વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૪/૮ પાન ૧૦
  • તણાવ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તણાવ
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • તમારી કાળજી રાખો
  • સારા સંબંધો જાળવો
  • તમારા જીવનમાં સમતુલા જાળવો
  • તણાવને યોગ્ય દૃષ્ટિએ જોવું
  • આત્મિકતા કેળવો
  • ચોક્કસ આશા
  • સ્ટ્રેસ! ઓછું કરવા તમે શું કરી શકો?
    સજાગ બનો!—૨૦૧૦
  • લાભદાયી તણાવ, હાનિકારક તણાવ
    સજાગ બનો!—૧૯૯૮
  • ચિંતામાંથી રાહત આપતાં પગલાં
    સજાગ બનો!—૨૦૨૦
  • સ્ટ્રેસ એટલે શું?
    સજાગ બનો!—૨૦૨૦
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૪/૮ પાન ૧૦

તણાવ

સાથે જીવી શકાય છે!

“જીવનમાં તણાવ તો રહેવાનો જ, અને ખરેખર આપણે તણાવને દૂર હડસેલી મૂકવાનો પ્રયત્ન કરવાને બદલે, આપણે એનો કેવો પ્રત્યાઘાત વાળીએ છીએ એ જોવાની જરૂર છે.”

—લીયોન ચૈતોફ, જાણીતા આરોગ્ય લેખક.

બાઇબલે ભાખ્યું કે “છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે.” પુરાવો સ્પષ્ટપણે બતાવે છે કે આપણે એ સમયમાં જીવી રહ્યા છીએ, કેમ કે—ભવિષ્યવાણી મુજબ જ—“માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપનું સન્માન નહિ રાખનારા, કૃતઘ્નો, અધર્મી, પ્રેમરહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, શુભદ્વેષી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ” છે.—૨ તીમોથી ૩:૧-૫.

એમાં કંઈ આશ્ચર્ય નથી કે અમુક પ્રમાણમાં શાંતિ જાળવવી પણ ઘણું મુશ્કેલ બને છે! શાંતિથી જીવવા પ્રયત્ન કરનારાઓ પણ અસર પામે છે. “ન્યાયી માણસને માથે ઘણાં દુઃખ આવે છે,” ગીતકર્તા દાઊદે લખ્યું. (ગીતશાસ્ત્ર ૩૪:૧૯; સરખાવો ૨ તીમોથી ૩:૧૨.) તેમ છતાં, તમે તણાવ હળવો કરવા ઘણું કરી શકો જેથી એ તમને નિરુપાય ન કરી નાખે. નીચેનાં સૂચનો વિચારણામાં લો.

તમારી કાળજી રાખો

તમે જે ખાઓ છો એમાં ધ્યાન આપો. આરોગ્યપ્રદ ખોરાકમાં પ્રોટીન, ફળો, શાકભાજી, અને ધાન્ય, તથા દૂધની બનાવેલી વસ્તુઓનો સમાવેશ થાય છે. વિશુદ્ધ કરાયેલા સફેદ લોટ અને સંતૃપ્ત ચરબીથી સાવધ રહો. તમે કેટલું નિમક, વિશુદ્ધ કરેલી ખાંડ, દારુ, અને ચા કોફી લો છો એ વિષે સાવચેત રહો. તમારા ખોરાકમાં સુધારો કરો, અને તમે તણાવના સહેલા શિકાર બનશો નહિ.

કસરત કરો. ‘શરીરની કસરત ઉપયોગી છે,’ બાઇબલ સલાહ આપે છે. (૧ તીમોથી ૪:૮) ખરેખર, સમતોલ પણ નિયમિત કસરત—કેટલાક સપ્તાહના ત્રણ વખત સૂચવે છે—હૃદયને મજબૂત બનાવી, લોહીનું વહન સુધારે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, અને તમને હાર્ટ એટેક થવાની સંભાવના ઘટાડે છે. એથી વધુ તો, કસરત કરવાથી તંદુરસ્ત હોવાનો ઉત્સાહ જાગે છે, જે બનતા સુધી પરિશ્રમી પ્રવૃત્તિ દરમિયાન ઉત્પન્‍ન થતા એક ખાસ પ્રકારના પ્રોટીન લીધે બનતું હશે.

પૂરતી ઊંઘ લો. અપૂરતી ઊંઘ થાક લગાડે છે અને તણાવ સહન કરવાની તમારી ક્ષમતા ઘટાડે છે. તમને ઊંઘ આવવાની મુશ્કેલી હોય તો, સૂવા જવાનો અને ઊઠવાનો નિયમિત સમય જાળવો. કેટલાક સૂચન કરે છે કે રાત સિવાય ઝોંકુ આવી જાય તો, એ અડધો કલાક જેટલું જ મર્યાદિત રાખો જેથી તમારી રાત્રિની મીઠી નિંદરમાં ખલેલ ન પડે.

વ્યવસ્થિત બનો. જે લોકો સમયસર કાર્ય કરી શકે છે તેઓ તણાવનો સારી રીતે સામનો કરે છે. વ્યવસ્થિત બનવા માટે, પ્રથમ નક્કી કરવાની જરૂર છે કે કઈ જવાબદારીઓને અગ્રિમતા આપવી જોઈએ. પછી, સમયપત્રક બનાવો જેથી એ રહી ન જાય.—સરખાવો ૧ કોરીંથી ૧૪:૩૩, ૪૦ અને ફિલિપી ૧:૧૦.

સારા સંબંધો જાળવો

ટેકો મેળવો. તણાવભર્યા સમયે જેઓને મિત્રો અને સગાસંબંધીઓનો ટેકો હોય, તેઓ ઓછામાં ઓછું સાવ નિરુપાય થવા વિરુદ્ધ રક્ષણ મેળવે છે. તમે ભરોસો મૂકી શકો એવા એક મિત્ર હોવાથી પણ ઘણો ફેર પડે છે. બાઇબલ નીતિવચન કહે છે: “મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.”—નીતિવચન ૧૭:૧૭.

મતભેદોનો ઉકેલ લાવો. “તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો,” પ્રેષિત પાઊલે લખ્યું. (એફેસી ૪:૨૬) ગુસ્સો સંઘરી રાખવા કરતાં જલદીથી મતભેદોનો ઉકેલ લાવવાનું શાણપણ હાર્ટ-એટકમાંથી બચી જનારા ૯૨૯ વ્યક્તિઓનો અભ્યાસ બતાવે છે. પ્રથમ એટેકના દસ વર્ષની અંદર, વધુ વેરવૃત્તિવાળી વ્યક્તિઓ, શાંત-પ્રકૃતિવાળા પોતાના સમોવડિયાઓ કરતાં હાર્ટ એટકથી ત્રણગણા વધુ દરે મરણ પામવાની શક્યતા ધરાવે છે. અભ્યાસના લેખકો ધ્યાન પર લાવે છે કે ગુસ્સો મોટા ભાગે કારણ હોય એવું લાગે છે એ જ સમયે, કોઈ પણ તીવ્ર લાગણી જે શરીરમાં તણાવના હોર્મોનની ઉગ્ર હલચલ મચાવે એની સરખી જ અસર થઈ શકે. “ઈર્ષા હાડકાંનો સડો છે,” નીતિવચન ૧૪:૩૦ કહે છે.

કુટુંબ માટે સમય ફાળવો. ઈસ્રાએલી માબાપને પોતાનાં બાળકો સાથે સમય પસાર કરવાની, તેઓનાં હૃદયમાં ખરા સિદ્ધાંતો રેડવાની આજ્ઞા આપવામાં આવી હતી. (પુનર્નિયમ ૬:૬, ૭) એથી પરિણમતું બંધન કૌટુંબિક એકતા વધારતું—દુઃખદપણે જેની આજે ખામી જણાય છે. એક અભ્યાસે પ્રગટ કર્યું કે નોકરી કરતા યુગલો પોતાનાં બાળકો સાથે રમત રમવામાં દરરોજ સરેરાશ ફક્ત ૩.૫ મિનિટો જ પસાર કરે છે. તોપણ, તણાવનો સામનો કરો ત્યારે, તમારું કુટુંબ ખૂબ જ મદદરૂપ બની શકે. “કુટુંબ તમને લાગણીમય ટેકો આપતા વૃંદ બિનશરતી વિશિષ્ટ હક્ક આપે છે જેઓ તમને સારી રીતે જાણે છે અને ગમે એ હાલતમાં તમને ચાહે છે,” તણાવ પરનું એક પુસ્તક કહે છે. “કૌટુંબિક વૃંદ કાર્ય તણાવ ઘટાડવાનું એક સૌથી સારું સાધન છે.”

તમારા જીવનમાં સમતુલા જાળવો

વાજબી બનો. શારીરિક અને લાગણીમય રીતે સતતપણે પોતાને હદ ઉપરાંત કાર્ય કરાવનાર વ્યક્તિ નિર્ગત થઈ જઈને સંભવિત ઉદાસીનતામાં સપડાઈ જનાર પ્રાથમિક ઉમેદવાર બને છે. સમતુલા ચાવી છે. ‘જે ડહાપણ ઉપરથી છે એ . . . વાજબી છે.’ (યાકૂબ ૩:૧૭; સરખાવો સભાશિક્ષક ૭:૧૬, ૧૭ અને ફિલિપી ૪:૫.) તમે વાજબીપણે કરી શકો એથી વધુ કંઈક માંગી લેતું હોય તો ના કહેતા શીખો.

બીજાઓ સાથે પોતાને ન સરખાવો. ગલાતી ૬:૪ બતાવે છે: “દરેક માણસે પોતાની રહેણીકરણી તપાસી જોવી, અને ત્યારે તેને કોઈ બીજા વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.” હા, ઉપાસનાની બાબતે પણ, દેવ નકારાત્મક સરખામણી કરીને, આપણા વ્યક્તિગત સંજોગોથી વધુની માંગણી કરતા નથી. તે આપણી ભેટો અને અર્પણો ‘આપણી પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય કરે છે.’—૨ કોરીંથી ૮:૧૨.

આરામ કરવા સમય ફાળવો. ઈસુએ પણ, પોતે પુષ્કળ વ્યસ્ત હતા ત્યારે પણ, પોતાના માટે તેમ જ પોતાના અનુયાયીઓ માટે આરામ કરવાનો સમય ફાળવ્યો. (માર્ક ૬:૩૦-૩૨) સભાશિક્ષકના પ્રેરિત લેખકને લાગ્યું કે હિતકર આરામ લાભદાયી હતો. તેમણે લખ્યું: “તે ઉપરથી મેં વિનોદ કરવાની ભલામણ કરી, કેમકે ખાવુંપીવું તથા મોજમઝા કરવી તેના કરતાં માણસને માટે પૃથ્વી પર કંઇ શ્રેષ્ઠ નથી; કેમકે દેવે તેને પૃથ્વી ઉપર જે આયુષ્ય આપ્યું છે તેના સઘળા દિવસોની મહેનતના ફળમાંથી તેને એટલું જ મળશે.” (સભાશિક્ષક ૮:૧૫) સમતોલ આનંદપ્રમોદ શરીરને તાજગી આપી અને તણાવ દૂર કરવા મદદ કરી શકે.

તણાવને યોગ્ય દૃષ્ટિએ જોવું

તણાવયુક્ત સંજોગોનો સામનો કરતા હો ત્યારે:

દેવથી તમે અસ્વીકૃત થયા છો એવા નિષ્કર્ષ પર ન આવો. બાઇબલ આપણને જણાવે છે કે વર્ષો સુધી હાન્‍નાહ, એક વિશ્વાસુ સ્ત્રીનું “દિલ બહુ દુખાતું હતું” (“ઘેરી ઉદાસીનતામાં હતી,” રીવાઈઝ્ડ સ્ટાંડર્ડ વર્શન). (૧ શમૂએલ ૧:૪-૧૧) મકદોનિયામાં, પાઊલ “દરેક પગલે ઉદાસીન” હતા. (૨ કોરીંથી ૭:૫, બાઈંગ્ટન) ઈસુએ મરણ અગાઉ, “કષ્ટ” અનુભવ્યું, અને એટલો તણાવ હતો કે તેમનો “પરસેવો ભોંય પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.”a (લુક ૨૨:૪૪) તેઓ દેવના વિશ્વાસુ સેવકો હતા. તેથી, તમે તણાવનો સામનો કરતા હો ત્યારે, એવું ધારી લેવાને કોઈ જ કારણ નથી કે દેવે તમને ત્યજી દીધા છે.

a અહેવાલ મુજબ, લોહીવાળો પરસેવો અતિશય માનસિક તણાવના અમુક કિસ્સાઓમાં જોવા મળ્યો છે. દાખલા તરીકે, હેમટ્‌ડ્રોસમાં લોહી અથવા લોહીના પદાર્થવાળો કે લોહી સાથે શરીરના પ્રવાહીવાળો પરસેવો નીકળે છે. તેમ છતાં, એ ચોક્કસપણે કહી ન શકાય કે ઈસુના કિસ્સામાં શું બન્યું હતું.

તમારા હતાશાભર્યા સંજોગોમાંથી શીખો. પાઊલે લખ્યું કે તેમણે ‘દેહમાં કાંટો’ સહન કર્યો હતો, જે નિશંક તેમને હતાશ કરી નાખનારી તંદુરસ્તીની સમસ્યા હતી. (૨ કોરીંથી ૧૨:૭) જોકે, આશરે પાંચ વર્ષ પછી, તે કહી શક્યા: “હરપ્રકારે તથા સર્વ બાબતમાં તૃપ્ત થવાને તથા ભૂખ્યો રહેવાને, તેમજ પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને હું શીખેલો છું. જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.” (ફિલિપી ૪:૧૨, ૧૩) પાઊલે તેમના ‘દેહમાંના કાંટાʼનો આનંદ માણ્યો નહિ, પરંતુ તેને સહન કરવાથી, તે દેવના સામર્થ્ય પર ઘણું વધારે આધારિત રહેતા શીખ્યા.—ગીતશાસ્ત્ર ૫૫:૨૨.

આત્મિકતા કેળવો

દેવનો શબ્દ વાંચો અને મનન કરો. “આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે.” (માત્થી ૫:૩) દેવનો શબ્દ વાંચવો અને એના પર મનન કરવું અતિ મહત્ત્વનું છે. ઘણી વાર, શાસ્ત્રવચનોમાં ખંતીલી શોધ કરવાથી, આપણને એ દિવસ માટે જરૂરી ઉત્તેજનના યોગ્ય શબ્દો જ મળી રહે છે. (નીતિવચન ૨:૧-૬) “મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે,” ગીતકર્તાએ લખ્યું, “તારા [પરમેશ્વરના] દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.”—ગીતશાસ્ત્ર ૯૪:૧૯.

નિયમિતપણે પ્રાર્થના કરો. પાઊલે લખ્યું: “તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” (ફિલિપી ૪:૬, ૭) હા, “દેવની શાંતિ” આપણી વ્યથિત લાગણીઓને ટપી જઈને એઓને સમતોલ કરી શકે ભલેને “પરાક્રમની અધિકતા” જરૂરી બને.—૨ કોરીંથી ૪:૭.

ખ્રિસ્તી સભાઓમાં હાજરી આપો. ખ્રિસ્તી મંડળ મૂલ્યવાન ટેકો આપનારી વ્યવસ્થા રજૂ કરે છે, કેમ કે એમાંની વ્યક્તિઓને ‘પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે એકબીજાનો વિચાર કરવાની’ ભલામણ કરવામાં આવી છે. સારા કારણોસર જ, પાઊલે પ્રથમ-સદીના હેબ્રી ખ્રિસ્તીઓને ‘એકઠા મળવાનું પડતું ન મૂકવા’ જણાવ્યું.—હેબ્રી ૧૦:૨૪, ૨૫.

ચોક્કસ આશા

કબૂલ છે કે, સામાન્યપણે તણાવ ઘટાડવામાં માત્ર સાદી દવા લાગુ પાડવાનો જ સમાવેશ થતો નથી. ઘણી વાર, વિચારસરણીમાં મૂળભૂત ફેરફાર જરૂરી બને છે. દાખલા તરીકે, વ્યક્તિએ પોતાના સંજોગોને પ્રત્યાઘાત પાડવાના નવા માર્ગ શીખવાની જરૂર પડી શકે જેથી એઓ તેને કચડી ન નાખે. કેટલાક કિસ્સાઓમાં, તણાવ વારંવાર અથવા તીવ્રપણે થતો હોવાથી કુશળ તબીબી માર્ગદર્શન પણ લેવું જરૂરી બની શકે.

અલબત્ત, આજે કોઈનું પણ જીવન હાનિકારક તણાવથી પૂરેપૂરું મુક્ત નથી. તેમ છતાં, બાઇબલ આપણને ખાતરી આપે છે કે જલદી જ દેવ માનવીઓ તરફ પોતાનું ધ્યાન દોરશે અને તેઓને આટલો હાનિકારક તણાવ આપતી પરિસ્થિતિઓ દૂર કરશે. પ્રકટીકરણ ૨૧:૪માં, આપણે વાંચીએ છીએ કે દેવ “તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી.” પછીથી, વિશ્વાસુ માણસજાત સલામતીમાં જીવશે. પ્રબોધક મીખાહે ભાખ્યું: “તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ; કેમકે સૈન્યોના યહોવાહના મુખમાંથી એ વચન નીકળ્યું છે.”—મીખાહ ૪:૪.

આત્મિકતા વિકસાવવાથી તમને શાંત રહેવામાં મદદ મળી શકે

તમારી તંદુરસ્તીની કાળજી રાખવાથી તણાવ ઘટે છે

આરામ

સારો ખોરાક

કસરત

તણાવ અને સર્જરી

કેટલાક તબીબો પોતાના દરદીઓને ઓપરેશન રૂમમાં લઈ જાય એ પહેલાં તણાવના સ્તરની વિચારણા કરે છે. દાખલા તરીકે, એક સર્જન, ડૉ. કામરેન નઝાટ કહે છે:

“સર્જરી માટે નક્કી થયેલી વ્યક્તિ મને એ દિવસે કહે કે તે ગભરાઈ ગયા છે અને એ સ્થિતિમાં સર્જરી થવા દેવા માંગતા નથી, તો હું સર્જરી માંડી વાળું છું.” શા માટે? નઝાટ સમજાવે છે: “દરેક સર્જન જાણે છે કે એકદમ ડરી ગયેલા લોકોને સર્જરીમાં ઘણી તકલીફ પડે છે. તેઓનું લોહી ખૂબ વહે છે, તેઓને વધુ ચેપ લાગે છે અને કામ અઘરું બને છે. તેઓને સાજા થતા ઘણી મુશ્કેલી નડે છે. તેઓ શાંત હોય ત્યારે સૌથી વધુ સારું છે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો