સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા દ્વારા બાઇબલ અભ્યાસ શરૂ કરીએ
કેમ મહત્ત્વનું: શિષ્યો બનાવવા બાઇબલના સારા શિક્ષક હોવું જરૂરી છે. (માથ. ૨૮:૧૯, ૨૦) સંગઠને બહાર પાડેલાં સાહિત્ય દ્વારા આપણે બીજાઓને સારી રીતે સત્ય શીખવી શકીએ છીએ. એ જ હેતુથી, ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા પણ તૈયાર કરવામાં આવી છે. હકીકતમાં, આ પુસ્તિકાનો ઉપયોગ કરીને ઘરમાલિક સાથે પહેલી જ મુલાકાતમાં બાઇબલ અભ્યાસ શરૂ કરી શકાય છે.
આ મહિને આમ કરો:
પ્રાર્થનામાં જણાવો કે તમે બાઇબલ અભ્યાસ ચલાવવા ચાહો છો. અભ્યાસ શરૂ કરવા અને સત્યના સારા શિક્ષક બનવા મદદ માટે યહોવાને આજીજી કરો.—ફિલિ. ૨:૧૩.
આ પુસ્તિકા કઈ રીતે આપવી એની પ્રેક્ટિસ કુટુંબ તરીકે ભક્તિમાં અથવા વ્યક્તિગત અભ્યાસ કરતી વખતે કરો. એમ કરવાથી, તમે પ્રચારમાં હિંમતથી બોલી શકશો અને બાઇબલ અભ્યાસ શરૂ કરી શકશો.
ધ્યાનમાં રાખવા જેવું:
તમને લાગે કે બીજાઓ તમને જોઈ રહ્યા છે તો, સારું રહેશે કે ઘરના બારણે લાંબી ચર્ચા ન કરો.