બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૨૫-૨૬
મંડપમાં સૌથી મહત્ત્વની વસ્તુ
મંડપમાં સૌથી મહત્ત્વની વસ્તુ કરારકોશ હતી. એ કરારકોશ ઇઝરાયેલની છાવણીની વચ્ચે હતો. કરારકોશની ઉપર બે કરૂબો વચ્ચે વાદળો હતાં. એ ઈશ્વરની હાજરીને રજૂ કરતું હતું. પ્રાયશ્ચિત્તના દિવસે પ્રમુખ યાજક પરમ પવિત્ર સ્થાનમાં જતા હતા. ઇઝરાયેલીઓનાં પાપોની માફી માટે તે દયાસન પર વાછરડા અને બકરાનું લોહી છાંટતા હતા. (લેવી ૧૬:૧૪, ૧૫) એ શાને રજૂ કરતું? ઈસુએ મહાન પ્રમુખ યાજક તરીકે સ્વર્ગમાં યહોવાને પોતાના બલિદાનની કિંમત ચૂકવી એને.—હિબ્રૂ ૯:૨૪-૨૬.
ઈસુએ આપણા માટે આપેલા બલિદાનથી થતા ફાયદાને કલમો સાથે જોડો:
કલમો
ફાયદા
હંમેશ માટેના જીવનની આશા
પાપોની માફી
શુદ્ધ અંત:કરણ
એ ફાયદા મેળવવા આપણે શું કરવું જોઈએ?