વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૪/૮ પાન ૪
  • તણાવ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તણાવ
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • તણાવ અને તમારી રોગ પ્રતિકારક શક્તિ
  • એકમાત્ર કારણ નથી કે એકમાત્ર ઇલાજ નથી
  • લાભદાયી તણાવ, હાનિકારક તણાવ
    સજાગ બનો!—૧૯૯૮
  • શું તમે પણ ચિંતામાં છો?
    સજાગ બનો!—૨૦૨૦
  • સ્ટ્રેસ એટલે શું?
    સજાગ બનો!—૨૦૨૦
  • સ્ટ્રેસ! ઓછું કરવા તમે શું કરી શકો?
    સજાગ બનો!—૨૦૧૦
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૪/૮ પાન ૪

તણાવ

“ધીમું ઝેર”

આપણે લોકોને હંમેશા એમ કહેતા સાંભળીએ છીએ“આપણે લોકોને હંમેશા એમ કહેતા સાંભળીએ છીએ, ‘ચિંતા કરી કરીને બીમાર ન થતા.’ કદાચ તેઓ જાણતા નહિ હોય કે એની પાછળ ખરેખર જીવવૈજ્ઞાનિક કારણ છે.”—ડૉ. ડેવિડ ફેલ્ટન.

જી લ, એક અપરિણીત માતા, જેને તરુણ દીકરો છે, બૅંકમાં ઘટતા જતા નાણાં, અને પોતાનાં માબાપ સાથે સારા સંબંધો નથી, તેને તણાવમય લાગણી થવાના પૂરતાં કારણો છે. એવા સમયે, અચાનક જ, તેના હાથ પર ખંજવાળ, અને બળતરા થતું દરદ નીકળી આવ્યું. તેણે એન્ટીબાયોટિક્સ, એલર્જી મટાડવાની મલમ, વગેરે બધું અજમાવ્યું, પરંતુ એમાંથી કંઈ કામ ન આવ્યું. એને બદલે, એ દરદ જીલના આખા શરીરે, તેના ચહેરા પર પણ પ્રસરી ગયું. તણાવે તો બસ તેના નાકે દમ લાવી દીધો હતો.

જીલને ચામડીના રોગને લગતા ક્લિનિકમાં મોકલી, જે એના દરદીઓની લાગણીમય સ્થિતિ તપાસ કરે છે. “અમે તેઓનાં જીવનમાં શું બની રહ્યું છે એ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ,” ડૉ. થોમસ ગ્રેગ, ક્લિનિકના સહસ્થાપક કહે છે. ઘણી વાર તેઓને જાણવા મળ્યું છે કે ચામડીની હઠીલી સમસ્યાવાળા લોકોને જરૂરી તબીબી કાળજી ઉપરાંત, તણાવનો સામનો કરવા મદદની જરૂર છે. ડૉ. ગ્રેગ કબૂલે છે, “એમ કહેવું સરળ હશે કે તમે જેવું અનુભવો અથવા વર્તન કરો એનાથી ચામડીનો રોગ થાય છે. પરંતુ આપણે કહી શકીએ કે વ્યક્તિની લાગણીમય સ્થિતિ ચામડીના દરદમાં મોટો ભાગ ભજવે છે, અને આપણે વ્યક્તિને તેના જીવનના તણાવનો સામનો કરવા મદદ પણ કર્યા વિના સ્ટેરોઈડ મલમ માટે જ ઇલાજ સૂચવ્યા કરવો જોઈએ નહિ.”

જીલને લાગે છે કે તણાવનો સામનો કરતા શીખવાથી શાબ્દિકપણે તેની ચામડી બચી ગઈ છે. “હું હજુ પણ ઉકળી ઊઠું છું,” તે કહે છે, “પરંતુ મારી ચામડી પહેલાંની આફત જેવી જરાય નથી.” શું આ અસામાન્ય કિસ્સો છે? બિલકુલ નહિ. ઘણા તબીબો માને છે કે તણાવ જ ઘણી વાર ચામડીના અમુક રોગો, જેમાં શીળસ, લાલ ચાંઠા, ખીલ, અને ખરજવું માટે જવાબદાર ઘટક છે. પરંતુ તણાવ તમારી ચામડી કરતાં વધારે ઊંડી અસર કરે છે.

તણાવ અને તમારી રોગ પ્રતિકારક શક્તિ

તાજેતરનું સંશોધન બતાવે છે કે તણાવ તમારી રોગ-પ્રતિકારક શક્તિને દબાવી દઈ શકે, જે કદાચિત અમુક ચેપી રોગોને આમંત્રણ આપી શકે. “તણાવ તમને બીમાર કરી નાખતો નથી,” ચેપી તત્ત્વોના નિષ્ણાત રોનાલ્ડ ગ્લેસર કહે છે. “પરંતુ એ તમારી રોગ-પ્રતિકારક શક્તિને જે રીતે અસર કરે છે, એનાથી બીમાર થવાનું જોખમ વધારે છે.” સવિશેષપણે તણાવને લગતા શરદી, ફ્લુ, અને ચામડીનો રોગ થવાના ખાતરી આપતા પુરાવા છે. આપણે સતતપણે આવા ચેપનો સામનો કરીએ છીએ છતાં, સામાન્યપણે આપણી રોગ-પ્રતિકારક શક્તિ એઓ સામે લડત આપે છે. પરંતુ કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે વ્યક્તિ લાગણીમય દબાણમાં હોય છે ત્યારે, આ રક્ષણ નિષ્ફળ જઈ શકે.

