વિશ્વ નિહાળતા
એઇડ્સ અને એશિયા
કેટલાક પશ્ચિમી દેશોમાં એઇડ્સના કેસોની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો છે છતાં, આ મરકી એશિયાના અનેક ભાગોમાં ઝડપથી વધી રહી છે. એશિયાવીકના અહેવાલ અનુસાર ભારતમાં એઇડ્સના કેસોની સંખ્યા “૧૯૯૦ના દાયકાના પહેલાં ભાગમાં ૭૧ ટકા વધી ગઈ.” થાયલૅંડ, ૧૯૯૦માં જગતની એઇડ્સની સંખ્યામાં ૫૭માં નંબરે હતું, જે ૧૯૯૦ના મધ્યમાં પાંચમાં નંબરે આવી ગયું. કંબોડિયા ૧૭૩માં નંબરથી ૫૯માં આવી ગયું. અને ફિલિપાઈન્સમાં એ જ સમયગાળામાં ૧૩૧-ટકા વૃદ્ધિ થઈ છે. ઘણા લોકો માહિતગાર છે કે વિકસી રહેલો બાળ-વેશ્યા વેપાર થોડે અંશે એ માટે જવાબદાર છે, પરંતુ એશિયાવીક જણાવે છે કે કેટલાક રાજકારણીઓ જેઓના દેશો “પર્યટકોના ડૉલર પર નભતા હોય . . . [એની વિરુદ્ધમાં] અસરકારક પગલાં લેવાથી અચકાય છે.”
બાળ અત્યાચાર અને રોગપ્રતિકાર શક્તિ
જાપાનમાં મીયે વિશ્વવિદ્યાલયના સંશોધકો અનુસાર, બાળક જાતીય અત્યાચાર ભોગવે છે ત્યારે, તેની રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી જાય છે, જે બાળકને રોગ સામે અશક્ત છોડી જાય છે. આ વિશ્વવિદ્યાલયે એક મહિનાથી લઈને નવ વર્ષની ઉંમરના એવાં ૫૦ બાળકોનાં શરીરોનો અભ્યાસ કર્યો જે શારીરિક અત્યાચારને કારણે પેદા થયેલ મગજનો રક્તસ્ત્રાવ અથવા બીજી પરિસ્થિતિઓને કારણે મર્યા હતાં. બાળકોની થાઈમસ ગ્રંથિઓ, “જે રોગપ્રતિકારક શક્તિનાં કાર્યોને અંકુશ કરે છે, જે સામાન્ય વજનથી સંકોચાઈને અડધી થઈ ગઈ હતી,” માઈનીચી ડેઈલી ન્યૂઝ અહેવાલ આપે છે. જેટલા લાંબા સમય સુધી અત્યાચાર, તેટલી થાઈમસ ગ્રંથિ વધુ સંકોચાઈ. હકીકતમાં, “જે બાળકો સાથે છ મહિનાથી વધુ સમય સુધી અત્યાચાર કરવામાં આવ્યો હતો એ બાળકોની ગ્રંથિનું વજન, અત્યાચાર ન કરવામાં આવેલ બાળક કરતાં સોળ અંશ ઓછું હતું,” વર્તમાનપત્રએ જણાવ્યું. સંશોધકોએ એ બાળકોમાં પણ એ જ ગ્રંથિ સંકોચાયેલી જોઈ છે જે માનસિક અત્યાચાર કે માબાપ તરફથી ખોરાક પૂરો પાડવામાં નિષ્ફળતાને કારણે ખામીયુક્ત પોષણના ભોગ બન્યા છે.
તમારા હાથ ધુઓ!
“ઘણા રોગોના ચેપને ફેલાતા અટકાવવાનો સૌથી સારો, સાદો અને આર્થિક રીતે વધુ ફાયદાકારક માર્ગ તમારા હાથોને ધોવા છે,” ઇટાલિયન વર્તમાનપત્ર કોરીયર ડેલા શેરા કહે છે. તોપણ, “ઇટાલીના દર ૧૦ રહેવાસીઓમાંથી ૩ કરતાં વધુ વ્યક્તિઓ સંડાસનો ઉપયોગ કર્યા પછી પોતાના હાથ ધોતા નથી, ભલે પછી તેઓ તરત જ જમવા બેસવાના હોય.” આ સર્વેક્ષણનાં પરિણામો બીજા દેશોમાં કરવામાં આવેલા એવા જ સર્વેક્ષણોનાં પરિણામો સાથે સરખાપણું ધરાવે છે. “હાથ ખોરાક સુધી કીટાણુઓને લઈ જઈને બગાડની સાંકળ શરૂ કરી શકે,” સૂક્ષ્મજીવવિજ્ઞાની એનરીકો માલ્યાનો સમજાવે છે. કઈ રીતે આ સાંકળને તોડી શકાય? તમારા હાથ—નખની અંદર પણ—સાબુ અને ગરમ કે નવશેકા પાણીથી ઓછામાં ઓછી ૩૦ સેકન્ડ (સૂક્ષ્મ જીવાણુને દૂર કરવા ઓછામાં ઓછો જરૂરી સમય) ધુઓ. એમાં બંને હાથને ૧૦થી ૧૫ સેકન્ડ ભેગા મશળવાનો પણ સમાવેશ થાય છે. લેખ કહે છે, તમારા બાહુથી શરૂ કરીને તમારી આંગળીઓ સુધી સારી રીતે ધુઓ અને લુછો.
હૅપટાઇટિસ-બી મૃત્યુસંખ્યા
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુમાન કરે છે કે દર વર્ષે હૅપટાઇટિસ-બી દ્વારા દશ લાખથી વધુ લોકો મરે છે. બાળચિકિત્સક જગદીશ ચિનપ્પા કહે છે કે આ મરણોમાંથી લગભગ ૧,૫૦,૦૦૦ ભારતમાં થાય છે. એક બહુરાષ્ટ્રીય ઔષધીય કંપની દ્વારા આયોજિત સંમેલનમાં, તેમણે સમજાવ્યું કે ભારતમાં “૩.૫થી ૪ કરોડ એચ.બી.વી. [હૅપટાઇટિસ-બી વિષાણું]ના રોગી છે, જે ગોળાવ્યાપી રોગીઓના ૧૦ ટકા છે,” ટાઈમ્સ ઑફ ઇન્ડિયા અહેવાલ આપે છે. વર્તમાનપત્ર ઉમેરે છે કે “ખરાબ થયેલ લીવરના બે કેસોમાંથી એક અને પ્રાથમિક લીવર કૅન્સરના ૧૦ કેસોમાંથી આઠને હૅપટાઇટિસ-બીનો ચેપ લાગ્યો હોય છે.”
ઘરની હવામાં પ્રદૂષણ
નવી દિલ્હી, ભારતમાં ટાટા એનર્જી રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ટેરી) દ્વારા તાજેતરમાં કરેલ એક અભ્યાસ બતાવે છે કે પ્રદૂષિત હવાથી થતી બીમારીઓને કારણે દર વર્ષે ૨.૨ લાખ ભારતીઓ મરે છે. ધ ઇન્ડિયન એક્ષપ્રેસ અહેવાલ આપે છે કે એક અભ્યાસ અનુસાર, ઘરમાં પ્રદૂષિત હવા એક મુખ્ય કારણ છે. કોલસા, લાકડા, અને છાણના છાણા દ્વારા રસોઈ બનાવતી ચાલીઓમાં રહેતી સ્ત્રીઓ સૌથી મોટું જોખમ ધરાવે છે. બહારની હવામાં પ્રદૂષણ વધારો અટકાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે તે જ વખતે, નિષ્ણાતોને લાગે છે કે ઘરોમાં લાખો ને લાખો લોકોના જોખમ વિષે કંઈ કરવામાં આવ્યું નથી. “એક છુપું જોખમ વધી રહ્યું છે જેના માટે કોઈ તાત્કાલિક ઉપાય શક્ય નથી જણાતો,” ટેરીના નિર્દેશક આર. કે. પચાઉરીએ કહ્યું.
સ્વાસ્થ્યપ્રદ જીવન-ઢબને પ્રોત્સાહિત કરવી
પોતાના વિશ્વ આરોગ્ય અહેવાલ ૧૯૯૭માં વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) ચેતવણી આપે છે કે માણસજાત વધતી “પીડાના જોખમ”નો સામનો કરી રહી છે. દર વર્ષે, ગંભીર દર્દોની સાથે સાથે, કૅન્સર અને હૃદયરોગ ૨.૪ કરોડથી વધુ લોકોનું જીવન લે છે અને અન્યો માટે ધમકી વધવાનું જોખમ ઊભું કરે છે. બીજાં ૨૫ વર્ષો દરમિયાન, મોટા ભાગનાં રાષ્ટ્રોમાં કૅન્સરના કેસોની સંખ્યા બેવડી થવાનો અંદાજ છે. ધનવાન રાષ્ટ્રોમાં વધુ જીવ લેનાર હૃદયરોગ અને પક્ષઘાત, ગરીબ દેશોમાં વધુ સામાન્ય બની જશે. આ શક્યતાઓના પ્રત્યાઘાતમાં, હુ સ્વાસ્થ્યપ્રદ જીવન-ઢબને પ્રોત્સાહન આપવા અને જોખમકારક તત્ત્વોને ઘટાડવા માટે એક “તીવ્ર અને ટકાવ” વિશ્વવ્યાપી ઝૂંબેશ ચલાવે છે—બિનઆરોગ્યપ્રદ આહાર, ધૂમ્રપાન, જાડાપણું, અને કસરતની ખામી એવા જોખમ ભરેલા તત્ત્વ વારંવાર ઘાતક રોગમાં પરિણમે છે.
વૈજ્ઞાનિકોનો દેવમાં વિશ્વાસ
વર્ષ ૧૯૧૬માં, અમેરિકન મનોવૈજ્ઞાનિક જેમ્સ લુબાએ ૧,૦૦૦ ભિન્ન વૈજ્ઞાનિકોને પૂછ્યું કે તેઓ દેવમાં માને છે કે કેમ. તેઓનો જવાબ શું હતો? જવાબ આપતા વૈજ્ઞાનિકોમાંના ૪૨ ટકાએ દેવમાં વિશ્વાસ વ્યક્ત કર્યોં, ધ ન્યૂયૉર્ક ટાઈમ્સ અહેવાલ આપે છે. લુબાએ ભાખ્યું હતું કે ભણતરના ફેલાવાથી દેવમાં આસ્થા ઘટશે. હવે, ૮૦ કરતાં વધુ વર્ષો પછી, જીઓજીઆ વિશ્વવિદ્યાલયના એડવર્ડ લાર્સને લુબાના પ્રખ્યાત સર્વેક્ષણનું પુનરાવર્તન કર્યું. એવા જ પ્રશ્નો અને પદ્ધતિનો ઉપયોગ કરીને, લાર્સને જીવવૈજ્ઞાનિકો, ભૌતિકશાસ્ત્રીઓ, અને ગણિતશાસ્ત્રીઓને પૂછ્યું કે શું તેઓ દેવમાં માને છે કે જે માણસજાત સાથે ચાલુ રીતે વાતચીતવ્યવહાર રાખે છે. પરિણામોએ દર્શાવ્યું કે લગભગ આજે વૈજ્ઞાનિકોની એટલી જ સંખ્યાએ, લગભગ ૪૦ ટકાએ, દેવમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. ડૉ લાર્સન અનુસાર, “લુબાએ માણસના મગજ કે માણસની દરેક જરૂરિયાતોને પૂરી કરવાની વિજ્ઞાનની ક્ષમતાનો ખોટો અંદાજ આંક્યો હતો.”
હતાશાભરી એક પેઢી
આજના ૧૫થી ૨૪ વર્ષની વયના યુવાનોનાં વલણો સાથે બે પેઢી પહેલાંના યુવાનો સાથે સરખાવતા સર્વેક્ષણો દર્શાવે છે કે કેફી પદાર્થોનો દુરુપયોગ, ગુનાના દરો અને આપઘાત વધ્યા છે, ધ ઑસ્ટ્રેલિયન અહેવાલ આપે છે. નીતિ વિશ્લેષક અને વિજ્ઞાન લેખક, રિચાર્ડ એકર્સલીએ એ કહેતા આજના યુવાનોની લાગણીઓનો સાર કહ્યો: “યુવાન લોકો માને છે કે જીવન રોમાંચક અને મોજમજાથી ભરેલું હોવું જોઈએ, કે તેઓ બીજા પર આધારિત ન હોય, જીવન-ઢબની પસંદગીઓ ખુલ્લી રાખેલી હોય, સરકારો સમાજની સમસ્યાઓને હલ કરવા માટે અસમર્થ છે, અને તેઓ સામાજિક સ્થિતિ બદલવા માટે અશક્ત છે.” શાનૂ નામની એક ૧૫ વર્ષની છોકરીએ કહ્યું: વસ્તી વધે છે અને આપણને ઓછી નોકરીઓ, ઓછા ઘરો, અને બધું જ ઓછું હોય છે માટે પડાપડ કરવી પડે છે.”
દુનિયા-ભમનારાં કીટાણુંઓ
વિમાની ગટર ટાંકીઓમાં એવા રસાયણ હોય છે જેમાં કીટાણુંઓ મરી જવા જોઈએ, પરંતુ કેટલાંક કીટાણુઓ આ નાશક રસાયણોના સંપર્કમાં આવ્યા છતાં બચી જાય છે, ન્યૂ સાયંટિસ્ટ સામયિક અહેવાલ આપે છે. યુનિવર્સિટી ઑફ નૉર્થ કેરોલીનાના પર્યાવરણ-વિજ્ઞાન, માર્ક સૉબસીએ શોધ્યું કે અમેરિકામાં ઉતરનાર આંતરરાષ્ટ્રીય ઉડાણોમાંથી તેણે જેટલાં ગટરપાણી તપાસ્યાં તેમાંથી લગભગ અડધામાં જીવતાં કીટાણુંઓ હતાં. યુનાઈટેડ સ્ટેટ્સમાં, વિમાનોમાંથી નીકળતો કચરો સામાન્ય રીતે સાર્વજનિક ગટર મથકોમાં નાખી દેવામાં આવે છે અને ત્યાર પછી વાતાવરણમાં ફેંકી દેવામાં આવે છે. આમ, એ બાબતનું જોખમ રહ્યા કરે છે કે તેમાંના અમુક કીટાણુઓ હૅપટાઇટિસ એ અને ઈ, મગજનો સોજો, અને પોલિયો જેવી બીમારીઓ ફેલાવી શકે છે. સૉબસી ઉમેરે છે: “દુનિયાની વિમાની સેવાઓ દ્વારા જુદા જુદા પ્રકારની બીમારીઓ ફેલાઈ શકે છે.”
નાસ્તો ખાવો અને દાંત બગાડવા
એ લાંબા સમયથી જાણીતું છે કે મીઠા પદાર્થો ઓછા ખાવાથી દાંતના સડા સામે લડવામાં મદદ મળી શકે છે. છતાં, ખાસ કરીને મહત્ત્વનું એ છે કે ક્યારે અને કેટલી વાર ખાવું, કૌટુંબિક દાંત માર્ગદર્શન તમારા કુટુંબને કઈ રીતે હસતું રાખવું (અંગ્રેજી) અહેવાલ આપે છે. મીઠાઈઓ કે પરિશુદ્ધ કાર્બોહાઈડ્રેટ તમારા દાંતમાં લાગેલી છારીના સંપર્કમાં આવે છે, ત્યારે ઍસિડ બને છે. આ ઍસિડ લગભગ ૨૦ મિનિટ સુધી તમારા દાંતના ઉપરના પડ (ઈનેમલ) પર હુમલો કરે છે, ચોપાનિયું કહે છે. આ સમય દરમિયાન પોલાણ શરૂ થઈ શકે. વધુમાં, “એ તમે મીઠાઈ કે સ્ટાર્ચવાળો ખોરાક ખાવ ત્યારે દરેક વખતે બની શકે.” તેથી તમે નાસ્તો ખાવા જઈ રહ્યા હોવ તો, “તમે દરેક ચીજ એક જ ટાણે ખાવ એ સારું છે,” એ રીતે તમારા દાંતોમાં એક જ વાર ઍસિડ લાગશે. નહિ તો, ખોરાક લેવામાં લાંબો સમય કાઢવાથી દાંત પર વધુ સમય સુધી ઍસિડનો હુમલો થાય છે. દાંતને સડાથી બચાવવા મદદ કરવા દાંતના ડૉક્ટર ભલામણ કરે છે કે તમારે ઓછામાં ઓછા દિવસમાં બે વખત તમારા દાંત સાફ કરવા જોઈએ. સાથે, દંત્યદોરીથી તમારા દાંતોની વચ્ચે રોજ સાફ કરવાનું ભૂલો નહિ.
લુપ્ત થતી ગંગા
કરોડો હિંદુઓ ભારતમાં ગંગા નદીને પવિત્ર માને છે. ગંગા એના આસપાસના ક્ષેત્રોમાં ખેતી માટે જીવનરેખા પણ છે. પરંતુ હવે એના પાણી ઝડપથી ઘટી રહ્યાં છે, અને નદી તથા એના પહેલાંના કિનારાઓ વચ્ચે સૂકી ભૂમિનો વિસ્તાર વધતો જાય છે, ઇન્ડિયા ટુડે અહેવાલ આપે છે. એના પ્રવાહમાં થયેલ વધારે પડતો ઘટાડો અપૂરતા વરસાદ તથા સિંચાઈ માટે ઉપરી ભાગોમાં નદીનાં પાણીના વધતા ઉપયોગને પરિણામે જણાયો છે. સાથે ખેતીને જોખમમાં મૂકવા સિવાય, પાણીની કમીને કારણે આવેલ કાંપ કલકત્તાના બંદરને હોડીઓ ચલાવવા માટે અયોગ્ય બનાવી શકે છે, અહેવાલ જણાવે છે.