વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૨/૮ પાન ૩૦
  • અ મા રા વા ચ કો ત ર ફ થી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અ મા રા વા ચ કો ત ર ફ થી
  • સજાગ બનો!—૧૯૯૮
  • સરખી માહિતી
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૧૯૯૮
  • અ મા રા વા ચ કો ત ર ફ થી
    સજાગ બનો!—૧૯૯૮
  • અ મા રા વા ચ કો ત ર ફ થી
    સજાગ બનો!—૧૯૯૮
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૧૯૯૭
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૨/૮ પાન ૩૦

અ મા રા વા ચ કો ત ર ફ થી

દાદાગીરી—કેટલી હાનિકારક? “યુવાન લોકો પૂછે છે . . . દાદાગીરી—કેટલી હાનિકારક?” (એપ્રિલ ૮, ૧૯૯૭) લેખ માટે તમારો આભાર. શાળામાં બધા દુર્બળની મજાક ઉડાવે છે, અને મને પણ એવું જ કરવા માટે ચઢાવવામાં આવ્યો. પરંતુ આ લેખે સલાહ આપી કે પોતાને બીજી વ્યક્તિની પરિસ્થિતિમાં મૂકીને જુઓ એનાથી મને ખૂબ જ મદદ મળી કે દાદાગીરી ન કરું. એક વાર ફરીથી તમારો આભાર માનું છું.

એમ. એન., ફ્રાંસ

હું ૧૭ વર્ષની છું, અને આ લેખ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. એ મારી પ્રાર્થનાઓનો જવાબ છે, અને એણે સાચે જ મને ઉત્તેજન આપ્યું. યહોવાહ દાદાગીરીને ધિક્કારે છે એ જાણવાથી મને મારા વર્તનમાં જરૂરી ફેરફાર કરવામાં ખૂબ જ મદદ મળી છે. સોનેરી નિયમ અને ઈસુના ઉદાહરણે પણ મને પ્રભાવિત કર્યો, અને એ યોગ્ય રીતે વ્યવહાર કરવામાં મને મદદ કરે છે.

વી. ટી., ઇટાલી

તાજેતરમાં જ, મેં એક પ્રતીક્ષાલયમાં એક સજાગ બનો! લીધું અને એમાં એ સારી રીતે લખેલ લેખ મેળવ્યો. દાદાગીરીને કારણે જે કાયમી હાનિ પહોંચી શકે છે એને હું નિશ્ચે જ સમજું છું. મારા ભાઈએ [મારી સાથે, પોતાની બહેન સાથે] મૌખિક, લાગણીમય અને શારીરિક રીતે અત્યાચાર કર્યો. પૂછવામાં આવ્યું તો, તે ખભા ઉછાળી દેતો, હસતો, અને કહેતો કે એ તો ખાલી મજાક કરતો હતો. તે મને કહેતો કે સમસ્યા મારી છે કેમ કે મારામાં વિનોદવૃત્તિની લાગણી નથી! હું ૧૩ વર્ષની અને તે ૧૫ વર્ષનો હતો ત્યારે, તે મને જાતીય દુર્વ્યવહારની ધમકી આપવા લાગ્યો. હું તેના સતત ભયમાં જીવતી હતી કારણ કે તે મારાથી ઉંમરમાં અને કદમાં મોટો હતો, અને ખૂબ જ બળવાન હતો! મારા માબાપે કદી મારું રક્ષણ કર્યું નહિ. સજાગ બનો!નો આભાર કે એમાં જીવનના એવા ગંભીર વાદવિવાદો પર વાત કરવામાં આવે છે. મને ખબર છે કે એ હિંમત માંગી લે છે. મને લાગે છે કે એ લેખથી તમે ઘણાનાં હૃદય સ્પર્શ્યાં છે.

બી. એસ. એમ., યુનાઈટેડ સ્ટેટ્‌સ

ગોળાવ્યાપી બાગ સુંદર શૃંખલા “ગોળાવ્યાપી બાગ—સ્વપ્ન કે ભાવિ વાસ્તવિકતા?” (મે ૮, ૧૯૯૭) માટે હું તમારો આભાર માનવા માંગુ છું. હા, બાગો અને રંગો આપણા આરોગ્ય પર અસર કરી શકે છે અને આપણને આનંદી બનાવે છે. મને “પારાદેશ પાછા ફરવાનો માર્ગ” શીર્ષકવાળો ભાગ ખૂબ જ ગમ્યો. એ થોડાક શબ્દો ખૂબ જ ઉત્તેજન આપનાર હતા—એક આમંત્રણની જેમ જે કહી રહ્યા હોય “માર્ગ આ છે.” એ સમય કેટલો ખુશીનો હશે જ્યારે આપણે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પૃથ્વીને પારાદેશમાં ફેરવવા મદદ કરતા હોઈશું! મને ચિત્ર બનાવવા, રંગ પૂરવા અને કલામાં આનંદ આવે છે તેમ, હું સામયિકોના સર્વ ચિત્રકામનો પણ આનંદ માણું છું.