એમાં સમાયેલી જીવવૈજ્ઞાનિક પ્રક્રિયા હજુ પૂરેપૂરી સમજાઈ નથી, પરંતુ અમુક મંતવ્ય બાંધે છે કે જે હોર્મોન તમે તણાવ હેઠળ હો ત્યારે તમને કાર્ય કરવા તૈયાર કરે છે એ રક્તપ્રવાહમાં ધસી જઈ રહ્યા હોય છે ત્યારે તમારી રોગ પ્રતિકારક શક્તિની કામગીરીને અવરોધરૂપ બની શકે. સામાન્યપણે, એમાં ચિંતા કરવાનું કારણ હોતું નથી, કેમ કે આ હોર્મોન ફક્ત હંગામી ધોરણે કાર્યરત છે. તથાપિ, કેટલાક કહે છે કે વ્યક્તિ સતતપણે તણાવનો સામનો કરતી હોય તો, તેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી અસરકારક બને અને તે સહેલાઈથી બીમાર પડી શકે.

આ સમજાવે છે કે શા માટે કેનેડાના ડૉક્ટરો અંદાજે છે કે તેઓ હાથ ધરે છે એવી કંઈક ૫૦થી ૭૦ ટકા મુલાકાતો તણાવ-સંબંધી હોય છે, જેમાં લાક્ષણિકપણે માથાનો દુઃખાવો, અનિદ્રા, થાક, અને જઠરને લગતી સમસ્યાઓ હોય છે. યુનાઇટેડ સ્ટેટ્‌સમાં, એ આંકડો ૭૫થી ૯૦ ટકા વચ્ચે અંદાજવામાં આવે છે. ડૉ. જીન કિંગને લાગે છે કે તે એમ કહેવામાં અતિશયોક્તિ કરતા નથી કે: “તણાવનો રોગ ધીમા ઝેર જેવો છે.”

એકમાત્ર કારણ નથી કે એકમાત્ર ઇલાજ નથી

તેમ હોવા છતાં, વૈજ્ઞાનિકોને ખાતરી નથી કે એકમાત્ર તણાવ રોગ પ્રતિકારક શક્તિને એટલી અસર કરી શકે કે કેમ જેનાથી વ્યક્તિની સ્થિતિમાં ફરક પડે. આમ, એવું મંતવ્ય બાંધી લઈ શકાય નહિ કે તણાવનો સામનો કરનાર દરેક, ભલે એ કાયમી હોય છતાં, બીમાર પડી જશે. એથી ભિન્‍ન, એમ પણ ન કહી શકાય કે તણાવની ગેરહાજરી સારી તંદુરસ્તીની બાંયધરી આપે છે, તેમ જ આશાવાદી અને હકારાત્મક વિચારસરણીથી બીમારી જતી રહી શકે એવી ગેરસમજણોમાં રહી તબીબી કાળજી નકારવું પણ શાણપણ નહિ હોય. ડૉ. ડેનિયેલ ગોલ્મન ચેતવે છે: “આ પ્રભાવિત કરનારું વલણ—સારું થઈ જશે—ના પરિણામે, મન બીમારીને કેટલા વિસ્તૃત પ્રમાણમાં અસર કરી શકે એના વિષે વ્યાપક ગૂંચવણ અને ગેરસમજણ ઉત્પન્‍ન કરી છે, અને, કદાચ એથી પણ ખરાબ તો, કેટલીક વખત એ લોકોને જાણે કંઈક નૈતિક પતન અથવા આત્મિકપણે અયોગ્ય હોવાના ચિહ્‍ન હોય એમ બીમાર થયા હોવાથી દોષિતપણાની લાગણીનો અનુભવ કરાવે છે.”

તેથી, એ જાણવાની જરૂર છે કે, બીમારીનું કારણ જવલ્લે જ એક ઘટક પર આધારિત હોય શકે. તેમ છતાં, તણાવ અને બીમારી વચ્ચેનો સંબંધ શક્ય હોય ત્યારે કઈ રીતે આ “ધીમા ઝેર”ને હળવું કરવું, એ શીખવાના ડહાપણ પર ભાર મૂકે છે.

એ કઈ રીતે કરી શકાય એ વિચારતા પહેલાં, ચાલો આપણે તણાવના પ્રકારો અને એ અમુક કિસ્સામાં તમારા માટે કઈ રીતે લાભદાયી પણ નીવડી શકે એ નિકટથી તપાસીએ.

ડૉક્ટરની મુલાકાત લેનારાઓમાં તણાવનું કારણ ઘણું વધુ છે

તણાવ સાથે સાંકળવામાં

આવતી કેટલીક બીમારીઓ

• એલર્જી

• સંધિવા

• દમ

• બરડા, ગરદન, અને ખભાનો દુઃખાવો

• શરદી

• ઉદાસીનતા

• મરડો, અતિસાર

• ફ્લુ

• જઠરને લગતી સમસ્યા

• માથાનો દુઃખાવો

• હૃદયને લગતી સમસ્યા

• અનિદ્રા

• આધાશીશી

• પાચક ચાંદા

• જાતીયપણે અસરો થવી

• ચામડીની સમસ્યાઓ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો