યુવાન લોકો પૂછે છે . . .
હું મારા મિત્રની સતત દખલગીરી કઈ રીતે ટાળી શકું?
“હું જાણે મારી સખીની માલિકીની હોઉં એ રીતે તે મારી સાથે વર્તતી હતી. તે મને બિલકુલ એકાંત આપતી ન હતી.”—હોલી.
એક શાણું નીતિવચન કહે છે, “એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે.” (નીતિવચન ૧૮:૨૪) અને તમારે એવો મિત્ર હોય કે જે તમારો વિશ્વાસ, વિનોદવૃત્તિ કે રુચિનો સહભાગી થતો હોય તો, સ્વાભાવિક રીતે જ તમે ભેગા રહેવાનું ઇચ્છો. કેરોલીન નામની યુવતી કહે છે: “ખ્રિસ્તી મંડળમાં કેટલાક સાથે મારી ગાઢ મિત્રતા પ્રવૃત્તિઓમાં ભેગા ભાગ લેવામાં પરિણમી છે.” એક યહોવાહના સાક્ષી તરીકે, કેરોલીને એક મહિને સુવાર્તિકના કામમાં ૬૦ કલાક ખર્ચવાની યોજના કરી. તેની સખીઓએ તેના આ કામમાં ટેકો આપવા પોતાનું સમયપત્રક બનાવ્યું!
ભેગા રહેવાના તેના લાભો છે ત્યારે, કેટલીક વખતે એ વધારે પડતું પણ બની શકે. શરૂઆતમાં ઉલ્લેખવામાં આવેલી હોલીએ તેની સખીઓમાંની એક તરફથી દબાણ અનુભવ્યું. આ રીતે અનુભવનાર તે એકલી નથી. હોલી કહે છે: “એવું લાગે છે એ બીજા બાળકોને પણ થતું હશે. તેઓ એકમેકની વધારે પડતા નજીક રહેતા હોવાના કારણે એ ઝઘડામાં પરિણમે છે. ત્યાર પછી, તેઓ થોડા સપ્તાહો સુધી વાત કરતા નથી.”
સમસ્યા એ છે કે એક મિત્રને કહેવું કે તમે દબાણ અનુભવો છો અને તમને વધારે એકાંતની જરૂર છે એ સહેલું નથી. તમને કદાચ ભય લાગે કે તમે તમારા મિત્રની લાગણી દુભાવશો. તમને એ પણ ભય હોય શકે કે તમે તમારી મિત્રતા જોખમમાં મૂકશો. તેમ છતાં, મિત્રતામાં વાજબી અંતર રાખવાથી નુકસાન કરતાં મદદ મળશે.
દાખલા તરીકે: ઑસ્ટ્રેલિયા, સિડની જાહેર બગીચામાં, એક મોટા ઝાડની ફરતે એક વાડ કરવામાં આવી. શા માટે? કારણ કે મુલાકાતીઓનાં વૃંદ ધીમે ધીમે જમીનને દબાવી રહ્યા હતા, અને એના મૂળ રુંધાઈ રહ્યા હતા. રક્ષણ નહિ કરેલું ઝાડ, મરી જઈ શકે છે. સાચી મિત્રતા વિષે પણ એમ જ છે. વધારે પડતી નિકટતા મિત્રતા રૂંધી શકે. રાજા સુલેમાને લખ્યું: “તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા; નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.”—નીતિવચન ૨૫:૧૭.
વ્યક્તિગત સમય અને એકાંતની જરૂર
શા માટે સુલેમાન આમ કહે છે? એક કારણ એ છે કે, આપણ સર્વને અમુક પ્રમાણમાં વ્યક્તિગત સમય અને એકાંતની જરૂર હોય છે. ઈસુ ખ્રિસ્તને પણ એની જરૂર હતી. તે તેમના શિષ્યોની નજીક હતા છતાં, વખતોવખત, તે “પ્રાર્થના કરવા” જતા. (માત્થી ૧૪:૨૩; માર્ક ૧:૩૫) એ જ રીતે, દેવનો ભય રાખનાર ઇસ્હાકે એકાંતનો સમય શોધ્યો. (ઉત્પત્તિ ૨૪:૬૩) શાળાનું ગૃહકાર્ય, રોજિંદું ઘરકામ અને તમારો વ્યક્તિગત બાઇબલ અભ્યાસ, જેવી બાબતો હાથ ધરવા માટે, તમને પણ કેટલાક પ્રમાણમાં વ્યક્તિગત સમયની જરૂર છે. અને તમારો મિત્ર આ બાબતોની તમારી જરૂરિયાતોની અવગણના કરીને આદરની ખામી બતાવે તો, સહેલાઈથી ગુસ્સો આવી શકે.
તો પછી, ગભરાશો નહિ, તમને પોતા માટે સમય જોઈતો હોય તો તમારા મિત્રને જણાવો. ખ્રિસ્તી પ્રેમ ‘પોતાનું જ હિત જોતો નથી’ તેથી, એક સાચો મિત્ર સામાન્ય રીતે સમજવાનો પ્રયત્ન કરશે. (૧ કોરીંથી ૧૩:૪, ૫; નીતિવચન ૧૭:૧૭) એક યુવતી લખે છે, “મારી વાર્ષિક પરીક્ષાનો સમય નજીક આવતો હતો તે દરમિયાન, મારી સખીઓ ઘણી મદદરૂપ અને સમજુ હતી. મને અભ્યાસ કરવાની જરૂર હોય ત્યારે, હું તેઓને જતા રહેવાનું કહેવામાં સરળતા અનુભવતી હતી. મારી સખીઓ સાથે પ્રમાણિક બનવું સહેલું છે; તેઓ જાણે છે કે આપણ સર્વને જવાબદારી હોય છે.”
અલબત્ત, સોનેરી નિયમની જરૂરિયાત એ છે કે તમે એ જ પ્રકારની કાળજી તમારા મિત્રો માટે બતાવો. (માત્થી ૭:૧૨) તામારા નામની એક યુવતી લખે છે: “મારે ઘણી બધી જવાબદારીઓ હોવાથી, મને પોતાને મારી સખીના સમયની જરૂર પ્રત્યે ખરેખર વધારે સજાગ બનાવે છે.” અને તામારાને ઘરમાં કામ હોય ત્યારે, તેની સખીઓ તેને કામ ઝડપથી ગમે તેમ કરવાની કે એને મુલતવી રાખવાનું કહેતી નથી. એને બદલે, તામારા કહે છે, “સામાન્ય રીતે તેઓ મને કામ કરવામાં મદદ કરે છે જેથી અમે પછી ભેગા મળીને બાબતો કરી શકીએ.” આવા નિઃસ્વાર્થ મિત્રો કેવો ખજાનો છે—અને ભેગા મળી સમયનો ઉપયોગ કરવો કેવો યોગ્ય છે!
“હૃદયો ખુલ્લા કરો”
મિત્રતામાં કંઈક અંશે અંતર રાખવું ડહાપણભર્યું છે એનું બીજું એક કારણ પણ છે. આપણે આપણો બધો સમય અને લાગણીઓ ફ્કત એક મિત્રમાં આપીએ છીએ ત્યારે, આપણે બીજા મહત્ત્વના સંબંધોની અવગણના કરી શકીએ—જેમ કે આપણા માબાપ, ભાઈબહેનો અને બીજા ખ્રિસ્તીઓ સાથેના આપણા સંબંધ. આપણે આપણી લાગણીમય અને આત્મિક વૃદ્ધિ પણ મર્યાદિત બનાવીએ છીએ. બાઇબલ કહે છે: “લોઢું લોઢાને તેજદાર બનાવે છે; તેમજ માણસ પોતાના મિત્રના મોંને તેજદાર બનાવે છે.” (નીતિવચન ૨૭:૧૭) દેખીતી રીતે, તમે ફક્ત એક વ્યક્તિ સાથે સંગત રાખીને ફક્ત મર્યાદિત ‘તેજદાર’ બની શકો—ખાસ કરીને એ તમારા સમોવડિયા હોય.
એ કારણે બાઇબલ, ફક્ત થોડા મિત્રો કરવાને, મિત્રોની આપણી પસંદગી કરવામાં મર્યાદિત કે વિસ્તૃત બનવા ઉત્તેજન આપતું નથી. તે આપણને ‘હૃદયો ખુલ્લા કરવાની’ વિનંતી કરે છે. (૨ કોરીંથી ૬:૧૩, NW) મિજાજ અને લાગણીઓ (અંગ્રેજી) પુસ્તક સલાહ આપે છે, “તમને કોઈકની સાથે ખાસ સંબંધ હોય તો પણ, તમારે બીજા મિત્ર બનાવવા પણ મહત્ત્વનું છે.”
આ પ્રકારની સલાહ લાગુ પાડવી હંમેશા સહેલું હોતું નથી. મીખાએલ નામનો એક ખ્રિસ્તી યુવાન કહે છે: “ટ્રોય અને હું બંને મંડળની અને સામાજિક બધી પ્રવૃત્તિઓ ભેગા મળીને કરતા હતા. અમને છૂટા પાડી શકાય એમ ન હતું. ત્યાર પછી બીજો એક યુવાન સાક્ષી મંડળમાં આવ્યો. તે અને હું બંને પૂરેપૂરા સમયના પ્રચારકો બનવાનું ઇચ્છતા હતા, તેથી અમે વધારે સમય ભેગા પસાર કરવાનું શરૂ કર્યું.” એનું પરિણામ? “ટ્રોયે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું,” મીખાએલ કહે છે. “અને મિત્રભાવ ફરી સ્થાપવાના પ્રયત્નો નિરર્થક ગયા પછી, મેં તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. આ એક વર્ષ સુધી ચાલ્યું.” તે તેઓની મિત્રતાને “અદેખાઈની માલિકી” તરીકે વર્ણવે છે.
તેમ છતાં હિતકર સંબંધોમાં, મિત્રો એકમેક પર માલિકી ધરાવતા હોય એમ વર્તતા નથી. તેથી એક મિત્ર તમારા ખુલ્લા હૃદયવાળા બનવાના પ્રયત્નનો સ્વીકાર ન કરે તો, તમારે નિખાલસ હૃદયથી વાત કરવાની જરૂર છે. કદાચ તમારા મિત્રને પુનઃખાતરીની જરૂર હોય શકે કે તમે હજુ પણ તે કે તેણીની મિત્રતાનો આનંદ માણો છો. તમે એને સ્પષ્ટ કરો કે તમે બાબતો ભેગા મળીને કરશો.
દેખીતી રીતે, મિત્રોને પોતાના વિચારોની ગોઠવણ કરવા થોડો સમય લાગી શકે. દાખલા તરીકે, સોળ વર્ષની ઝેનત, તેની ગાઢ સખીએ બીજા સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું ત્યારે, તેણે અદેખાઈની તીવ્ર વેદના અનુભવી. પરંતુ ઝેનત કહે છે કે તે આ લાગણીઓને જીતી શકી માટે, “પ્રાર્થના અને વ્યક્તિગત બાઇબલ અભ્યાસનો આભાર.” આ રીતે તે તેની મિત્ર સાથે ગાઢ સંબંધ જાળવી શકી. મીખાએલનો મિત્ર ટ્રોય પણ તેની શરૂઆતની અદેખાઈને આંબી શક્યો, અને તેઓ ફરી એક સારા મિત્રો બન્યા. કદાચ તમારા મિત્રો પણ એ પ્રમાણે કરશે. વાસ્તવમાં, છેવટે ખુલ્લા હૃદયવાળા દરેક જણને લાભ કરે છે. સત્તર વર્ષની દેબીને જોવા મળ્યું કે તેની સખી નવી સખીઓ બનાવતી ત્યારે, “તેઓ ઘણી વાર મારી પણ સખીઓ બનતી.”
તેમ છતાં, તમારા મિત્રો તમારી મિત્રતામાં આ પ્રકારના ફેરફારો સ્વીકારવાનું ના પાડે તો શું? એ કદાચ એમ પણ હોય શકે કે તમારે છૂટા પડ્યા સિવાય બીજો કોઈ રસ્તો ન હોય. તેમ છતાં, તમારી મિત્રતાનો અંત લાવ્યા પહેલાં, આ બાબતે શા માટે તમારાં માબાપના દૃષ્ટિબિંદુથી જોવા વિનંતી કરતા નથી? છેવટે તો, દેવનો ભય રાખનારાં માબાપ વાસ્તવમાં તમારા નજીકના મિત્રો છે. અને તેઓ પાસે કેટલાંક વ્યવહારુ સૂચનો હોય શકે કે જેના વડે તમે તમારી એકાંત માટેની જરૂરિયાતમાં તડજોડ કર્યા સિવાય, તમે તમારી મિત્રતાને તોડતા બચાવી શકો.
યોગ્ય મિત્રો સાથે સમય પસાર કરો
ચેતવણીના શબ્દો: ખુલ્લા હૃદયવાળા બનવાનો અર્થ એમ થતો નથી કે તમે તમારા મિત્રોની પસંદગી ગમે તેમ કરો. મિત્રતા વિષે એક પુસ્તક કહે છે: “તમે જેવી વ્યક્તિઓ સાથે વધારે સમય પસાર કરો તેના જેવા બનો એ સ્વાભાવિક છે. કેટલીક વખત એ અજાણતા બની શકે. તમે પોતે કેવું અનુભવો છો એની દરકાર કર્યા વિના તમે તમારા સમોવડિયાઓ જેવું વર્તવાનું અને વિચારવાનું શરૂ કરી શકો. આ રીતે, તમારા સમોવડિયાનું વૃંદ તમારા પર કાબૂ ધરાવી શકે.” બાઇબલે હજારો વર્ષ પહેલાં આ મુદ્દો બતાવ્યો હતો, જ્યારે એણે કહ્યું: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.”—નીતિવચન ૧૩:૨૦.
તમે શાળા કે નોકરી પર હો ત્યારે, તમારે યહોવાહની સેવા કરવામાં રસ નહિ ધરાવનાર લોકો સાથે સમય પસાર કરવાનું હોય શકે. પરંતુ ગાઢ મિત્રોની પસંદગી કરો ત્યારે, બાઇબલની સલાહ યાદ રાખો: “દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.”—૧ કોરીંથી ૧૫:૩૩.
યાદ રાખો કે કોઈ પણ માનવ સંબંધો કરતાં, વ્યક્તિની યહોવાહ દેવ સાથેની મૈત્રી વધારે મહત્ત્વની છે. અગાઉ ઉલ્લેખવામાં આવેલી દેબીને, ઘણા બધા સારા મિત્રો છે. તે સલાહ આપે છે કે “એની ખાતરી કરો કે યહોવાહ હંમેશા પ્રથમ આવે.” એ સમયના વિશ્વાસુ ઈબ્રાહીમે એમ જ કર્યું, અને યહોવાહે તેને ખાસ “મારા મિત્ર” કહ્યા. (યશાયાહ ૪૧:૮) આનો વિચાર કરો: યહોવાહને પ્રેમ કરતી વ્યક્તિને તમે તમારો સમય આપો એનાથી તે નારાજગી બતાવતા નથી; હકીકતમાં, તે એને ઉત્તેજન આપે છે. તે કેવા સાચા મિત્ર છે!
સાચા મિત્રો એકાંત સમય માટેની એકબીજાની જરૂરિયાત સમજે છે