મુશ્કેલી વિનાનો પારાદેશ જલદી જ એક વાસ્તવિકતા
“તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.” ગુનાહિત ભૂતકાળ ધરાવનાર એ માણસને એ શબ્દોએ કેટલી ધીરજ આપી હશે! ના, તેણે એવું વિચાર્યું નહિ કે મરી ગયા પછી તે નર્કમાં જવાનું નિવારી અને સ્વર્ગમાં જશે. એના બદલે, ઈસુની પડખેના ચોરે પૃથ્વી પર પારાદેશ સ્થાપિત થશે ત્યારે, તે પુનરુત્થાન પામશે એ આશામાંથી ઉત્તેજન મેળવ્યું. કૃપા કરીને નોંધ લો કે, પારાદેશ વિષેનું આવું નોંધપાત્ર કથન કોણે કર્યું—ખુદ દેવના પુત્ર, ઈસુ ખ્રિસ્તે.—લુક ૨૩:૪૩.
કઈ બાબતે ખ્રિસ્તને પારાદેશનું વચન આપવા પ્રેર્યા? ચોરે આગ્રહભરી વિનંતી કરી હતી: “ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભારજે.” (લુક ૨૩:૪૨) આ રાજ્ય શું છે, તથા આ રાજ્ય અને પાર્થિવ પારાદેશ વચ્ચે શું સંબંધ છે? એ કેવી રીતે બાંયધરી આપે છે કે પારાદેશ મુશ્કેલી વિનાનો હશે?
પારાદેશ લાવનાર શક્તિ
તમે સહમત થશો કે હાલની સર્વ મુશ્કેલીઓ જતી રહે તો જ સાચો પારાદેશ પૃથ્વી પર આવી શકે. ઇતિહાસ યોગ્ય રીતે જ સાક્ષી આપે છે તેમ, માનવ પ્રયત્નો અત્યાર સુધી એને દૂર કરવામાં નિષ્ફળ ગયા છે. હેબ્રી પ્રબોધક યિર્મેયાહે સ્વીકાર્યું: “હે યહોવાહ, હું જાણું છું કે . . . પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મેયાહ ૧૦:૨૩) તો પછી, વર્તમાન દિવસની સર્વ મુશ્કેલીઓને કોણ નાબૂદ કરી શકે?
ઉગ્ર હવામાન અને પ્રદૂષણ. ગાલીલના સમુદ્ર પર હિંસક તોફાનથી વહાણ ભાંગી જાય એવા મોટા મોજાં આવતા હતા ત્યારે, નાવિકે પોતાના પ્રવાસી સાથીને તેની ગાઢ નિદ્રામાંથી ઉઠાડ્યો. પરિણામે, તેણે ફક્ત સમુદ્રને કહ્યું: “છાનો રહે, શાંત થા.” માર્કની સુવાર્તા શું થયું એનો અહેવાલ બતાવે છે: “પવન બંધ થયો, ને મહા શાંતિ થઈ.” (માર્ક ૪:૩૯) એ પ્રવાસી સાથી ઈસુ સિવાય બીજું કોઈ ન હતું. તેમની પાસે હવામાનને અંકુશમાં રાખવાની શક્તિ હતી.
એ જ ઈસુએ પ્રેષિત યોહાન દ્વારા ભવિષ્ય ભાખ્યું કે એવો સમય આવશે જ્યારે દેવ “પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ” કરશે. (પ્રકટીકરણ ૧:૧; ૧૧:૧૮) નુહના દિવસમાં સમગ્ર જગતના અદૈવી લોકોનો પૂરમાં નાશ કર્યો હતો એમના માટે આ અશક્ય કાર્ય નથી.—૨ પીતર ૩:૫, ૬.
ગુના અને હિંસા. બાઇબલ વચન આપે છે: “દુષ્કર્મીઓનો સંહાર થશે; પણ યહોવાહ પર ભરોસો રાખનારાઓ દેશનું વતન પામશે. નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૯, ૧૧) ફરીથી, એ યહોવાહ દેવ છે જે સર્વ ગુના અને હિંસા દૂર કરી, નમ્ર લોકો માટે પારાદેશ અલગ રાખવાનું વચન આપે છે.
ગરીબાઈ અને ભૂખ. વર્તમાન અન્યાય સરકારોને દુનિયાના એક વિસ્તારમાં ખાદ્ય પદાર્થનો “ઢગલો” કરવા દે છે જ્યારે કે એ જ સમયે ગરીબ દેશો ગરીબાઈમાં સંઘર્ષ કરતા હોય છે. જગતવ્યાપી ચિંતિત લોકોની મદદથી રાહત આડતો, મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ નિયમ અને વ્યવસ્થાની ખામીને લીધે વિતરણ યોજના ભાંગી પડે ત્યારે ઘણી વાર નિષ્ફળ જાય છે. આની સાથે પ્રબોધક યશાયાહે જે નોંધ્યું એની તુલના કરો: “સૈન્યોનો દેવ યહોવાહ સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાન્નની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાન્નની, અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે.” (યશાયાહ ૨૫:૬) શું એ વિચારવું યોગ્ય નથી લાગતું કે દુકાળ અને ભૂખમરો હશે નહિ? ચોક્કસ.
યુદ્ધ. વિશ્વસત્તા દ્વારા આ ગોળાનું નિયંત્રણ કરવાના પ્રયત્નો નિષ્ફળ ગયા છે. ૧૯૨૦માં સ્થાપિત થયેલ લીગ ઑફ નેશન્સ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતું અટકાવવામાં નિષ્ફળ ગયું અને ભાંગી પડ્યું. સંયુક્ત રાષ્ટ્રસંઘ, જેને ઘણી વાર શાંતિની એક સર્વશ્રેષ્ઠ આશા તરીકે વખાણવામાં આવ્યું, એણે વિરોધ પક્ષોને વિગ્રહના વિસ્તારોમાં અલગ રાખવામાં સંઘર્ષ કરવો પડે છે. એના શાંતિના પ્રયત્નો જાહેર કરવા છતાં, નાગરિક, કોમી કે સામાજિક યુદ્ધોથી ભરપૂર છે. દેવના રાજ્યની સરકારે વર્તમાન દિવસના યુદ્ધ કરનારા જૂથોને દૂર કરી અને એના નાગરિકોને શાંતિના માર્ગો શીખવવાનું વચન આપ્યું છે.—યશાયાહ ૨:૨-૪; દાનીયેલ ૨:૪૪.
કૌટુંબિક અને નૈતિક પતન. કૌટુંબિક ભાગલાઓ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. તરુણોમાં ફરજ પ્રત્યેની બેદરકારીનું પ્રમાણ વધારે છે. એ નૈતિકતા માનવ સમાજના દરેક સ્તરમાં વ્યાપ્ત છે. તોપણ, દેવના ધોરણો શરૂઆતથી બદલાયા નથી. ઈસુએ સાક્ષી આપી કે “તે કારણને લીધે માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની સ્ત્રીને વળગી રહેશે; અને બન્ને એક દેહ થશે. . . . એ માટે દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.” (માત્થી ૧૯:૫, ૬) યહોવાહ દેવે વધુ આજ્ઞા આપી: “તારા બાપનું તથા તારી માનું સન્માન કર, . . . એ સારૂ કે તારૂં કલ્યાણ થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબું થાય.” (એફેસી ૬:૨, ૩) દેવના રાજ્ય હેઠળ પૃથ્વી પર આ પ્રકારના ધોરણો પ્રચલિત હશે.
માંદગી અને મરણ. “યહોવાહ . . . આપણને તારશે,” પ્રબોધક યશાયાહે વચન આપ્યું, “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયાહ ૩૩:૨૨, ૨૪) ખ્રિસ્તી પ્રેષિત પાઊલે સ્વીકાર્યું, “પાપનો મૂસારો મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંતજીવન છે.”—રૂમી ૬:૨૩.
યહોવાહ દેવ તેમના દીકરા, ઈસુ ખ્રિસ્તની સભામાં રહેલી તેમની આકાશી સરકાર હેઠળ આ બધી મુશ્કેલીઓ દૂર કરશે. તેમ છતાં, તમે કહી શકો, ‘આ વર્ણન પારાદેશના સ્વપ્ન જેવું છે. ચોક્કસ, એ સાચું પડે તો એ આનંદદાયી હશે, પરંતુ શું એ સાચું પડશે?’
વર્તમાન વાસ્તવિકતા
ઘણા લોકોને આ પૃથ્વી પર મુશ્કેલી વિનાના પારાદેશમાં જીવવાની શક્યતા અવાસ્તવિક આશા લાગે છે. તમને પણ એવું લાગતું હોય તો, એ વાસ્તવમાં બનશે એના પુરાવા તપાસો.
યહોવાહના સાક્ષીઓ લગભગ પચાસ લાખથી વધારે લોકોનો વર્તમાન દિવસોનો આંતરરાષ્ટ્રીય સમાજ છે, જેઓ ૨૩૩ દેશોમાં ફેલાયેલા પોતાના ૮૨,૦૦૦ મંડળોમાં હાલમાં સાપેક્ષ રીતે મુશ્કેલી વિનાના વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે. તમે તેમની કોઈ પણ નાની કે મોટી સભાઓની મુલાકાત લઈ શકો, અને તમને શું જોવા મળશે?
(૧) આનંદદાયક અને સ્વચ્છ વાતાવરણ. ઇંગ્લૅંડ, નોરવીચમાં યહોવાહના સાક્ષીઓના એક મહાસંમેલન પર વિવેચન કરતા, ફૂટબોલ સ્ટેડિયમના મૅનેજરે કહ્યું: “ચાર દિવસનું શાંતિમય વાતાવરણ . . . ચેપી છે. તમે વ્યક્તિગત રીતે શાંતિ અનુભવી શકો કે જે આપણી આસપાસના દૈનિક જીવનમાં અને ચિંતિત વેપારી જગતમાં પસાર કરેલા ચાર દિવસથી તદ્દન ભિન્ન છે. સાક્ષીઓ પાસે ખરેખર એવું કંઈક છે જે બીજાઓથી ભિન્ન અને સમજની ઉપર છે.”
યહોવાહના સાક્ષીઓની લંડન કચેરીની મુલાકાત કરનાર એક બાંધકામ ઉદ્યોગના તાલીમ આપનાર સલાહકારે કહ્યું: “મેં જે જોયું અને સાંભળ્યું એથી હું ખૂબ પ્રભાવિત થયો અને એ શાંતિ અને સ્થિરતાના વાતાવરણથી દંગ રહી ગયો કે જે ફક્ત તમારા મકાનોમાં જ નહિ પરંતુ [પુરુષો અને સ્ત્રીઓ]માં પણ જોવા મળી. મને લાગે છે કે તમારી જીવવાની રીત અને ખુશીથી આ મુશ્કેલીભર્યા જગતે ઘણું શીખવાનું છે.”
(૨) સલામતી અને શાંતિ. કૅનેડાની ઝુરનાલ દૈ મોરેઆલની કટાર લેખિકાએ લખ્યું: “હું સાક્ષી નથી. પરંતુ સાક્ષીઓ જે અસરકારક અને યોગ્ય રીતે સાક્ષી આપે છે એની હું સાક્ષી છું. . . . દુનિયામાં ફક્ત તેઓ એકલા જ લોકો હોય તો, આપણે રાત્રે બારણા બંધ કરવાની અને ભય સૂચક અલાર્મ મૂકવાની જરૂર નથી.”
(૩) દેવના રાજ્ય પ્રત્યે વફાદારી બતાવવી સાક્ષીઓની લાક્ષણિકતા છે. તેમની તટસ્થવૃત્તિ કેટલાકને હતાશ કરે છે છતાં, એમ કરવું જરૂરી નથી. વર્તમાન દિવસની રાજકીય તરકટમાં સામેલ ન થવાનું કારણ, સમાજ સુધારવાની તેમની ઇચ્છાની ખામી નથી. એને બદલે, તેઓ આકાશી સરકાર દ્વારા રાજ્ય કરનાર, અર્થાત, પૃથ્વીને બનાવનાર, યહોવાહ દેવ ખુશ થાય એ રીતે વર્તવાનો પ્રયત્ન કરે છે.
સાક્ષીઓની માન્યતાઓ, સંપૂર્ણ રીતે દેવના શબ્દ બાઇબલ પર આધારિત છે કે જે તેઓને એક પંથ કે સંપ્રદાયના ફાંદામાં ફસાતા બચાવે છે. તેઓ બધા લોકોમાં પ્રેમાળ, રસ બતાવે છે, પછી ભલેને તેઓ ગમે તે ધર્મમાં માનતા હોય. ના, તેઓ આ લોકોને તેઓના દૃષ્ટિબિંદુમાં ફેરફાર કરવા માટે બળજબરી કરતા નથી. મુશ્કેલી વિનાનો પારાદેશ કે જે જલદી જ પૃથ્વી પર સ્થાપિત થશે, શાસ્ત્રીય પુરાવાઓ આપી તેઓ તેમના આગેવાન ઈસુ ખ્રિસ્તને અનુસરવાનો પ્રયત્ન કરે છે.—માત્થી ૨૮:૧૯, ૨૦; ૧ પીતર ૨:૨૧.
(૪) આત્મિક તંદુરસ્તી અને સુખ. વાસ્તવિક રીતે, યહોવાહના સાક્ષીઓ આ સમયે સંપૂર્ણ મુશ્કેલી વિનાના હોવાનો દાવો કરતા નથી. આદમના પાપથી વારસામાં મેળવેલી અપૂર્ણતા ધરાવનાર લોકો મધ્યે આ અશક્ય છે. પરંતુ દેવના પવિત્ર આત્માની મદદથી, તેઓ “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ” જેવા ગુણો વિકસાવવાનો પ્રયત્ન કરે છે. (ગલાતી ૫:૨૨, ૨૩) એ તો ઈસુ ખ્રિસ્ત દ્વારા યહોવાહને તેઓની ઉપાસના છે જે તેઓને એકતામાં રાખે છે અને તેઓની આશા જીવંત રાખે છે.
અમને વિશ્વાસ છે કે સાક્ષીઓની સ્થાનિક સભાની જગ્યામાં તમારા જવાથી, તમને એ વાતની ખાતરી થશે કે દેવ પૃથ્વીને શાબ્દિક પારાદેશમાં ફેરવશે.
વર્તમાન દિવસની મુશ્કેલીઓ જતી રહી હશે. આજ્ઞાંકિત માણસજાત માટે ખ્રિસ્તના ખંડણી બલિદાનના લાભનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે, આપણામાં રહેલી અપૂર્ણતાઓ ધીરે ધીરે અદૃશ્ય થઈ જશે. હા, તમારું સ્વાસ્થ્ય અને સુખ સંપૂર્ણ થઈ શકશે.
સાદી તૈયારીઓ તમને આવી ભાવિ આશાનો આનંદ મેળવવા મદદ કરશે. જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છેa પુસ્તકની વ્યક્તિગત પ્રત સાક્ષીઓ પાસે માંગો. થોડા સમયમાં જ તમે એની મદદથી શીખી શકશો કે દેવ શું માંગે છે કે જેથી તમે મુશ્કેલી વિનાના પારાદેશમાં હંમેશ માટે આનંદ માણી શકો.
[Footnotes]
a વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.
[Caption on page ૮]
મુશ્કેલી વિનાના પારાદેશનો પાયો હમણાં નંખાય રહ્યો છે
[Caption on page ૯]
જલદી જ, જગતવ્યાપી ભૌતિક પારાદેશ અસ્તિત્વમાં આવશે
[Caption on page ૧૦]
સાક્ષીઓની માન્યતાઓ, સંપૂર્ણ રીતે દેવના શબ્દ બાઇબલ પર આધારિત છે જે તેઓને એક પંથ કે સંપ્રદાયના ફાંદામાં ફસાતા બચાવે છે