બે નાના સિક્કા
ઈશ્વરની ભક્તિને આગળ વધારવાની એક રીત કઈ છે? એ જ કે જગતભરના પ્રચાર કામ માટે દાન આપીએ. પણ આપણે ગરીબ હોઈએ તો?
એક પ્રસંગે ઈસુએ ગરીબ વિધવાને મંદિરના ભંડારમાં બે નાના સિક્કા નાખતા જોઈ. તેને યહોવાની ભક્તિ માટે પ્રેમ હોવાથી “પોતાની તંગીમાંથી પોતાનું સર્વસ્વ, એટલે પોતાની સર્વ ઉપજીવિકા નાખી.” (માર્ક ૧૨:૪૧-૪૪) ઈસુના શબ્દો પરથી જોવા મળે છે કે વિધવાએ જે આપ્યું એ યહોવાની નજરમાં બહુ જ કિંમતી હતું. પહેલી સદીના ખ્રિસ્તીઓ દાન આપવાને મોટો લહાવો ગણતા. ગરીબ અને અમીર ખ્રિસ્તીઓ પોતાના ગજા પ્રમાણે દાન આપતા. એનો દાખલો આપતા પ્રેરિત પાઊલે મકદોનિયા મંડળ વિષે આમ કહ્યું: તેઓ ‘બહુ ગરીબ હતા તોપણ તેઓએ દાન લઈ જવાનો અમને આગ્રહ કર્યો.’—૨ કોરીં. ૮:૧-૪, IBSI.
આપણે ગરીબ હોઈએ તોપણ ન ભૂલવું જોઈએ કે ટીપે ટીપે સરોવર ભરાય. પૂરા દિલથી કરેલા દાનની યહોવા કદર કરે છે, કેમ કે ‘ખુશીથી આપનારને તે ચાહે છે.’—૨ કોરીં. ૯:૭.