વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૫/૮ પાન ૨૮
  • વિ શ્વ નિ હા ળ તા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વિ શ્વ નિ હા ળ તા
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • ઑસ્ટ્રેલિયાના જંગલી ઊંટો
  • સોમલ ઝેર
  • નોકરિયાત માતાઓ
  • ધંધાકીય નાદારી
  • માછલી પકડવાનું વિનાશક કૃત્ય
  • કાળજીવાળા લહિયાઓ
  • નાનપણથી જ બાળકો માટે બુદ્ધિ આંક પરીક્ષાઓ
  • જગતવ્યાપી જંગલનો નાશ
  • ખજાનાની ચોરી કરવી
સજાગ બનો!—૧૯૯૮
g98 ૫/૮ પાન ૨૮

વિ શ્વ નિ હા ળ તા

ઑસ્ટ્રેલિયાના જંગલી ઊંટો

_

ઘણાં વર્ષો અગાઉ, દેશના નિર્જન રણમાં ટેલિગ્રાફની લાઈન અને રેલવે બાંધકામ માટે ઑસ્ટ્રેલિયામાં ઊંટોની આયાત કરવામાં આવી. ખડતલ પ્રાણીઓના બદલે ટ્રકની ફેરબદલી કરવામાં આવી ત્યારે, ઘણા અફઘાનના માલિકોએ તેઓની કતલ કરવાના બદલે તેઓને રણમાં છોડી દીધા. મધ્ય ઑસ્ટ્રેલિયામાં ઊંટોની સંખ્યા વધી અને આજે ત્યાં ૨,૦૦,૦૦૦ ઊંટો જોવા મળે છે. ધ ઑસ્ટ્રેલિયન વર્તમાનપત્ર અહેવાલ આપે છે, કેટલાક લોકો હવે માને છે કે ઊંટો રાષ્ટ્રની મૂલ્યવાન સંપત્તિ બની શકે છે. ઊંટોનું માંસ હવે બજારોમાં પ્રાપ્ય છે અને એવું કહેવામાં આવે છે કે બીફના જેવું જ સ્વાદિષ્ટ હોય છે અને એ ઓછી ચરબી ધરાવે છે. બીજું ઊંટોનું ચામડું, દૂધ, ઊન અને ચરબીનો સાબુ અને સૌંદર્યવર્ધક સાધનો બનાવવા ઉપયોગમાં લેવામાં આવે છે. જીવંત ઊંટોની પણ માંગ છે. મધ્ય ઑસ્ટ્રેલિયન ઊંટ ઉદ્યોગના પીટર સાઈડલ અનુસાર, “ઘણા બધા આંતરરાષ્ટ્રીય પ્રાણીસંગ્રહસ્થાનનો અને પર્યટક બાગોને ઑસ્ટ્રેલિયન ઊંટો જોઈએ છે કારણ કે અમારી પાસે રોગ-મુક્ત જાતિ છે.”

સોમલ ઝેર

_

ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા અહેવાલ આપે છે, “બાંગ્લાદેશમાં લગભગ ૧.૫ કરોડ લોકો અને કલકત્તાનો સમાવેશ કરતાં, પશ્ચિમ બંગાળના ૩ કરોડ લોકો, સોમલ ઝેરના જોખમ હેઠળ છે.” આ હરિયાળી ક્રાંતિની પેદાશની અનપેક્ષિત સમસ્યા છે. પાકની સિંચાઈ માટે ઊંડા કૂવા ખોદવામાં આવ્યા ત્યારે, સ્વાભાવિક રીતે જ જમીનમાં આસપાસ રહેલું સોમલ પાણીમાં ઉપર આવ્યું, અને એ છેવટે ધીમે ધીમે પીવાના પાણીના કૂવામાં જામવા લાગ્યું. યુ.એસ.એ., કોલોરાડોની યુનિવર્સિટીના પર્યાવરણીય નિષ્ણાત વિલર્ડ ચૈપલે, તાજેતરમાં જ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને એ સમસ્યાનું “આખી દુનિયામાં સૌથી વધારે અસર પામેલા ઝેરના સૌથી મોટા કિસ્સા” તરીકે વર્ણન કર્યું. સોમલ ઝેરથી, ૨,૦૦,૦૦૦ કરતાં વધારે લોકોને ચામડીની ઇજાની અસર થઈ ગઈ છે. ઈસ્હાક અલી, બાંગ્લાદેશ સરકારના સત્તાવાર અધિકારીએ કહ્યું, “એમ લાગે છે કે (હરિયાળી ક્રાંતિ દ્વારા) ખોરાકની સમસ્યા તો હલ કરી છે પણ આ પદ્ધતિએ બીજી વધારે સમસ્યાઓ ઉત્પન્‍ન કરી છે.”

નોકરિયાત માતાઓ

_

વર્ષ ૧૯૯૧માં નોકરિયાત સ્ત્રીઓના રાષ્ટ્રીય સંઘનું અનુમાન કહે છે કે “૧૯૯૦ના મધ્યમાં [અમેરિકન] ૬૫ ટકા સ્ત્રીઓ જેઓને નાનાં બાળકો અને ૭૭ ટકા શાળામાં જતાં બાળકો હોવા છતાં, નોકરી કરતી હતી.” તેઓનું અનુમાન કેટલું ચોક્કસ હતું. ધ વૉશિંગ્ટન પોસ્ટ અહેવાલ આપે છે કે વર્ષ ૧૯૯૬ના યુ.એસ., સેન્સસ બ્યુરો અનુસાર ૬૩ ટકા નોકરિયાત સ્ત્રીઓને પાંચ વર્ષની અંદરનાં બાળકો હતાં. શાળામાં જતાં બાળકો હોય એવી ૭૮ ટકા સ્ત્રીઓ નોકરી કરતી હતી. યુરોપ વિષે શું? યુરોપિયન યુનિયનના કાર્યાલયના આંકડા બતાવે છે, “૫થી ૧૬ વર્ષના બાળકોની નોકરિયાત સ્ત્રીઓનો ભાગ” યુરોપિયન દેશોમાં, ૧૯૯૫ દરમિયાન પોર્ટુગલમાં ૬૯, ઑસ્ટ્રિયા ૬૭, ફ્રાંસ ૬૩, ફિનલૅન્ડ ૬૩, બેલ્જિયમ ૬૨, બ્રિટન ૫૯, જર્મની ૫૭, નેધરલૅન્ડ ૫૧, ગ્રીસ ૪૭, લક્ષમબર્ગ ૪૫, ઇટાલી ૪૩, આયર્લૅન્ડ ૩૯, અને સ્પેનમાં ૩૬ ટકા હતો.

ધંધાકીય નાદારી

_

ન્યૂઝવીક સામયિક બતાવે છે ૧૯૯૬માં “૧૯૯૪ના ૪૪ ટકા કરતાં વધારે, બાર લાખ અમેરિકનોને કાયદેસર નાદાર જાહેર કર્યા છે. નાદારી એટલી બધી સામાન્ય થઈ ગઈ છે કે એને કલંક તરીકે જોવામાં આવતી નથી.” નાદારી વધવા માટે શું જવાબદાર છે? ન્યૂઝવીક કહે છે કે એક કારણ એ છે કે “વધતી જતી નાદારી સ્વીકારવી એક બીજી જીવનઢબ બની ગઈ છે. લેણદાર કહે છે, નાદારી પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે જે ધંધાનો દુરુપયોગ તરફ દોરી ગઈ છે: એક અભ્યાસ કહે છે ૪૫ ટકા નાદાર તેઓના દેવામાંથી ભરપાઈ કરી શકે છે એવી ફાઈલો છે.” પરંતુ તેઓ દેવું ભરપાઈ કરવાની ઇચ્છા બતાવીને ક્ષોભ અનુભવવાના બદલે, ઘણા લોકો માત્ર કહે છે, ‘હવે હું નવેસરથી શરૂઆત કરીશ.’ વધારેને વધારે વ્યક્તિઓ અને કૉર્પોરેશન નાદારીનો માર્ગ અપનાવતા જુએ છે અને તેઓ વકીલોની “તમારા દેવાની સમસ્યાઓને ઝડપથી હલ કરો અને આરામથી રહો!”ની જાહેરાતથી પણ અસર પામે છે. આર્થિક ઉછાળા દરમિયાન નાદારીની સંખ્યા વધતી જાય છે તેમ, સ્ટોક માર્કેટ પડી ભાંગે કે વ્યાપારમાં મંદી આવે તો શું થશે એના વિચાર માત્રથી નિષ્ણાતો ધ્રૂજી ઊઠે છે.

માછલી પકડવાનું વિનાશક કૃત્ય

_

માછલી પકડવાના ધંધાકીય વહાણના કાફલા દરિયાની જમીન પર ઘટી રહેલી માછલીઓની સંખ્યાની શોધ કરવા માટે નવા સાધન પ્રાપ્ત કરી રહી છે. આ દરિયાની જમીનના સાધનને ચલાયમાન સાધન તરીકે ઓળખવામાં આવે છે. એ દરિયાની જમીન પર ૧,૨૦૦ મીટર ઊંડે સુધી ખેંચી લઈ જવાય છે, જેનાથી અગાઉ નજર બહાર રહી ગઈ હોય એવી માછલીના જૂથપ્રકારને વીણી લેવાય છે. સાયન્સ ન્યૂઝ અહેવાલ આપે છે કે સમસ્યા એ છે કે મોટી સંખ્યામાં “ટ્યૂબ કૃમિઓ, સ્પંજીસ, સી-અનામની, હાઇડ્રોઝેન્સ, અર્ચીન્સ અને મહાસાગરના બીજા રહેવાસીઓ”ને “નકામા કચરા તરીકે” કાઢી નાખવામાં આવે છે. પ્રાણીઓના આ સંમિશ્રણનો નાશ કરીને માછલીઓના જથ્થાને ઓછો કરી રહ્યાં છે કારણ કે તેઓ નાની માછલીઓ માટે ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે. યુ.એસ.એ.ના વૉશિંગ્ટન રાજ્યના રેડમન્ડ શહેરના દરિયાઈ સાચવણીના જીવવિજ્ઞાન ઇન્સ્ટીટ્યૂટના નિર્દેશક એલીયટ નોર્સ કહે છે કે મહાસાગરના પ્રાણીઓના કુદરતી નિવાસસ્થાનને માછલી પકડવાની આ પદ્ધતિને “જમીન પરથી જંગલ કાપી નાખવાની” સાથે સરખાવી શકાય.

કાળજીવાળા લહિયાઓ

_

જર્મનીના મન્સ્ટરના ન્યૂ ટેસ્ટામેન્ટ રીસર્ચ સંસ્થાના વડા બાર્બરા આલાન્ડ કહે છે કે બાઇબલના ગ્રીક શાસ્ત્રવચનના લખાણ બનાવતી વખતે ચીવટપૂર્વકની કાળજી રાખવામાં આવી છે અને કાળજીપૂર્વક આપણા સુધી આપવામાં આવી છે. વેસ્ટફાલીસચી નાખરીકટેન વર્તમાનપત્ર અહેવાલ આપે છે, “ભૂલો અને ધર્મવિજ્ઞાને કરેલા ફેરફારો પણ ભાગ્યે જ છે.” સંસ્થાએ ૧૯૫૯થી, ૫૦૦૦ કરતાં વધારે હસ્તલેખિત પ્રતો તપાસી છે, કે જે પ્રાચીનથી મધ્યયુગની છે. કેટલાંક ૯૦ ટકા હસ્તલખાણો માઈક્રોફિલ્મમાં નોંધેલાં છે. શા માટે બાઇબલ લહિયાઓએ ભૂલ નહિ કરવાની આટલી બધી કાળજી રાખી છે? આ વર્તમાનપત્ર કહે છે, કારણ કે તેઓ “પોતાને એના ‘લહિયાઓ’ તરીકે જુએ છે લેખકો તરીકે નહિ.”

નાનપણથી જ બાળકો માટે બુદ્ધિ આંક પરીક્ષાઓ

_

માનવબુદ્ધિનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકો હવે માને છે કે બાળકના જન્મ પછી ત્રણ વર્ષ સુધીની વયમાં મગજ વિકાસના ઘણા મહત્ત્વના તબક્કામાંથી પસાર થતું હોય છે. એ એનો પણ ખ્યાલ આપે છે કે આ વિકાસના તબક્કા દરમિયાન મગજ માનસિક ઉત્તેજનાને પ્રત્યુત્તર આપે છે અને જ્ઞાનતંતુ સંબંધી તૈયાર થઈ જાય છે. આમ, આધુનિક પુખ્તતા (અંગ્રેજી) પુસ્તક અહેવાલ આપે છે, કેટલાંક માબાપે પોતાનાં બાળકો સ્પર્ધામાંથી લાભ મેળવવા મદદ કરવા માટે, તેઓ બાલવાડીમાં પ્રવેશ મેળવે એ પહેલાં તેઓને બુદ્ધિ આંક પરીક્ષાઓ આપવાનું શરૂ કરી દીધું છે. તેમ છતાં, બોસ્ટન વિદ્યાપીઠ મેડિકલ શાળાના બાળ વિભાગના અધ્યક્ષ ડૉ. બેરી ઝુકરમેને “પોતાનાં બાળકોને દરેક પળે ‘ઉત્તેજિત’ કરવા દબાણ” કરી એક “સુપર બાળક” ઉત્પન્‍ન કરવાનો પ્રયત્ન કરતા માબાપ વિષે ચિંતા વ્યક્ત કરી. બાળકોના મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક રીચર્ડ વીનબર્ગ, ઉમેરે છે: “બાળકોને એકદમ નાની વયે સંપૂર્ણ બનાવવા ખૂબ દબાણ કરવાથી અવળી અસર પડે છે. તમારાં બાળકોને તેઓના બાળપણનો આનંદ માણવા દો.”

જગતવ્યાપી જંગલનો નાશ

_

જર્નલ દા ટર્ડ અહેવાલ આપે છે, “ગ્રહે આવરેલા જંગલનો બે તૃત્યાંશ ભાગ કાપી નાખવામાં આવ્યો છે.” વાસ્તવમાં પૃથ્વીના આઠ કરોડ ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાંથી ફક્ત ત્રણ કરોડ રહ્યો છે. જગતના વન્યજીવન ફંડ સંસ્થાને (WWF) જોવા મળ્યું છે કે સૌથી વધારે નાશ એશિયામાંથી થયો છે. એની વાસ્તવિક વનસ્પતિ કરતાં ૮૮ ટકાનો નાશ થયો છે. યુરોપમાં ૬૨ ટકા, આફ્રિકામાં ૪૫ ટકા, લૅટિન અમેરિકામાં ૪૧ ટકા અને ઉત્તર અમેરિકામાં ૩૯ ટકાનો આંકડો છે. એમેઝોન, દુનિયાનાં સૌથી વધારે ગરમ પ્રદેશના વર્ષા જંગલોમાંથી તેના વાસ્તવિક જંગલના ૮૫ ટકા હજુ બાકી રહ્યા છે. ઓ એસ્ટાડો ડી સાઉ. પાઊલો ટાંકે છે કે WWFના ગારો બાતમાનિયન આમ કહે છે: “બ્રાઝિલ પાસે બીજા જંગલોમાં કરવામાં આવેલી ભૂલનું પુનરાવર્તન કરવાનું નિવારવાની તક છે.”

ખજાનાની ચોરી કરવી

_

કૅનેડામાંથી તાજેતરના સમાચારે જણાવ્યું કે “આંતરરાષ્ટ્રીય ગુના ટોળીએ મેસેપોટેમિઅનના ખજાનાને નિશાન બનાવ્યું છે, જે હકીકતમાં ૧૯૯૧ના ફારસી ખાડીના યુદ્ધના કારણે કોઈ પણ પ્રકારનું રક્ષણ આપવામાં આવ્યું નથી.” વર્લ્ડ પ્રેસ રીવ્યુ અહેવાલ આપે છે. વર્ષ ૧૯૯૬માં, ધોળા દિવસે બાબેલોન સંગ્રહાલયમાં ચોરી કરી અને સિલિન્ડર અને તક્તીઓ લૂંટી લીધા કે જેનું ફાચર આકારની લિપિમાં વર્ણન કરવામાં આવ્યું હતું. આ જૂજ પ્રાચીન કલાવશેષો કે જેમાંના કેટલાક નબૂખાદનેસ્સાર બીજાના સમયના હતા કે જેનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય કલાબજારમાં ૭,૩૫,૦૦૦ ડૉલર કરતાં વધારે મૂલ્યનો અંદાજ કાઢવામાં આવ્યો છે. ચોરોએ બીજા વિસ્તાર પ્રાચીન ઓલહાદર શહેરને પોતાનું નિશાન બનાવ્યું છે. સામયિક બતાવે છે કે બાકી રહેલા ખજાનાનું રક્ષણ કરવાના પ્રયત્નોમાં, સરકારે બધા શહેરના દરવાજાઓ અને રસ્તાઓને ઈંટો અને ચૂનાથી ચણીને સીલ કરી દીધા છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો