અમારા વાચકો તરફથી
બાળકનું મરણ “વિશ્વ નિહાળતા”માં “ધૂમ્રપાન બાળકોના મરણ સાથે જોડાયેલું છે” વિષય આપવા બદલ તમારો આભાર. (જાન્યુઆરી ૨૨, ૧૯૯૭, અંગ્રેજી) હું આશા રાખું છું કે દરેક માતા એને ગંભીરતાથી લેશે. મેં સગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન કરવાનું ચાલુ રાખ્યું હોવાના કારણે, મેં લગભગ મારા દીકરાને એસઆઈડીએસ (સડન ઇન્ફેટ ડેથ સેન્ડોમીન)માં ગુમાવી દીધો હતો. એ બનાવ પછી એક વર્ષ માટે, તે સુવે ત્યારે તેણે હાર્ટ મોનિટર પહેરવું પડતું હતું જેથી તેનું હૃદય બંધ પડી જાય તો, મોનિટર ચેતવણીનો અવાજ કરતું. હું એટલું જ ઇચ્છું છું કે મેં અગાઉ યહોવાહને જાણ્યા હોત તો કેવું સારુ થાત. મેં ધૂમ્રપાન કરવાનું બંધ કરી દીધું હોત, અને કદાચ હું અને મારો દીકરો આ દબાણને નિવારી શક્યા હોત.
એ. કે. એ., યુનાઈટેડ સ્ટેટ્સ
સંધિશોથનો રોગ હું લુરેટા માસના અનુભવ માટે તમારો આભાર વ્યક્ત કરવા ઇચ્છું છું, જેનું શિર્ષક હતું “હું નિર્બળ છું ત્યારે પણ હું બળવાન હોવ છું.” (જાન્યુઆરી ૨૨, ૧૯૯૭, અંગ્રેજી) હું ૨૭ વર્ષની છું અને હું પણ સંધિવાના સંધિશોથથી પીડાઈ રહી છું. સારવારે મારી પીડામાંથી રાહત આપી છતાં, એ જ સમયે હું થોડી નિરાશા અને નિરુત્સાહ અનુભવું છું કારણ કે મારી માંદગીના લીધે મારે પૂરા-સમયના પ્રચારક તરીકે સેવા છોડવી પડી. લુરેટા માસે તેની માંદગી હોવા છતાં યહોવાહની સેવા કરવાનો નિર્ણય કર્યો છે, અને એથી હું ઉત્તેજન પામી છું. હું નિરુત્સાહને આંબીશ; હું પ્રચાર કાર્યમાં વધારે કરવા ઇચ્છું છું.
એ. બી., ઇટાલી
મારી માતા ૩૦ કરતાં વધારે વર્ષોથી સંધિવાના સંધિશોથથી પીડાઈ રહી છે. દુઃખની વાત છે કે, પીડા ભાગ્યે જ ઓછી થાય છે. મને મારી માતા પર ગર્વ છે, કે તે લગભગ બધી જ મંડળકીય સભાઓમાં હાજરી આપે છે. તે વ્હીલચેરમાં બેસીને, તે દેવશાહી સેવાશાળામાં ભાગ લે છે અને તેમ જ પ્રચાર કાર્યમાં લાગુ રહી શકે છે. અને તેની માંદગી હોવા છતાં, તેણે કદી ફરિયાદ કરી નથી.
એસ. એમ., જર્મની
નુહના સમયમાં પૂર “બાઇબલનું દૃષ્ટિબિંદુ: પૂર—હકીકત કે દંતકથા?” (માર્ચ ૮, ૧૯૯૭)એ મને એ ઐતિહાસિક બનાવને ગંભીરતાથી જોવામાં મદદ મળી છે. બીજાઓની જેમ, મને પણ પૂર વિષે નાનાપણથી જ શીખવવામાં આવ્યું હતું. તેમ છતાં, હું જાણતો ન હતો કે ઘણા એને ફક્ત એક દંતકથા તરીકે જ જુએ છે. હકીકત એ છે કે ઈસુ છેલ્લા દિવસોને નૂહના દિવસો સાથે સરખાવીને બતાવે છે કે એ પૂર એક સાચો બનાવ હતો.
એસ. એમ., યુનાઈટેડ સ્ટેટ્સ
શીખવાની અક્ષમતાવાળા હું સખત એડીએચડીવાળા દશ વર્ષના દીકરાની માતા છું. મને એ જણાવતા ઘણી ખુશી થાય છે કે “શીખવાની અક્ષમતાવાળા બાળકો માટે મદદ” (ફેબ્રુઆરી ૨૨, ૧૯૯૭)ની શૃંખલા પ્રકાશિત થઈ, ઘણા બધા મિત્રોએ મને કહ્યું કે તેઓ અક્ષમતા સમજવા અને મને મદદ કરતા હોવાં છતાં, તેઓ મારી અને મારા દીકરાની લાગણીઓ કદી પણ સમજી શક્યા ન હતા. ઘણાંએ જણાવ્યું કે તેઓ હમણાં હવે વધારે મદદ આપી શકશે. મંડળના એક બહેને મારા દીકરા સાથે એ લેખની સમીક્ષા કરી અને ઉત્તેજન આપવા સમય કાઢ્યો. મારા દીકરાએ મારી પાસે આવી એ સામયિક ફરી વાંચવાનું કહ્યું.
એલ. એ. ડી., યુનાઈટેડ સ્ટેટ્સ