આપઘાત—યુવાનો માટે એક શાપ
જાણે કે યુદ્ધ, ખૂન, અને દુષ્ટતા યુવાનોની પાયમાલી માટે પૂરતું ન હોય તેમ, હવે આપઘાતના રૂપે સ્વ-વિનાશનું એક ઝોકું યુવાનોમાં ફેલાઈ રહ્યું છે. કેફી દવા અને દારૂને લીધે ઘણાં યુવાનોનાં મન અને શરીરો નકામા થઈ જાય છે, જે યુવાનોના મરણનું આગવું કારણ બને છે. વ્યક્તિ મરણ પામે ત્યારે એ જ કહેવું સામાન્ય થઈ ગયું છે કે તે OD’d કર્યું—વધુ પડતી કેફી દવાને લીધે મરી ગયા, જે કદાચ જાણી જોઈને કે પછી આકસ્મિક રીતે થયું હોય શકે.
એપ્રિલ ૨૮, ૧૯૯૫નાં, માંદગી અને મરણનાં પ્રમાણ સાપ્તાહિક અહેવાલ (અંગ્રેજી)એ કહ્યું કે “અમેરિકામાં ૧૫-૧૯ વર્ષના તરુણો મધ્યે આપઘાત મરણનું ત્રીજું આગળ પડતું કારણ હોય છે.” ડૉ. જે. જે. માન્ન મગજનાં દાયકા (અંગ્રેજી)માં લખે છે: “અમેરિકાવાસીઓનાં ૩૦,૦૦૦ કરતાં પણ વધુ [૧૯૯૫માં જેનો આંકડો ૩૧,૨૮૪ હતો] દર વર્ષે આપઘાત કરે છે. દુઃખદપણે, સામાન્ય રીતે યુવાનો તેનો ભોગ બનેલાં છે . . . આ ૩૦,૦૦૦ લોકો કરતાં દશ કરતાં વધારે લોકો આપઘાત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ નિષ્ફળ જાય છે. . . . આપઘાત કરવાના જોખમમાં છે તેવા દરદીઓને ઓળખવા પડકારરૂપ છે, કારણ કે વ્યક્તિઓ અતિશય નિરાશાને કારણે આપઘાત કરે છે અને તેઓ એમ કરશે નહિ એ વચ્ચેનો તફાવત શોધવો અઘરું છે.”
સાયમન સોબો, ન્યૂ મીલફર્ડ હૉસ્પિટલ, કનેક્ટીકટ, યુ.એસ.એ.ના માનસિક રોગ ચિકિત્સાના પ્રમુખ અવલોકે છે: “આ વસંતઋતુ [૧૯૯૫] દરમિયાન જેટલાં આપઘાતોનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે મેં મારા અહીંયાના ૧૩ વર્ષોમાં કદી જોયો હોય તેથી પણ વધુ છે.” અમેરિકામાં દર વર્ષે હજારો તરુણો આપઘાત કરવાનો પ્રયાસ કરે છે. દરેક પ્રયાસ એક મદદ અને ધ્યાન ખેંચવા માટેનો પોકાર છે. બહુ મોડું થઈ જાય તે પહેલાં ટેકો આપવા કોણ મદદ કરશે?
જગતવ્યાપી સમસ્યા
જગતનાં બીજા ભાગોનું દૃશ્ય આથી જરાય જુદું નથી. ઇન્ડિયા ટુડે અનુસાર, ભારતમાં ૧૯૯૦ દરમિયાન કંઈક ૩૦,૦૦૦ યુવાનોએ આપઘાત કર્યો. કૅનેડા, ફિનલૅન્ડ, ફ્રાંસ, ઇઝરાએલ, નેધરલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ, સ્પેન, સ્વિટ્ઝર્લૅન્ડ, અને થાયલૅંડમાં યુવાનો મધ્યે આપઘાતનો આંકડો વધી રહ્યો છે. યુનાઈટેડ નૅશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ના ૧૯૯૬ના અહેવાલે જણાવ્યું કે યુવાનોના આપઘાતનો સૌથી ઉંચો આંકડો ફિનલૅન્ડ, લૅટ્વીઆ, લિથુએનિયા, ન્યૂઝીલૅન્ડ, રશિયા, અને સ્લોવેનિયામાં છે.
ઑસ્ટ્રેલિયામાં આપઘાતનો આંકડો દુનિયામાંના ઉંચા આંકડાઓમાંનો એક છે. ૧૯૯૫માં, આ દેશમાં ધ કેનબેરા ટાઈમ્સ વર્તમાનપત્રના અહેવાલ અનુસાર, ૨૫ ટકા યુવાનો અને ૧૭ ટકા યુવતીઓના મરણનું કારણ આપઘાત હતું. ઑસ્ટ્રેલિયામાંના છોકરાઓમાં “સફળતાપૂર્વક” આપઘાતનો આંકડો છોકરીઓ કરતાં કંઈક પાંચ ગણો વધારે છે. મોટા ભાગના દેશોમાં એવી જ સરેરાશ જોવા મળે છે.
શું એનો અર્થ એમ થાય કે છોકરીઓ કરતાં છોકરાઓ આપઘાત કરવાનો પ્રયત્ન વધુ કરે છે? એવું નથી. પ્રાપ્ય આંકડાઓ બતાવે છે કે આપઘાતનો પ્રયાસ કરવામાં જાતિ વચ્ચેનો તફાવત ઘણો જ ઓછો છે. તેમ છતાં, “યુવતીઓ કરતાં ચારગણાં યુવાન આ ઔદ્યોગિક રાષ્ટ્રમાં આપઘાત કરવાનો પ્રયાસ કરે છે એમ જગત સ્વાસ્થ્ય સંસ્થાના તાજેતરના આંકડા બતાવે છે.”—યુવાન આપઘાત સંસ્થા, યુનિસેફ દ્વારા પ્રકાશિત.
તેમ છતાં આ ભયાનક આંકડાઓ પણ આ સમસ્યાનો પૂરો અહેવાલ ન આપતું હોય શકે. યુવાનોનાં આપઘાતનાં આંકડાઓ, તબીબી અને પૃથક્કરણની દૃષ્ટિએ, એ વાચવા બહું સહેલાં છે. છતાં, ઘણી વખત કદર કરવામાં આવતું નથી કે નજર પડતું નથી કે આ દરેક આંકડાઓની પાછળ રહેલાં ભગ્ન કુટુંબો અને દુઃખ, વ્યથા, અને નિરાશા વ્યક્તિઓ છે જેઓ કારણોની શોધે છે.
તો પછી, શું યુવાનોના આપઘાત જેવી કરુણ ઘટના નિવારી શકાય? કેટલાંક ચાવીરૂપ ઘટકો ઓળખવામાં આવ્યા છે અને આ નિરાશાભરી સ્થિતિ નિવારવા મદદરૂપ નીવડી શકે છે.
આપઘાત માટે પ્રેરણા
આપઘાતની પ્રેરણા માટે ઘણા મંતવ્યો છે. “આપઘાત એ વ્યક્તિનું તેને કચડી નાખનારા સમસ્યાનું ભાન થવાનાં પ્રત્યાઘાતરૂપ છે, જે ખાસ કરીને સામાજિકપણે એકલવાયાપણું, પ્રિયજનનું મૃત્યુ (ખાસ કરીને લગ્નસાથી), બાલ્યાવસ્થામાં કુટુંબનું ભંગાણ, ગંભીર શારીરિક બીમારી, વૃદ્ધ થવું, બેકારીપણું, નાણાકીય સમસ્યા, અને કેફી દવાનો દુરુપયોગ એ છે.”—અમેરિકાના તબીબી જૂથનો વૈદકીય જ્ઞાનકોશ (અંગ્રેજી).
સમાજવાદી એમીલ ડુર્કેઈમના પ્રમાણે, મુખ્ય ચાર પ્રકારના આપઘાત છે:
૧. અહંકારી આપઘાત—આ “માનવામાં આવે છે કે વ્યક્તિનાં સમાજમાં સંપૂર્ણપણે ભળી જવાના અભાવને કારણે ઉદ્ભવે છે. આવા અહંકારી આપઘાતને ભોગ બનેલાઓ મોટે ભાગે એકલવાયા હોય છે, જે તેઓનાં સમાજ સાથે જોડાયેલાં કે એના પર આધારિત હોતા નથી.” તેઓ સામાન્યપણે એકલપેટા હોય છે.
૨. પરોપકારી આપઘાત—“વ્યક્તિ કોઈક વૃંદ સાથે એટલા તો ભળી ગયેલા હોય કે તેઓને કોઈ પણ પ્રકારનું બલિદાન કરવું સાવ સહેલું લાગે.” દાખલો આપવામાં આવ્યો છે કે વિશ્વયુદ્ધ ૨ દરમિયાન જે જાપાની કેમીકેઝી વિમાન સુકાનીઓ અને ધાર્મિક ઉગ્રતાવાદીઓ છે, જેઓ પોતાના દુશ્મનોને મારી નાખવા માટે પોતાને જીવ ખોવવા તૈયાર હતાં. બીજો દાખલો હોય શકે કે તેઓ કંઈક બાબત તરફ ધ્યાન દોરવા માટે પોતાનું બલિદાન આપીને મરણ પામે છે.
૩. વ્યક્તિગત કારણોસર આપઘાત—“વ્યક્તિગત કારણોસર આપઘાત કરનાર વ્યક્તિ સમસ્યાને સાદી રીતે હાથ ધરવામાં નિષ્ફળ જવાને કારણે આપઘાતને સમસ્યા હલ કરવાનાં માર્ગ તરીકે ગણે છે. [આ] બને છે જ્યારે વ્યક્તિનો સમાજ સાથેનો ખાસ સંબંધ અચાનક જ અને અણધારી રીતે બદલાઈ જાય છે.”
૪. નસીબવાદને કારણે આપઘાત—આ “માનવામાં આવે છે કે વધારે પડતા સામાજિક નિયમો કે જેને લીધે વ્યક્તિને પાયારૂપપણે જાણે કે મર્યાદિત કરી નાંખવામાં આવ્યા હોય તેને લીધે થાય છે.” આવી વ્યક્તિને “લાગે છે કે તેઓ માટે હવે કંઈ જીવવા લાયક ભાવિ રહેલું નથી.”—તરુણોનાં આપઘાત: પૃથક્કરણ અને હસ્તક્ષેપ (અંગ્રેજી), ઍલન ઍલ. બર્મન અને ડેવિડ ઍ. જૉબ્સ દ્વારા.
એવી કેટલીક હાનિકારક બાબતો જે યુવાનોનાં આપઘાત તરફ દોરી જઈ શકે