બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૪૦-૪૧
યહોવા યુસફને છોડાવે છે
યુસફને ગુલામ બનાવવામાં આવ્યા અને પછી કેદ કરવામાં આવ્યા. એ બધું તેમણે આશરે ૧૩ વર્ષ સુધી સહેવું પડ્યું. પછી યહોવાએ તેમને છોડાવ્યા. યુસફે મનમાં કડવાશ ભરી રાખી નહિ, પણ જે થયું એમાંથી તે સારી બાબતો શીખ્યા. (ગી ૧૦૫:૧૭-૧૯) તે જાણતા હતા કે યહોવાએ તેમનો સાથ છોડ્યો નથી. એવા સંજોગોમાં તેમણે શું કર્યું?
તેમણે સખત મહેનત કરી એટલે લોકો તેમના પર ભરોસો મૂકી શક્યા. યહોવાએ તેમની મહેનત પર આશીર્વાદ આપ્યો.—ઉત ૩૯:૨૧, ૨૨
તેમની સાથે થયેલા અન્યાયનો બદલો લેવાને બદલે તેમણે બીજાઓને મદદ કરી.—ઉત ૪૦:૫-૭
યુસફના દાખલા પરથી મને મુશ્કેલીઓનો સામનો કરવા કઈ રીતે મદદ મળે છે?
આર્માગેદનમાં યહોવા મારો બચાવ કરે ત્યાં સુધી અઘરા સંજોગોમાં હું શું કરી શકું?