એપ્રિલ ૨૭નું અઠવાડિયું
ગીત ૧૧ (85) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૧૨, ફકરા ૧-૮ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૧ શમૂએલ ૨૬-૩૧ (૮ મિ.)
દેવશાહી સેવા શાળા સમીક્ષા (૨૦ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: સમજુ માણસની જેમ ચાલો, “સમયનો સદુપયોગ કરો.”—એફે. ૫:૧૫, ૧૬.
ગીત ૨૬ (204)
૧૭ મિ: કઈ રીતે ચોકીબુરજ અભ્યાસની તૈયારી કરવી જોઈએ. ચોકીબુરજ અભ્યાસ લેનાર ભાઈ જૂન ૧, ૧૯૮૭ ચોકીબુરજ પાન ૧૪, ફકરા ૧૬-૧૭ અને મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૨૮, ફકરા ૩થી પાન ૩૧ ફકરા બે સુધી, પાન ૭૦ ફકરા ૧-૩ અને પાન ૭૦ ઉપરના બૉક્સને આધારે ચર્ચા કરશે. આ સવાલો પૂછો: (૧) આપણે ચોકીબુરજના દરેક અભ્યાસ લેખમાંથી વધારે લાભ મેળવીએ એ કેમ મહત્ત્વનું છે? (૨) આપણે નવા અંકો મેળવીએ ત્યારે શું કરવું જોઈએ? (૩) ચોકીબુરજ અભ્યાસની તૈયારી કરવાની સૌથી સારી રીત કઈ છે? (૪) ટાંકેલી કલમ અને મુખ્ય વિષય પર કેવું ધ્યાન આપવું જોઈએ? (૫) આપણે જે શીખ્યા છે એને કઈ રીતે યાદ રાખી શકીએ? (૬) વ્યક્તિગત અભ્યાસના અંતે આપણે કયા મુખ્ય મુદ્દાઓ પર મનન કરવું જોઈએ? (૭) જવાબ આપવાની તૈયારી કઈ રીતે કરવી જોઈએ? (૮) એક સવાલ પર કેવા અલગ-અલગ જવાબ આપી શકાય? અમુક ભાઈ-બહેનોને પહેલેથી જણાવવા કહો કે ચોકીબુરજમાંથી લાભ થાય એ માટે તેઓ પોતે શું કરે છે.—ઓર્ગેનાઈઝ્ડ ટુ ડુ જેહોવાઝ વીલ પુસ્તકના પાન ૬૧-૬૨ જુઓ.
૧૩ મિ: “સેવાકાર્યમાં ઈશ્વરની શક્તિનો પૂરો લાભ લઈએ.” ચર્ચા. પછી, બે ટૂંકાં દૃશ્ય બતાવો. પહેલા દૃશ્યમાં પ્રકાશક બાઇબલ ખોલ્યા વગર ૨ તીમોથી ૩:૧૬, ૧૭ના શબ્દો જણાવે છે અને ખુશખબર પુસ્તિકા ઘરમાલિકને આપે છે. બીજા દૃશ્યમાં રજૂઆત કરતી વખતે ઘરમાલિકનો રસ જાણ્યા પછી પ્રકાશક બાઇબલમાંથી કલમ વાંચે છે. ભાઈ-બહેનોને પૂછો કે બીજું દૃશ્ય કેમ અસરકારક હતું.
ગીત ૨૪ (200) અને પ્રાર્થના