એપ્રિલ ૨૦નું અઠવાડિયું
ગીત ૭ (46) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૧૧, ફકરા ૨૦-૨૮, પાન ૧૪૧ બૉક્સ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ શમૂએલ ૨૩-૨૫ (૮ મિ.)
નં. ૧: ૧ શમૂએલ ૨૩:૧૩-૨૩ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ભાવિ માટે બાઇબલ શું વચન આપે છે?—igw પાન ૧૬ ફકરા ૧-૩ (૫ મિ.)
નં. ૩: બારૂખ—વિષય: સ્વાર્થ વગર યહોવાની ભક્તિ કરો—યિર્મે. ૩૨:૯-૧૬; ૩૬:૧-૩૨; ૪૩:૪-૭; ૪૫:૧-૫ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: સમજુ માણસની જેમ ચાલો, “સમયનો સદુપયોગ કરો.”—એફે. ૫:૧૫, ૧૬.
ગીત ૧૩ (113)
૧૫ મિ: “ટેબલ કે ટ્રૉલી દ્વારા કઈ રીતે પ્રચાર કરી શકાય.” ચર્ચા. દૃશ્યથી આમ બતાવો: બે પ્રકાશક ટ્રૉલી કે ટેબલ આગળ ઊભા છે. એક પ્રકાશક પસાર થતી એક વ્યક્તિને સ્મિત આપે છે. બીજા પ્રકાશક ત્યાંથી પસાર થતી બીજી વ્યક્તિને સ્મિત આપે છે અને તે નજીક આવે છે ત્યારે સવાલ પૂછી ઉત્સાહથી વાત શરૂ કરે છે. ટ્રૉલી કે ટેબલ આગળ ઊભા ન હોઈએ તોપણ એ સિદ્ધાંતને કઈ રીતે લાગુ પાડી શકીએ?
૧૫ મિ: સ્મરણપ્રસંગમાં આવ્યા હોય તેઓની ફરી મુલાકાત કરીએ. ટૉક. તમારા મંડળની સ્મરણપ્રસંગની હાજરી જણાવો. સ્મરણપ્રસંગને લઈને કોઈને સારો અનુભવ થયો હોય તો એ જણાવો. ભાઈ-બહેનોને ઉત્તેજન આપો કે સ્મરણપ્રસંગમાં આવ્યા હોય તેઓની ફરી મુલાકાત કરે અને અભ્યાસ શરૂ કરવાનો ધ્યેય રાખે. સ્મરણપ્રસંગમાં આવતા હોય પણ મંડળની સભામાં નિયમિત આવતા ન હોય તો, ફરી મુલાકાત કરતી વખતે બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. એ ધ્યાનમાં રાખીને દૃશ્ય બતાવો.
ગીત ૨૦ (162) અને પ્રાર્થના