વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૪/૮ પાન ૩
  • તણાવ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તણાવ
  • સજાગ બનો!—૧૯૯૮
  • સરખી માહિતી
  • લાભદાયી તણાવ, હાનિકારક તણાવ
    સજાગ બનો!—૧૯૯૮
  • સ્ટ્રેસ! ઓછું કરવા તમે શું કરી શકો?
    સજાગ બનો!—૨૦૧૦
  • સ્ટ્રેસ એટલે શું?
    સજાગ બનો!—૨૦૨૦
  • તણાવ
    સજાગ બનો!—૧૯૯૮
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૪/૮ પાન ૩

તણાવ

“એક છૂપો ખૂની”

“મેં નોધ્યું હોય એવું પ્રથમ ચિહ્‍ન તીવ્ર દબાણ હતું. એ મારી છાતીના હાડકાં પાસેથી શરૂ થયું; મારા ખભામાં, ગરદનમાં, અને જડબાં સુધી ઝડપથી પ્રસરી ગયું; અને ફરીથી મારા બંને હાથમાં ઝડપભેર ધસી ગયું. જાણે મારી છાતી પર હાથી ચઢી બેઠો હોય એવું લાગતું હતું. હું માંડ શ્વાસ લઈ શકતો હતો. મને પરસેવો થવા માંડ્યો. મારા આંતરડાંમાં જાણે ગોટલા ચઢવા માંડ્યા અને પછી ખૂબ જ ઊબકા આવવા માંડ્યા. . . . પછીથી, નર્સો મને ઇસ્પિતાલમાં પથારીમાં સૂવા મદદ કરતી હતી તેમ, આશ્ચર્યજનકપણે એમ કહેવું મને યાદ છે, ‘મને હાર્ટ એટેક આવી રહ્યો છે.’ હું ચુમ્માળીસ વર્ષનો હતો.”

આ રીતે ડૉ. રોબર્ટ એસ. એલીયટ પોતાના પુસ્તક ફ્રોમ સ્ટ્રેસ ટુ સ્ટ્રેન્થમાં ૨૦થી વધુ વર્ષ અગાઉ પોતાને લગભગ મરણ પામવાના થયેલા અનુભવનું વર્ણન કરે છે. એ સવારે વહેલા તેમણે એક સંમેલનમાં હાજરી આપી અને ભાષણ આપ્યું હતું—જોવા જેવું તો એ હતું કે, એનો વિષય હાર્ટ એટેક હતો. અચાનક જ, ડૉ. એલીયટ, હૃદયરોગના નિષ્ણાત પોતે જણાવે છે તેમ, “હૃદયની ધમની સંભાળતા વિભાગમાં દરદીઓની સંભાળ રાખવાને બદલે પોતે દરદી બની બેઠા.” આ અનપેક્ષિત આફત શાને કારણે આવી પડી? ડૉ. એલીયટ કહે છે, “અંદરખાનેથી દબાણ પ્રત્યેના મારા પોતાના શારીરિક પ્રત્યાઘાતો મને મારી નાખી રહ્યા હતા.”a

a તણાવ એક ફાળો આપનાર ઘટક બની શકે છે એ જ સમયે, હાર્ટ એટેકના મોટા ભાગના કિસ્સામાં, એથિરોસ્ક્લેરોસિસ દ્વારા હૃદયની ધમનીઓમાં ઘણું નુકસાન પણ હોય શકે. તેથી, વ્યક્તિ માટે હૃદય રોગનાં ચિહ્‍નો કદાચ તણાવ ઘટાડવાથી સારાં થઈ જશે, એમ માની હસવામાં કાઢી નાખવાં બિનડહાપણભર્યું નીવડશે. સજાગ બનો! જુલાઈ ૮, ૧૯૯૭, પાન ૩-૧૩ જુઓ.

ડૉ. એલીયટનો અનુભવ બતાવે છે તેમ, તણાવ જીવનને-ધમકીરૂપ પરિણામો લાવી શકે. ખરેખર, યુનાઇટેડ સ્ટેટ્‌સમાં, એને મરણ નીપજાવનાર કેટલાંક કારણોમાં આગળ પડતો ગણવામાં આવે છે. તણાવની અસરો સમય જતા જાણ બહાર ભેગી થતી આવે છે, અને કોઈ જ ચેતવણી વિના દેખાય આવે. આમ, ખરા કારણોસર જ તણાવને “છૂપો ખૂની” કહેવામાં આવ્યો છે.

આશ્ચર્યજનકપણે, એ-પ્રકારનું વ્યક્તિત્વ—જે ઉતાવળિયા, ગુસ્સાવાળા, અને હરિફાઈવાળા લક્ષણો દ્વારા દેખાય આવે છે એ—ધરાવનારાઓને જ ફક્ત તણાવ-સંબંધિત આફતો અસર કરે છે એવું નથી. સરખામણીમાં શાંત વ્યક્તિત્વવાળા પણ એના જોખમ હેઠળ આવી શકે, સવિશેષપણે જો પ્રેશર કૂકરના બરાબર બંધ ન કરેલા ઢાંકણની માફક, તેઓની શાંતતા ફક્ત નાજુક બાહ્ય દેખાવ જ હોય. ડૉ. એલીયટને પોતાના કિસ્સામાં એ સાચું લાગ્યું. એ હવે બીજાઓને ચેતવે છે: “તમે આજે જ અચાનક મરણ પામી શકો—અને જાણો પણ નહિ કે વર્ષોથી તમારા હૃદયમાં બોંબ સંઘરી રાખ્યો હતો.”

પરંતુ ફક્ત હાર્ટ એટેક અને ઓચિંતું મરણ જ તણાવ સાથે સંકળાયેલા નથી, જેમ હવે પછીનો લેખ બતાવશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો