વાહનમાં પટ્ટો બાંધો
◼ યુનાઈટેડ સ્ટેટ્સમાં, મોટરગાડીઓની ટક્કર ૫થી ૨૪ વર્ષની ઉંમરના યુવાનિયાઓ મધ્યે મરણનું મુખ્ય કારણ છે.
◼ જાપાનમાં, માર્ગ અકસ્માતો સ્તન કૅન્સરથી થતા મરણ કરતાં બેગણાથી પણ વધારે અને પ્રોટેસ્ટ કૅન્સરથી થતા મરણ કરતાં ચારગણા મરણના જવાબદાર છે.
◼ યુરોપમાં, કાર અકસ્માતો માનવ હત્યાથી ચારગણા વધારે લોકોનો જીવ લે છે.
આ ચોંકાવનાર આંકડાઓ મોટરગાડીથી મુસાફરી કરવામાં સામેલ એક ભયને દર્શાવે છે—ઝડપી ગતિ જીવ લે છે. અને નશામાં ઝડપી ગતિ ખૂન કરે છે. આભાર માનો કે, અકસ્માત અને હાનિનું જોખમ ઘટાડી શકાય છે. એ કઈ રીતે શક્ય છે?
સલામત રીતે વાહન હંકારવાની ટેવ પાડવી સારી શરૂઆત છે. કેટલાક સલામતી નિષ્ણાતો દાવો કરે છે કે ૧૦માંથી ૯ અકસ્માતોને રોકી અથવા ટાળી શકાય છે. નિર્ધારિત ગતિ સીમાને પાર કરવી, વારંવાર લાઇન બદલી બીજાં વાહનોની આગળ નીકળવું, બીજાં વાહનોથી ખૂબ જ ઓછા અંતરે રહેવું, કેફી પદાર્થો કે નશામાં ગાડી હંકારવી, અને અપૂરતી જાળવણીવાળી કાર ચલાવવી. આ તો અસલામત રીતે વાહન ચલાવવાની ટેવના માત્ર થોડાંક જ ઉદાહરણો છે. જીવન પ્રત્યે આદર અને આપણા સાથી માણસો પ્રત્યેનો પ્રેમ આપણને મોટરગાડી હંકારવાને વિષે સાવધ અને જવાબદાર વલણ અપનાવવા પ્રેરિત કરશે.—માત્થી ૭:૧૨.
સલામતી પટ્ટો એક એથીયે સરળ, પરંતુ વારંવાર આંખ આડા કાન કરવામાં આવતો સલામતી ઇલાજ છે. યુ.એસ. પરિવહન વિભાગના એક પ્રવક્તા, ટિમ હર્ડ અનુસાર, “સલામતી પટ્ટો ટક્કરમાં આપણું જીવન બચાવવાની સૌથી અસરકારક રીત છે. એ જીવન બચવાની સંભાવના બમણી કરી દે છે.” નાનાં બાળકો માટે, બાળક સલામતી બેઠકનો ઉપયોગ કરવામાં આવે તો જીવન બચવાનો દર લગભગ ત્રણગણો થઈ જાય છે.a
a રાષ્ટ્રીય ધોરીમાર્ગ માર્ગવ્યવહાર સલામતી વહીવટ ભલામણ કરે છે: “પાછળ-મુખવાળી બાળક બેઠકો પર બેસાડવામાં આવેલ બાળકોને એવી કારની સામેવાળી બેઠક પર બેસાડવા જોઈએ નહિ જેમાં સવારી હવા થેલી લગાવેલી હોય છે. હવા થેલી ખોલવાથી પાછળ-મુખવાળી બાળક બેઠક અફળાઈ શકે છે અને બાળકને હાનિ પહોંચી શકે છે.”
એ ઉપરાંત, સર્વેક્ષણ બતાવે છે કે યુનાઈટેડ સ્ટેટ્સમાં સવારી ગાડીઓના લગભગ એક તૃત્યાંશ લોકો બેઠક પટ્ટો બાંધતા નથી. એક માબાપ તરીકે, શું તમે એ ખાતરી કરો છો કે વાહન ચલાવતા પહેલાં તમારાં બાળકો સલામત રીતે પોતાની બેઠકો પર પટ્ટો બાંધીને બેઠાં છે? સલામતી પટ્ટો બાંધવામાં લાગેલ થોડોક સમય ખૂબ જ સલામતી આપી શકે છે.