“એક આનંદિત શનિવાર માટે યહોવાહના સાક્ષીઓને મારો આભાર”
સજાગ બનો!ના નૉર્વેમાંના ખબરપત્રી તરફથી
નૉર્વેના દૈનિક ટેલિમાર્ક અર્બેયડર્બલાના કટાર લેખક એવિન બ્લિકસ્ટાએ પોતાના લેખની શરૂઆત ઉપરના શબ્દોથી કરી. પ્રથમ, એણે બિનજરૂરી વિજ્ઞાપન જાહેરાતો, ફોનથી વેચાણ, અને ઘરઘરની મુલાકાત—ખાસ કરીને શનિવારની સવાર—પર ખીજ વ્યક્ત કરી. ત્યાર પછી તેણે લખ્યું:
“તેઓ અચાનક આવી પહોંચ્યા. દરવાજે ઉભા રહ્યાં. યહોવાહના સાક્ષીઓ. શનિવારે સવારે. પોતનો સપ્ટેમ્બર ૮, સજાગ બનો! (અંગ્રેજી) સામયિકનો અંક નં. ૧૭ લઈને. [“અમેરિકી આદિવાસીઓ—તેઓનું ભાવિ શું છે?”] તેઓએ પૂછ્યું કે મને આ સામયિક વાંચવાનું ગમશે કેમ કે એમાં એવા વિષય હતા કે જે તેઓને લાગ્યું એ મને ગમશે. . . . મને રસ નથી એવું કહેવા જાઉં એ પહેલાં જ, તેમાંના એકે ઉમેર્યું: ‘એમાં અમેરિકી આદિવાસી વિષે લેખ છે. અમને ખબર છે કે તમે આના વિષે ઘણું લખો છો.’
“ત્યારે હું અટકી ગયો. કેમ કે કોઈ તમારા વખાણ કરે ત્યારે તમારે જે કંઈ કહેવું હોય તે જતુ રહે છે. ઘરમાં, નાસ્તો કરતી વખતે, મારામાં જિજ્ઞાસા જાગી. દેખીતી રીતે જ, યહોવાહના સાક્ષીઓ અને અમેરિકી આદિવાસીઓનું ભાવિ એક વિચિત્ર જોડી છે. કોઈ પણ અપેક્ષા વિના, મેં ચશ્મા પહેરીને એ વાંચવાનું શરૂ કર્યું, એવું ધારીને કે એમાં વાંચવા જેવું કંઈ નથી, ફક્ત સમયનો બગાડ જ છે.
“ટૂંકમાં જણાવું તો, સાક્ષીઓએ અમેરિકી આદિવાસીઓનો જે સ્થિતિનું વર્ણન કર્યું હતું એ સારું જ ન હતું—પણ એ ઉત્કૃષ્ટ હતું. હું ભલામણ કરું છું કે નૉર્વેની શાળાના શિક્ષકો પોતાના ભેદભાવો ભૂલી જાય અને દરેક વિદ્યાર્થી માટે પ્રતનો ઑર્ડર આપે! નિષ્ણાતોની માહિતીનો સારી રીતે ઉપયોગ કર્યો છે, અને રજૂઆત એકદમ સ્પષ્ટ છે. એ આદિવાસીઓ અને સાક્ષીઓ વચ્ચેના ભિન્ન વિચારોની ખુલ્લી રીતે ચર્ચા કરે છે. તેઓ કંઈ જ સંતાડતા નથી. એક સંકટ અનેક આદિવાસી વિસ્તારોમાં સ્થપાએલા જુગારખાનાઓને લગતું છે. એનાથી ઘણી જરૂરી રોજગારી મળે છે, પરંતુ નૈતિક પ્રશ્ન પણ ઊભા થાય છે. એ પ્રશ્નનો જવાબ એટલી કુશળ રીતે આપવામાં આવ્યો છે કે વાચકને એવી અંતર્દૃષ્ટિ મળે છે કે આપણી સદીમાં આદિવાસી હોવું કેવું છે.”
બ્લિકસ્ટા અંતમાં જણાવે છે: “મારા વાંચનથી આનંદ મળ્યો, મેં સજાગ બનો!ના બાકીના લેખો પણ વાંચી નાખ્યા. વધુમાં, ઉપાસના મંદિર અને દેવળોના વિષે મર્મસ્પર્શી લેખ મળ્યા જે વેલ્સની રૉન્ડાની સુરંગ ખીણમાં બંધ થઈ રહ્યાં છે. . . .
“શું મેં મારી તાગશક્તિ તદ્દન ગુમાવી દીધી છે? શું એક નાસ્તિક તરીકે હું કોઈ પણ વિરોધ વગર સાક્ષીઓની માન્યતાઓને સ્વીકારી રહ્યો છું? . . . આજે નહિ. આપણને ખરાબ છોડની માફક પૂર્વગ્રહને ઉખેડી નાખવાના મહત્ત્વ વિષે સતત યાદ કરાવવાની જરૂર છે. ફરી વાર હું સાક્ષીઓ પર જૂઠું બોલવાનો આરોપ સાંભળીશ ત્યારે, ઓછામાં ઓછું મને તો ખબર હશે કે તેઓ આદિવાસીઓ વિષે જૂઠું નથી બોલ્યા.”
અમેરિકી વતનીઓ વિષે સજાગ બનો!ના અંકના અતિઘણી માંગણીના કારણે, વૉચટાવર સોસાયટીના ન્યૂયૉર્ક છાપખાનામાં ૩૭,૦૦૦ વધારાની પ્રતો છપાઈ હતી. એરિઝોનાના એક મંડળે પોતાનો પ્રચાર વિસ્તાર ખાસ આવરવા ૧૦,૦૦૦ પ્રતોની માંગણી કરી હતી.
તમે પણ યહોવાહના સાક્ષીઓ વિષે સાચું જાણવા માગતા હોવ તો, કૃપા કરીને પાન ૫ પર આપવામાં આવેલા સરનામાનો ઉપયોગ કરીને, આ સામયિકના પ્રકાશકને લખો અથવા તમારા સ્થાનિક રાજ્યગૃહનો સંપર્ક સાધો. કોઈ ફરજ નહિ, કોઈ ખર્ચ નહિ. ફક્ત પ્રમાણિક જવાબો.
[Caption on page ૨૭]
[Caption on page ૨૭]
આદિવાસી ચહેરો: D. F. Barry Photograph, Thomas M. Heski Collection; આદિવાસી નૃત્ય: Men: A Pictorial Archive from Nineteenth-Century Sources/Dover Publications, Inc.; તંબૂ: Leslie’s; સમચોરસ આલેખન: Decorative Art; ગોળાકાર આલેખન: Authentic Indian Designs