ટેબલ કે ટ્રૉલી દ્વારા કઈ રીતે પ્રચાર કરી શકાય
આપણે ટેબલ કે ટ્રૉલી દ્વારા અસરકારક રીતે નમ્ર દિલના લોકોને પ્રચાર કરી શકીએ છીએ. (યોહા. ૬:૪૪) તેથી, વધુ અવરજવર હોય એવા વિસ્તારમાં જાહેરમાં સાક્ષી આપવાની ગોઠવણ કરવાનું વડીલોને ઉત્તેજન આપવામાં આવ્યું છે. ટેબલ કે ટ્રૉલી એક જ જગ્યાએ રાખી મૂકતા ન હોવાથી અધિકારીઓ પાસે પરવાનગી લેવાની જરૂર નથી. એમાં કોણ ભાગ લઈ શકે? એવાં ભાઈ-બહેનો જેઓ સમજી-વિચારીને અને માનથી વર્તતાં હોય અને સારી રીતે વાત કરતાં હોય. શું કરવું જોઈએ અને ન કરવું જોઈએ એ માટે નીચે આપેલાં સૂચનો ભાઈ-બહેનોને સફળ થવા મદદ કરશે.