વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb26 જુલાઈ પાન ૮-૯
  • જુલાઈ ૨૭–ઑગસ્ટ ૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૨૭–ઑગસ્ટ ૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
mwb26 જુલાઈ પાન ૮-૯

જુલાઈ ૨૭–ઑગસ્ટ ૨

યર્મિયા ૨૦-૨૧

ગીત ૧૩૭ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

યર્મિયા ડગ્યા વગર લોકો આગળ યહોવાનો સંદેશો જાહેર કરે છે. અમુક તેમની વાત સાંભળતા નથી તો અમુક તેમના પર મોટે મોટેથી બૂમો પાડે છે.

૧. યર્મિયા ખૂબ હિંમતથી પ્રચાર કરતા હતા

(૧૦ મિ.)

યર્મિયાએ ન્યાયનો સંદેશો જણાવ્યો એટલે તેમની સતાવણી થઈ (યર્મિ ૨૦:૨, ૮)

યર્મિયા નિરાશ થઈ ગયા અને તેમણે વિચાર્યું કે હવે તે ક્યારેય પ્રચાર નહિ કરે (યર્મિ ૨૦:૯ક)

યર્મિયા યહોવાની મદદથી પ્રચાર કરતા રહ્યા. તે જાણતા હતા કે યહોવાનો સંદેશો જણાવવો કેટલો જરૂરી છે (યર્મિ ૨૦:૯ખ, ૧૧; w૧૧ ૩/૧ ૨૯ ¶૯; w૧૦ ૨/૧ ૧૫ ¶૮-૯)

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • યર્મિ ૨૦:૧૨—આ કલમથી આપણને શું કરવાનું ઉત્તેજન મળે છે? (w૧૩ ૩/૧૫ ૧૦ ¶૧૧)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) યર્મિ ૨૦:૭-૧૮ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વાત વાતમાં વ્યક્તિને જણાવો કે તમે યહોવાના સાક્ષી છો. (lmd પાઠ ૨ મુદ્દો ૪)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. પ્રેમથી શીખવીએ મોટી પુસ્તિકાના વધારે માહિતી ક ભાગમાંથી કોઈ મુદ્દા વિશે વાત કરો. (lmd પાઠ ૯ મુદ્દો ૩)

૬. તમારી માન્યતા વિશે સમજાવો

(૪ મિ.) દૃશ્ય. એક બાળક ijwfq લેખ ૩૯ના આધારે સ્કૂલમાં કઈ રીતે વાત કરવી, એ વિશે મમ્મી કે પપ્પા સાથે પ્રેક્ટિસ કરે છે. (th અભ્યાસ ૧૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૪૨

૭. ફેરફાર કરવા તૈયાર રહો—વ્યક્તિના સંજોગોનો વિચાર કરીને વાત કરો

(૧૫ મિ.) ચર્ચા.

પ્રચારમાં જતા પહેલાં આપણે કદાચ વિચાર્યું હશે કે લોકોને શામાં રસ છે. (lmd પાઠ ૧ મુદ્દો ૩) પણ જો આપણને લાગે કે વ્યક્તિને બીજા જ કોઈ વિષયમાં રસ છે તો શું? આપણે ઈસુ જેવું કરી શકીએ. એક આંધળા માણસને ખુશખબર જણાવતા પહેલાં તે તેની સાથે દયાથી વર્ત્યા. (યોહ ૯:૧, ૬, ૭, ૩૫-૩૮) એનાથી આપણને શું શીખવા મળે છે? જ્યારે લોકો જોઈ શકશે કે આપણને તેઓની ચિંતા છે ત્યારે તેઓને આપણી વાત સાંભળવાનું મન થશે. એટલે ઘર ઘરના પ્રચારમાં જઈએ ત્યારે વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે એ વિશે વિચારવું ખૂબ જરૂરી છે. એનો પણ વિચાર કરીએ કે આપણને વ્યક્તિની ચિંતા છે એવું કઈ રીતે બતાવી શકીએ.

૧ કોરીંથીઓ ૯:૨૦-૨૩ વાંચો. પછી પૂછો:

  • પાઉલે કઈ રીતે બતાવ્યું કે તેમને લોકોની ચિંતા છે?

  • પાઉલે કેમ લોકોના સંજોગો પ્રમાણે પોતાની વાતમાં ફેરફાર કર્યો?

“ ‘ખુશખબર જણાવવા આતુર રહીએ’​—⁠યોગ્ય સાધનો સાથે તૈયાર રહીએ​—⁠ઝલક” વીડિયોનું દૃશ્ય. વીડિયોમાં બતાવેલું યુગલ ઘર ઘરનો પ્રચાર કરી રહ્યું છે અને એક માણસને સંદેશો જણાવી રહ્યું છે.

‘ખુશખબર જણાવવા આતુર રહીએ’—યોગ્ય સાધનો સાથે તૈયાર રહીએ—ઝલક વીડિયો બતાવો. પછી પૂછો:

  • ભાઈએ પહેલેથી વિચાર્યું હતું કે તે કયા વિષય પર વાત કરશે, તોપણ તેમણે કઈ રીતે વ્યક્તિના સંજોગો પ્રમાણે વાતચીતમાં ફેરફાર કર્યો?

  • આપણને વ્યક્તિની ચિંતા છે, એ બતાવવું કેમ જરૂરી છે?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) wcg વિભાગ ૧ની જાણકારી, સમયરેખા અને પ્રક. ૧

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૨૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો