“લોકોને માટે તમે એક મહાન સેવા કરી રહ્યા છો”
ગોવા, ભારતના એક માણસે તેના ઘરે આવેલી બે યહોવાહની સાક્ષીઓ પાસેથી સજાગ બનો!ની બે પ્રતો મેળવી. એને વાંચ્યા પછી, તેણે સામયિકના પ્રકાશકોને આ પત્ર લખ્યો:
“હું તે બંને સ્ત્રીઓનો આભારી છું જે બીજા દિવસે મારા ઘરે આવીને સજાગ બનો! સામયિકની પ્રતો આપી ગઈ. એ કોઈ પ્રચારનો પ્રસાર કરવા માટે છે એમ વિચારીને, મેં અમુક સમય સુધી એના પર ધ્યાન આપ્યું નહિ. પરંતુ એક દિવસે મેં એમાંથી એક સામયિક પર નજર ફેરવી, જે ‘એમેઝોન વર્ષા જંગલ’ (માર્ચ ૨૨, ૧૯૯૭, અંગ્રેજી) પર હતું. મેં એને વાંચવાનું શરૂ કર્યું અને એને પૂરેપૂરું અને કાળજીપૂર્વક ન વાંચ્યું ત્યાં સુધી સામયિક બાજુ પર મૂક્યું નહિ.
“મને સજાગ બનો!ની સામગ્રી ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ લાગી. વિષયોની વિવિધતાએ પણ મને મુગ્ધ કરી દીધો. અનેકવિધ લેખોને ખૂબ જ તર્કસંગત અને સંતુલિત રીતે રજૂ કરવામાં આવ્યા હતા એની હું ઘણી કદર કરું છું.”
સજાગ બનો!ને પહેલી જ વાર વાંચનાર ઉમેરે છે: “લોકોનાં ઘરોમાં આવી બહુમૂલ્ય માહિતી લાવીને તમે લોકો માટે એક ઉત્કૃષ્ટ સેવાકાર્ય કરી રહ્યા છો.”
તમે પણ સજાગ બનો! વાંચીને લાભ મેળવી શકો છો. તમે એક વધુ પ્રત મેળવવા માંગતા હો કે કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે બાઇબલ પર ચર્ચા કરે એવું ઇચ્છતા હો તો, કૃપા કરી Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., Indiaને અથવા પાન ૫ પરના યોગ્ય સરનામે લખો.
The
Amazon
Rain Forest
MYTHS AND REALITIES
સજાગ બનો!
March 22, 1997