આપણો અહેવાલ
માર્ચ ૨૦૧૦
આ વર્ષની મેમોરિયલની હાજરી ૮૭,૫૩૨ હતી. કેટલી ખુશીની વાત છે કે એમાં ૧૨ ટકાનો વધારો થયો. આ મહિના દરમિયાન પાંચ બાબતોમાં વધારો થયો. ૩૩,૦૮૯ પ્રકાશકોએ રિપોર્ટ આપ્યો જે અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા હતી. એમાં ૨,૯૭૪ રેગ્યુલર પાયોનિયર હતા. પ્રચારમાં કુલ ૬,૪૨,૬૦૮ કલાકો ગાળવામાં આવ્યા. ૨,૧૮,૯૦૮ ફરી મુલાકાતો કરવામાં આવી. ૩૭,૭૪૮ બાઇબલ અભ્યાસો ચલાવવામાં આવ્યા.