વી. આર., ઑસ્ટ્રેલિયા

હું એ લેખોને માટે તમારી પ્રશંસા કરવા માંગુ છું. મેં એનો પૂરેપૂરો આનંદ માણ્યો. હું લગભગ ૮૦ વર્ષની છું અને હજુ પણ મને મારા આંગણામાં કામ કરવાનું ગમે છે. મારા ફૂલો અને શાકભાજીને પહેલું ઇનામ તો નહિ મળે, પરંતુ બહાર ખુલ્લામાં રહેવામાં અને છોડવાઓની સંભાળ રાખવામાં મને આનંદ મળે છે. એ લેખોને વાંચવાથી, હું વધારે સારી રીતે સમજી કે શા માટે માણસોને બાગમાં કામ કરવાનું ગમતું હોય છે.

આર. આર., યુનાઈટેડ સ્ટેટ્‌સ

લગ્‍ન બચાવવું? મેં “શું વિશ્વાસઘાત પછી લગ્‍ન બચાવી શકાય?” (મે ૮, ૧૯૯૭) લેખ વાંચ્યો ત્યારે, મને એવું લાગ્યું કે યહોવાહે મને એક પત્ર મોકલ્યો છે. એમાં બરાબર એ જ વ્યક્ત કરવામાં આવ્યું હતું જેમાંથી હું પસાર થઈ રહી હતી અને જે મેં અનુભવ્યું હતું. મારા પતિ બેવફા હતા, પરંતુ તેમણે અંત:કરણપૂર્વક પસ્તાવો કર્યો હતો. લેખે જણાવ્યું તેમ, મને એવું લાગ્યું જાણે હું એક પ્રચંડ તોફાનમાં ફસાઈ ગઈ છું. મેં તેમને માફ કરવાનું પસંદ કર્યું, પરંતુ અમુક વખતે મને મારા વિચારોથી શરમ લાગે છે. આ લેખે મને એ સમજવામાં મદદ કરી કે મારા પ્રત્યાઘાતો પૂરેપૂરી રીતે સામાન્ય અને યથાર્થ હતા. યહોવાહે અમારા પ્રયાસો પર ખૂબ જ આશીર્વાદો આપ્યા છે, અને અમારું લગ્‍ન બચી ગયું છે.

એલ. પી., ફ્રાંસ

મારું લગ્‍ન બચાવી શકાયું નહિ છતાં, આ લેખ ખરેખરો આશીર્વાદરૂપ હતો કારણ કે એમાં બરાબર એ જ બતાવવામાં આવ્યું હતું જે મેં અનુભવ્યું હતું. લેખમાં બતાવવામાં આવેલ બધી જ પરિસ્થિતિ મારા કિસ્સામાં યોગ્ય રીતે બેસે છે. હું અન્યોને પણ જાણું છું જેમણે આ રીતે એનાથી લાભ મેળવ્યો છે. કેટલાક લોકોને એ સમજવામાં મુશ્કેલી થાય છે, એથી એ લેખ ખૂબ જ મદદગાર રહેશે, તેમને અંતર્દૃષ્ટિ આપશે.

એમ. સી., આયર્લૅન્ડ

એક અવિશ્વાસી સાથે મારા લગ્‍ન થયે નવ વર્ષ થઈ ગયા છે જે એક બેવફા સાથી છે. પરંતુ મેં ગૌણ મથાળું “શું લગ્‍ન બચાવી શકાય એમ છે?” હેઠળ આપેલ ફકરાઓ વાંચ્યા ત્યારે, મને વધારે સારું લાગ્યું. મારો પતિ અમારા લગ્‍નને જાળવી રાખવા માંગે છે પરંતુ હજુ બીજો સંબંધ ચાલુ જ છે. એથી, હું ખુશ છું કે હું અમારું લગ્‍ન તોડી રહી છું. હવે મારે નવી શરૂઆત કરવી છે અને એકલવાયી મા બનવું પડશે.

એમ. એસ. બી., ત્રિનિદાદ

એ સુંદર અને સંવેદનશીલ લેખ માટે તમારો આભાર. ફરીથી મનમેળ કરવામાં સફળતા મળશે કે નહિ એ નક્કી કરવા માટે આપવામાં આવેલ સલાહ ખૂબ જ ઉત્કૃષ્ટ હતી. હું હંમેશા વિચારતી હતી કે મારો પતિ બેવફા હોય તો, હું તેને કદી માફ કરી શકીશ નહિ. હવે મને સમજણ પડી કે એ જ હંમેશા સાચું વલણ હોતું નથી. શરમની વાત છે કે એ દેખીતી રીતે જ એક હંમેશ-વધતી સમસ્યા છે, પરંતુ આપણે પોતાને કેવી રીતે મદદ કરીએ એના પર શાસ્ત્રીય અંતર્દૃષ્ટિ આપવા માટે તમારો આભાર. મારા પતિએ ઊંડો પસ્તાવો દેખાડ્યો (અને હજુ દેખાડે છે) માટે, યહોવાહ પરના મારા આધારે મને ઊંડી ઉદાસીનતા સમયે મદદ આપી અને મને માફ કરવાનું સામર્થ્ય મેળવવા મદદ કરી.

એસ. એન., યુનાઈટેડ સ્ટેટ્‌સ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો