મૅગેઝિન આપતા શું કહેશો?
ચોકીબુરજ ઑગસ્ટ
“શું તમે ઈશ્વરને નામથી ઓળખો છો? [જવાબ આપવા દો.] ઈશ્વરને નામથી ઓળખવાથી કેવો ફાયદો થાય છે, એ વિષે શું હું તમને કંઈ બતાવું? [જો ઘરમાલિક રસ બતાવે તો યોહાન ૧૭:૨૬ વાંચો.] આ મૅગેઝિનમાંથી સર્જનહારનું નામ જાણવા મળશે. એ પણ જાણી શકશો કે તે કેટલા પ્રેમાળ પરમેશ્વર છે.”
સજાગ બનો! જુલાઈ-સપ્ટેમ્બર
“બાળક જન્મે ત્યારે ઘરમાં બધા ખુશ-ખુશ થઈ જાય છે. પણ જો બાળકના જન્મ વખતે બરાબર ધ્યાન રાખવામાં ન આવે તો ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. એવું ન થાય માટે માતા અને બાળકનું બરાબર ધ્યાન રાખવા શું કરવું જોઈએ? [જવાબ આપવા દો.] શું હું તમને શાસ્ત્રમાંથી એક સિદ્ધાંત વાંચી આપું, જેમાં જણાવ્યું છે કે ઈશ્વરની નજરમાં મનુષ્યનું જીવન કેટલું કીમતી છે? [જો ઘરમાલિક રસ બતાવે તો પુનર્નિયમ ૨૨:૮ વાંચો.] માતા અને બાળકનું જીવન તેમ જ તંદુરસ્તી માટે શું કરી શકીએ? આ મૅગેઝિન અમુક સજેશન આપવામાં આવ્યા છે.”
ચોકીબુરજ સપ્ટેમ્બર
“ઘણા લોકોને ડર છે કે ન્યુક્લિયર વૉર અથવા બદલતા વાતાવરણને લીધે પૃથ્વી ખતમ થઈ થશે. તમને શું લાગે છે? [જવાબ આપવા દો.] શું હું તમને બતાવી શકું કે આના વિષે શાસ્ત્ર શું કહે છે? [જો ઘરમાલિક હા પડે તો પ્રકટીકરણ ૧૧:૧૮ વાંચો.] પૃથ્વીના નાશ વિષે ઊભા થતા ચાર મહત્ત્વના સવાલોના જવાબ આ મૅગેઝિનમાં આપ્યા છે.”