બાઇબલ સમયનાં પાત્રો
મનાએનની જેમ યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખો
પહેલી સદીના અંત્યોખ મંડળમાં આગેવાની લેતા ભાઈઓમાં મનાએન પણ હતા. તે ‘જિલ્લા અધિકારી હેરોદની સાથે ભણ્યા’ હતા. (પ્રેરિતોનાં કાર્યો ૧૩:૧) એટલે કહી શકાય કે મનાએન બહુ ભણેલા-ગણેલા હતા. એવું લાગે છે કે તેમનો ઉછેર ધનવાન કુટુંબમાં થયો હતો.
એ રીતે ઉછેર થયો હોવા છતાં મનાએને ખ્રિસ્તી બનવાનું પસંદ કર્યું અને મંડળમાં ખૂબ મહેનત કરી. તેમણે પોતાના ભણતરનો કે ઊંચી પહોંચનો ઉપયોગ કરીને સમાજમાં આગળ વધવાની કોશિશ ન કરી. તેમણે તો પોતાના ભાઈઓની સેવા કરવાનું પસંદ કર્યું.
મનાએનના દાખલાથી જોઈ શકાય છે કે જાહોજલાલી પાછળ ભાગવાને બદલે યહોવાની ભક્તિ કરવી વધારે મહત્ત્વની છે. મનાએનની જેમ આપણે પણ દુનિયામાં મોટું નામ કે ઢગલો પૈસા કમાવાને બદલે યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખવી જોઈએ. (માથ. ૬:૩૩) વધુમાં, આપણે જાણીએ છીએ કે શિક્ષણ જરૂરી છે. પણ ‘જે વધારે મહત્ત્વનું છે એ પારખીએ’ અને ધ્યાન રાખીએ કે બીજી પ્રવૃત્તિઓને લીધે યહોવાની ભક્તિથી આપણું ધ્યાન ફંટાઈ ન જાય.—ફિલિ. ૧:૯, ૧૦.