વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૬ પાન ૨૦-પાન ૨૧ ફકરો ૫
  • મોટા પૂરમાં આઠનો બચાવ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મોટા પૂરમાં આઠનો બચાવ
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • નૂહનું વહાણ
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • તે અને ‘તેમની સાથેનાં સાત માણસો બચ્યાં’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • આ વાર્તામાંથી શીખો
    સાચા ઈશ્વરને ઓળખો
  • તે ‘ઈશ્વરની સાથે ચાલ્યા’
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
વધુ જુઓ
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૬ પાન ૨૦-પાન ૨૧ ફકરો ૫
ધોધમાર વરસાદ પડે છે તેમ, વહાણ પાણી પર તરવા લાગે છે

પાઠ ૬

મોટા પૂરમાંથી આઠ લોકો બચ્યા

નૂહ, તેમનું કુટુંબ અને પ્રાણીઓ વહાણની બહાર જાય છે

નૂહ, તેમનું કુટુંબ અને પ્રાણીઓ વહાણમાં ગયાં. પછી યહોવાએ વહાણનો દરવાજો બંધ કરી દીધો અને ધોધમાર વરસાદ પડવા લાગ્યો. એટલો વરસાદ પડ્યો કે વહાણ પાણી પર તરવા લાગ્યું. ધીરે ધીરે આખી પૃથ્વી પાણીથી ભરાઈ ગઈ. બધા ખરાબ લોકોનો નાશ થયો. પણ નૂહ અને તેમનું કુટુંબ વહાણમાં હતાં, એટલે બચી ગયાં. યહોવાની વાત માનવાને લીધે તેઓ જીવતાં રહ્યાં. વિચારો, તેઓને કેટલી ખુશી થઈ હશે!

૪૦ દિવસ અને ૪૦ રાત ધોધમાર વરસાદ પડ્યો. પછી વરસાદ બંધ થઈ ગયો. ધીરે ધીરે પાણી ઓછું થવા લાગ્યું. વહાણ પહાડો પર આવીને ઊભું રહ્યું. પણ હજુ પૃથ્વી પર ઘણું પાણી હતું, એટલે નૂહ અને તેમનું કુટુંબ વહાણમાંથી બહાર આવી શકતા ન હતાં.

થોડું થોડું કરીને પાણી સુકાવા લાગ્યું. નૂહ અને તેમનું કુટુંબ એક વર્ષ કરતાં વધારે સમય વહાણમાં રહ્યાં. પછી યહોવાએ તેઓને બહાર આવવા કહ્યું. યહોવાએ તેઓને બચાવ્યા હતા, એ માટે તેઓ યહોવાનો આભાર માનવા માંગતા હતાં. એટલે બહાર આવીને તેઓએ યહોવાને અર્પણ ચઢાવ્યું.

મેઘધનુષ્ય

યહોવા તેઓની ભેટથી ખુશ થયા. તેમણે વચન આપ્યું કે તે ફરી ક્યારેય પૂરથી ધરતી પર વિનાશ નહિ લાવે. એ વચનની નિશાની તરીકે તેમણે પહેલી વાર આકાશમાં મેઘધનુષ્ય બતાવ્યું. શું તમે મેઘધનુષ્ય જોયું છે?

યહોવાએ નૂહ અને તેમનાં કુટુંબને કહ્યું: ‘તમને ઘણાં બાળકો થાઓ અને પૃથ્વીને ભરી દો.’

‘નૂહ વહાણની અંદર ગયા, પૂર આવ્યું અને એ બધાને ખેંચી લઈ ગયું ત્યાં સુધી લોકોએ ધ્યાન આપ્યું નહિ.’—માથ્થી ૨૪:૩૮, ૩૯

સવાલ: યહોવાએ વહાણનો દરવાજો બંધ કર્યો પછી શું થયું? મેઘધનુષ્ય જોઈને આપણે શું યાદ રાખવું જોઈએ?

ઉત્પત્તિ ૭:૧–૯:૧૭

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો