સૌથી નાનાં પુસ્તકોની
મુગ્ધ કરનારી દુનિયા
બ્રિ ટ ન માં ના સ જા ગ બ નો! ના ખ બ ર પ ત્રી ત ર ફ થી
અતિશયોક્તિ રસ ઉત્પન્ન કરનારી છે—ઊંચા પહાડો, ઊંડા મહાસાગર, ઊંચા મકાનો, લાંબું બોગદું—તો, સૌથી નાનાં પુસ્તકો વિષે શું? સૌથી નાનાં પુસ્તકો મુગ્ધ કરનારાં હોય છે! એમાંના લાખો પુસ્તકો ઓછામાં ઓછી ૨૦ ભાષાઓમાં અને દરેક કાલ્પનિક વિષયો પર છાપવામાં આવ્યાં છે. તમે એ દુનિયા વિષે હજુ જાણતા ન હો તો, હવે એ વિષે ટૂંકમાં જાણો.
આપણે સૌથી નાનાં પુસ્તકની વ્યાખ્યા કઈ રીતે આપી શકીએ? એક પુસ્તકનું સ્વીકારેલું માપ એની લંબાઈ અને પહોળાઈ ત્રણ ઈંચથી વધુ હોતી નથી. આ કદ પુસ્તકની બાંધણીનો પણ સમાવેશ કરે છે છતાં, કેટલાક ક્ષતિરહિતના સંગ્રહકારો ફક્ત પુસ્તકના પાનાને જ વિચારણામાં લેવાનું પસંદ કરે છે. શા માટે આ સૌથી નાના ગ્રંથો છાપવામાં આવ્યા હતા?
કલાના પાસા
મોટા ભાગના સૌથી નાનાં પુસ્તકો વાંચી શકાય એવા હોય છે. એના સિવાય એક વ્યક્તિ શાની અપેક્ષા રાખી શકે. એ કારણે નાનું વાર્ષિક કૅલેન્ડર, ઉત્કૃષ્ટ લખાણો, નવલિકાઓ, વાર્તાઓ, શબ્દકોશ અને પવિત્ર લખાણો મુશ્કેલી વગર ઊંચકી કે ઉપયોગમાં લઈ શકાય છે. વર્ષો પહેલાં આ પ્રકારના એકદમ નાના ગ્રંથો હોવા મહત્ત્વનું હોવા છતાં, આધુનિક સંગ્રહકારો સૌથી નાનાં પુસ્તકોનાં બીજાં પાસાઓ વિષે વધારે ચિંતિત છે: એને છાપી અને બાંધે છે તેઓની કુશળતા વિષે.
છાપનારાઓએ એને રચવા બિલોરી કાચનો ઉપયોગ કરીને કે ઉપયોગ કર્યા વગર એને વાંચી શકાય એવા અક્ષરો બનાવવા ઘણી તકનીકી સમસ્યાઓને આંબી છે. તેઓનું મોટા ભાગનું કામ પુસ્તકની સુંદરતા વધારવામાં પરિણમ્યું છે. કાગળ અને શાહી બનાવનારાઓએ છાપેલાં પાનાની સુસ્પષ્ટતા જાળવી રાખવાની તેઓની કુશળતામાં પણ લાભ મેળવ્યો.
એક પુસ્તક છપાઈ ગયા પછી, એને બાંધવામાં આવે છે; અને સૌથી નાનાં પુસ્તકોને બાંધવાનું કામ કાળજીપૂર્વક કરવાનું હોય છે. ચામડું, સોના-ચાંદીનું નકશીકામ, કાચબાનું કવર, કે ધાતુને શણગારી નાનાં કવરોને બનાવવા એ કારીગરીની કુશળતાનો પુરાવો છે. બીજાં કવરો રેશમ કે મખમલ કે ભરતકામ કે મોતી અને ચળકતી ધાતુની પ્લેટથી પણ શણગારેલા હોય છે, અને કેટલાંક પુસ્તકોને સાચવવા કવર હોય છે.
માની શકાય નહિ એવા સવિસ્તાર ચિત્રોનાં લખાણ સચિત્ર બનાવનાર શિલ્પી, ઘણી વાર કાગળના સાત ચોરસ સેન્ટિમીટર કરતાં ઓછી જગ્યાનો ઉપયોગ કરે છે! અંગ્રેજી લેખક ડૉ. સેમ્યુએલ જોનસનની તસવીર એનું ઉદાહરણ છે, જે ૧૮૯૦ના દાયકામાં છાપવામાં આવેલી ૩૬૮ પાનની બ્રાઇસ્સ થમ્બ ઈંગ્લીશ ડિક્ષ્નરીમાં છે; બીજું ઉદાહરણ છે શેક્સપીઅરની કીંગ રીચર્ડ થ્રીના મુખપૃષ્ઠની પાછળનો વિસ્તાર છે, અને આ તેઓએ અંગ્રેજી અભિનેત્રી એલન ટેરીને ૧૯૦૯માં સમર્પિત કરી.
પૅરિસમાં બિબ્લિઓથિક પોર્તાતિવ દુ વોએઝરએ પ્રકાશિત સૌથી નાનાં પુસ્તકોનું પુસ્તકાલય કે જે નેપોલિયન બોનાપાર્ટ તેની લશ્કરી છાવણી દરમિયાન લઈ ગયો હોય એવી ધારણા છે. મોટા ચાર કાગળ વાળેલા પુસ્તકો દેખાવાના બંધ થયા ત્યારે, એના ૪૯ ગ્રંથો ફ્રેન્ચ ક્લાસિકને ચામડાના કવર બૉક્સમાં રાખવામાં આવ્યા હતા, એ પુસ્તકો પછી નાના પેકેટ જેવા લાગતાં હતાં.
અંગૂઠા બાઇબલો
અંગૂઠા બાઇબલો શક્યપણે આખાં બાઇબલો નથી. કેટલાંક ફક્ત “નવા કરારો” છે. બીજાં બાઇબલ વાર્તાઓના સંક્ષેપ કે લગભગ ૭,૦૦૦ શબ્દોના સમગ્ર બાઇબલનું સંક્ષિપ્ત લખાણ ધરાવે છે, અને ખાસ કરીને એ બાળકોને વાંચવા માટે બનાવવામાં આવ્યાં હતાં. એઓના સૌથી નાના પુસ્તકોમાં બાઇબલ (અંગ્રેજી), પવિત્ર બાઇબલનો ઇતિહાસ (અંગ્રેજી) અને બાળકોનું બાઇબલ (અંગ્રેજી) જેવા શીર્ષકો છે.
અંગૂઠા બાઇબલે એનું નામ કઈ રીતે મેળવ્યું? દેખીતી રીતે જ સમજણ એવી છે કે આ પ્રકારના બાઇબલ માનવ અંગૂઠાના ઉપરના ભાગ કરતાં થોડાં મોટાં હોય છે. તોપણ, અંગૂઠા બાઇબલની ત્રણ સદીઓ (અંગ્રેજી) પુસ્તક સૂચવે છે કે અમેરિકાના પ્રખ્યાત ઠીંગણા માણસ ચાર્લ્સ સ્ટ્રાટનને લોકો જનરલ ટોમ થમ્બ (અંગૂઠા) તરીકે ઓળખતા હતા, તેણે લંડનની મુલાકાત લીધી પછી આ નવી શબ્દાવલિ બનાવી હોય શકે. આ દાવાને ટેકો આપતી હકીકત એ છે કે ટોમ થમ્બે ૧૮૪૪માં ઇંગ્લૅંડની મુલાકાત લીધી, અને લંડનમાં ૧૮૪૯માં “અંગૂઠા બાઇબલ” શબ્દાવલિનો પહેલી વાર ઉપયોગમાં લેવામાં આવ્યો.
અસામાન્ય બાઇબલ ગ્રંથો
એક રસપ્રદ આવૃત્તિ દુનિયાનું સૌથી નાનું બાઇબલ આંગળીનો નવો કરાર છે, જે ૨૦મી સદીની શરૂઆતમાં છપાયું. એ ફક્ત ૩ સેન્ટિમિટર પહોળી અને ૯ સેન્ટિમિટર લાંબી—હાથની આંગળીની લંબાઈ—જેટલું છે આથી, એનું એ નામ છે. તેમ છતાં, એની લંબાઇ ત્રણ ઈંચથી વધારે હોવાથી, ચોક્કસ રીતે કહેતા એ કંઈ નાનું પુસ્તક નથી છતાં, એનું સામાન્ય વર્ગીકરણ આ પ્રકારનાં બાઇબલો સાથે છે. આ નાના ગ્રંથોમાં વપરાયેલા ઝીણા અક્ષરો સ્પષ્ટ અને સહેલાઈથી કોઈ પણ પ્રકારના બિલોરી કાચના ઉપયોગ સિવાય વાંચી શકાય છે.
આકાશ સુધીની રેલવે (અંગ્રેજી) શીર્ષકવાળી કવિતાઓનો સમાવેશ કરતા, સચિત્ર બાઇબલ (અંગ્રેજી) શીર્ષકવાળું બાઇબલ અસામાન્ય ઉદાહરણ છે. બ્રિટનની રેલવેના શરૂઆતના દિવસો દરમિયાન એ ૫૦ વર્ષ સુધી છપાવાનું ચાલુ રહ્યું. લેખકે બે પાનાની કવિતા જેનું શીર્ષક હતું “તમને બીજો માર્ગ ચીંધતા” (અંગ્રેજી) એનાથી લાભ મેળવ્યો. બીજા માર્ગને “ઈસુ ખ્રિસ્ત, યહોવાહના દીકરા” તરીકે ઓળખાવવામાં આવ્યો. કવિતા નિષ્કર્ષ આપે છે: “મારા દીકરા, દેવ કહે છે, તારું હૃદય મારી તરફ વળો. ઉતાવળ કર—નહિતર ગાડી ઉપડી જશે.”
વળી, ૧૯૦૦ વર્ષનો મારા સવારના સલાહકાર (અંગ્રેજી) ગ્રંથ પણ સામાન્ય છે. એ દૈનિક બાઇબલ વચન બતાવે છે અને દરેક મહિને કેટલાક દૈવી નામના રૂપોને બતાવે છે. દાખલા તરીકે, ફેબ્રુઆરી માટે “યહોવાહ-શાલોમ” છે. અગાઉ ઉલ્લેખવામાં આવેલું આ પુસ્તક અને સચિત્ર બાઇબલ (અંગ્રેજી) બંને, એ હકીકત પ્રદર્શિત કરે છે કે યહોવાહ, દેવનું નામ છે, જે હજારો વર્ષ પહેલાં બ્રિટનમાં સામાન્ય હતું.
કયું સૌથી નાનું પુસ્તક?
સદીઓથી ઘણાએ સૌથી નાનાં પુસ્તકો છાપવાનો દાવો કર્યો છે. સૌ પ્રથમ કાયદેસર દાવો ૧૬૭૪માં કરવામાં આવ્યો, જ્યારે સી. વાન લાંગ દ્વારા, પુસ્તક બ્લુમ-હોફિયા અતિ નાના અક્ષરોમાં છપાયું. મિનિચર પુસ્તકો એને “આંગળીના નખના માપ” તરીકે વર્ણન કરે છે, અને તેણે ૨૦૦ વર્ષ માટેનો વિશ્વવિક્રમ સ્થાપ્યો.
ડેન્ટાની લા ડીવાઈના કોમેડીઆની પ્રખ્યાત આવૃત્તિ કે જેના અક્ષર એકદમ નાના હતા જે આજ સુધી સૌથી નાના હોવાનું મનાય છે.—જે ભાગ્યે જ નરી આંખે વાંચી શકાય. પુસ્તક ૧૮૭૮માં ઇટાલી, પાડુઆમાં બનાવવામાં આવ્યું હતું. એના ૩૦ પાનાઓ છાપતા એક મહિનો લાગ્યો હતો. અને દરેક નવી રીતે છાપવા માટે નવા પ્રકારની જરૂર હતી. એમ હોવા છતાં, ૧,૦૦૦ પ્રતો છાપવામાં આવી હતી.
પુસ્તકના કદમાં ઘટાડો થતો રહ્યો. સ્કોટલૅન્ડના પેસલીના ગ્લેનિફર પ્રેસમાંથી બાળકો માટેની વાર્તા ત્રણ આંધળા ઉંદર (અંગ્રેજી) ૧૯૭૮માં “દુનિયાનું સૌથી નાનું પુસ્તક” બન્યું. આ મર્યાદિત આવૃત્તિ ૧૯૮૫માં એ જ છાપનારાઓએ ઓલ્ડ કિંગ કોલ! બાળકો માટેની બીજી ૮૫ પ્રતો ઉત્પન્ન કરીને ચઢિયાતી પુરવાર થઈ. દરેક પ્રતોનું માપ ફક્ત એક મીલીમીટરથી એક મીલીમીટર હતું. સોયની મદદથી પાના ફેરવી શકાતા હતા!
લોઈસ બોન્ડી આવાં એકદમ નાનાં પુસ્તકોનું વર્ણન “ધૂળની રજ સમાન” કરે છે. એ સહનશીલતા અને હાથકારીગરીનો અકથ્ય પુરાવો આપે છે. તેમ છતાં, આ એકદમ નાનાં પુસ્તકો મિનિચર પુસ્તકના મૂળભૂત ખ્યાલથી આગળ જાય છે, જે સુવાચ્ય અને મુશ્કેલી વગર ઉપયોગમાં લેવા માટે બનાવવામાં આવ્યાં હતાં.
આ આનંદદાયી નાનાં ગ્રંથોના સારા સંગ્રહને સંગ્રહસ્થાનોમાં જોઈ શકાય છે, અને બીજા ઘણા વ્યક્તિગત ખરીદી શકાય છે. તમે કદી પણ તેઓના મુગ્ધ કરતા જગતમાં પ્રવેશ કરો તો, આ નાનાં પુસ્તકોને ખૂબ કાળજીથી હાથ ધરવાનું યાદ રાખજો. તેઓ ખરેખર કળાનું કામ છે!
ફોટોમિકેનિકલ ઘટાડો
સ્કૉટલૅન્ડ, ગ્લાસગોના ડેવિડ બારસીએ ૧૮૯૫માં ઉત્પન્ન કરેલો “નવો કરાર” સૌથી નાનો છે. એનું માપ ૧.૯ સેન્ટિમીટરથી ૧.૬ સેન્ટિમીટર અને ફક્ત ૦.૮ સેન્ટિમીટર જાડું છે! એને છાપવું કઈ રીતે શક્ય હતું? “એ ફોટો-યંત્રથી ઘટાડો કરી ઉત્તમ અને સ્પષ્ટ રીતે છાપેલો છે,” સૌથી નાનાં પુસ્તકોમાં લૉઈસ બોન્ડી સમજાવે છે. સો વર્ષ પહેલાં ફોટોગ્રાફી તેનાં શરૂઆતનાં તબક્કામાં જ હતી તેથી, આ કંઈ જેવી તેવી સિદ્ધિ ન હતી.
ડેવિડ બારસીએ એ જ પદ્ધતિનો ઉપયોગ કરીને સંપૂર્ણ અંગૂઠા બાઇબલો પણ છાપ્યાં છે. આ એકદમ નાના અક્ષરો વાંચવામાં જેઓને મુશ્કેલી પડે તેઓ માટે, દરેક બાઇબલમાં નાનો બિલોરી કાચ કવરના બાઇડિંગમાં લગાવવામાં આવ્યો છે. આ સાધનથી, એ વાંચવાનો ખંત રાખનારાઓ માટે વાંચન શક્ય બને છે.
એ નોંધપાત્ર છે કે વિશ્વયુદ્ધ બે અને પછીથી કોમ્યુનિસ્ટ અને નાઝી દ્વારા યહોવાહના સાક્ષીઓની સતાવણી કરવામાં આવી ત્યારે, ફોટોગ્રાફિકથી પ્રકાશન છાપવાની પદ્ધતિનો સારો ઉપયોગ થયો હતો. આ સાથેનાં દૃષ્ટાંતમાં આ પદ્ધતિ દ્વારા છપાયેલ બાઇબલ સહાયક બતાવવામાં આવ્યું છે. દીવાસળીની પેટીમાં સંતાડીને, નાઝીની જુલમી છાવણીમાં સાક્ષીઓને છૂપી રીતે આપવામાં આવ્યું હતું.
પુસ્તકો નાના છતાં, સુવાચ્ય હોય શકે
આ દીવાસળીની પેટીમાં સમાય છે અને જુલમી છાવણીમાં છુપી રીતે લઈ જવાયું હતું
કદમાં નાનાં પુસ્તકોનું સંગ્રહાલય