વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૫/૮ પાન ૨૦
  • આપણી સમીપ રહેતી ડૉલ્ફિન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણી સમીપ રહેતી ડૉલ્ફિન
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • શા માટે ભાગ્યે જ જોવા મળે છે
  • શું એ ડૉલ્ફિન છે?
  • આપણે બહુ થોડું જાણીએ છીએ
  • એના માટે કેવું ભાવિ રહેલું છે?
  • ડૉલ્ફિનની સોનાર ટેકનિક
    આનો રચનાર કોણ?
  • માની ન શકાય એવી એક મુલાકાત
    સજાગ બનો!—૧૯૯૬
  • યહોવાહની રચના તેમનો જયજય પોકારે છે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
સજાગ બનો!—૧૯૯૮
g98 ૫/૮ પાન ૨૦

આપણી સમીપ રહેતી ડૉલ્ફિન

ઑ સ્ટ્રે લિ યા માં ના સ જા ગ બ નો! ના ખ બ ર પ ત્રી ત ર ફ થી

એને ઉષ્માભર્યા, ઉષ્ણકટિબંધના છીછરા પાણીમાં, પછી એ ખારું કે તા2જું, કાદવવાળું કે ચોખ્ખું હોય પણ ગમે છે. ભારતના બંગાળના ઉપસાગરથી મલાયના નાના નાના દ્વીપો, અને ઉત્તર ઑસ્ટ્રેલિયા સુધી જોવા મળે છે.

તોપણ, થોડા લોકોએ—ખાસ કરીને ઑસ્ટ્રેલિયાના લોકો, જેઓના ઉત્તર કિનારાના બારણે જ કદાચ આ પ્રાણી દુનિયામાં સૌથી વધારે હોય છે—તેઓએ પણ ભાગ્યે જ ઈરાવાડી ડૉલ્ફિનને જોઈ કે એના વિષે સાંભળ્યું હોય છે. શું આ આશ્ચર્યજનક છે? હા અને ના.

પ્રાણીશાસ્ત્રી જોન એન્ડરસને, ૧૯મી સદીમાં ગોળ ચાંચ વિનાના માથાની આ આછા આસમાની-ભૂખરા રંગની ડૉલ્ફિન મ્યાનમારની (જે બર્મા તરીકે ઓળખાતું) ઈરાવાડી નદીમાં જોઈ. તેણે એને ઈરાવાડી ડૉલ્ફિન નામ આપ્યું.

શા માટે ભાગ્યે જ જોવા મળે છે

ઈરાવાડીને ગરમ અને ભેજવાળો કિનારો, દરિયાની ભરતીનો અને નદીનો પ્રદેશ ગમે છે. એ હંમેશા કાદવ, ઝાડી, જંગલ, ટોળાબંધ મચ્છર, અને કેટલીક જગ્યાઓએ મગર પણ હોય ત્યાં રહે છે—એની આસપાસનો વિસ્તાર માનવીઓને આકર્ષક લાગી શકે નહિ.

સામાન્ય રીતે આ વિસ્તારમાં પાણી પણ ઘોર અંધારું હોય છે, તેથી એ સપાટી પર ટૂંક સમય માટે શ્વાસ લેવા આવે ત્યારે જ તમે એને જોઈ શકો. ત્યાર પછી પણ, એ ભાગ્યે જ એનું શરીર બહાર રાખે છે. એની પાછળનો ભાગ ખૂબ થોડો દેખાય છે, અને એની પીઠ પરની નાની પાંખને બીજી ડૉલ્ફિનો સાથે સરખાવી શકાય.

પરંતુ કેટલીક જગ્યાઓમાં ઈરાવાડી ડૉલ્ફિન ઘણી વાર જોવા મળે છે. માછીમારો અને નાવિકોએ મ્યાનમારની નદીમાં અને બીજી નદીઓમાં ડૉલ્ફિનના એશિયા વિસ્તારમાં ઘણી વાર આ પ્રાણીને શિકાર કરતા અને મસ્તી કરતા જોયા છે. કોઈ કોઈ વાર તો તેઓના મોંમાંથી ફુવારા કરતા અથવા પાણીના બાગમાં મૂકેલી પૂતળાઓના મોંમાથી નીકળતા પાણીની જેમ પોતાના મોંમાંથી પાણી કાઢતા જોઈ શકાય છે.

ઑસ્ટ્રેલિયાના પાણી સિવાય ઈરાવાડીઓ પશ્ચિમના કિનારે, મહાભૂખંડોની આસપાસ અને પૂર્વના નીચેના કિનારા પર પણ જોવા મળે છે. તેઓ સામાન્ય રીતે છથી ઓછી સંખ્યાના વૃંદમાં જોવા મળે છે. પરંતુ પ્રસંગોપાત ૧૫ સુધી પણ હોય છે. તેઓના એશિયાના કુટુંબીજનોથી ભિન્‍ન, ઑસ્ટ્રેલિયાના પાણીમાંના ડૉલ્ફિનનું વૃંદ ક્યારેય પાણીના ઝરાઓમાં કદી પણ નકલ કરતાં જોવા મળતા નથી.

શું એ ડૉલ્ફિન છે?

ઈરાવાડી જમીનની નજીક રહે છે અને તેઓની ભૂરા પાણીમાં આનંદિત રહેતી પિતરાઈની સરખામણીમાં તરવામાં ધીમી છે. તોપણ, વૈજ્ઞાનિકોને તેઓનો અભ્યાસ કરવો અઘરો છે. તેઓનું બિનઆકર્ષક રહેઠાણ મહત્ત્વનું ઘટક છે. તેમ છતાં, ઇંડોનેશિયા, ડીજકાર્તામાં, જયા એન્કોલ ઓશનેરિયમમાં જીવતી ઈરાવાડીનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

ઈરાવાડી વિષે થોડું જાણતા હોવાના કારણે, તાજેતરના જીવવિજ્ઞાનીઓ અચોક્કસ છે કે તેઓ વ્હેલ-ડૉલ્ફિનની સાથે ક્યાં બંધબેસે છે. દેખીતી રીતે, તેઓને ડૉલ્ફિનની સાથે ઘણી બધી સમાનતા છે. તોપણ, ફક્ત કદ અને રંગ સિવાય (કેમકે તેઓ ઝાંખાથી ગાઢા આસમાની-ભૂખરા રંગની હોય છે), તેઓ મોટા ભાગે આર્ટીક બેલુગા વ્હેલ કે સફેદ વ્હેલના એક નાના ભાગ જેવી દેખાય છે. તેઓની અસાધારણપણે લવચીક ગરદન પણ મોટા ભાગે બેલુગા જેવી જ હોય છે. તેથી તેઓ શું છે—વિષુવવૃત્તીયની બેલુગા કે સાચી ડૉલ્ફિન?

તેઓના શરીરના અંગોને અને આનુવંશિક ઘટકોને તપાસવાંની એક રીત છે અને જોવું કે આ ઘટકો ઈરાવાડી, બેલુગા છે કે ડૉલ્ફિન. તપાસે સ્પષ્ટ બતાવ્યું કે એ ડૉલ્ફિનની તરફ વધારે છે.

આપણે બહુ થોડું જાણીએ છીએ

ઈરાવાડી જન્મ સમયે, એક મીટર લાંબી અને વજનમાં લગભગ ૧૨ કિલોગ્રામ હોય છે. નર લગભગ ૨.૭૫ મીટર અને માદા એના કરતાં થોડી નાની હોય છે. તેઓ ૨૮ વર્ષ જેટલું જીવી શકે.

મૃત ઈરાવાડી હોજરીમાંથી નમૂના લેવામાં આવ્યા જેણે એઓના ખોરાક વિષે બતાવ્યું. તેઓનો ખોરાક સ્ક્વીડ, ઝીંગા, પ્રૉન્સ અને માછલી—ખાસ કરીને નીચે રહેતી માછલીઓ છે. કેટલાક વૈજ્ઞાનિકો અનુમાન કરે છે કે એશિયન ડૉલ્ફિન વિલક્ષણ આચરતી હોય છે તેઓના મોંમાંથી પ્રવાહીની એક ઝીણી સેર કાઢતી હોય છે કે જે તેઓને ઘોર અંધારાના પાણીમાં માછલીનો શિકાર કરવા મદદ કરી શકે.

બીજી ડૉલ્ફિનની જેમ, ઈરાવાડી તીવ્ર ટક ટક અવાજ કરે છે. ટ્રોપીકલ ક્વીન્સલૅન્ડ સંગ્રહસ્થાનના ડૉ. પીટર ઓરનોડે સજાગ બનો!ને કહ્યું કે “જયા એનકોલ ઓશનેરિયમે કરેલા સંશોધન અનુસાર, ઈરાવાડી ડૉલ્ફિન સંભવિત બીજી ડૉલ્ફિનની જેમ તીવ્ર ટક ટક અવાજના પડઘાથી શિકાર કરી શકે.”

એના માટે કેવું ભાવિ રહેલું છે?

આખી દુનિયામાં કેટલી ઈરાવાડી છે એનો વૈજ્ઞાનિકોને કોઈ ખ્યાલ નથી. પરંતુ ચિંતા વધી રહી છે કે તેઓ નાબૂદ થઈ રહી છે. દક્ષિણ એશિયાના કેટલાક ભાગોમાં, તેઓની સંખ્યા ઘટી રહી છે, અને બીજા ભાગોમાં, તેઓ જરાય જોવા મળતી નથી.

આ ઘણી વાર જંગલો કાપવાના કાર્યો અને પ્રદૂષણ સાથે સંકળાયેલા અને વહેતા પાણી નીચે જામતા કચરાના કારણે છે. ઑસ્ટ્રેલિયામાં, મોટા ભાગની ઈરાવાડીનો વિસ્તાર માનવીઓ ન રહેતા હોય એ છે. પરંતુ પૂર્વના કિનારાના વધારે આકર્ષક વિસ્તારોમાં, શહેરીકરણ અને પ્રવાસીઓએ એનો કરવેરો ભરી લઈ લીધો છે. કેટલીક ઈરાવાડી માછલી પકડવાની જાળોમાં ફસાઈને મરી ગઈ છે અને કેટલીક શાર્ક માછલીથી તરનારાઓને બચાવવા માટે પાથરવામાં આવેલી જાળોમાં મરી ગઈ છે. ઈરાવાડીના ખોરાકના પુરવઠાને વધારે પડતા કાઢી નાખવાને કારણે પણ એની સંખ્યાને અસર થઈ છે.

તેમ છતાં, સૌથી વધારે સંભવિત ભય, પ્રદૂષિત કરતી વસ્તુઓ જે નદીઓ અને ઝરણાઓ દ્વારા ઢસડાઈ આવે એ છે. જેમાં બનાવટી કાર્બન આધારિત સંયોજન, જેમ કે પોલિકલોરિનેટેડ બાઈફેનિલ્સ (પીસીબી), (polychlorinated biphenyls, PCBs) જેવા છે કે જે વાતાવરણમાં રહે છે. પીસીબીના ઇલેક્ટ્રોનિક ભાગો, રંગ, ગ્રીસ અને લાકડા કે ધાતુ પર રંગનું પડ લગાડવા માટેની વસ્તુઓ બનાવવા ઉપયોગમાં લેવામાં આવે છે.

એના હકારાત્મક પાસા જોતાં, ઑસ્ટ્રેલિયાની પ્રકૃતિ સાચવનાર કચેરી, તેમના પુસ્તક ધ એક્શન પ્લાન ફોર ઑસ્ટ્રેલિયન સિટીસિયનસ બતાવે છે: “મોટા ભાગની [ઈરાવાડી ડૉલ્ફિન] ક્વિન્સલૅન્ડના ગ્રેટ બેરિયર રીફ મેરિન પાર્કનું ક્ષેત્ર વહીવટકર્તાઓના હેઠળ છે; એ કારણે વહીવટકર્તાઓ માટે ક્વિન્સલૅન્ડના પાણીની શક્યતાઓ સારી છે.”

સારા વહીવટ માટે બીજા પગલાં તરીકે, કચેરીએ ભલામણ કરી કે જાહેર જનતાને આ જૂથપ્રકાર માટે સજાગ કરવાના હામ્પબેક વ્હેલ, સદ્‍ન રાઇટ વ્હેલ, અને બોટલ-નોઝ્ડ ડૉલ્ફિન સાથે ઈરાવાડી પણ મહત્ત્વની બની છે. એ ઈરાવાડી ડૉલ્ફિન અને આપણા માટે સારું થશે.

Photos: Courtesy Dr. Tony Preen

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો