૪-ક
ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો—ઈસુના પ્રચારકાર્ય પહેલાં
સમયક્રમ પ્રમાણે ખુશખબરનાં ચાર પુસ્તકો
ચાર્ટની સાથે નકશા આપવામાં આવ્યા છે, જે ઈસુએ અનેક જગ્યાએ પ્રચાર માટે લીધેલી મુલાકાતો અને તેમની મુસાફરીને બતાવે છે. નકશામાં આપેલી તીરની નિશાનીઓ, તેમણે વાપરેલો ચોક્કસ રસ્તો નહિ, પણ દિશા બતાવે છે.
ઈસુના પ્રચારકાર્ય પહેલાં
સમય |
જગ્યા |
બનાવ |
માથ્થી |
માર્ક |
લુક |
યોહાન |
|---|---|---|---|---|---|---|
ઈ.સ. પૂર્વે ૩ |
યરૂશાલેમ, મંદિર |
યોહાન બાપ્તિસ્મા કરનારના જન્મ વિશે ગાબ્રીએલ દૂતની ઝખાર્યાને ભવિષ્યવાણ |
||||
આશરે ઈ.સ. પૂર્વે ર |
નાઝારેથ; યહુદાહ |
ઈસુના જન્મ વિશે ગાબ્રીએલ દૂતની મરિયમને ભવિષ્યવાણી; મરિયમનું સંબંધી એલીસાબેતને મળવા જવું |
||||
ઈ.સ. પૂર્વે ૨ |
યહુદાહનો પહાડી પ્રદેશ |
યોહાન બાપ્તિસ્મા કરનારનો જન્મ, તેને નામ અપાયું; ઝખાર્યા ભવિષ્યવાણીઓ કરે છે; યોહાન રણમાં રહેશે |
||||
ઈ.સ. પૂર્વે ૨, આશરે ઓક્ટો. ૧ |
બેથલેહેમ |
ઈસુનો જન્મ; ‘શબ્દ સદેહ થયો’ |
||||
બેથલેહેમ નજીક; બેથલેહેમ |
દૂતનું ઘેટાંપાળકોને ખુશખબર જણાવવું; દૂતો ઈશ્વરની સ્તુતિ કરે છે; ઘેટાંપાળકો બાળકની મુલાકાતે |
|||||
બેથલેહેમ; યરૂશાલેમ |
ઈસુની સુન્નત (આઠમો દિવસ); માતાપિતા મંદિરમાં લઈ ગયા (૪૦મા દિવસ પછી) |
|||||
ઈ.સ. પૂર્વે ૧ અથવા ઈ.સ. ૧ |
યરૂશાલેમ; બેથલેહેમ; મિસર; નાઝારેથ |
જ્યોતિષીઓની મુલાકાત; કુટુંબનું મિસરમાં નાસી જવું; હેરોદનું નાના છોકરાઓને મારી નાખવું; કુટુંબનું મિસરથી પાછું આવવું અને નાઝારેથમાં રહેવું |
||||
ઈ.સ. ૧૨, પાસ્ખાપર્વ |
યરૂશાલેમ |
મંદિરમાં ગુરુઓને સવાલો પૂછતા બાર વર્ષના ઈસુ |
||||
નાઝારેથ |
નાઝારેથ પાછા આવવું; માતાપિતાને આધીન રહેવું; સુથારીકામ શીખવું; મરિયમને બીજા ચાર દીકરાઓ થયા અને દીકરીઓ થઈ (માથ ૧૩:૫૫, ૫૬; માર્ક ૬:૩) |
|||||
૨૯, વસંત |
વેરાન પ્રદેશ, યરદન નદી |
યોહાન બાપ્તિસ્મા કરનાર પ્રચારકાર્ય શરૂ કરે છે |