બા ઇ
બાઇબલ વધારાના શિક્ષણને બિનજરૂરી ગણે છે?
“માત્ર અજ્ઞાની જ જ્ઞાનનો તિરસ્કાર કરે છે.”
—પબ્લિલિયસ સાયરસ, નૈતિક કહેવતો, પ્રથમ સદી બી.સી.ઈ.
બાઇબલ આપણને ‘સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખવાની’ વિનંતી કરે છે. (નીતિવચન ૩:૨૧) યહોવાહ, જ્ઞાનના દેવ ઇચ્છે છે કે તેમના ઉપાસકો શિક્ષિત લોકો હોય. (૧ શમૂએલ ૨:૩; નીતિવચન ૧:૫, ૨૨) તોપણ, બાઇબલનાં કેટલાંક કથનો પ્રશ્નો ઊભા કરી શકે. દાખલા તરીકે, પોતાની અગાઉની પ્રવૃત્તિમાં ઉચ્ચ શિક્ષણનો સમાવેશ કરતાં, પાઊલે લખ્યું: “હું તેઓને કચરો જ ગણું છું.” (ફિલિપી ૩:૩-૮, ટુડેઝ ઈંગ્લીશ વર્શન) બીજા પ્રેરિત પત્રમાં, તેણે જાહેર કર્યું: “આ જગતનું જ્ઞાન દેવની આગળ મુર્ખતારૂપ છે.”—૧ કોરીંથી ૩:૧૯.
તો પછી, શું બાઇબલ વધારાના શિક્ષણને બિનજરૂરી ગણે છે? ખ્રિસ્તીઓએ કેટલું દુન્યવી શિક્ષણ લેવું જોઈએ? શું કાયદાનુસાર શાળાનું શિક્ષણ પૂરતું છે કે વધારાનું શિક્ષણ લેવું જોઈએ?
પ્રથમ સદીમાં શિક્ષણ
પ્રથમ સદીના ખ્રિસ્તીઓ મધ્યે, શૈક્ષણિક પાર્શ્વભૂમિકાની વિસ્તૃત વિવિધતા હતી. ગાલીલના કેટલાક આગળ પડતા માણસો, પ્રેષિત પીતર અને યોહાનને “અભણ તથા અજ્ઞાન” માણસો તરીકે જોતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૫, ૬, ૧૩) શું એનો અર્થ એવો થતો હતો કે આ બે માણસો અભણ કે પ્રાથમિક શિક્ષણ પામેલા ન હતા? ના. એનો સામાન્ય અર્થ એ થતો હતો કે તેઓએ યરૂશાલેમની હેબ્રી શાળામાંથી ઉચ્ચ શિક્ષણ લીધેલું ન હતું. ખ્રિસ્તીધર્મના આ બે હિંમતવાન નિષ્ણાતોનાં લખાણોએ પાછળથી સાબિતી આપી કે તેઓ સુશિક્ષિત, બુદ્ધિશાળી માણસો હતા, જેઓ શાસ્ત્રીય ખુલાસાને સ્પષ્ટપણે સમજનારા હતા. તેઓનાં શિક્ષણમાં પોતાનાં કુટુંબોની ભૌતિક જરૂરિયાતોની કાળજી લેવાના વ્યવહારુ શિક્ષણનો સમાવેશ થતો હતો. દેખીતી રીતે જ, તેઓ માછલી પકડવાના ધંધામાં સહકર્મચારી હતા.—માર્ક ૧:૧૬-૨૧; લુક ૫:૭, ૧૦.
એનાથી ભિન્ન, લુક, સુવાર્તાઓમાંની એક તેમ જ પ્રેરિતોનાં કૃત્યો લખનાર શિષ્ય, જેણે વધારે શિક્ષણ મેળવ્યું હતું. તે એક વૈદ હતો. (કોલોસી ૪:૧૪) તેની તબીબી પાર્શ્વભૂમિકા તેના પ્રેરિત લખાણોને લાક્ષણિક ઢબ પૂરી પાડે છે.—લુક ૪:૩૮; ૫:૧૨; પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૮ જુઓ.
પ્રેષિત પાઊલ ખ્રિસ્તી બન્યા અગાઉ, એ સમયના સૌથી બુદ્ધિશાળી તજજ્ઞોમાંના એક, ગમાલીએલ પાસેથી, યહુદી કાયદાઓનું પ્રશિક્ષણ પામેલો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૩) પાઊલનું શિક્ષણ, આજના વિદ્યાપીઠના શિક્ષણની બરાબર હોય શકે. વધુમાં, યહુદી સમાજના પાછળનાં વર્ષોમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં આવતું હતું ત્યારે પણ, વ્યવસાય શીખનાર વ્યક્તિને માનની દૃષ્ટિએ જોવામાં આવતી હતી. દેખીતી રીતે પાઊલ હજુ જુવાનિયો હતો ત્યારે જ તંબૂ વણનાર તરીકેની તાલીમ મેળવી હતી. આ પ્રકારની કુશળતાએ તેમને તેમના પૂરેપૂરા સમયના સેવાકાર્યમાં ટેકો આપ્યો.
તોપણ, પાઊલે સ્વીકાર્યું કે દેવના અમૂલ્ય શિક્ષણના મહત્ત્વ આગળ દુન્યવી શિક્ષણ—જરૂરી છતાં—ઓછું મહત્ત્વનું છે. એ અનુસાર, બાઇબલ દેવનું અને ખ્રિસ્તનું જ્ઞાન મેળવવાના મહત્ત્વ પર વધારે ભાર આપે છે. આજે ખ્રિસ્તીઓ દુન્યવી શિક્ષણની આ વાસ્તવિક દૃષ્ટિ સ્વીકારે તો સારું કરશે.—નીતિવચન ૨:૧-૫; યોહાન ૧૭:૩; કોલોસી ૨:૩.
બાબતો કાળજીપૂર્વક તોળી જોવી
કેટલાક ખ્રિસ્તીઓને જોવા મળ્યું છે કે શાળાનું કે વ્યવસાયને લગતું વધારાનું શિક્ષણ મેળવવાથી, તેઓને પોતાના કુટુંબોની ભૌતિક જરૂરિયાતોની કાળજી રાખવા મદદ કરી છે. વ્યક્તિના કુટુંબની કાળજી રાખવી યોગ્ય છે, કેમ કે ‘પોતાના કુટુંબની સંભાળ રાખવી’ એ દૈવી ફરજ છે. (૧ તીમોથી ૫:૮) જરૂરિયાતો પૂરી કરવા માટે કુશળતા મેળવવી એ એક વ્યવહારુ ડહાપણ છે.
તેમ છતાં, પાયારૂપ શિક્ષણ કરતાં વધારે શિક્ષણ મેળવવાનું ઇચ્છે તેઓએ આ વિકલ્પના ફાયદા અને ગેરફાયદા બંને તોળી જોવા જોઈએ. સંભવિત ફાયદાઓ વ્યક્તિને એવો વ્યવસાય મેળવવા શક્તિમાન કરે છે જેનાથી તે ખ્રિસ્તી સેવામાં ઉત્સાહપૂર્ણ કાર્ય કરતો હોય એ જ સમયે પોતાને અને પોતાના કુટુંબને યોગ્ય રીતે મદદ કરી શકે. વધુમાં, ‘જેથી જેને જરૂર છે તેને આપીને’ તે બીજાઓને પણ ભૌતિક રીતે મદદ કરી શકે.—એફેસી ૪:૨૮.
કેટલાક સંભવિત ગેરફાયદા કયા છે? આ શિક્ષણ વ્યક્તિને દેવ અને બાઇબલમાંથી ધીમે ધીમે વિશ્વાસ ઓછા કરવાના જોખમમાં મૂકવાનો સમાવેશ કરી શકે. પાઊલે ખ્રિસ્તીઓને “જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે” એનાથી અને “ફિલસૂફીનો ખાલી આડંબર જે . . . માણસોના સંપ્રદાય પ્રમાણે” છે એનાથી સાવધ રહેવાની સલાહ આપી. (૧ તીમોથી ૬:૨૦, ૨૧; કોલોસી ૨:૮) નિર્વિવાદપણે, શિક્ષણના કેટલાક પ્રકારો ખ્રિસ્તી વિશ્વાસને હાનિ પહોંચાડી શકે. વધારાની તાલીમ કે અભ્યાસ મેળવે છે તેઓએ આ પ્રકારની નુકસાનકારક અસરના જોખમથી સાવધ રહેવું જોઈએ.
મુસા, જેને “મિસરીઓની સર્વ વિદ્યા શિખવવામાં આવી હતી,” જેમાં નિશંક બહુદેવો, દેવનું અપમાન કરતાં શિક્ષણનો સમાવેશ થતો હતો, છતાં મજબૂત વિશ્વાસ જાળવી રાખ્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૭:૨૨) એ રીતે, આજે ખ્રિસ્તીઓ ભલે ગમે એ સંજોગોમાં આવી પડે, છતાં એમાંની બિનઆરોગ્યપ્રદ અસરમાં ફસાય નહિ કાળજી રાખે છે.
વધારાનું શિક્ષણ મેળવવાનું બીજું શક્ય જોખમ એ છે કે જ્ઞાન ગર્વિષ્ઠ બનાવે છે, અથવા મિથ્યાભિમાનને જન્મ આપે છે. (૧ કોરીંથી ૮:૧) ઘણા સ્વાર્થી કારણોસર શિક્ષણ દ્વારા જ્ઞાન મેળવવાનું ઇચ્છે છે, અરે જ્ઞાન મેળવવાના નિખાલસ ધ્યેયો પણ પ્રાધાન્ય અને સ્વ-મહત્તાની લાગણીમાં પરિણમી શકે. આ પ્રકારનાં વલણો દેવને નાખુશ કરે છે.—નીતિવચન ૮:૧૩.
ફરોશીઓનો વિચાર કરો. તેઓ નામાંકિત ધાર્મિક પંથના સભ્ય તરીકે અભિમાન કરતા, અને પોતાને વિદ્વાન અને વધારે પડતા ન્યાયી સમજતા હતા. તેઓ રાબ્બીઓના સંપ્રદાયના મોટા સંગ્રહથી સુપરિચિત હતા અને તેઓ સામાન્ય લોકોને હલકા ગણતા હતા કે જેઓ ઓછું ભણેલા હતા. તેઓને અભણ, તિરસ્કારને યોગ્ય, અને નિંદનીય તરીકે જોતા હતા. (યોહાન ૭:૪૯) આ ઉપરાંત, તેઓ પૈસાને પ્રેમ કરતા હતા. (લુક ૧૬:૧૪) તેઓનાં ઉદાહરણો બતાવે છે કે ખોટા ધ્યેયો પાછળ પડીએ છીએ ત્યારે, શિક્ષણ વ્યક્તિ માટે ઘમંડી કે તેને પૈસાનો પ્રેમી બનવા તરફ દોરી શકે. એ કારણે, કેટલું અને કયું શિક્ષણ લેવું એ નક્કી કરવા, એક ખ્રિસ્તી પોતાને પૂછે એ સારું થશે, ‘મારા ધ્યેયો કયા છે?’
વ્યક્તિગત પસંદગીની બાબત
પ્રથમ સદીના ખ્રિસ્તીઓ માટે સાચું હતું તેમ, આજે ખ્રિસ્તીઓ મધ્યે પણ વિસ્તૃત વિવિધ શૈક્ષણિક પાર્શ્વભૂમિકાઓ અસ્તિત્વ ધરાવે છે. યુવાન લોકોનું પોતાનું ફરજિયાત શાળા શિક્ષણ પૂરું કર્યા પછી, પોતાના માબાપના માર્ગદર્શન હેઠળ, વધારાનું દુન્યવી શિક્ષણ મેળવવાનું પસંદ કરી શકે. એ રીતે, પોતાનાં કુટુંબ માટે પૂરું પાડવાની રીત સુધારવામાં રસ ધરાવનાર પુખ્ત વયનાઓ વધારાના શિક્ષણને વ્યવહારુ સમજે છે.a પરંપરાગત શાળાનાં શિક્ષણનાં કેટલાંક પાસાઓ ધંધાકીય કે વ્યવસાયિક કુશળતાઓ કરતાં સામાન્ય બૌદ્ધિક ક્ષમતા વિકસાવવા પર ભાર આપે છે. આમ, આ પ્રકારના શિક્ષણ પાછળ આટલો બધો સમય ખર્ચ્યા પછી એક વ્યક્તિને જોવા મળી શકે કે, તેનામાં કામ મેળવી શકે એવી કુશળતાની ખામી છે. આને લીધે, કેટલાક વ્યવસાયિક કે ટૅકનિકલ શાળામાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે. જેથી તેઓ નોકરી મેળવવા વધારે યોગ્યતા પ્રાપ્ત કરે.
a આ વિષય પર વધારે માહિતી મેળવવા માટે, ચોકીબુરજ (અંગ્રેજી) નવેમ્બર ૧, ૧૯૯૨ના પાન ૧૦-૨૧ અને યહોવાહના સાક્ષીઓ અને શિક્ષણ (અંગ્રેજી) મોટી પુસ્તિકા જુઓ, જે બંને વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત છે.
કોઈ પણ રીતે, આ પ્રકારના નિર્ણયો વ્યક્તિગત છે. આ બાબત માટે ખ્રિસ્તીઓએ એકબીજાની નિંદા કે ન્યાય કરવો જોઈએ નહિ. યાકૂબે લખ્યું: “બીજાનો ન્યાય કરનાર તું કોણ છે?” (યાકૂબ ૪:૧૨) એક ખ્રિસ્તી વધારાનું શિક્ષણ લેવાનું વિચારે તો, તે તેના પોતાના ધ્યેયો સ્વાર્થી, ભૌતિકવાદી તો નથી ને એની ખાતરી કરી જોશે.
એ દેખીતું છે કે બાઇબલ શિક્ષણને સમતોલ રીતે જોવા ઉત્તેજન આપે છે. ખ્રિસ્તી માબાપ દેવના પ્રેરિત શબ્દ પર આધારિત આત્મિક શિક્ષણનાં ઉત્તમ મૂલ્યોને ઓળખી અને પોતાનાં બાળકોના પૂરક શિક્ષણને લગતી સમતોલ સલાહ આપે છે. (૨ તીમોથી ૩:૧૬) જીવન વિષે વાસ્તવિક બનીને, તેઓ દુન્યવી શિક્ષણનાં મૂલ્યો સમજીને પોતાનાં મોટા થતા બાળકોને તેઓના માટે અને તેઓના ભાવિ કુટુંબો માટે જરૂરી કુશળતાઓ મેળવવા મદદ પૂરી પાડે છે. એ કારણે, ગમે તે પૂરક શિક્ષણ મેળવવાનું અને કેટલું મેળવવું એ નક્કી કરવા, દરેક ખ્રિસ્તી યહોવાહને કરેલા સમર્પણના આધારે શાણા નિર્ણયો કરી શકે, જે “સર્વ વાતે ઉપયોગી છે, કેમકે તેમાં હમણાંના તથા હવે પછીના જીવનનું પણ વચન સમાએલું છે.”—૧ તીમોથી ૪:૮.
શાળાનાં વધારાનાં શિક્ષણ વિષે વિચારતા, એક ખ્રિસ્તી પોતાને પૂછે તો સારું કે, ‘મારા ધ્યેયો કયા છે?’