એક નજર

આફ્રિકી દેશ સેનેગલના કિનારાથી થોડે દૂર, ડકાર શહેરની પાસે ઈલ દ ગૉરે છે. વર્ષ ૩૧૨થી ૧૮૪૮ સુધી, આ દ્વીપ દાસ ધંધાનું મુખ્ય કેન્દ્ર હતું. ફ્રેંચ બંદરના નૈનટ્‌સનો આખો લેખ બતાવે છે કે ફક્ત વર્ષ ૧૭૬૩ અને ૧૭૭૫ની વચ્ચે, ૧,૦૩,૦૦૦ દાસોને ગૉરે બંદરથી નૈનટ્‌સના બંદરે મોકલવામાં આવ્યા હતા.

આજે દરરોજ લગભગ ૨૦૦ લોકો મેજોન્‌ ડેજેસક્લાવમાં દાસ સંગ્રહસ્થાન જોવા આવે છે. ટૂર ગાઈડ જોસેફસ ન્ડયાઇએ નિઃસહાય ભોગ બનનાર લોકોએ અનુભવેલી ભયંકર બાબતોનું વર્ણન કર્યું: “અમારા પૂર્વજોને દૂર દેશોમાં મોકલવામાં આવ્યા. એમનાં કુટુંબોને વેરવિખેર કરવામાં આવ્યા, ઢોરની જેમ તેમની ચામડી ઉતારી લેવામાં આવી.” આખા કુટુંબને સાંકળથી બાંધી પહોંચાડવામાં આવતા હતા. “માતાને કદાચ અમેરિકામાં મોકલવામાં આવતી પિતાને બ્રાઝિલ અને બાળકોને એટિલીજમાં,” ગાઈડે બતાવ્યું.

ન્ડયાઇએ સમજાવ્યું, “વજન કર્યા પછી, માણસની તેની ઉંમર અને કૂળના આધારે કિંમત આંકવામાં આવતી. કોઈ જાતિના લોકોને ખડતલ અને સુંદર બાળકો પેદા કરનાર સમજવામાં આવતા હતા આથી તેઓને વધારે પસંદ કરવામાં આવતા હતા. દાખલા તરીકે, યોરુબો જાતિને ‘બળદ’ જેવી માનવામાં આવતી હતી.”

ઓછા વજનવાળા બંદીવાનોની હરાજી કરાવતા પહેલાં હટ્ટાકટ્ટા બનાવવામાં આવતા હતા. દાસનો ધંધો કરનારાઓ દરરોજ યુવાન સ્ત્રીઓનો પોતાની જાતીય ઇચ્છાઓ સંતોષવા ઉપયોગ કરતા હતા. બંડ પોકારનાર દાસોને ગળાના બદલે છાતી પર લટકાવવામાં આવતા હતા જેથી તેઓ લાંબો સમય વેદના ભોગવે.

પોપ જોન પૌલ બીજાએ ગૉરેની ૧૯૯૨માં મુલાકાત કરી હતી. ધ ન્યૂયૉર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો કે “તેણે દાસના ધંધા માટે અને તેમાં ભાગ લેનાર વ્યક્તિઓ માટે પણ માફી માંગી જેમાં કૅથલિક મિશનરિઓનો સમાવેશ થયો કે જેઓ આફ્રિકી બંદીવાનોને સામાન્ય ગણતા હતા.”

તેમ છતાં, જે કંઈ બન્યું એને સ્વીકારવા દરેક જણ તૈયાર ન હતા. અઢી વર્ષ પહેલાં, નૈનટ્‌સ ગુપ્ત અહેવાલો મળતા પહેલા, એક ફ્રેંચ જેસુઈટે દાવો કર્યો કે ગૉરેમાં એક વર્ષમાં ફક્ત ૨૦૦થી ૫૦૦ દાસો વેચવામાં આવતા હતા. મિ. ન્ડયાઈએ અવલોક્યું કે અત્યાર સુધી “એ કેટલું મોટું દુષ્ટ કૃત્ય હતું એમ એને ક્યારેય સ્વીકારવામાં આવ્યું નથી.”

Gianni Dagli Orti/Corbis ▸

Yann Arthus-Bertrand/Corbis ▼

Reproduced from DESPOTISM

—A Pictorial History of Tyranny

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો