વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૪/૮ પાન ૧૪
  • શું તમે તમારા દાંત પીસો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે તમારા દાંત પીસો છો?
  • સજાગ બનો!—૧૯૯૮
  • સરખી માહિતી
  • દાંતની મરામત
    સજાગ બનો!—૧૯૯૮
  • નાજુક દાંતનું રક્ષણ કરો
    સજાગ બનો!—૨૦૦૧
  • ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૦૭
  • પાણીમાં રહેતા છીપલાંનાં (લિંપેટના) દાંતની રચના
    આનો રચનાર કોણ?
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૪/૮ પાન ૧૪

શું તમે તમારા દાંત પીસો છો?

પ્રાચીન સમયના લોકો દબાણ હેઠળ પોતાના દાંત પીસતા હતા. બાઇબલમાં અવારનવાર દાંત પીસવા, કે કચકચાવાનો ઉપયોગ ગુસ્સો કે દુઃખ સૂચવવા કરવામાં આવ્યો છે. (અયૂબ ૧૬:૯; માત્થી ૧૩:૪૨, ૫૦) આજના ગુસ્સા અને દબાણ ભરેલા જગતમાં, કરોડો લોકો શાબ્દિક રીતે પોતાના દાંત પીસે છે, અને મોટા ભાગના લોકો એનાથી અજાણ હોય છે. ધીમે ધીમે તેઓના દાંત ઘસાઈ પણ જતા હોય શકે.

શા માટે કેટલાક લોકો દાંત પીસે છે? એનાં કારણો તો અટપટાં છે અને હજુ સુધી પૂરાં સમજાયાં નથી. પરંતુ કેટલાક કિસ્સાઓમાં લાગણીમય દબાણ શક્ય કારણ દેખાય આવે છે. યુસી બર્કલી વૅલનૅસ લૅટર બતાવે છે: “ઘણી વાર દાંત પીસનાર લોકો જણાવે છે કે તેઓને વૈવાહિક કે નાણાકીય મુશ્કેલીઓ હોય, વાર્ષિક પરીક્ષાઓ ચાલતી હોય, તેઓની નોકરી ગુમાવવાનો ભય, કે બીજાં દબાણો હોવાને કારણે એમ કરતા હોય છે.” બીજાં શક્ય કારણો અને ફાળો આપતા ઘટકોમાં, ઉપરના અને નીચેના દાંત વચ્ચે ખામી, ઊંઘમાં ખલેલ કે આલ્કોહોલના ઉપયોગનો સમાવેશ થાય છે. એ કારણે, વૅલનૅસ લૅટર સૂચવે છે કે સહન કરનારે આલ્કોહોલનો ઉપયોગ ઓછો કરી દેવાનો પ્રયત્ન કરવો; સૂતા પહેલાં સ્વસ્થ થવા સરળ પગલાં લેવાં, જેમ કે હૂંફાળા પાણીથી નાહવાનો આનંદ લેવો; અથવા દુઃખદ સમસ્યાઓની મિત્રો કે વિશ્વાસપાત્ર સલાહકાર સાથે વાત કરવી.

દિવસ દરમિયાન તમે પોતે તમારા દાંત પીસવાના કે કચકચાવાનું ધ્યાન રાખી શકો. પરંતુ તમે ઊંઘમાં એ કઈ રીતે જાણી શકો? કેટલીક વખત કાયમી દાંત પીસવા, કે જેનો અવાજ એટલો મોટો હોય છે કે એ જ ઓરડામાં સૂતી બીજી કોઈ વ્યક્તિ જાગી જાય, એને બ્રૂક્સિજ્મ તરીકે ઓળખવામાં આવે છે. તમે ઊઠો ત્યારે તમારા લમણામાં દુઃખાવો હોય શકે, અથવા તમારું જડબું તીવ્ર અવાજ કરતું હોય.a તમારા દાંતના દાક્તર તમારા દાંતના અતિશય ઘસારાને પણ ધ્યાનમાં લઈ શકે. તે કેટલાક પ્રમાણમાં રાહતની ભલામણ કરી શકે, જેમ કે રાત્રે તમારા દાંત પર કંઈક લગાવવું. મોંને એ રીતે બનાવવામાં નથી આવ્યું કે એ તમને દાંત પીસવાથી બચાવે છતાં, એ તમારા દાંતને વધારે નુકશાન કરતા બચાવી શકે. બાબત ગમે એ હોય પણ, સ્વસ્થ રહો! તમે ઓછી ચિંતા કરશો તો તમે તમારા દાંત ઓછા પીસશો.

a વધારાની માહિતી માટે, કૃપા કરીને જૂન ૨૨, ૧૯૯૧ના સજાગ બનો! (અંગ્રેજી) અંકના પાન ૨૦-૨ પર જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો