વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ એપ્રિલ પાન ૪-૫
  • સ્મરણપ્રસંગ માટે કેવી તૈયારી કરશો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સ્મરણપ્રસંગ માટે કેવી તૈયારી કરશો?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • ખ-૧૨-ક પૃથ્વી પર ઈસુના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૧)
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ-૧૨-ખ પૃથ્વી પર ઈસુના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૨)
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૨૦૨૩ સ્મરણપ્રસંગના બાઇબલ વાંચનનું શેડ્યુલ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • ૨૦૨૨ સ્મરણપ્રસંગના બાઇબલ વાંચનનું શેડ્યુલ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ એપ્રિલ પાન ૪-૫

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સ્મરણપ્રસંગ માટે કેવી તૈયારી કરશો?

આ વર્ષથી, ખ્રિસ્તના સ્મરણપ્રસંગની તૈયારી કરવા આપણી પાસે ઘણો સમય હશે. જો સોમવારથી શુક્રવાર દરમિયાન કોઈ એક દિવસે સ્મરણપ્રસંગ હોય, તો એ અઠવાડિયે જીવન અને સેવાકાર્ય સભા નહિ હોય. જો શનિવારના કે રવિવારના હોય, તો જાહેર પ્રવચન અને ચોકીબુરજ અભ્યાસ નહિ હોય. આ સમયનો સારો ઉપયોગ કરવા તમે કેવા ફેરફાર કરી શકો? પહેલી સદીની જેમ, આ ખાસ પ્રસંગ માટે અમુક તૈયારીઓ કરવી જરૂરી છે. (લુક ૨૨:૭-૧૩; km ૩/૧૫ ૧) આપણે બધાએ આ પ્રસંગ માટે પોતાના દિલને પણ તૈયાર કરવાની જરૂર છે. કઈ રીતે?

  • સ્મરણપ્રસંગમાં હાજર રહેવું કેમ મહત્ત્વનું છે, એના પર વિચાર કરીએ. —૧કો ૧૧:૨૩-૨૬

  • પ્રાર્થના કરીએ અને વિચારીએ કે યહોવા સાથે આપણો સંબંધ કેટલો મજબૂત છે.—૧કો ૧૧:૨૭-૨૯; ૨કો ૧૩:૫

  • સ્મરણપ્રસંગનો અર્થ અને એનું મહત્ત્વ સમજાવતા લેખો વાંચીએ અને મનન કરીએ.—યોહ ૩:૧૬; ૧૫:૧૩

ઘણાં ભાઈ-બહેનો દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકામાં આપેલું સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન કરી એના પર મનન કરે છે. બીજા અમુક ચાર્ટમાં આપેલી બાઇબલ કલમો વાંચે છે. અમુક ભાઈ-બહેનો ચોકીબુરજમાંથી સ્મરણપ્રસંગને લગતા લેખો વાંચે છે. યહોવા અને ઈસુએ આપણા માટે જે પ્રેમ બતાવ્યો એને લગતા લેખો પણ વાંચે છે. ભલે તમે કોઈ પણ રીત વાપરીને અભ્યાસ કરો, અમને ખાતરી છે કે તમે યહોવા અને ઈસુને વધારે સારી રીતે ઓળખી શકશો.

પૃથ્વી પર ઈસુના જીવનનું છેલ્લું અઠવાડિયું (ભાગ ૧ અને ૨)
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો