મુશ્કેલી વિનાના પારાદેશની શોધ
“એક બ્રિટીશ યુગલે જણાવ્યું, “આપણે બધા જે કરવા માંગીએ છીએ એ એક એવી જીવનઢબ હોય જે સલામત અને કદાચ જૂના જમાનાની જેમાં બધા લોકો એકમેકની કાળજી રાખતા હોય.” તેઓએ ગરમ આબોહવાના ટાપુમાં પારાદેશ શોધી અને ત્યાં સાથે શાંતિપૂર્વક રહે એવો એક સમાજ સ્થાપવાનું વિચાર્યું. નિઃશંક તમે તેઓની લાગણી સમજી શકો. મુશ્કેલી વિનાના પારાદેશમાં રહેવાની તક કોણ હાથમાંથી જવા દે?
શું એકલતા એનો જવાબ છે?
ટાપુ પર રહેવાનો વિચાર, ઘણા પારાદેશ શોધનારાઓને આકર્ષક લાગી શકે, કેમ કે એકલતા કંઈક અંશે સલામતી આપે છે. કેટલાક પનામાના પ્રશાંત કિનારાના ટાપુઓ પસંદ કરે છે અથવા કેરેબિયન પાસે, જેમ કે બિલાઇઝના ટાપુઓ પસંદ કરે છે. બીજાઓ હિંદ મહાસાગરમાંની નયનરમ્ય જગ્યાઓ—દાખલા તરીકે સેશેલ્સ પર પોતાનું ધ્યાન દોરે છે.
એક છૂટાછવાયા સમાજની સ્થાપના કરવાનાં તર્કવિતર્કની કલ્પના કરવી પણ અઘરી છે. પૂરતા પ્રમાણમાં પૈસા પ્રાપ્ય હોય તોપણ, વિદ્યમાન સરકારી કાયદા ઝડપથી જમીન ખરીદવાને અટકાવી શકે. પરંતુ ધારોકે આદર્શ ગરમ આબોહવાવાળો ટાપુ મળી જાય તોપણ, શું તમે ત્યાં સુખી હશો? શું તમારો પારાદેશ મુશ્કેલી વિનાનો હશે?
બ્રિટનના કિનારાના છૂટાછવાયા ટાપુઓ પર હમણાં ઘરોની સંખ્યા વધી રહી છે. એના નવા રહેવાસીઓ મુખ્યત્વે એકલતા અને શાંતિ શોધનારા લોકો છે. ર્સ્કીટલૅન્ડના પશ્વિમી દરિયાકાંઠાના, ઇઑર્સ ટાપુની ૨૫૦ એકર જમીનમાં એકલો રહેતો માણસ દાવો કરે છે કે તેણે કદી એકલવાયાપણું અનુભવ્યું નથી કારણ કે તેણે તેના એક સો ઘેટાઓની કાળજી રાખવા ઘણું કરવાનું હોય છે. ટાપુઓમાં એકલતા શોધતા બીજાઓ ઝડપથી એકલાઅટૂલાં બની ગયાં. અહેવાલ અનુસાર કેટલાએકે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે અને તેઓને બચાવવાની જરૂર પડી છે.
ઘણા લોકો માને છે કે નયનરમ્ય ઉષ્ણકટિબંધના ટાપુ પારાદેશ હોય શકે. હવામાનમાં ઓછા ફેરફારવાળું વાતાવરણ તેઓને આકેર્ષે છે. પરંતુ ગોળાવ્યાપી ગરમીનો વધારો અને સમુદ્રનું સ્તર ઉપર આવવાની શક્યતાઓએ એમાંના ઘણા ટાપુવાસીઓને ભયભીત કર્યા છે. પશ્ચિમી પ્રશાંતના ટોકલાઉ વિસ્તારોમાં ટેકરાની ઉંચી જગ્યાના તેમ જ હિંદ મહાસાગરના માલદીવમાં વિખરાયેલા નાના ટાપુઓના રહેવાસીઓ એવા જ ભયનો અનુભવ કરે છે, જે ઊંચી ભરતીના બે કરતાં વધારે મીટરથી ઊંચા સ્તરથી ઉપર નથી.
લગભગ ૪૦ વિવિધ સરકારો આ નાના ટાપુઓના વિકાસ માટેના રાજ્ય સંઘમાં એમની વિનંતીઓને ટેકો આપવા એક થઈ છે. સામાન્યપણે નાના ટાપુઓના રહેવાસીઓમાં લાંબા જીવનની અપેક્ષા રાખવામાં આવે છે અને તેઓનાં બાળકોના મરણનો દર ઓછો હોવા છતાં, તેઓ વાતાવરણની ગંભીર સમસ્યાઓનો સામનો કરવાનું ચાલુ રાખે છે. તેલનું પ્રદૂષણ અને ગંદા સમુદ્રો કેટલાક ટાપુઓની આર્થિકતાને ભયરૂપ છે. બીજા ટાપુઓ વિકસિત દેશો નિકાલ કરવાનું ઇચ્છે છે એ ઝેરી કચરો ઠાલવવાનું મેદાન બન્યા છે.
પારાદેશ શોધનારાઓ માટે વિશ્રામસ્થાન તરીકેની ટાપુઓની અભિલાષા ખુદ ધમકી ઊભી કરે છે. કેવી રીતે? ટાપુઓના તડકાવાળા કાંઠે આવનારા પ્રવાસીઓ ઘણી ભીડ અને અપૂરતી સાધનસંપત્તિનું કારણ બન્યા છે. આ પ્રવાસીઓ પ્રદૂષણની સમસ્યા પણ ઊભી કરે છે. દાખલા તરીકે, કેરેબિયનમાં, દર વર્ષે બે કરોડ મુલાકાતીઓએ ઉત્પન્ન કરેલા ગટરના કચરાના ફક્ત દશમાં ભાગની જ સફાઈ કરવામાં આવે છે.
એવું જ કંઈક બીજાં નોંધપાત્ર સ્થાનોમાં બન્યું છે. ભારતના પશ્ચિમ કિનારાના ગોવાનો દાખલો લો. લંડનના ઇન્ડીપેન્ડન્ટ ઓન સન્ડેએ જાહેર કર્યું, “પ્રવાસીઓની ભીડ ‘પારાદેશને હાનિ પહોંચાડી રહી છે.’” અધિકૃત અંદાજ બતાવે છે કે ૧૯૭૨માં ૧૦,૦૦૦ પ્રવાસીઓમાંથી વધીને ૯૦ના દાયકાની શરૂઆતમાં દશ લાખ કરતાં પણ વધારે થયા છે. એક વૃંદ ચેતવણી આપે છે કે ગોવાની સૌમ્ય પ્રકૃતિઢબ અને અજોડ સંસ્કૃતિ, આવતા પ્રવાસીઓ પાસેથી પૈસા મેળવવાના હૉટલના માલિકોના લોભને કારણે ભયમાં છે. એક ભારતીય સરકારી અહેવાલ સ્વીકારે છે કે સમુદ્ર કાંઠે કેટલીક હૉટલો ગેરકાયદેસર બાંધવામાં આવી છે. રેતી ખોદવામાં આવી છે, ઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, અને સમુદ્ર કાઠાંને સમાંતર કરવામાં આવ્યા છે. ગટરના પાણીનો સમુદ્રમાં નિકાલ કરવામાં આવે છે અથવા આજુબાજુના ડાંગરના ખેતરોમાં છોડી મૂકવામાં આવે છે જે દૂષણ ફેલાવે છે.
શું આવા પારાદેશ ગુના મુક્ત છે?
ગુના ધીમે ધીમે આવા સૌથી શાંત વિસ્તારોમાં પણ પગપેસારો કરીને એની પ્રતિષ્ઠાને કલંક લગાડે છે. કેરેબિયનના નાના ટાપુ બોરબુડાથી “પારાદેશમાં કતલ” શીર્ષકવાળો અહેવાલ આવે છે. એમાં ટાપુના કિનારે લાંગરેલા એશઆરામના વહાણમાં ચાર લોકોની ભયંકર રીતે કરવામાં આવેલી હત્યાની માહિતી આપવામાં આવી હતી. આ પ્રકારની ઘટનાઓ આખા પ્રદેશમાં ગુના વધવાની ચિંતા ફેલાવે છે.
“‘પારાદેશમાં’ ડ્રગ્સ ટોળીઓ લડે છે,” આવા મુખ્ય મથાળાવાળો અહેવાલ લંડનના ધ સન્ડે ટાઈમ્સએ એક સેન્ટ્રલ અમેરિકી દેશ વિષે આપ્યો. એક સ્થાનિક સંપાદકે શાંતિ જતી રહી છે એ હકીકત પર ટીકા કરતા અફસોસ વ્યક્ત કર્યો: “સવારે ઉઠતાંની સાથે જ ૧૬ વર્ષના બાળકને ફળિયામાં લોહીથી લથપથ પડેલો જોવો સામાન્ય થઈ ગયું છે.”
સામાજીક પારાદેશમાં જીવવાનો ધ્યેય રાખે છે તેઓ એવા લોકોને આકર્ષિત કરવાની આશા રાખે છે જેઓ શાંતિપૂર્ણ રીતે જીવવાની ઇચ્છા બતાવતા હોય. પરંતુ વાસ્તવિકતા શું છે? શરૂઆતમાં ઉલ્લેખવામાં આવેલા બ્રિટીશ યુગલના કિસ્સામાં અસહમતી ઝડપથી દેખાઈ આવી. તેમના સહસાહસમાં જોડાનાર અમુક વ્યક્તિઓ દેખીતી રીતે જ તરકટથી પૈસા બનાવવાનું ઇચ્છતા હતા. “અમને આગેવાનો જોઈતા નથી,” વ્યવસ્થાપકે કહ્યું. “એનો હેતુ યોજના પાર પાડવા અમારી સાધનસંપત્તિ હોડમાં મૂકવાનો છે. હું એને પારાદેશમય સમાજ કહું છું.” આ કંઈ આવા પ્રકારની પહેલી યોજના ન હતી.—“પારાદેશ સમાજના અખતરા” બૉક્સ જુઓ.
પારાદેશ શોધનારાઓ બીજા કેટલાક એવું માને છે કે તેઓ પોતાનો ધ્યેય લૉટરી જીતીને પ્રાપ્ત કરી શકશે. પરંતુ આ રીતે મેળવેલા પૈસા ભાગ્યે જ સુખ લાવે છે. ફેબ્રુઆરી ૧૯૯૫માં, ધ સન્ડે ટાઈમ્સએ અહેવાલ આપ્યો કે આજ સુધીમાં સૌથી મોટી લૉટરી જીતનાર કુટુંબે અંદરોઅંદરના દુઃખદ ઝઘડાનો સામનો કર્યો; જીત તેમના માટે “રોષ, પારસ્પારિક વેરઝેર અને શંકા” લાવી. આ પ્રકારની પરિસ્થિતિમાં એ અસામાન્ય નથી.
પારાદેશ માટેની માણસજાતની શોધના અભ્યાસમાં, પત્રકાર બર્નાડ લેવિન “તત્કાળ પૈસાદાર બનવાના સ્વપ્ન” પર વિવેચન કરીને જાહેર કરે છે: “ઘણા સ્વપ્નોની જેમ આને પણ ભયંકર સ્વપ્ન બનતા વાર નથી લાગતી. તત્કાળ પૈસાદાર બનવું વિનાશ (જેમાં આત્મહત્યાનો પણ સમાવેશ થાય છે) તરફ દોરી લઈ ગયું હોય એવા ઘણા બધા સાચા પુરાવાઓ છે જેને બનવાજોગ ગણી નકારી શકાય નહિ.”
ન્યાયકરણના પંથો વિષે શું?
બીજી પારાદેશની યોજનાઓ વધારે દુષ્ટતાઓની અસર હેઠળ હતી. ૧૯૯૩માં વેકો, ટેક્સાસમાં બ્રાંચ ડેવિડિયનના કંપાઉન્ડ પર કાયદાનો અમલ કરાવનારી સરકારી આડતોએ કરેલા ઘેરા વિષે અહેવાલ આપતા એક વર્તમાનપત્રએ વિવેચન કર્યું કે ત્યાં “બંદૂકનો જથ્થો, મન પર અંકૂશ અને ન્યાયકરણના પ્રબોધકનું એક વિનાશકારી સંમિશ્રણ હતું,” જે વિનાશનું કારણ બન્યું. દુઃખદપણે, આ કંઈ એકાદ બનાવ ન હતો.
ભારતીય આધ્યાત્મિક આગેવાન, માજી ભગવાન શ્રી રજનીશના અનુયાયીઓએ ઓરેગોનમાં સમાજ સ્થાપ્યો પરંતુ તેઓના પડોશીઓની નૈતિક સંવેદનશીલતા દૂભાવી. તેઓના આગેવાનની ધનસંપત્તિ અને તેઓના જાતીય અખતરાએ તેઓના “સુંદર રણદ્વીપ” સ્થાપિત કરવાના દાવાને ધીમે ધીમે નષ્ટ કર્યો.
પારાદેશની આશાવાળા લોકો દ્વારા ચલાવવામાં આવતા ઘણા પંથો, પોતાના અનુયાયીઓ અસામાન્ય વિધિઓ અનુસરે એવી માંગણી કરે છે, જે કેટલીક વખત હિંસક લડાઈમાં પરિણમે છે. વર્તમાનપત્રના કટાર લેખક ઈયન બ્રૉડી સમજાવે છે: “પંથો, એવાઓને આશ્રય અને સંરચનાત્મક સમાજ આપે છે જેઓ એવું માને છે કે તેઓ શૂન્યાવકાસમાં રહે છે અથવા વાસ્તવિક દુનિયાનાં દબાણનો સામનો કરી શકતા નથી.” તથાપિ, તેના શબ્દો એ હકીકતની સાક્ષી આપે છે કે ઘણા લોકો પારાદેશમાં રહેવાનું ઇચ્છશે.
મુશ્કેલીથી મુક્ત પારાદેશ
મુશ્કેલીઓની સૂચિ અંત વિનાની લાગે છે: પ્રદુષણ, ગુનો, કેફી પદાર્થનો દુરુપયોગ, ભીડ, કોમી અથડામણ, રાજનૈતિક ઊથલપાથલ—વધુમાં સર્વ માણસજાતની સામાન્ય મુશ્કેલીઓ રોગ અને મરણ તો ખરા જ. આ બધાનો એવો જ નિષ્કર્ષ નીકળે કે સમગ્રપણે મુશ્કેલી વિનાનો પારાદેશ આ ગ્રહ પર તો ક્યાંય નથી. બર્નાડ લેવિન સ્વીકારે છે તેમ: “માનવ ઇતિહાસને કલંક લાગેલું છે, અને એ લગભગ માણસજાતની શરૂઆતથી જ લાગ્યું હોય એવું લાગે છે. લગભગ થોડાથી વધુ માનવીઓ એક સાથે એકમેકની નજીક સુખી રહેવા અશક્તિમાન છે આ એક કલંક છે.”
તેમ છતાં, ગોળાવ્યાપી પારાદેશ આવશે જે સાચે જ મુશ્કેલી વિનાનો હશે. એની અવધિની બાંયધરી દૈવી શક્તિથી આપેલી છે. ખરેખર, હમણાં પણ ૫૦ લાખ કરતાં વધારે લોકો એના તરફ કામ કરી રહ્યા છે અને તેઓ મૂલ્યવાન એકતા અને તેમના મધ્યે સાપેક્ષ રીતે મુશ્કેલી વિનાના વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. તમે તેઓને ક્યાં મળી શકો? તેઓ હમણાં માણી રહ્યા છે એ આશા અને લાભોમાં તમે કઈ રીતે સહભાગી થઈ શકો? અને એ આવનાર પારાદેશ કેટલા લાંબા સમય સુધી રહેશે?
પારાદેશ સમાજના અખતરા ૧૯મી સદીની શરૂઆતમાં, ફ્રેન્ચ સમાજવાદી એંતિયે કાબે (૧૭૮૮-૧૮૫૬) અને તેના ૨૮૦ સંગાથીઓએ ઈલીનોઈ, નાવુમાં તેના વિચારો પર આધારિત સમાજની નવી વસાહત સ્થાપી. પરંતુ આઠ વર્ષની અંદર સમાજમાં એવી તકરારો ઊભી થઈ કે એ એના જેવા જ, આયોવા અને કેલિર્ફોનિયાનાં વૃંદોની જેમ, જલદી જ ભાંગી પડી. ફ્રેંચના બીજા એક વતની શાર્લ ફૂરિયેએ (૧૭૭૨–૧૮૩૭), એક સહકારી ખેતીવિષયક સમાજનો વિચાર વિકસાવ્યો જેમાં બધા સભ્યોની ભૂમિકા બદલાતી રહે. દરેક વ્યક્તિને આખા વૃંદ તરીકે મળેલી સફળતાના આધારે વેતન મળવાનું હતું. પરંતુ ફ્રાન્સ અને યુનાઈટેડ સ્ટેટ્સ બંનેમાં આ વિચાર ધરાવતા સમાજો ટૂંકા સમય માટે જ ટક્યા. લગભગ એ સમયે જ, વેલ્સના સમાજ સુધારક રોબટ ઓવને (૧૭૭૧-૧૮૫૮) સહકારી ગામડાંનો પ્રસ્તાવ મૂક્યો કે જ્યાં સેંકડો લોકો માટે જાહેર સહિયારું રસોડું અને જમવાનો વિસ્તાર હોય. વ્યક્તિગત કુટુંબો પોત પોતાના એપાર્ટમેન્ટમાં રહેશે અને તેઓના બાળકો ત્રણ વર્ષના થાય ત્યાં સુધી તેઓની કાળજી રાખે. ત્યાર બાદ, તેઓની કાળજી સમગ્ર સમાજ લેવાનો હતો. પરંતુ ઓવનના અખતરા નિષ્ફળ ગયા, અને તેણે પોતાની વ્યક્તિગત ઘણી સંપત્તિ ગુમાવી. જોન નોએસ (૧૮૧૧-૧૮૮૬) એક એવા સમાજનો સ્થાપક બન્યો જેને ધ ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા “યુનાઈટેડ સ્ટેટ્સમાં પારાદેશ સમાજવાદી સમાજોમાં સૌથી સફળ” ગણાવે છે. તેના અનુયાયીઓએ એકપત્નીત્વના લગ્નો ત્યજીને ફક્ત સર્વમાં પારસ્પરિક સહમતીથી જાતીય સંબંધને પરવાનગી આપી ત્યારે, નોએસની વ્યભિચાર માટે ધરપકડ કરવામાં આવી. લંડનનું ધ સન્ડે ટાઈમ્સ અહેવાલ આપે છે કે, મધ્ય અમેરિકાના લેઝે ફેર શહેરના “મૂડીવાદી પારાદેશ” પ્રકારે તાજેતરમાં પારાદેશ સમાજ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો છે. આ યોજનાએ નાણાં રોકનારની શોધ કરી. “૨૧મી સદીના ચમત્કારિક શહેર”માં રહેવાની ભાવિ આશાથી લલચાવીને, પારાદેશ શોધનારાઓને ૫,૦૦૦ ડૉલર મોકલવા અને પિરામીડ વેચાણની તરકટમાં જોડાઈને સરખા–વિચારવાળા લોકોને શોધવા આમંત્રણ આપવામાં આવ્યું, જેઓ બદલામાં તેઓના પૈસા રોકશે. અહેવાલ અનુસાર, આ પૈસા ફક્ત એ યોજનાને જોવા માટેની એરલાઈન ટિકિટ ચૂક્વે છે, જે “એ દેશને બાંધકામ માટેની જગ્યા આપવા મનાવી લેવાય તો, ત્યાં એક નાની હૉટલ બનશે.” એમ વર્તમાનપત્રએ જણાવ્યું. ત્યાં “પારાદેશ” સ્થાપિત કરવાની કોઈ વાસ્તવિક આશા નથી.
[Caption on page ૭]
ઘણા પારાદેશ શોધનારાઓને ટાપુ આકર્ષક લાગે છે. પરંતુ આજે ગુના સૌથી શાંતિપૂર્ણ વિસ્તારોનો પણ નાશ કરી દે છે